ધોરણ-10 [ગણિત] 14. સંભાવના | std-10 [maths] 14. sambhavna

GSEB Std 10 Maths Chapter 14 Sambhavna Swadhyay Solution: અહીં ધોરણ 10 ગણિત વિષયના પ્રકરણ 14 "સંભાવના (Probability)" ના અગત્યના મુદ્દાઓ (સૈદ્ધાંતિક સંભાવના, ચોક્કસ અને અશક્ય ઘટના, પત્તાં અને પાસાનાં પરિણામો) તથા સ્વાધ્યાય 14.1 ના તમામ 25 પ્રશ્નો પગલાવાર ગણતરી સાથે આપેલ છે.

std-10-maths-14-sambhavna-eclassguru

✦ અગત્યના મુદ્દાઓ ✦

  • સૈદ્ધાંતિક સંભાવના : `P(E) = text(E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા)/text(પ્રયોગનાં શક્ય તમામ પરિણામોની સંખ્યા)` (પરિણામો સમસંભાવી હોય ત્યારે).
  • ચોક્કસ ઘટનાની સંભાવના 1 અને અશક્ય ઘટનાની સંભાવના 0 છે.
  • કોઈ પણ ઘટના E માટે `0 le P(E) le 1`.
  • `P(E) + P(bar E) = 1`, એટલે `P(bar E) = 1 - P(E)` (`bar E` = ઘટના "E-નહિ", પૂરક ઘટના).
  • પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 છે.
  • પાસો : એક પાસાનાં 6 પરિણામો (1 થી 6); બે પાસા કે એક પાસો બે વાર ઉછાળતાં `6 xx 6 = 36` પરિણામો.
  • સિક્કો : એક સિક્કો – 2 પરિણામો (H, T); બે સિક્કા – 4; ત્રણ સિક્કા – 8 પરિણામો.
  • પત્તાં : 52 પત્તાં, 4 ભાત (કાળીનાં, લાલનાં, ચોકટનાં, ફલ્લીનાં) દરેકનાં 13 પત્તાં. લાલ રંગનાં 26 અને કાળા રંગનાં 26. મુખમુદ્રાવાળાં પત્તાં (રાજા, રાણી, ગુલામ) = 12.

✦ સ્વાધ્યાય 14.1 ✦

1. નીચેનાં વિધાનો પૂર્ણ કરો :

(i) ઘટના E ની સંભાવના + ઘટના ‘E નહિ’ ની સંભાવના = ..........
જવાબ : 1
(ii) ઉદ્‌ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના .......... છે. આવી ઘટનાને .......... કહે છે.
જવાબ : 0, અશક્ય ઘટના
(iii) ચોક્કસપણે ઉદ્‌ભવતી ઘટનાની સંભાવના .......... છે. આવી ઘટનાને .......... કહે છે.
જવાબ : 1, ચોક્કસ ઘટના
(iv) પ્રયોગની તમામ મૂળભૂત (પ્રાથમિક) ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો .......... છે.
જવાબ : 1
(v) ઘટનાની સંભાવના .......... થી મોટી અથવા તેના જેટલી અને .......... થી નાની અથવા તેના જેટલી હોય છે.
જવાબ : 0, 1

2. નીચે આપેલ પૈકી કયા પ્રયોગનાં પરિણામો સમસંભાવી છે ? સમજાવો.

(i) ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામ : કાર ચાલુ થાય છે અથવા ચાલુ નથી થતી.
જવાબ : સમસંભાવી નથી, કારણ કે કાર ચાલુ થવી કે ન થવી તે કારની સ્થિતિ પર આધાર રાખે છે.
(ii) ખેલાડી બાસ્કેટબૉલને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. પરિણામ : તે બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે.
જવાબ : સમસંભાવી નથી, કારણ કે પરિણામ ખેલાડીની આવડત પર આધાર રાખે છે.
(iii) ખરા-ખોટા પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે. પરિણામ : જવાબ સત્ય છે કે અસત્ય.
જવાબ : સમસંભાવી છે (✓), બંનેમાંથી કોઈ પણ એક જવાબ સમાન તકથી હોઈ શકે.
(iv) બાળક જન્મ્યું છે. પરિણામ : તે બાબો છે કે બેબી.
જવાબ : સમસંભાવી છે (✓).

