GSEB Std 9 Maths Chapter 11 Prushthafal ane Ghanfal Swadhyay Solution: અહીં ધોરણ 9 ગણિત વિષયના પ્રકરણ 11 "પૃષ્ઠફળ અને ઘનફળ (Surface Areas and Volumes)" ના અગત્યના સૂત્રો તથા સ્વાધ્યાય 11.1 (શંકુનું પૃષ્ઠફળ), 11.2 (ગોળાનું પૃષ્ઠફળ), 11.3 (શંકુનું ઘનફળ) અને 11.4 (ગોળાનું ઘનફળ) ના તમામ દાખલા પગલાવાર ઉકેલ સાથે આપેલ છે.

✦ અગત્યના મુદ્દાઓ (સૂત્રો) ✦
- લંબવૃત્તીય શંકુ : ત્રાંસી ઊંચાઈ `l = sqrt(r^2 + h^2)`; વક્રસપાટીનું ક્ષેત્રફળ = `pi r l`; કુલ પૃષ્ઠફળ = `pi r (l + r)`; ઘનફળ = `1/3 pi r^2 h`.
- ગોળો : વક્રસપાટીનું ક્ષેત્રફળ = `4 pi r^2`; ઘનફળ = `4/3 pi r^3`.
- અર્ધગોળો : વક્રસપાટીનું ક્ષેત્રફળ = `2 pi r^2`; કુલ પૃષ્ઠફળ = `3 pi r^2`; ઘનફળ = `2/3 pi r^3`.
- 1 લિટર = 1000 સેમી³; 1 મી³ = 1000 લિટર = 1 કિલોલિટર.
- જ્યાં ઉલ્લેખ ન હોય ત્યાં `pi = 22/7` લેવો.
✦ સ્વાધ્યાય 11.1 ✦
1. શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ 10 સેમી છે. તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
જવાબ : 165 સેમી²
2. જેની ત્રાંસી ઊંચાઈ 21 મી અને પાયાનો વ્યાસ 24 મી હોય તેવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો.
જવાબ : 1244.57 મી² (આશરે)
3. શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ 308 સેમી² અને તેની ત્રાંસી ઊંચાઈ 14 સેમી છે. આ શંકુની (i) પાયાની ત્રિજ્યા અને (ii) કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
જવાબ : (i) ત્રિજ્યા 7 સેમી (ii) કુલ પૃષ્ઠફળ 462 સેમી².
4. શંકુ આકારનો તંબુ 10 મી ઊંચો છે અને તેના પાયાની ત્રિજ્યા 24 મી છે. તો, (i) તંબુની ત્રાંસી ઊંચાઈ શોધો. (ii) 1 મી² ના ₹ 70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો.
જવાબ : (i) ત્રાંસી ઊંચાઈ 26 મી (ii) કુલ ખર્ચ ₹ 1,37,280.
5. જેની ઊંચાઈ 8 મી અને પાયાની ત્રિજ્યા 6 મી હોય તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મી પહોળી કેટલી તાડપત્રીની જરૂર પડે ? માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. (π = 3.14 લો.)
જવાબ : 3 મી પહોળી 63 મી લાંબી તાડપત્રી જોઈએ.
6. શંકુ આકારના મકબરાની ત્રાંસી ઊંચાઈ અને પાયાનો વ્યાસ અનુક્રમે 25 મી અને 14 મી છે. તેની વક્રસપાટી પર 100 મી² ના ₹ 210 લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધો.
જવાબ : ચૂનો કરવાનો ખર્ચ ₹ 1155.
7. એક જોકર (વિદૂષક)ની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે, તેના પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 24 સેમી છે. આવી 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો.
જવાબ : 5500 સેમી²
8. એક બસ સ્ટૉપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબૉર્ડથી 50 પોલા શંકુ બનાવ્યા છે. પ્રત્યેક શંકુનો પાયાનો વ્યાસ 40 સેમી અને ઊંચાઈ 1 મી છે. જો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ 1 મી² ના ₹ 12 લેખે આવે તો બધા જ શંકુ રંગવાનો કુલ ખર્ચ શોધો. (π = 3.14 અને `sqrt1.04 = 1.02` લો.)
જવાબ : કુલ ખર્ચ ₹ 384.34 (આશરે).
✦ સ્વાધ્યાય 11.2 ✦
1. આપેલ ત્રિજ્યા પરથી ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો : (i) 10.5 સેમી (ii) 5.6 સેમી (iii) 14 સેમી
2. આપેલ વ્યાસ પરથી ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો : (i) 14 સેમી (ii) 21 સેમી (iii) 3.5 મી
3. 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો. (π = 3.14 લો.)
જવાબ : 942 સેમી²
4. એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેમીથી વધીને 14 સેમી થાય છે. આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્રસપાટીનાં ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.
જવાબ : ગુણોત્તર 1 : 4
5. તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. તેની અંદરની સપાટીને 100 સેમી² ના ₹ 16 લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય ?
જવાબ : કલાઈ કરવાનો ખર્ચ ₹ 27.72.
6. જો ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ 154 સેમી² હોય, તો તેની ત્રિજ્યા શોધો.
જવાબ : ત્રિજ્યા 3.5 સેમી.
7. જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય, તો તેમની વક્રસપાટીઓનાં ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.
પૃથ્વીની ત્રિજ્યા r હોય તો ચંદ્રની ત્રિજ્યા `r/4`.
જવાબ : ચંદ્ર : પૃથ્વી = 1 : 16.
8. સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેમી છે. જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા 5 સેમી હોય, તો વાટકાની બહારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
જવાબ : 173.25 સેમી²
9. એક લંબવૃત્તીય નળાકારમાં બંધબેસે તે રીતે r ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. તો, (i) ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ (ii) નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ (iii) (i) અને (ii) માં મળતાં ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો.
નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ h = 2r.
✦ સ્વાધ્યાય 11.3 ✦
1. નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો : (i) ત્રિજ્યા 6 સેમી, ઊંચાઈ 7 સેમી (ii) ત્રિજ્યા 3.5 સેમી, ઊંચાઈ 12 સેમી
2. નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લિટરમાં શોધો : (i) ત્રિજ્યા 7 સેમી, ત્રાંસી ઊંચાઈ 25 સેમી (ii) ઊંચાઈ 12 સેમી, ત્રાંસી ઊંચાઈ 13 સેમી
જવાબ : (i) 1.232 લિટર (ii) `11/35` લિટર ≈ 0.314 લિટર.
3. એક શંકુની ઊંચાઈ 15 સેમી છે. જો તેનું ઘનફળ 1570 સેમી³ હોય, તો તેના પાયાની ત્રિજ્યા શોધો. (π = 3.14 લો.)
જવાબ : ત્રિજ્યા 10 સેમી.
4. એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ 48π સેમી³ છે. તેની ઊંચાઈ 9 સેમી હોય, તો તેના પાયાનો વ્યાસ શોધો.
જવાબ : વ્યાસ 8 સેમી.
5. એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મી અને ઊંડાઈ 12 મી છે. તેની ક્ષમતા (કિલોલિટરમાં) કેટલી થાય ?
જવાબ : ક્ષમતા 38.5 કિલોલિટર.
6. લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેમી³ છે. તેના પાયાનો વ્યાસ 28 સેમી છે. તો, (i) શંકુની ઊંચાઈ (ii) શંકુની ત્રાંસી ઊંચાઈ અને (iii) શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
જવાબ : (i) 48 સેમી (ii) 50 સેમી (iii) 2200 સેમી².
7. કાટકોણ ત્રિકોણ ABC ની બાજુનાં માપ 5 સેમી, 12 સેમી અને 13 સેમી છે. જો તેને 12 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે, તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો.
બનતા શંકુની ઊંચાઈ h = 12 સેમી અને ત્રિજ્યા r = 5 સેમી.
જવાબ : ઘનફળ 100π સેમી³ (≈ 314.29 સેમી³).
8. ઉપરનાં પ્રશ્ન 7 માં આપેલ ત્રિકોણ ABC નું 5 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે છે, તો આ રીતે બનતા ઘનનું ઘનફળ શોધો તથા પ્રશ્ન 7 અને 8 માં બનતા શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો.
હવે h = 5 સેમી અને r = 12 સેમી.
જવાબ : ઘનફળ 240π સેમી³; ગુણોત્તર 5 : 12.
9. એક શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ 10.5 મી અને ઊંચાઈ 3 મી છે. તેનું ઘનફળ શોધો. આ ઢગલાને વરસાદથી બચાવવા કૅનવાસથી ઢાંકવામાં આવે છે, તો આ માટે જરૂરી કૅનવાસનું ક્ષેત્રફળ શોધો.
જવાબ : ઘનફળ 86.625 મી³; કૅનવાસ 99.825 મી² (આશરે).
✦ સ્વાધ્યાય 11.4 ✦
1. આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો : (i) 7 સેમી (ii) 0.63 મી
2. આપેલ વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો. (i) 28 સેમી (ii) 0.21 મી
3. એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેમી છે. જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ/સેમી³ હોય, તો તેનું દળ શોધો.
જવાબ : દળ 345.39 ગ્રામ (આશરે).
4. જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય, તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો.
જવાબ : પૃથ્વી : ચંદ્ર = 64 : 1.
5. 10.5 સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લિટર દૂધ સમાવી શકાય ?
જવાબ : આશરે 0.303 લિટર.
6. એક અર્ધગોળાકાર ટાંકી 1 સેમી જાડા લોખંડના પતરામાંથી બનાવેલી છે. જો તેની અંદરની ત્રિજ્યા 1 મી હોય, તો આ ટાંકી બનાવવા વપરાયેલા લોખંડનું ઘનફળ શોધો.
જવાબ : લોખંડનું ઘનફળ આશરે 0.06349 મી³.
7. એક ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ 154 સેમી² હોય, તો તેનું ઘનફળ શોધો.
જવાબ : 179.67 સેમી³ (આશરે).
8. એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ ₹ 4989.60 થાય છે. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મી² ના ₹ 20 હોય, તો (i) ઘુમ્મટની અંદરની વક્રસપાટીનું ક્ષેત્રફળ અને (ii) ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો.
જવાબ : (i) 249.48 મી² (ii) આશરે 523.9 મી³.
9. જેની ત્રિજ્યા r અને વક્રસપાટીનું ક્ષેત્રફળ S હોય, તેવા 27 લોખંડના ગોળાને ઓગાળી તેમાંથી જેની વક્રસપાટીનું ક્ષેત્રફળ S′ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે. તો (i) નવા ગોળાની ત્રિજ્યા r′ અને (ii) S અને S′ ગુણોત્તર શોધો.
જવાબ : (i) r′ = 3r (ii) S : S′ = 1 : 9.
10. એક ગોળાકાર દવાની કેપ્સુલનો વ્યાસ 3.5 મિમી છે. તો આ કેપ્સુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની (મિમી³) જરૂર પડશે ?
જવાબ : આશરે 22.46 મિમી³ દવા.
Comments
Post a Comment