GSEB Std 10 Social Science Chapter 10 Bharat Krushi Swadhyay Solution: અહીં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 10 "ભારત : કૃષિ" ના અગત્યના મુદ્દાઓ – કૃષિના પ્રકારો, કૃષિ પદ્ધતિઓ, ખરીફ-રવી-જાયદ પાક, મુખ્ય પાકો, સુધારા, હરિયાળી ક્રાંતિ, વૈશ્વિકીકરણ – તથા સ્વાધ્યાયના તમામ જવાબ આપેલ છે.

✦ અગત્યના મુદ્દાઓ (IMP Notes) ✦
કૃષિનું મહત્ત્વ : શ્રમશક્તિના લગભગ 60% લોકો ખેતીમાં; રાષ્ટ્રીય ઉત્પાદનમાં લગભગ 22% અને નિકાસમાં 18% હિસ્સો.
કૃષિના પ્રકારો : જીવનનિર્વાહ, સૂકી, આર્દ્ર, સ્થળાંતરિત (ઝૂમ), બાગાયતી, સઘન (વ્યાપારી) ખેતી. પદ્ધતિઓ : સજીવ, ટકાઉ, મિશ્ર ખેતી.
ગુજરાત પ્રથમ : મગફળી, તલ, એરંડા (80%), જીરું, વરિયાળી, ઈસબગુલ ઉત્પાદનમાં; બીડી-તમાકુના 80%.
અન્ય તથ્યો : પંજાબ – 'ઘઉંનો કોઠાર'; શણ – 'ગોલ્ડન ફાઈબર'; કર્ણાટકનો કૂર્ગ – કૉફી; અસમ-પ. બંગાળ – 75% ચા; હરિયાળી ક્રાંતિ – 1960નો દાયકો.
| ખરીફ (ચોમાસુ) પાક | રવી (શિયાળુ) પાક | જાયદ (ઉનાળુ) પાક |
|---|---|---|
| જૂન-જુલાઈથી ઑક્ટોબર-નવેમ્બર | ઑક્ટોબર-નવેમ્બરથી માર્ચ-એપ્રિલ | માર્ચથી જૂન |
| ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ-મગ | ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી | ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી, સકરટેટી |
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો :
(1) કૃષિના પ્રકારો વિશે નોંધ લખો.
જવાબ : સિંચાઈ પદ્ધતિ, ખેતપેદાશો અને આર્થિક વળતરના આધારે ખેતીના પ્રકારો પડે છે :
(1) જીવનનિર્વાહ ખેતી : નાના ખેતરોમાં મોંઘાં બિયારણ-ખાતર પોષાતાં નથી; ઉત્પાદન માત્ર કુટુંબના ભરણપોષણ જેટલું જ થાય છે.
(2) સૂકી ખેતી : ઓછો વરસાદ અને અપૂરતી સિંચાઈવાળા વિસ્તારોમાં જમીનમાં સંગ્રહાયેલા ભેજ પર એક જ પાક; જુવાર, બાજરી, કઠોળ. ભાલ પ્રદેશમાં ઘઉં-ચણા.
(3) આર્દ્ર ખેતી : વધુ વરસાદ અને સિંચાઈવાળા વિસ્તારોમાં વર્ષમાં એકથી વધુ પાક; ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી.
(4) સ્થળાંતરિત (ઝૂમ) ખેતી : જંગલનાં વૃક્ષો કાપી-સળગાવી બે-ત્રણ વર્ષ ખેતી, ફળદ્રુપતા ઘટતાં બીજે સ્થળે; ઉત્પાદન ખૂબ ઓછું.
(5) બાગાયતી ખેતી : રબર, ચા, કૉફી, કોકો, નાળિયેર, સફરજન, કેરી, દ્રાક્ષ વગેરેની માવજતભરી ખેતી; વધુ મૂડી, કુશળતા, તકનીકી જ્ઞાન, સંગ્રહ-પરિવહનની જરૂર.
(6) સઘન ખેતી : સિંચાઈ, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને યંત્રોના વ્યાપક ઉપયોગથી રોકડિયા પાકોનું વાવેતર; હેક્ટરદીઠ ઉત્પાદન વધુ; આર્થિક વળતર મહત્ત્વનું હોવાથી 'વ્યાપારી ખેતી' પણ કહે છે.