3. શા માટે ફુટબૉલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બૉલ મળવો જોઈએ તે નક્કી કરવા, સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે ?

જવાબ : સિક્કો ઉછાળતાં છાપ અને કાંટો સમાન રીતે મળે છે, એટલે બંનેની સંભાવના `1/2` છે. સિક્કો ઉછાળવાનું વ્યક્તિગત પરિણામ અગાઉથી કહી શકાતું નથી, તેથી તે નિષ્પક્ષ ક્રિયા છે.

4. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે ? (A) 2/3 (B) −1.5 (C) 15 % (D) 0.7

જવાબ : (B) −1.5, કારણ કે સંભાવના ક્યારેય ઋણ ન હોય; `0 le P(E) le 1`.

5. જો P(E) = 0.05 હોય તો ‘E-નહિ’ ની સંભાવના શું છે ?

\[ \begin{aligned} P(\bar{E}) &= 1 - P(E) \\ &= 1 - 0.05 \\ &= 0.95 \end{aligned} \]

જવાબ : 0.95

6. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે (i) નારંગીના સ્વાદની મીઠાઈ હોય (ii) લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી ?

જવાબ : (i) થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈ જ નથી, તેથી તે અશક્ય ઘટના છે : 0
(ii) બધી જ મીઠાઈ લીંબુના સ્વાદની છે, તેથી તે ચોક્કસ ઘટના છે : 1

7. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી ?

\[ \begin{aligned} P(\text{જન્મદિવસ સમાન}) &= 1 - P(\text{જન્મદિવસ સમાન નહિ}) \\ &= 1 - 0.992 \\ &= 0.008 \end{aligned} \]

જવાબ : 0.008

8. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદૃચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો (i) લાલ હોય (ii) લાલ ન હોય તેની સંભાવના કેટલી ?

કુલ દડા = 3 + 5 = 8, એટલે શક્ય પરિણામો = 8.

\[ \begin{aligned} \text{(i) } P(\text{લાલ}) &= \frac{3}{8} \\ \text{(ii) } P(\text{લાલ નહિ}) &= 1 - \frac{3}{8} \\ &= \frac{5}{8} \end{aligned} \]

જવાબ : (i) `3/8` (ii) `5/8`

9. એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદૃચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લખોટી (i) લાલ હોય (ii) સફેદ હોય (iii) લીલી ન હોય તેની સંભાવના કેટલી ?

કુલ લખોટીઓ = 5 + 8 + 4 = 17.

\[ \begin{aligned} \text{(i) } P(\text{લાલ}) &= \frac{5}{17} \\ \text{(ii) } P(\text{સફેદ}) &= \frac{8}{17} \\ \text{(iii) } P(\text{લીલી નહિ}) &= 1 - \frac{4}{17} \\ &= \frac{13}{17} \end{aligned} \]

જવાબ : (i) `5/17` (ii) `8/17` (iii) `13/17`

10. એક ગલ્લામાં 50 p ના સો સિક્કા, ₹ 1 ના પચાસ સિક્કા, ₹ 2 ના વીસ સિક્કા અને ₹ 5 ના દસ સિક્કા છે. ગલ્લાને ઊંધો કરતાં કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય, તો સિક્કો (i) 50 p નો સિક્કો હશે (ii) ₹ 5 નો સિક્કો નહિ હોય તેની સંભાવના કેટલી ?

