ધોરણ-5 [અંગ્રેજી] 9. Friendship | std-5 [english] 9. friendship

GSEB Std 5 English Unit 9 Friendship Solutions & Translation: અહીં ધોરણ 5 અંગ્રેજી વિષયના એકમ 9 "Friendship" (સત્ર-2) ની કવિતા "I Can Be a Friend" નો ભાવાર્થ, વાર્તા "Friends Forever" ઉચ્ચાર-અર્થ સહિત, સમશેર-કુલદીપનો ફકરો, Birthday card, પિકનિકનું ચિત્રવર્ણન, Who-What-Where-When-How many-How much, Vocabulary અને ગ્લોસરીના 49 શબ્દો સાથે તમામ જવાબ આપેલ છે.

std-5-english-9-friendship-eclassguru

✦ શ્રવણ (Listening) ✦

Recite and enjoy : I Can Be a Friend (કવિતાનો ભાવાર્થ)

આ કવિતામાં બાળક કહે છે કે સારો મિત્ર કેવી રીતે બની શકાય. તમારી સામે સ્મિત કરીને અને તમે ઉદાસ હો ત્યારે સાથ આપીને હું તમારો મિત્ર બની શકું. પ્રામાણિક અને દયાળુ બનીને તથા તમે મૂંઝવણમાં હો ત્યારે મદદ કરીને હું મિત્ર બની શકું.

'please' અને 'thank you' જેવા વિવેકી શબ્દો બોલીને, અને જ્યારે બીજું કોઈ મિત્ર બનવા તૈયાર ન હોય ત્યારે પણ હું તમારો મિત્ર બની શકું. હું દરરોજ તમારો મિત્ર બની શકું - તમે શું કહો છો?
નોંધ : કવિતા પાઠ્યપુસ્તકમાંથી વાંચો અને ગાઓ; અહીં ફક્ત તેનો ભાવાર્થ આપ્યો છે.

PRACTICE A & B : Jumbled letters, Meanings

A. Arrange the jumbled letters and rewrite the words :
1. efel  ➔  feel  |  2. ikdn  ➔  kind  |  3. sniegl  ➔  single  |  4. tohnes  ➔  honest  |  5. esplae  ➔  please

B. Find out the meaning of the words from the dictionary/glossary :
1. friend  ➔  મિત્ર
2. feel blue  ➔  ગમગીની (ઉદાસી) અનુભવવી
3. kind  ➔  દયાળુ

Listen to the story : Friends Forever (વાર્તા ઉચ્ચાર અને અર્થ સાથે)

Raghu and Madhav were close friends.
[રઘુ ઍન્ડ માધવ વર ક્લોઝ ફ્રેન્ડ્ઝ.]
રઘુ અને માધવ ગાઢ મિત્રો હતા.

Once, while walking on a village road, they argued about something.
[વન્સ, વ્હાઇલ વૉકિંગ ઑન અ વિલેજ રોડ, ધે આર્ગ્યૂડ અબાઉટ સમથિંગ.]
એક વાર ગામના રસ્તે ચાલતાં ચાલતાં તેમની વચ્ચે કોઈ વાતે દલીલ થઈ.

Raghu slapped Madhav. Madhav was deeply hurt, but he did nothing.
[રઘુ સ્લૅપ્ડ માધવ. માધવ વૉઝ ડીપ્લી હર્ટ, બટ હી ડિડ નથિંગ.]
રઘુએ માધવને થપ્પડ મારી. માધવને ખૂબ દુઃખ થયું, પણ તેણે કંઈ ન કર્યું.

He only wrote in the sand, "Today my dear friend slapped me."
[હી ઓન્લી રોટ ઇન ધ સૅન્ડ, "ટુડે માય ડિયર ફ્રેન્ડ સ્લૅપ્ડ મી."]
તેણે ફક્ત રેતીમાં લખ્યું, "આજે મારા પ્રિય મિત્રે મને થપ્પડ મારી."

