ધોરણ-9 [સંસ્કૃત] 13. दिष्ट्या गोग्रहणं स्वन्तम् | std-9 [sanskrit] 13. dishtya gograhanam swantam

GSEB Std 9 Sanskrit Chapter 13 Dishtya Gograhanam Swantam Swadhyay Solution: અહીં ધોરણ 9 સંસ્કૃત વિષયના પાઠ 13 "दिष्ट्या गोग्रहणं स्वन्तम्" (મહાકવિ ભાસ, પંચરાત્ર) નો નાટ્યાંશ ગુજરાતી અનુવાદ સાથે, ટિપ્પણી, સમાસ, સંધિ, ધાતુરૂપ પરિચય તથા સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબ આપેલ છે.

std-9-sanskrit-13-dishtya-gograhanam-swantam-eclassguru

✦ नाट्यांशः – ગુજરાતી અનુવાદ ✦

પાઠ પરિચય : આ નાટ્યાંશ મહાકવિ ભાસ રચિત ત્રિઅંકી નાટક 'પંચરાત્ર'માંથી લીધો છે, જેમાં મહાભારતના વિધ્વંસક યુદ્ધને જાકારો અપાયો છે. પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવામાં હતો ત્યારે દુર્યોધને યજ્ઞ કર્યો; આચાર્ય દ્રોણે દક્ષિણામાં પાંડવોને અડધું રાજ્ય આપવાનું માગ્યું. શકુનિની શરતે દુર્યોધન તૈયાર થયો – શરત એ કે પાંચ જ રાત્રિમાં પાંડવોની ભાળ મળવી જોઈએ. કૌરવોએ વિરાટનગરની ગાયો હાંકી; ત્યાં અજ્ઞાત વેશે રહેતા ભીમ (બલ્લવ) અને અર્જુન (બૃહન્નલા)એ કૌરવસેનાને હાંકી કાઢી અને અભિમન્યુને પકડી લાવ્યા. વિરાટની સભામાં વેશ બદલેલા પિતા અર્જુન અને કાકા ભીમને અભિમન્યુ ઓળખતો નથી; તેમનો તેને ખીજવતો સંવાદ હાસ્યસભર છે. અહીં સૌને પાંડવોની ઓળખ થાય છે અને દ્રોણના કહેવાથી દુર્યોધન અડધું રાજ્ય આપી દે છે – આમ યુદ્ધ ટળે છે. બધું પાંચ રાત્રિમાં થતું હોવાથી નાટકનું નામ 'પંચરાત્ર' છે.

(प्रविश्य)
भटः : जयतु महाराजः । प्रियं निवेदये महाराजाय । अवजितं गोग्रहणम् । अपयाताः धार्तराष्ट्राः ।
राजा : अपूर्व इव ते हर्षः । ब्रूहि केनासि विस्मितः ।
भटः : अश्रद्धेयं प्रियं प्राप्तं सौभद्रो ग्रहणं गतः ।
राजा : कथमिदानीं गृहीतः ?
भटः : रथमासाद्य निःशङ्कं बाहुभ्यामवतारितः ।
राजा : केन ।
भटः : यः किलैष नरेन्द्रेण महानसे विनियुक्तो बल्लवः, तेन ।
राजा : तेन हि सत्कृत्य प्रवेश्यताम् अभिमन्युः । बृहन्नले, प्रवेश्यताम् अभिमन्युः ।
बृहन्नला : यदाज्ञापयति महाराजः । (निष्क्रान्ता ।)

અનુવાદ : (પ્રવેશીને) સૈનિક : મહારાજનો જય થાઓ. મહારાજને પ્રિય સમાચાર આપું છું – ગાયોનું અપહરણ (કરનારાઓ) જીતી લેવાયા; ધૃતરાષ્ટ્રના પુત્રો (કૌરવો) નાસી ગયા. રાજા : તારો હર્ષ અપૂર્વ જેવો છે; બોલ, શાનાથી તું વિસ્મિત થયો છે ? સૈનિક : વિશ્વાસ ન કરી શકાય તેવું પ્રિય (સમાચાર) મળ્યું છે – સુભદ્રાનો પુત્ર (અભિમન્યુ) પકડાયો છે. રાજા : હવે તે કેવી રીતે પકડાયો ? સૈનિક : (તેના) રથ પાસે જઈને નિઃશંક બે હાથ વડે નીચે ઉતારવામાં આવ્યો. રાજા : કોના વડે ? સૈનિક : મહારાજે રસોડામાં નીમેલો જે આ બલ્લવ છે, તેના વડે. રાજા : તો સત્કાર કરીને અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહન્નલા ! અભિમન્યુને લઈ આવો. બૃહન્નલા : મહારાજની જેવી આજ્ઞા. (બહાર જાય છે.)