કુલ સિક્કા = 100 + 50 + 20 + 10 = 180.

\[ \begin{aligned} \text{(i) } P(50\text{ p}) &= \frac{100}{180} \\ &= \frac{5}{9} \\ \text{(ii) } P(₹\,5 \text{ નહિ}) &= \frac{180 - 10}{180} \\ &= \frac{170}{180} \\ &= \frac{17}{18} \end{aligned} \]

જવાબ : (i) `5/9` (ii) `17/18`

11. ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદૃચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી ?

\[ \begin{aligned} \text{કુલ માછલી} &= 5 + 8 \\ &= 13 \\ P(\text{નર}) &= \frac{5}{13} \end{aligned} \]

જવાબ : `5/13`

12. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તે 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. (i) તે 8 તરફ (ii) અયુગ્મ સંખ્યા તરફ (iii) 2 કરતાં મોટી સંખ્યા તરફ (iv) 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી ?

શક્ય પરિણામો = 8.

\[ \begin{aligned} \text{(i) } P(8) &= \frac{1}{8} \\ \text{(ii) } P(\text{અયુગ્મ : 1, 3, 5, 7}) &= \frac{4}{8} \\ &= \frac{1}{2} \\ \text{(iii) } P(\text{2 થી મોટી : 3 થી 8}) &= \frac{6}{8} \\ &= \frac{3}{4} \\ \text{(iv) } P(\text{9 થી નાની}) &= \frac{8}{8} \\ &= 1 \end{aligned} \]

જવાબ : (i) `1/8` (ii) `1/2` (iii) `3/4` (iv) 1

13. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો (i) અવિભાજ્ય સંખ્યા (ii) 2 અને 6 વચ્ચેની સંખ્યા (iii) અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો.

શક્ય પરિણામો : 1, 2, 3, 4, 5, 6 (કુલ 6).

\[ \begin{aligned} \text{(i) } P(\text{અવિભાજ્ય : 2, 3, 5}) &= \frac{3}{6} \\ &= \frac{1}{2} \\ \text{(ii) } P(\text{2 અને 6 વચ્ચે : 3, 4, 5}) &= \frac{3}{6} \\ &= \frac{1}{2} \\ \text{(iii) } P(\text{અયુગ્મ : 1, 3, 5}) &= \frac{3}{6} \\ &= \frac{1}{2} \end{aligned} \]

જવાબ : (i) `1/2` (ii) `1/2` (iii) `1/2`

14. સરખી રીતે ચીપેલાં 52 પત્તાંની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે, તો (i) લાલ રંગનો રાજા (ii) મુખમુદ્રાવાળું પત્તું (iii) લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું (iv) લાલનો ગુલામ (v) કાળીનું પત્તું (vi) ચોકટની રાણી મળવાની સંભાવના શોધો.

શક્ય પરિણામો = 52.

\[ \begin{aligned} \text{(i) } P(\text{લાલ રાજા}) &= \frac{2}{52} \\ &= \frac{1}{26} \\ \text{(ii) } P(\text{મુખમુદ્રાવાળું}) &= \frac{12}{52} \\ &= \frac{3}{13} \\ \text{(iii) } P(\text{લાલ મુખમુદ્રાવાળું}) &= \frac{6}{52} \\ &= \frac{3}{26} \\ \text{(iv) } P(\text{લાલનો ગુલામ}) &= \frac{1}{52} \\ \text{(v) } P(\text{કાળીનું પત્તું}) &= \frac{13}{52} \\ &= \frac{1}{4} \\ \text{(vi) } P(\text{ચોકટની રાણી}) &= \frac{1}{52} \end{aligned} \]

જવાબ : (i) `1/26` (ii) `3/13` (iii) `3/26` (iv) `1/52` (v) `1/4` (vi) `1/52`

15. પાંચ ચોકટનાં પત્તાં - દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એક્કો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલાં છે પછી એક પત્તું યાદૃચ્છિક રીતે ખેંચવામાં આવે છે. (i) પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે ? (ii) જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તે (a) એક્કો હોય (b) રાણી હોય તેની સંભાવના કેટલી ?