After some time, they found a clean and beautiful lake. They started taking a bath.
[આફ્ટર સમ ટાઇમ, ધે ફાઉન્ડ અ ક્લીન ઍન્ડ બ્યૂટિફુલ લેક. ધે સ્ટાર્ટેડ ટેકિંગ અ બાથ.]
થોડી વાર પછી તેમને એક સ્વચ્છ અને સુંદર તળાવ મળ્યું. તેઓ નહાવા લાગ્યા.

Suddenly, Madhav started drowning. Raghu came to help and saved him.
[સડન્લી, માધવ સ્ટાર્ટેડ ડ્રાઉનિંગ. રઘુ કેમ ટુ હેલ્પ ઍન્ડ સેવ્ડ હિમ.]
અચાનક માધવ ડૂબવા લાગ્યો. રઘુ મદદે આવ્યો અને તેને બચાવી લીધો.

Madhav engraved on a stone, "Today my dear friend saved my life."
[માધવ ઇન્ગ્રેવ્ડ ઑન અ સ્ટોન, "ટુડે માય ડિયર ફ્રેન્ડ સેવ્ડ માય લાઇફ."]
માધવે એક પથ્થર પર કોતર્યું, "આજે મારા પ્રિય મિત્રે મારો જીવ બચાવ્યો."

Raghu asked, "You wrote in the sand when I slapped you, and on a stone when I saved you. Why?"
[રઘુ આસ્ક્ડ, "યુ રોટ ઇન ધ સૅન્ડ વ્હેન આઇ સ્લૅપ્ડ યુ, ઍન્ડ ઑન અ સ્ટોન વ્હેન આઇ સેવ્ડ યુ. વ્હાય?"]
રઘુએ પૂછ્યું, "મેં તને થપ્પડ મારી ત્યારે તેં રેતીમાં લખ્યું અને બચાવ્યો ત્યારે પથ્થર પર. કેમ?"

Madhav said, "We should not keep bitter memories for long, so I wrote in the sand."
[માધવ સેડ, "વી શુડ નૉટ કીપ બિટર મેમરીઝ ફૉર લૉંગ, સો આઇ રોટ ઇન ધ સૅન્ડ."]
માધવે કહ્યું, "કડવી યાદો લાંબો સમય ન રાખવી જોઈએ, તેથી મેં રેતીમાં લખ્યું."

"But when someone does good for us, we must remember it forever, like words on a stone."
["બટ વ્હેન સમવન ડઝ ગુડ ફૉર અસ, વી મસ્ટ રિમેમ્બર ઇટ ફૉરએવર, લાઇક વર્ડ્ઝ ઑન અ સ્ટોન."]
"પણ કોઈ આપણા માટે સારું કરે ત્યારે પથ્થર પરના શબ્દોની જેમ તે હંમેશાં યાદ રાખવું જોઈએ."

(સંદેશ : ખરાબ વાત ભૂલી જાઓ, સારી વાત હંમેશાં યાદ રાખો.)
નોંધ : વાંચનના મહાવરા માટે વાર્તા અહીં સરળ અંગ્રેજીમાં ટૂંકમાં લખી છે; પાઠ્યપુસ્તકની મૂળ વાર્તા પુસ્તકમાંથી વાંચવી.

PRACTICE C & D : Fill in the blanks, Answer the questions

C. Fill in the blanks :
1. After sometime, they found a clean and beautiful lake.
2. Madhav started drowning in the lake.
3. If someone does something good for us, we must remember it.
4. Madhav was deeply hurt by Raghu's misbehaviour.
5. Madhav engraved on a stone.

1. Who were close friends?
Ans. Raghu and Madhav were close friends.

2. Where did Raghu and Madhav start taking bath?
Ans. Raghu and Madhav started taking bath in a clean and beautiful lake.

3. Why did Madhav write on the sand when Raghu slapped him?
Ans. Madhav wrote on the sand because we should not keep bitter experiences in our mind for a long time.

5. Madhav slapped Raghu. True or False?
Ans. False (✗) - Raghu slapped Madhav.

6. What will you do if your friend hurts you?
Ans. (Sample) If my friend hurts me, I will forgive him and forget it. I will remember only the good things he does for me.