(2) ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો.
જવાબ : જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેતપેદાશના વેચાણ અંગેના સુધારા સંસ્થાગત સુધારા છે :
(1) જમીનદારી પ્રથા નાબૂદ કરી 'ખેડે તેની જમીન'ના કાયદાથી ખેડનારને માલિકી હક આપ્યો. (2) જમીન ટોચમર્યાદાના કાયદાથી માલિકીની અસમાનતા દૂર કરી. (3) કિસાન ક્રેડિટ કાર્ડ, રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅંકો દ્વારા કૃષિ ધિરાણ. (4) બિયારણ, ખાતર, જંતુનાશકો માટે સબસિડી. (5) પ્રધાનમંત્રી પાક વીમા યોજના; દુષ્કાળ કે અતિવૃષ્ટિમાં આર્થિક સહાય. (6) માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજી. (7) સહકારી મંડળીઓ, ખરીદ-વેચાણ સંઘ, ગોદામો, શીતગૃહો, પરિવહનની સુવિધા. (8) ટેકાના ભાવે ખરીદી માટે NAFED, GROFED અને NDDB જેવી સંસ્થાઓ.
(3) 'વિશ્વ બજાર અને ભારતની ખેતી' વિશે નોંધ લખો.
જવાબ : (1) ખેડૂત ખેતપેદાશ વૈશ્વિક બજારમાં વેચી નફો મેળવી શકે તે હેતુથી ખેતીક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઈ; નિકાસ-આયાતની પ્રક્રિયા સરળ બની.
(2) ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં જાય છે અને વિશ્વનાં ફળો ભારતમાં મળતાં થયાં.
(3) બહુરાષ્ટ્રીય કંપનીઓનાં મોંઘાં જિનેટિકલી મોડિફાઇડ બી.ટી. બિયારણોથી ખેતી ખર્ચાળ બની, પણ કપાસ-મકાઈનું ઉત્પાદન વધ્યું.
(4) આયાત સરળ થતાં આપણાં ઉત્પાદનોને ઘરઆંગણે સ્પર્ધાનો સામનો કરવો પડે છે; ગુણવત્તાસભર પેદાશોની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી બની છે.
(5) સ્પર્ધામાં ટકવા નવી ટેક્નોલૉજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન આપવું અને બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ઘડવી જરૂરી છે.
(4) 'ભારતનો ઘઉંનો પાક' સવિસ્તર વર્ણવો.
જવાબ : (1) ડાંગર પછી ઘઉં દેશનો બીજો મહત્ત્વનો ધાન્ય પાક છે; એક તૃતીયાંશ ખેતભૂમિ પર તેની ખેતી થાય છે અને તે ઉત્તર-પશ્ચિમ ભારતના લોકોનો મુખ્ય ખોરાક છે.
(2) તે સમશીતોષ્ણ કટિબંધીય રવી પાક છે; કાળી કે ફળદ્રુપ ગોરાડુ જમીન અને 75 સેમી વાર્ષિક વરસાદ જરૂરી; 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારમાં વાવેતર થતું નથી.
(3) યાંત્રિકીકરણથી શ્રમિકોની ઓછી જરૂર; હરિયાળી ક્રાંતિ પછી ઉત્પાદન લગભગ બમણું થયું.
(4) પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ કુલ ઉત્પાદનના બે તૃતીયાંશ ભાગ આપે છે; નહેરોને કારણે પંજાબ 'ઘઉંનો કોઠાર' કહેવાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પ. બંગાળમાં પણ વાવેતર.
(5) ગુજરાતમાં ભાલમાં 'ભાલિયા ઘઉં', તથા મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડામાં ઘઉં થાય છે.
(6) ઘઉંમાંથી રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, પાઉં, બિસ્કિટ જેવી વાનગીઓ બને છે; વધુ પૌષ્ટિક હોવાથી તે 'અનાજનો રાજા' ગણાય છે.