\[ \begin{aligned} \text{(i) } P(\text{રાણી}) &= \frac{1}{5} \\ \text{(ii)(a) } P(\text{એક્કો}) &= \frac{1}{4} \quad \text{(હવે 4 પત્તાં બાકી)} \\ \text{(ii)(b) } P(\text{રાણી}) &= \frac{0}{4} \\ &= 0 \end{aligned} \]

જવાબ : (i) `1/5` (ii) (a) `1/4` (b) 0

16. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. આ જથ્થામાંથી એક પેન યાદૃચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામીરહિત છે તેની સંભાવના શોધો.

\[ \begin{aligned} \text{કુલ પેન} &= 12 + 132 \\ &= 144 \\ P(\text{ખામીરહિત}) &= \frac{132}{144} \\ &= \frac{11}{12} \end{aligned} \]

જવાબ : `11/12`

17. (i) 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદૃચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી ? (ii) ધારો કે, (i) માં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. હવે, બાકીનાં ગોળામાંથી એક ગોળો યાદૃચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી ?

(ii) માં બાકી ગોળા = 19, તેમાં ખામીયુક્ત 4 અને સારા 15.

\[ \begin{aligned} \text{(i) } P(\text{ખામીયુક્ત}) &= \frac{4}{20} \\ &= \frac{1}{5} \\ \text{(ii) } P(\text{ખામીયુક્ત નહિ}) &= \frac{15}{19} \end{aligned} \]

જવાબ : (i) `1/5` (ii) `15/19`

18. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદૃચ્છિક રીતે કાઢવામાં આવે, તો તેના પર (i) બે અંકની સંખ્યા (ii) પૂર્ણવર્ગ સંખ્યા (iii) 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો.

બે અંકની સંખ્યા 10 થી 90 = 81; પૂર્ણવર્ગ 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 = 9; 5 વડે વિભાજ્ય 5, 10, ..., 90 = 18.

\[ \begin{aligned} \text{(i) } P &= \frac{81}{90} \\ &= \frac{9}{10} \\ \text{(ii) } P &= \frac{9}{90} \\ &= \frac{1}{10} \\ \text{(iii) } P &= \frac{18}{90} \\ &= \frac{1}{5} \end{aligned} \]

જવાબ : (i) `9/10` (ii) `1/10` (iii) `1/5`

19. એક બાળક પાસે એક એવો પાસો છે જેની છ સપાટીઓ A, B, C, D, E, A અક્ષરો બતાવે છે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે. પાસા પર (i) A મળે (ii) D મળે તેની સંભાવના કેટલી ?

\[ \begin{aligned} \text{(i) } P(A) &= \frac{2}{6} \\ &= \frac{1}{3} \\ \text{(ii) } P(D) &= \frac{1}{6} \end{aligned} \]

જવાબ : (i) `1/3` (ii) `1/6`

20*. ધારો કે, એક પાસાને તમે યાદૃચ્છિક રીતે આકૃતિ 14.6 માં બતાવ્યા પ્રમાણે 3 મી × 2 મી ના લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મી વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી ? (* પરીક્ષાના દૃષ્ટિબિંદુથી નથી.)

\[ \begin{aligned} \text{લંબચોરસ} &= 3 \times 2 \\ &= 6 \\ \text{વર્તુળ} &= \pi \left(\frac{1}{2}\right)^2 \\ &= \frac{\pi}{4} \\ P &= \frac{\frac{\pi}{4}}{6} \\ &= \frac{\pi}{24} \end{aligned} \]

જવાબ : `pi/24`

21. એક જથ્થો 144 બૉલપેન ધરાવે છે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. જો પેન સારી હશે તો, નુરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહિ. દુકાનદાર યાદૃચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે. (i) તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી ? (ii) તે પેન નહિ ખરીદે તેની સંભાવના કેટલી ?