(ततः प्रविशति अभिमन्युः बृहन्नला बल्लवः च ।)
बृहन्नला : इतः इतः कुमार । अभिमन्यो ।
अभिमन्युः : अभिमन्युर्नाम । कथं कथम् । अभिमन्युः नामाहम् । भोः किं नामभिः अभिभाष्यन्ते क्षत्रियाः अत्र ।
बृहन्नला : अभिमन्यो, सुखम् आस्ते ते जननी ?
अभिमन्युः : कथं कथम् । जननी नाम ।
किं भवान् धर्मराजो मे भीमसेनो धनञ्जयः ।
यन्मां पितृवदाक्रम्य स्त्रीगतां पृच्छसे कथाम् ॥
बृहन्नला : अभिमन्यो, अपि कुशली देवकीपुत्रः केशवः ।
अभिमन्युः : कथं तत्रभवन्तम् अपि नाम्ना । अथ किम् । अथ किम् । कुशली भवतः संसृष्टः ।
(उभौ परस्परम् अवलोकयतः ।)

અનુવાદ : (પછી અભિમન્યુ, બૃહન્નલા અને બલ્લવ પ્રવેશે છે.) બૃહન્નલા : આ બાજુ, આ બાજુ કુમાર ! અભિમન્યુ ! અભિમન્યુ : 'અભિમન્યુ' ? કેમ, કેમ ? હું અભિમન્યુ છું, પણ શું અહીં ક્ષત્રિયોને (સીધા) નામથી બોલાવવામાં આવે છે ? બૃહન્નલા : અભિમન્યુ ! તારી માતા સુખમાં છે ને ? અભિમન્યુ : કેમ, કેમ ? 'માતા' ? શું આપ મારા ધર્મરાજ (યુધિષ્ઠિર), ભીમસેન કે ધનંજય (અર્જુન) છો, કે જેથી પિતાની જેમ હુમલો કરીને (અધિકારથી) સ્ત્રી વિશેની વાત પૂછો છો ? બૃહન્નલા : અભિમન્યુ ! દેવકીપુત્ર કેશવ (કૃષ્ણ) કુશળ છે ને ? અભિમન્યુ : કેમ ? તેમને પણ નામથી ? હા, હા; આપની સાથે સગપણવાળા (એવા તેઓ) કુશળ છે. (બંને એકબીજા સામે જુએ છે.)

अभिमन्युः : कथम् इदानीं सावज्ञम् इव मां हस्यते ?
बृहन्नला : न खलु किञ्चित् । त्वं तु पार्थपुत्रः । जनार्दनः तव मातुलः । त्वं च तरुणः । तथापि तेन पदातिना गृहीतः ।
अभिमन्युः : अलं स्वच्छन्दप्रलापेन । अस्माकं कुले आत्मश्लाघा उचिता नास्ति । रणभूमौ हतेषु शरान् पश्य । मां विना नामान्तरं न भविष्यति ।
बृहन्नला : (आत्मगतम्) सम्यक् आह कुमारः । (प्रकाशम्) एवं वाक्यशौण्डीर्यम् । किमर्थं तेन पदातिना गृहीतः ?
अभिमन्युः : अशस्त्रो मामभिगतस्ततोऽस्मि ग्रहणं गतः ।
राजा : त्वर्यतां त्वर्यताम् अभिमन्युः ।
बृहन्नला : इतः इतः कुमार । एषः महाराजः । उपसर्पतु कुमारः ।

અનુવાદ : અભિમન્યુ : હવે મારી મશ્કરીપૂર્વક કેમ હાંસી કરાય છે ? બૃહન્નલા : કંઈ નહીં. તું તો પાર્થ(અર્જુન)નો પુત્ર છે, જનાર્દન (કૃષ્ણ) તારા મામા છે અને તું યુવાન છે; છતાં તે પગપાળા (સૈનિક) વડે પકડાયો ! અભિમન્યુ : મન ફાવે તેમ બોલવાનું રહેવા દો. અમારા કુળમાં આપવડાઈ ઉચિત નથી. રણભૂમિમાં મરાયેલાઓ (પર લાગેલાં) બાણો જુઓ; મારા સિવાય બીજું નામ નહીં હોય. બૃહન્નલા : (મનમાં) કુમાર સાચું કહે છે. (મોટેથી) આવો વાણીવિલાસ ! તો પછી તે પગપાળા વડે કેમ પકડાયો ? અભિમન્યુ : તે શસ્ત્ર વિના મારી સામે આવ્યો, તેથી હું પકડાયો. રાજા : અભિમન્યુને જલદી (લાવો), જલદી. બૃહન્નલા : આ બાજુ, આ બાજુ કુમાર ! આ મહારાજ છે; કુમાર પાસે જાઓ.