✦ વાંચન (Reading) ✦

Read the passage and answer the questions : Samsher and Kuldip

Samsher and Kuldip were childhood friends.
[સમશેર ઍન્ડ કુલદીપ વર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્ઝ.]
સમશેર અને કુલદીપ બાળપણના મિત્રો હતા.

Their dream was to join the army and serve the nation. Their dream came true.
[ધેર ડ્રીમ વૉઝ ટુ જૉઇન ધ આર્મી ઍન્ડ સર્વ ધ નેશન. ધેર ડ્રીમ કેમ ટ્રૂ.]
તેમનું સપનું સેનામાં જોડાઈ દેશની સેવા કરવાનું હતું. તેમનું સપનું પૂરું થયું.

When a war broke out, both of them faced the enemies bravely.
[વ્હેન અ વૉર બ્રોક આઉટ, બોથ ઑફ ધેમ ફેસ્ડ ધ એનિમીઝ બ્રેવલી.]
યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે બંનેએ બહાદુરીથી દુશ્મનોનો સામનો કર્યો.

Samsher was badly injured in the battle.
[સમશેર વૉઝ બૅડલી ઇન્જર્ડ ઇન ધ બૅટલ.]
યુદ્ધમાં સમશેર ખૂબ ઘાયલ થયો.

Kuldip wanted to run and save him. Another soldier stopped him.
[કુલદીપ વૉન્ટેડ ટુ રન ઍન્ડ સેવ હિમ. અનધર સોલ્જર સ્ટૉપ્ડ હિમ.]
કુલદીપ દોડીને તેને બચાવવા માગતો હતો. બીજા સૈનિકે તેને રોક્યો.

The soldier said, "By the time you reach him, your friend will be dead."
[ધ સોલ્જર સેડ, "બાય ધ ટાઇમ યુ રીચ હિમ, યૉર ફ્રેન્ડ વિલ બી ડેડ."]
સૈનિકે કહ્યું, "તું પહોંચીશ ત્યાં સુધીમાં તારો મિત્ર મરી ગયો હશે."

Kuldip did not agree. He went and came back carrying his friend on his shoulders.
[કુલદીપ ડિડ નૉટ અગ્રી. હી વેન્ટ ઍન્ડ કેમ બૅક કૅરિંગ હિઝ ફ્રેન્ડ ઑન હિઝ શોલ્ડર્સ.]
કુલદીપ ન માન્યો. તે ગયો અને મિત્રને ખભે ઊંચકીને પાછો આવ્યો.

But Samsher was dead by then.
[બટ સમશેર વૉઝ ડેડ બાય ધેન.]
પણ ત્યાં સુધીમાં સમશેર મૃત્યુ પામ્યો હતો.

The soldier said, "Your effort was in vain."
[ધ સોલ્જર સેડ, "યૉર એફર્ટ વૉઝ ઇન વેન."]
સૈનિકે કહ્યું, "તારો પ્રયત્ન નિરર્થક ગયો."

Kuldip said, "No. When I reached him, he smiled and said, 'Friend, I was sure you would definitely come.'"
[કુલદીપ સેડ, "નો. વ્હેન આઇ રીચ્ડ હિમ, હી સ્માઇલ્ડ ઍન્ડ સેડ, 'ફ્રેન્ડ, આઇ વૉઝ શ્યૉર યુ વુડ ડેફિનેટલી કમ.'"]
કુલદીપે કહ્યું, "ના. હું પહોંચ્યો ત્યારે તેણે સ્મિત કરીને કહ્યું, 'મિત્ર, મને ખાતરી હતી કે તું ચોક્કસ આવીશ.'"

"I lost my friend, but I saved his faith in me."
["આઇ લૉસ્ટ માય ફ્રેન્ડ, બટ આઇ સેવ્ડ હિઝ ફેથ ઇન મી."]
"મેં મારો મિત્ર ગુમાવ્યો, પણ મારા પરનો તેનો વિશ્વાસ બચાવ્યો."

