ધોરણ-6 [સંસ્કૃત] वन्दना | std-6 [sanskrut] vandana

GSEB Std 6 Sanskrit Vandana: અહીં ધોરણ 6 સંસ્કૃત પ્રથમ સત્રની "वन्दना" ના ત્રણ શ્લોક, ગુજરાતી અનુવાદ, ટિપ્પણી (શબ્દાર્થ), વિશેષ (સંધિ-વિગ્રહ) અને પ્રવૃત્તિ આપેલ છે.

std-6-sanskrut-vandana-eclassguru

✦ श्लोक અને ગુજરાતી અનુવાદ ✦

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥ 1 ॥
[ગુજરાતી અનુવાદ : ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ ભગવાન મહેશ્વર (શિવ) છે. ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ છે; તે શ્રીગુરુને નમસ્કાર.]
वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥ 2 ॥
[ગુજરાતી અનુવાદ : હે વાંકી સૂંઢવાળા, વિશાળ શરીરવાળા, કરોડ સૂર્ય સમાન તેજવાળા દેવ (ગણેશ)! મારાં બધાં કાર્યો હંમેશાં વિઘ્ન વગર પૂરાં કરો.]
नमस्ते शारदे देवि वीणापुस्तकधारिणि ।
विद्यारम्भं करिष्यामि प्रसन्ना भव सर्वदा ॥ 3 ॥
[ગુજરાતી અનુવાદ : હે વીણા અને પુસ્તક ધારણ કરનારી શારદા દેવી! તમને નમસ્કાર. હું વિદ્યાભ્યાસનો આરંભ કરું છું; તમે હંમેશાં પ્રસન્ન રહો.]

✦ टिप्पणी (ટિપ્પણી) ✦

શબ્દઅર્થ
वक्रतुण्डહે વાંકી સૂંઢવાળા, વાંકા મુખવાળા
सूर्यकोटिકરોડ સૂર્ય
समप्रभસમાન તેજવાળા
कुरुકરો
भवથાઓ
सर्वदाહંમેશાં
शारदेહે સરસ્વતી

✦ विशेषः ✦

જોડાયેલું પદછૂટાં પદ
गुरुर्ब्रह्मागुरुः ब्रह्मा
गुरुर्विष्णुःगुरुः विष्णुः
गुरुर्देवो महेश्वरःगुरुः देवः महेश्वरः

પ્રવૃત્તિ

• જૂથમાં બેસી વંદનાનો અભ્યાસ શુદ્ધ ઉચ્ચાર સાથે કરો.
• પ્રાર્થના-કાર્યક્રમમાં આ વંદનાનું ગાન કરો.
નોંધ : આ પ્રવૃત્તિ વિદ્યાર્થીએ જાતે કરવાની છે.

🎓 આ પાઠના વિડિયો લેક્ચર, MCQ ટેસ્ટ અને PDF નોંધો મેળવવા માંગો છો? EclassGuru.com પર ધોરણ 1 થી 10 ના સંપૂર્ણ ઓનલાઈન કોર્સ અને પુસ્તકો ઉપલબ્ધ છે.

Comments