अभिमन्युः : आः कस्य महाराजः ।
बृहन्नला : न, न, ब्राह्मणेन सहास्ते ।
अभिमन्युः : ब्राह्मणेनेति । (उपगम्य) भगवन् अभिवादये ।
भगवान् : एहि एहि वत्स ।
अभिमन्युः : अनुगृहीतः अस्मि ।
राजा : एहि एहि पुत्र ! (आत्मगतम्) कथं मां नाभिवादयति ? अहो उत्सिक्तः खलु अयं क्षत्रियकुमारः । अहमस्य दर्पप्रशमनं करोमि । (प्रकाशम्) अथ केनायं गृहीतः ?
भीमसेनः : महाराज मया बल्लवेन ।
अभिमन्युः : अशस्त्रेण इति कथ्यताम् ।
भीमसेनः : शान्तं पापम् । सहजौ मे प्रहरणं भुजौ । धनुः तु दुर्बलैः गृह्यते ।
अभिमन्युः : किं भवान् मम मध्यमः तातः, यः तत्तुल्यं वदति ।
राजा : पुत्र ! कः अयं मध्यमः नाम ।
अभिमन्युः : श्रूयताम् । यः खलु जरासन्धं पञ्चत्वम् अनयत् सः ।

અનુવાદ : અભિમન્યુ : અરે ! કોના મહારાજ ? બૃહન્નલા : ના, ના; (તેઓ) બ્રાહ્મણ સાથે બેઠા છે. અભિમન્યુ : બ્રાહ્મણ સાથે ? (પાસે જઈને) ભગવન્ ! પ્રણામ કરું છું. ભગવાન (બ્રાહ્મણ) : આવ, આવ વત્સ. અભિમન્યુ : હું ઉપકૃત થયો. રાજા : આવ, આવ પુત્ર ! (મનમાં) મને કેમ પ્રણામ કરતો નથી ? અહો ! આ ક્ષત્રિયકુમાર ખરેખર અભિમાની છે; હું તેનો ગર્વ શાંત કરું. (મોટેથી) આને કોણે પકડ્યો ? ભીમસેન : મહારાજ ! મેં – બલ્લવે. અભિમન્યુ : 'શસ્ત્ર વગરના (બલ્લવે)' એમ કહો. ભીમસેન : બસ કરો ! મારા બે હાથ જ મારાં સહજ (જન્મજાત) હથિયાર છે; ધનુષ્ય તો દુર્બળો ધારણ કરે છે. અભિમન્યુ : શું આપ મારા વચેટ કાકા છો, કે જે તેમના જેવું બોલો છો ? રાજા : પુત્ર ! આ વચેટ (કાકા) કોણ ? અભિમન્યુ : સાંભળો – જેમણે જરાસંધને મૃત્યુ પમાડ્યો હતો તે.

(ततः प्रविशति उत्तरः ।)
उत्तरः : तात । अभिवादये ।
राजा : आयुष्मान् भव पुत्र । अपि पूजिताः कृतकर्माणः योधाः ।
उत्तरः : पूजिताः । पूज्यतमस्य क्रियतां पूजा ।
राजा : पुत्र, कस्य ।
उत्तरः : इहात्रभवतः धनञ्जयस्य ।
राजा : कथं धनञ्जयस्य इति ।
उत्तरः : अथ किम् । अत्रभवता श्मशानात् निजधनुः तूणी चाक्षयसायके चादाय भीष्मादयः नृपाः भग्नाः वयं च परिरक्षिताः ।
राजा : एवम् एतत् ?
बृहन्नला : प्रसीदतु प्रसीदतु महाराजः ।
उत्तरः : व्यपनयतु शङ्काम् । अयम् एव धनुर्धरः धनञ्जयः ।
बृहन्नला : यदि अहम् अर्जुनः तर्हि अयं भीमसेनः । अयं च राजा युधिष्ठिरः ।
अभिमन्युः : इह अत्रभवन्तः मे पितरः । तेन खलु –
न रुष्यन्ति मया क्षिप्ता हसन्तश्च क्षिपन्ति माम् ।
दिष्ट्या गोग्रहणं स्वन्तं पितरो येन दर्शिताः ॥
(इति क्रमेण सर्वान् प्रणमति । सर्वे तस्मै आशीर्वादान् वदन्ति ।)