(5) 'ભારતના તેલીબિયાં પાક' વિશે સવિસ્તર જણાવો.
જવાબ : મગફળી, તલ, સોયાબિન, એરંડા, સરસવ, સૂર્યમુખી, અળસી તેલીબિયાં છે; તેલ કાઢ્યા પછીનો ખોળ પશુઆહાર અને સેંદ્રિય ખાતર તરીકે વપરાય છે.
(1) મગફળી : કાળી, ગોરાડુ, રેતીમિશ્રિત જમીન, 20°–25° સે. તાપમાન, 50–70 સેમી વરસાદ; ખરીફ અને ઉનાળુ પાક. ગુજરાત, આંધ્ર, તમિલનાડુ, મહારાષ્ટ્ર મુખ્ય ઉત્પાદકો; વિશ્વમાં ભારત ચીન પછી બીજું અને દેશમાં ગુજરાત પ્રથમ.
(2) તલ : ઉત્તરમાં ખરીફ, દક્ષિણમાં રવી પાક; બધાં તેલીબિયાંમાં સૌથી વધુ તેલ; ગુજરાત ઉત્પાદન-વાવેતરમાં પ્રથમ (બનાસકાંઠા); ભારત તલનો સૌથી મોટો નિકાસકાર.
(3) સરસવ : ઉત્તર ભારતનો રવી પાક; ઔષધીય અને ખાદ્યતેલ; રાજસ્થાન, ઉ.પ્ર., હરિયાણા મુખ્ય ઉત્પાદકો.
(4) નાળિયેર : દરિયાકિનારાની ગરમ-ભેજવાળી આબોહવા અને ક્ષારવાળી જમીનનો બાગાયતી પાક; કર્ણાટક, કેરલ, તમિલનાડુ, અંદમાન-નિકોબાર.
(5) એરંડા : વૈશ્વિક ઉત્પાદનમાં ભારત 64% હિસ્સા સાથે પ્રથમ; દેશના 80% ઉત્પાદન ગુજરાતમાં (બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા વગેરે).
2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો.
(1) જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે ?
જવાબ : (1) રાસાયણિક ખાતરો-કીટનાશકોના વધુ વપરાશથી અનાજ, શાકભાજી અને ફળોમાં રસાયણો આવતાં લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ. (2) પર્યાવરણને નુકસાન થયું અને જમીનની ફળદ્રુપતા-ઉત્પાદકતા ઘટી. (3) સજીવ ખેતીમાં છાણિયું, અળસિયાનું, કમ્પોસ્ટ ખાતર તથા ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વપરાય છે. (4) તેની પેદાશો પોષણયુક્ત, કુદરતી સ્વાદ-મીઠાશવાળી અને ખનીજ-વિટામિનથી ભરપૂર હોય છે. (5) જૈવિક પેદાશોની માંગ વધુ હોવાથી ખેડૂતને સારું વળતર મળે છે.
(2) તફાવત આપો : ખરીફ પાક - રવિ પાક.
જવાબ :
| ખરીફ પાક | રવી પાક |
|---|---|
| ચોમાસામાં લેવાતો પાક | શિયાળામાં લેવાતો પાક |
| સમય – જૂન-જુલાઈથી ઑક્ટોબર-નવેમ્બર | સમય – ઑક્ટોબર-નવેમ્બરથી માર્ચ-એપ્રિલ |
| વરસાદ પર આધારિત | મુખ્યત્વે સિંચાઈ અને જમીનના ભેજ પર આધારિત |
| ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ-મગ | ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી |
(3) ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો.
જવાબ : (1) તે દેશના લગભગ અડધોઅડધ લોકોને રોજગારી આપે છે. (2) કૃષિક્ષેત્ર GDPમાં લગભગ 17% હિસ્સો ધરાવે છે. (3) ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકાની નિકાસથી વિદેશી હૂંડિયામણ મળે છે. (4) ખેતપેદાશના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. (5) સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ ખેતીમાંથી મળે છે. (6) કૃષિ લોકોને ખોરાક પૂરો પાડે છે.
(4) ડાંગર : ભારતનો સૌથી અગત્યનો પાક - સમજાવો.