નોંધ : ફકરો વાંચનના મહાવરા માટે સરળ અંગ્રેજીમાં લખ્યો છે; મૂળ ફકરો પાઠ્યપુસ્તકમાંથી વાંચવો.

1. Who were childhood friends?
Ans. Samsher and Kuldip were childhood friends.

2. What were Samsher's last words?
Ans. Samsher's last words were, "Friend, I was sure, you would definitely come."

3. Could Kuldip save his friend?
Ans. No, Kuldip could not save his friend, but he saved the faith his friend had in him.

4. Kuldip saved Samsher. True or False?
Ans. False (✗)

5. Give similar words of the following from the passage :
a. war  ➔  battle  |  b. useless  ➔  vain  |  c. country  ➔  nation

Read the sentences and write 'True' or 'False' :
1. Samsher wished to save his injured friend.  ➔  False (✗) - Kuldip wished to save his injured friend.
2. Samsher and Kuldip wanted to join the army.  ➔  True (✓)
3. Kuldip was badly injured in the battle.  ➔  False (✗) - Samsher was badly injured.
4. When Kuldip approached Samsher, he was dead.  ➔  False (✗) - He was alive and spoke his last words.
5. The other soldier stopped Kuldip.  ➔  True (✓)

Study the birthday card and answer the questions : (ઉચ્ચાર અને અર્થ સાથે)

1. Harshada's birthday is on ______.
Ans. Harshada's birthday is on 27th November.

2. It is Harshada's ______ birthday.
Ans. It is Harshada's first double digit (tenth) birthday.

3. ______ and ______ are the best friends.
Ans. Harshada and Parul are the best friends.

4. Do you wish your friends on their birthday?
Ans. (Sample) Yes, I wish my friends on their birthday.

5. Who sent the birthday card to Harsha(da)?
Ans. Parul sent the birthday card to Harshada.

✦ લેખન (Writing) ✦

Study the picture and write 8 to 10 sentences about it :

Ans.
1. This is a picture of a picnic spot.
2. A man is driving a tractor on the road.
3. Sagar and Shloka are climbing the hill.
4. Rushil and Jinish are playing badminton.
5. Kunj is walking on the path.
6. Hiral is with her mother near the flowers.
7. Joy is playing with a toy boat in the pond.
8. Arif is standing near the pond with a glass.
9. Joseph is climbing a tree.
10. Mr Mehta, Mrs Mehta, Kamya and Vanita are having food at the table.

Write a paragraph about 'My Best Friend' using the clues : (name, age, lives in, nature, favourite food-sports-subject-hobby)

Ans. (Sample) My Best Friend
My best friend's name is Rohan. He is ten years old. He lives in Palanpur. He is very kind, honest and helpful. His favourite food is dal-bhat. His favourite sport is cricket. His favourite subject is Maths. His hobby is drawing. We go to school together. I like him very much.

✦ ભાષા કાર્ય (Language Function) ✦

PRACTICE A : Fill in the blanks using the words given in the brackets : (Who, What, Where, When, How many, How much)

સમજૂતી : Who - કોણ, What - શું, Where - ક્યાં, When - ક્યારે, How many - કેટલા (ગણી શકાય તે), How much - કેટલું (ગણી ન શકાય તે).

(1) Who is your English teacher?
(2) Where do Anushka and Kenisha work?
(3) When does Vedant come home?
(4) How many pens do you have?
(5) How much water is there in your bottle?
(6) What does Paresh like?

PRACTICE B : Study the picture carefully and answer the questions :

(1) Who is playing with a doll?
Ans. Diya is playing with a doll.

(2) What is Dev doing?
Ans. Dev is playing with blocks.

(3) How many flowers are there in the flower vase?
Ans. There are five flowers in the flower vase.

(4) What is the colour of the curtains?
Ans. The colour of the curtains is pink.

(5) What time is it? (a. 9:00 a.m. b. 11:45 p.m. c. 9:00 p.m. d. 11:45 a.m.)
Ans. (c) 9:00 p.m. - ઘડિયાળમાં 9 વાગ્યા છે અને બારીમાંથી તારા દેખાય છે, એટલે રાત છે.