અનુવાદ : (પછી ઉત્તર પ્રવેશે છે.) ઉત્તર : પિતાજી ! પ્રણામ કરું છું. રાજા : પુત્ર ! આયુષ્માન થા. નોંધપાત્ર કામગીરી કરનારા યોદ્ધાઓનું સન્માન કર્યું ? ઉત્તર : સન્માન કર્યું. (હવે) સૌથી વધુ પૂજનીયની પૂજા કરો. રાજા : પુત્ર ! કોની ? ઉત્તર : અહીં રહેલા પૂજ્ય ધનંજયની. રાજા : કેમ ? ધનંજયની ? ઉત્તર : હા. આ પૂજ્યે સ્મશાનમાંથી પોતાનું ધનુષ્ય અને અક્ષય બાણવાળાં બે ભાથાં લઈને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને અમારું રક્ષણ કર્યું. રાજા : શું આ એમ છે ? બૃહન્નલા : મહારાજ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. ઉત્તર : શંકા દૂર કરો; આ જ ધનુર્ધર ધનંજય છે. બૃહન્નલા : જો હું અર્જુન છું, તો આ ભીમસેન છે અને આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુ : અહીં તો મારા પૂજ્ય વડીલો છે ! તેથી જ – મારા વડે આક્ષેપ (અપમાન) કરાયેલા તેઓ ગુસ્સે થતા નથી અને હસતા હસતા મારો આક્ષેપ (મશ્કરી) કરે છે. સદ્ભાગ્યે ગાયોનું અપહરણ સુખાન્ત બન્યું, જેના વડે મને મારા વડીલો જોવા મળ્યા. (એમ ક્રમશઃ બધાને પ્રણામ કરે છે; બધા તેને આશીર્વાદ આપે છે.)

✦ ટિપ્પણી, સમાસ અને સંધિ ✦

શબ્દ અર્થ શબ્દ અર્થ
भटः સૈનિક विराटेश्वरः વિરાટદેશનો રાજા
धार्तराष्ट्रः ધૃતરાષ્ટ્રનો પુત્ર, કૌરવ सौभद्रः સુભદ્રાનો પુત્ર, અભિમન્યુ
बल्लवः અજ્ઞાતવાસમાં પાચકરૂપે રહેલા ભીમનું નામ बृहन्नला અજ્ઞાતવાસમાં નર્તકી રૂપે રહેલા અર્જુનનું નામ
महानसः રસોડું उत्तरः વિરાટ રાજાનો પુત્ર
धर्मराजः યુધિષ્ઠિર मातुलः મામા
शरः બાણ पदातिः પગપાળો
योधः સૈનિક धनञ्जयः અર્જુન
भुजः હાથ, બાહુ क्षेपः અપમાન
गोग्रहणम् ગાયો પકડી લેવી તે वाक्यशौण्डीर्यम् વાણીવિલાસ, બોલવાની ચતુરાઈ
प्रहरणम् હથિયાર अश्रद्धेय વિશ્વાસ ન કરી શકાય તેવું
उत्सिक्त અભિમાની, ઉછાંછળો कृतकर्मा નોંધપાત્ર કામગીરી કરનાર
पूज्यतम સૌથી વધારે પૂજવા લાયક स्वन्त (सु + अन्त) સારા અંતવાળું, સુખાન્ત
सावज्ञम् અવજ્ઞા સાથે, મશ્કરીપૂર્વક आत्मश्लाघा આપવડાઈ
दर्पप्रशमनम् ગર્વ શાંત કરવો તે शान्तं पापम् બસ કરો (ગુસ્સો શાંત કરવાનો રૂઢ પ્રયોગ)
तूणी अक्षयसायके ખૂટે નહીં એવાં બાણવાળાં બે ભાથાં दिष्ट्या સદ્ભાગ્યે
સમાસ વિગ્રહ પ્રકાર
विराटेश्वरः विराटानाम् ईश्वरः ષષ્ઠી તત્પુરુષ
गोग्रहणम् गवां ग्रहणम् ષષ્ઠી તત્પુરુષ
नरेन्द्रेण नरेषु इन्द्रः, तेन સપ્તમી તત્પુરુષ
देवकीपुत्रः देवक्याः पुत्रः ષષ્ઠી તત્પુરુષ
आत्मश्लाघा आत्मनः श्लाघा ષષ્ઠી તત્પુરુષ
रणभूमौ रणस्य भूमिः, तस्याम् ષષ્ઠી તત્પુરુષ
वाक्यशौण्डीर्यम् वाक्येषु शौण्डीर्यम् સપ્તમી તત્પુરુષ
दर्पप्रशमनम् दर्पस्य प्रशमनम् ષષ્ઠી તત્પુરુષ
तत्तुल्यम् तेन तुल्यम् તૃતીયા તત્પુરુષ