સારી પેન = 144 − 20 = 124.

\[ \begin{aligned} \text{(i) } P(\text{ખરીદશે}) &= \frac{124}{144} \\ &= \frac{31}{36} \\ \text{(ii) } P(\text{નહિ ખરીદે}) &= \frac{20}{144} \\ &= \frac{5}{36} \end{aligned} \]

જવાબ : (i) `31/36` (ii) `5/36`

22. ઉદાહરણ 13 નાં સંદર્ભમાં (i) કોષ્ટક પૂરું કરો. (ii) એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 છે. તેમાંનાં પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ આ દલીલ સાથે સહમત છો ? તમારા જવાબનું સમર્થન કરો.

(i) બે પાસા ઉછાળતાં કુલ 36 પરિણામો મળે.

બે પાસા પરનો સરવાળો23456789101112
સંભાવના`1/36``2/36``3/36``4/36``5/36``6/36``5/36``4/36``3/36``2/36``1/36`

(ii) જવાબ : ના, સહમત નથી (✗). આ અગિયાર સરવાળા સમસંભાવી નથી; ઉદા. સરવાળો 2 ફક્ત (1, 1) થી મળે, જ્યારે સરવાળો 7 છ રીતે મળે.

23. એક રમતમાં એક રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતાં સરખું પરિણામ મળે, એટલે કે ત્રણ છાપ અથવા ત્રણ કાંટા તો હનિફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હનિફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો.

શક્ય પરિણામો : HHH, TTT, HHT, HTH, HTT, THH, THT, TTH (કુલ 8). જીતવાનાં પરિણામો HHH, TTT = 2.

\[ \begin{aligned} P(\text{હારે}) &= 1 - P(\text{જીતે}) \\ &= 1 - \frac{2}{8} \\ &= \frac{3}{4} \end{aligned} \]

જવાબ : હનિફ રમત હારે તેની સંભાવના `3/4` છે.

24. પાસાને બે વખત ઉછાળવામાં આવે છે : (i) એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહિ (ii) ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી ?

કુલ શક્ય પરિણામો = 36. ઓછામાં ઓછી એકવાર 5 મળે તેવાં પરિણામો : (5, 1) થી (5, 6) = 6 અને (1, 5), (2, 5), (3, 5), (4, 5), (6, 5) = 5, કુલ 11.

\[ \begin{aligned} \text{(ii) } P(\text{ઓછામાં ઓછી એકવાર 5}) &= \frac{11}{36} \\ \text{(i) } P(\text{એક પણ વખત 5 નહિ}) &= 1 - \frac{11}{36} \\ &= \frac{25}{36} \end{aligned} \]

જવાબ : (i) `25/36` (ii) `11/36`

25. નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી ? તમારા જવાબ માટે કારણો આપો.

(i) જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો ત્રણ શક્યતાઓ મળે છે - બે છાપ અથવા બે કાંટા અથવા પ્રત્યેકનો એક. તેથી, આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે.
જવાબ : ખોટું (✗). પરિણામો HH, HT, TH, TT એમ 4 છે. "પ્રત્યેકનો એક" (HT, TH) બે રીતે મળે, તેથી તેની સંભાવના `2/4 = 1/2` અને બે છાપ કે બે કાંટાની સંભાવના `1/4` છે; ત્રણેય સમસંભાવી નથી.
(ii) જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે છે - અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા, તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે.
જવાબ : સાચું (✓). અયુગ્મ (1, 3, 5) અને યુગ્મ (2, 4, 6) બંને 3-3 છે, તેથી બંને પરિણામો સમસંભાવી છે અને `P = 3/6 = 1/2`.

🎓 આ પાઠના વિડિયો લેક્ચર, MCQ ટેસ્ટ અને PDF નોંધો મેળવવા માંગો છો? EclassGuru.com પર ધોરણ 1 થી 10 ના સંપૂર્ણ ઓનલાઈન કોર્સ અને પુસ્તકો ઉપલબ્ધ છે.

Comments