✦ શબ્દભંડોળ (Vocabulary) ✦

PRACTICE A : Fill in the blanks choosing appropriate words : (good, supportive, comfortable, difficult, best, bad, lucky, loyal)

Ans. We all have friends but choosing good friends is always a very difficult task. We are comfortable with our best friends. We can easily share our thoughts and feelings with them. They trust us and we trust them. Good friends are there for us during good and bad times. Good friends are supportive and loyal. Friends help in our difficult times. I am lucky I have many friends.

PRACTICE B : Make new words from the given words : (Example : Helpful - fuel, full, help)

1. generous  ➔  gene, rose, nose
2. honest  ➔  hone, nest, one
3. hardworking  ➔  hard, work, king
4. aeroplane  ➔  plane, lane, ear
5. vegetable  ➔  table, get, able

✦ પ્રવૃત્તિ (Activity) ✦

Musical Chair - In a New Way :

સંગીત બંધ થાય ત્યારે વિદ્યાર્થીઓ ખુરશી પર બેસવાને બદલે થોભી જશે. શિક્ષક સૂચના આપશે - "Go and bring a pencil." વિદ્યાર્થી મિત્રો પાસેથી ઝડપથી તે વસ્તુ લાવીને ખુરશીમાં બેસી જશે; છેલ્લે આવનાર out ગણાશે. ઉદાહરણ : Go and bring a pen / an eraser / a sharpener / a chalkstick / a notebook. રમતના અંતે એક વિદ્યાર્થી વિજેતા બનશે; આ રમત જૂથમાં પણ રમી શકાય.

✦ કથન (Speaking) ✦

Read the dialogue and enact it (Roleplay) : Planning a Picnic

Montu : Tomorrow is a holiday. Let's plan a picnic.
[મોન્ટુ : ટુમૉરો ઇઝ અ હૉલિડે. લેટ્સ પ્લૅન અ પિકનિક.]
મોન્ટુ : કાલે રજા છે. ચાલો, પિકનિકનું આયોજન કરીએ.

Hemu : Good idea! But where shall we go?
[હેમુ : ગુડ આઇડિયા! બટ વેર શૅલ વી ગો?]
હેમુ : સરસ વિચાર! પણ આપણે ક્યાં જઈશું?

Payal : Let's go to Deval's farm and eat mangoes.
[પાયલ : લેટ્સ ગો ટુ દેવલ્સ ફાર્મ ઍન્ડ ઈટ મૅન્ગોઝ.]
પાયલ : ચાલો, દેવલના ખેતરે જઈને કેરી ખાઈએ.

Deval : It is very hot these days. Let's go to the seashore.
[દેવલ : ઇટ ઇઝ વેરી હૉટ ધીઝ ડેઝ. લેટ્સ ગો ટુ ધ સીશોર.]
દેવલ : આજકાલ ખૂબ ગરમી છે. ચાલો, દરિયાકિનારે જઈએ.

Montu : Yes! We can enjoy boating and swimming there.
[મોન્ટુ : યેસ! વી કૅન એન્જૉય બોટિંગ ઍન્ડ સ્વિમિંગ ધેર.]
મોન્ટુ : હા! ત્યાં આપણે બોટિંગ અને સ્વિમિંગની મજા લઈ શકીએ.

Hemu : And for 'pet pooja', we will eat khichu and bhungla-bataka.
[હેમુ : ઍન્ડ ફૉર 'પેટ પૂજા', વી વિલ ઈટ ખીચું ઍન્ડ ભૂંગળા-બટાકા.]
હેમુ : અને 'પેટ પૂજા' માટે આપણે ખીચું અને ભૂંગળા-બટાકા ખાઈશું.

All : Wow! We are excited for tomorrow.
[ઑલ : વાઉ! વી આર એક્સાઇટેડ ફૉર ટુમૉરો.]
બધાં : વાહ! અમે કાલ માટે ઉત્સાહિત છીએ.

નોંધ : સંવાદ સરળ અંગ્રેજીમાં લખ્યો છે. ચાર વિદ્યાર્થીઓનું જૂથ બનાવી પાઠ્યપુસ્તકનો સંવાદ ભજવવો.