સંધિ : अपूर्व इव ते हर्षः = अपूर्वः + इव; केनासि = केन + असि; सौभद्रो ग्रहणम् = सौभद्रः + ग्रहणम्; किलैषः = किल + एषः; यन्मां पितृवदाक्रम्य = यत् + माम् + पितृवत् + आक्रम्य; अशस्त्रो मामभिगतस्ततोऽहम् = अशस्त्रः + माम् + अभिगतः + ततः + अहम्; चाक्षयसायके = च + अक्षयसायके; चादाय = च + आदाय.

✦ સ્વાધ્યાય ✦

1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।

(1) ब्रूहि केनासि विस्मितः इति वचनं कस्य ?
उत्तरम् : (ख) महाराजस्य

(2) नरेन्द्रेण महानसे कः विनियुक्तः ?
उत्तरम् : (क) बल्लवः

(3) कथमिदानीम् .......... इव मां हस्यते ?
उत्तरम् : (ख) सावज्ञम्

(4) धनुः कैः गृह्यते ?
उत्तरम् : (क) दुर्बलैः

(5) पितरः केन दर्शिताः ?
उत्तरम् : (क) गोग्रहणेन

2. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि संस्कृतभाषायां लिखत ।

(1) भटः किं प्रियं निवेदयति ?
उत्तरम् : भटः निवेदयति – "अवजितं गोग्रहणम्, अपयाताः धार्तराष्ट्राः, सौभद्रः ग्रहणं गतः च ।"

(2) अभिमन्युः केन गृहीतः ?
उत्तरम् : अभिमन्युः बल्लवेन (भीमसेनेन) गृहीतः ।

(3) बृहन्नला कस्य विषये अभिमन्युं पृच्छति ?
उत्तरम् : बृहन्नला अभिमन्योः जनन्याः (सुभद्रायाः) केशवस्य च विषये अभिमन्युं पृच्छति ।

(4) भीमसेनस्य सहजं प्रहरणं किम् अस्ति ?
उत्तरम् : भीमसेनस्य सहजं प्रहरणं भुजौ स्तः ।

(5) उत्तरः कस्य पूजां कर्तुं कथयति ?
उत्तरम् : उत्तरः धनञ्जयस्य (बृहन्नलायाः) पूजां कर्तुं कथयति ।

3. निम्नलिखितेषु वाक्येषु कः भावः प्रकटितः तत्प्रकोष्ठगतेभ्यः शब्देभ्यः विचित्य लिखत ।

वाक्यम् भावः
(1) कथं कथम् । अभिमन्युः नाम अहम् । (आत्मप्रशस्तिः, दैन्यम्, अभिमानः) अभिमानः
(2) यन्मां पितृवदाक्रम्य स्त्रीगतां पृच्छसे कथाम् । (क्रोधः, विस्मयः, तिरस्कारः) क्रोधः
(3) धनुस्तु दुर्बलैः गृह्यते । (उत्साहः, शौर्यम्, अहङ्कारः) शौर्यम्
(4) दिष्ट्या गोग्रहणं स्वन्तं पितरो येन दर्शिताः । (हर्षः, धैर्यम्, निन्दा) हर्षः

4. अधोलिखितानां धातुरूपाणां धातु-पद-काल/लकार-पुरुष-वचननिर्देशपूर्वकं परिचयं कारयत ।