જવાબ : (1) ડાંગર ભારતનો સૌથી મહત્ત્વનો ધાન્ય પાક છે; ભારતની લગભગ અડધી વસ્તી ચોખા ખાય છે. (2) ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે; કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર થાય છે. (3) તે ઉષ્ણ કટિબંધીય પાક છે; ગરમ-ભેજવાળી આબોહવા, લઘુતમ 20° સે. તાપમાન, કાંપની ફળદ્રુપ જમીન અને 100 સેમીથી વધુ વરસાદ જરૂરી; પંજાબ, હરિયાણા, ઉ.પ્ર.માં સિંચાઈથી. (4) પ. બંગાળ, તમિલનાડુ, આંધ્ર, તેલંગાણા, બિહાર, ઓડિશા મુખ્ય ઉત્પાદકો; કેટલાંક રાજ્યોમાં વર્ષમાં બે-ત્રણ પાક. (5) ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડમાં વાવેતર; ફુવારા પદ્ધતિથી ઓછા પાણીમાં પણ પાક લેવાય છે.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો.
(1) મકાઈનો ઉપયોગ જણાવો.
જવાબ : મકાઈ ડુંગરાળ વિસ્તારના લોકોનો મુખ્ય ખોરાક છે. તેમાં સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયો ફ્યુઅલ જેવા ઘટકો હોવાથી ઔદ્યોગિક પેદાશોમાં તેનો ઉપયોગ વધ્યો છે; પશુઆહાર, ધાણી અને મકાઈના તેલ તરીકે પણ ઉપયોગ થાય છે.
(2) કૉફીના પાકની અનુકૂળતાઓ જણાવો.
જવાબ : કૉફીને પહાડી ઢોળાવ પર સીધો તડકો ન પડે તેમ મોટાં વૃક્ષોની છાયામાં ઉછેરાય છે; 150–200 સેમી વરસાદ, 15°–28° સે. તાપમાન અને પર્વતીય ઢોળાવવાળી જમીન અનુકૂળ છે.
(3) ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને ક્યો પાક લેવાય છે ?
જવાબ : ભાલ પ્રદેશમાં સૂકી ખેતી થાય છે; ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં ઘઉં ('ભાલિયા ઘઉં') અને ચણાનો પાક લેવાય છે.
(4) હરિયાળી ક્રાંતિ એટલે શું ?
જવાબ : સુધારેલાં બિયારણ, રાસાયણિક ખાતરોનો વધતો ઉપયોગ, ખેડૂતોનો પુરુષાર્થ, વીજ વિતરણ અને સિંચાઈ સવલતોના સુધારાથી 1960ના દાયકામાં કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ (Green Revolution) કહે છે.
(5) કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓનાં નામ લખો.
જવાબ : ICAR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ) અને DARE (ડિપાર્ટમેન્ટ ઑફ ઍગ્રિકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન).
4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.
(1) નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે ?
જવાબ : (B) ઝૂમ ખેતી
(2) નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી ?
જવાબ : (A) સજીવ ખેતી
(3) મગફળીનું ઉત્પાદન ક્યા રાજ્યમાં સૌથી વધુ થાય છે ?
જવાબ : (D) ગુજરાત
(4) ચૉકલેટ શાનામાંથી બને છે ?
જવાબ : (B) કોકો
(5) નીચેનામાંથી ક્યા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે ?
જવાબ : (A) ઈસબગુલ
(6) નીચેનામાંથી ક્યું કઠોળ રવી પાક છે ?
જવાબ : (C) ચણા
✦ પ્રવૃત્તિ ✦
તમારા વિસ્તારમાં વાવેતર થતા પાકોનું ધાન્ય, કઠોળ, તેલીબિયાં, પીણાં, રોકડિયા, ઔષધીય-મસાલા, ફળ, શાકભાજી – એમ વર્ગીકરણ કરો.
i-ખેડૂત પોર્ટલ પરથી ખેતી વિષયક માહિતી મેળવો અને વર્તમાનપત્રોમાંથી ખેતપેદાશોના ભાવ જાણો.
Comments
Post a Comment