✦ જાતે કરો (Do It Yourself) ✦

1. Make a birthday card for your friend. 2. Write a short message of thanks to your best friend, for a lovely birthday gift.

નોંધ : ચાર્ટ પેપર કે વપરાયેલી આમંત્રણ પત્રિકામાંથી મિત્ર માટે સુંદર જન્મદિવસ કાર્ડ બનાવો.

Ans. (Sample Thank-you Message)
Dear Riya,
Thank you so much for the lovely storybook you gave me on my birthday. I liked it very much. You are the best friend in the world.
Your loving friend,
Neha

✦ શબ્દાર્થ (Glossary) ✦

No. અંગ્રેજી શબ્દ (Word) ઉચ્ચાર (Pronunciation) ગુજરાતી અર્થ (Meaning)
1 friend ફ્રેન્ડ મિત્ર
2 feel blue ફીલ બ્લૂ (અહીં) ગમગીની અનુભવવી
3 honest ઑનેસ્ટ પ્રામાણિક
4 kind કાઇન્ડ દયાળુ
5 in a bind ઇન અ બાઇન્ડ (અહીં) મૂંઝવણની પરિસ્થિતિ
6 want વૉન્ટ ની ઇચ્છા હોવી
7 argue આર્ગ્યૂ દલીલ કરવી
8 slapped સ્લૅપ્ડ થપ્પડ મારી
9 hurt હર્ટ ઈજા કરવી, દુઃખ દેવું
10 misbehaviour મિસબિહેવિયર ગેરવર્તન
11 react રિઍક્ટ પ્રતિક્રિયા આપવી
12 sand સૅન્ડ રેતી
13 drown ડ્રાઉન ડૂબવું
14 rescue રેસ્ક્યૂ બચાવ
15 engrave ઇન્ગ્રેવ કોતર્યું
16 bitter બિટર કડવું, કઠોર
17 childhood ચાઇલ્ડહુડ બાળપણ
18 dream ડ્રીમ સપનું
19 serve સર્વ સેવા કરવી
20 army આર્મી લશ્કર
21 fulfill ફુલફિલ પરિપૂર્ણ
22 join જૉઇન જોડાવું
23 soon સૂન તરત
24 opportunity ઑપર્ચ્યુનિટી તક
25 nation નેશન રાષ્ટ્ર
26 war વૉર યુદ્ધ
27 broke out બ્રોક આઉટ ફાટી નીકળ્યું
28 battle બૅટલ યુદ્ધ
29 bravely બ્રેવલી બહાદુરીથી
30 faced ફેસ્ડ સામનો કર્યો
31 enemies એનિમીઝ દુશ્મનો
32 badly બૅડલી ખરાબ રીતે
33 injured ઇન્જર્ડ ઘવાયેલો
34 during ડ્યૂરિંગ દરમિયાન
35 another અનધર બીજો
36 dead ડેડ મૃત, મરેલો
37 agree અગ્રી સહમત
38 effort એફર્ટ પ્રયાસ
39 vain વેન નિરર્થક
40 definitely ડેફિનેટલી ચોક્કસ
41 supportive સપોર્ટિવ સહાયક
42 difficult ડિફિકલ્ટ મુશ્કેલ
43 loyal લૉયલ વફાદાર
44 choose ચૂઝ પસંદ કરવું
45 generous જેનરસ ઉદાર
46 hardworking હાર્ડવર્કિંગ મહેનતુ
47 forgiving ફરગિવિંગ ક્ષમાશીલ
48 nowadays નાઉઅડેઝ આજકાલ
49 invitation card ઇન્વિટેશન કાર્ડ આમંત્રણ પત્રિકા
🎓 આ પાઠના વિડિયો લેક્ચર, MCQ ટેસ્ટ અને PDF નોંધો મેળવવા માંગો છો? EclassGuru.com પર ધોરણ 1 થી 10 ના સંપૂર્ણ ઓનલાઈન કોર્સ અને પુસ્તકો ઉપલબ્ધ છે.

Comments