धातुरूपम् धातुः पदम् कालः/लकारः पुरुषः वचनम्
(1) रुष्यन्ति रुष् परस्मैपदम् वर्तमानकालः (लट्) प्रथमपुरुषः बहुवचनम्
(2) वदति वद् परस्मैपदम् वर्तमानकालः (लट्) प्रथमपुरुषः एकवचनम्
(3) पृच्छसे प्रच्छ् आत्मनेपदम् (अपवादरूपेण) वर्तमानकालः (लट्) मध्यमपुरुषः एकवचनम्
(4) भविष्यति भू परस्मैपदम् भविष्यत्कालः (लृट्) प्रथमपुरुषः एकवचनम्
(5) प्रविशति प्र + विश् परस्मैपदम् वर्तमानकालः (लट्) प्रथमपुरुषः एकवचनम्

5. मातृभाषायाम् उत्तराणि लिखत ।

(1) ભટ મહારાજને શું સમાચાર આપે છે ?
જવાબ : ભટ મહારાજને સમાચાર આપે છે કે ગાયોનું અપહરણ કરનારા કૌરવો હારી ગયા છે અને નાસી ગયા છે; સાથે વિશ્વાસ ન આવે તેવા સમાચાર છે કે સુભદ્રાપુત્ર અભિમન્યુ પકડાયો છે.

(2) પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતાં અભિમન્યુની પ્રતિક્રિયા શી હોય છે ?
જવાબ : અભિમન્યુ ગુસ્સે થઈ જાય છે. તે કહે છે કે શું આપ મારા ધર્મરાજ, ભીમસેન કે અર્જુન છો કે પિતાની જેમ અધિકાર જમાવીને મારી માતા (સ્ત્રી) વિશેની વાત પૂછો છો ? અજાણ્યા માણસે આવું પૂછવું તેને અપમાનજનક લાગે છે.

(3) શસ્ત્રને વિશે ભીમનો શો મત છે ?
જવાબ : ભીમ કહે છે કે મારા બે હાથ જ મારાં સહજ (કુદરતી) હથિયાર છે; ધનુષ્ય જેવાં શસ્ત્રો તો દુર્બળ લોકો ધારણ કરે છે.

(4) ધનંજયે શું કર્યું હતું ?
જવાબ : ધનંજય (અર્જુન)એ સ્મશાનમાંથી પોતાનું ધનુષ્ય અને અક્ષય બાણવાળાં બે ભાથાં લઈને ભીષ્મ વગેરે કૌરવ પક્ષના રાજાઓને ભગાડ્યા હતા અને ઉત્તર તથા વિરાટની સેનાનું રક્ષણ કર્યું હતું.

(5) ગોગ્રહણની ઘટનાથી અભિમન્યુને શો ફાયદો થયો ?
જવાબ : ગોગ્રહણની ઘટનાને કારણે અભિમન્યુ પકડાઈને વિરાટની સભામાં આવ્યો અને ત્યાં અજ્ઞાતવાસમાં રહેલા પોતાના પિતા અર્જુન, કાકા ભીમ અને યુધિષ્ઠિરનાં દર્શન થયાં. તેથી તે કહે છે કે સદ્ભાગ્યે ગોગ્રહણ સુખાન્ત બન્યું.

6. क-विभागं ख-विभागेन सह संयोजयत ।

क ख
(1) अश्रद्धेयं प्रियं प्राप्तं सौभद्रो ग्रहणं गतः । (2) भटः
(2) पूज्यतमस्य क्रियतां पूजा । (5) उत्तरः
(3) अशस्त्रेण इति कथ्यताम् । (1) अभिमन्युः
(4) सुखमास्ते ते जननी । (3) बृहन्नला
(5) एहि एहि वत्स । (4) भगवान्

✦ પ્રવૃત્તિઓ ✦

ભાસનાં તેર નાટકો : સ્વપ્નવાસવદત્તમ્, પ્રતિજ્ઞાયૌગન્ધરાયણમ્, ચારુદત્તમ્, અવિમારકમ્, પ્રતિમાનાટકમ્, અભિષેકનાટકમ્, બાલચરિતમ્, પઞ્ચરાત્રમ્, મધ્યમવ્યાયોગઃ, દૂતવાક્યમ્, દૂતઘટોત્કચમ્, કર્ણભારમ્, ઊરુભઙ્ગમ્.
'પઞ્ચરાત્રમ્' પુસ્તક મેળવીને તેનું કથાનક વાંચો.

🎓 આ પાઠના વિડિયો લેક્ચર, MCQ ટેસ્ટ અને PDF નોંધો મેળવવા માંગો છો? EclassGuru.com પર ધોરણ 1 થી 10 ના સંપૂર્ણ ઓનલાઈન કોર્સ અને પુસ્તકો ઉપલબ્ધ છે.

Comments