ધોરણ-9 [વિજ્ઞાન] 10. કાર્ય અને ઊર્જા | std-9 [science] 10. karya ane urja

GSEB Std 9 Science Chapter 10 Karya ane Urja Swadhyay Solution: અહીં ધોરણ 9 વિજ્ઞાન વિષયના પ્રકરણ 10 "કાર્ય અને ઊર્જા (Work And Energy)" ના અગત્યના મુદ્દાઓ, પાઠમાં આવતા પ્રશ્નો (પાના 115, 116, 119, 123) અને સ્વાધ્યાયના 21 પ્રશ્નોના જવાબ આપેલ છે.

std-9-science-10-karya-ane-urja-eclassguru

✦ અગત્યના મુદ્દાઓ ✦

  • કાર્ય W = F × s (બળની દિશામાં સ્થાનાંતર). એકમ જૂલ (J) = N m. બળ અને સ્થાનાંતર લંબ હોય તો કાર્ય શૂન્ય; વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ.
  • ગતિઊર્જા Ek = ½mv2. સ્થિતિઊર્જા (ઊંચાઈ h પર) Ep = mgh.
  • ઊર્જા-સંરક્ષણનો નિયમ : ઊર્જાનું સર્જન કે વિનાશ થતો નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે; કુલ ઊર્જા અચળ રહે છે.
  • પાવર P = W ÷ t; એકમ વૉટ (W) = J s−1; 1 kW = 1000 W.
  • વ્યાપારી એકમ : 1 kWh (1 યુનિટ) = 3.6 × 106 J.

✦ પાઠમાં આવતા પ્રશ્નો ✦

પ્રશ્નો (પાના નં. 115)

1. કોઈ વસ્તુ ઉપર 7 N નું બળ લાગે છે. માની લો કે બળની દિશામાં વસ્તુનું સ્થાનાંતર 8 m છે (આકૃતિ 10.3) અને બળ વસ્તુના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગી રહ્યું છે. આ સ્થિતિમાં થયેલું કાર્ય કેટલું હશે ?

W = F × s = 7 N × 8 m = 56 J
જવાબ : થયેલું કાર્ય 56 J.

પ્રશ્નો (પાના નં. 116)

1. આપણે ક્યારે કહીએ છીએ કે કાર્ય થયું છે ?


જવાબ : જ્યારે (1) વસ્તુ પર બળ લાગે અને (2) તે બળને કારણે બળની દિશામાં વસ્તુનું સ્થાનાંતર થાય, ત્યારે કાર્ય થયું છે એમ કહેવાય.

2. જ્યારે કોઈ વસ્તુ ઉપર લગાવેલું બળ એના સ્થાનાંતરની દિશામાં હોય તો કરેલ કાર્યનું સૂત્ર લખો.


જવાબ : કાર્ય = બળ × સ્થાનાંતર, એટલે કે W = F × s.

3. 1 J કાર્યને વ્યાખ્યાયિત કરો.


જવાબ : કોઈ વસ્તુ પર 1 N બળ લગાડતાં બળની દિશામાં તેનું 1 m સ્થાનાંતર થાય, ત્યારે થયેલું કાર્ય 1 J કહેવાય. 1 J = 1 N × 1 m.

4. બળદની એક જોડી ખેતર ખેડતી વખતે કોઈ હળ પર 140 N બળ લગાવે છે. ખેડાયેલ ખેતરની લંબાઈ 15 m છે. ખેતરને લંબાઈની દિશામાં ખેડવા માટે કેટલું કાર્ય કરવું પડશે ?

W = F × s = 140 × 15 = 2100 J
જવાબ : 2100 J કાર્ય કરવું પડશે.

પ્રશ્નો (પાના નં. 119)

1. વસ્તુની ગતિઊર્જા એટલે શું ?


જવાબ : ગતિમાન વસ્તુમાં તેની ગતિને કારણે રહેલી ઊર્જાને ગતિઊર્જા કહે છે. વસ્તુનો વેગ વધતાં તેની ગતિઊર્જા વધે છે.

2. વસ્તુની ગતિઊર્જાનું સૂત્ર લખો.


જવાબ : Ek = ½mv2, જ્યાં m = વસ્તુનું દળ અને v = વસ્તુનો વેગ.

3. 5 m s−1 ના વેગથી ગતિ કરતી m દળની વસ્તુની ગતિઊર્જા 25 J છે. જો વેગને બમણો કરી દેવામાં આવે, તો તેની ગતિઊર્જા કેટલી થશે ? જો વેગને ત્રણ ગણો કરી દેવામાં આવે તો તેની ગતિઊર્જા કેટલી થશે ?

Ek ∝ v2
વેગ બમણો ⇒ ગતિઊર્જા 22 = 4 ગણી ⇒ 4 × 25 = 100 J
વેગ ત્રણ ગણો ⇒ ગતિઊર્જા 32 = 9 ગણી ⇒ 9 × 25 = 225 J

પ્રશ્નો (પાના નં. 123)

1. પાવર એટલે શું ?


જવાબ : કાર્ય કરવાના દરને અથવા ઊર્જાના રૂપાંતરણના દરને પાવર કહે છે. P = W ÷ t.

2. 1 W પાવર વ્યાખ્યાયિત કરો.


જવાબ : જો કોઈ સાધન 1 s માં 1 J કાર્ય કરે (અથવા 1 J ઊર્જા વાપરે), તો તેનો પાવર 1 W કહેવાય. 1 W = 1 J s−1.

3. એક બલ્બ 1000 J વિદ્યુતઊર્જા 10 s માં વાપરે છે. તેનો પાવર કેટલો હશે ?

P = W ÷ t = 1000 ÷ 10 = 100 W
જવાબ : બલ્બનો પાવર 100 W.

4. સરેરાશ પાવર વ્યાખ્યાયિત કરો.


જવાબ : કુલ વપરાયેલી ઊર્જા (કે થયેલું કુલ કાર્ય) ને કુલ લીધેલા સમય વડે ભાગતાં મળતા પાવરને સરેરાશ પાવર કહે છે. સરેરાશ પાવર = કુલ કાર્ય ÷ કુલ સમય.

✦ સ્વાધ્યાય ✦

1. નીચેની યાદીમાં દર્શાવેલ પ્રવૃત્તિઓને જુઓ. તમારી 'કાર્ય' શબ્દની સમજણને આધારે વિચારો કે તેમાં કાર્ય થઈ રહ્યું છે કે નહિ ?

પ્રવૃત્તિ કાર્ય થાય છે ? કારણ
સુમા એક તળાવમાં તરી રહી છે. હા તે પાણીને પાછળ ધકેલે છે અને આગળ સ્થાનાંતર થાય છે.
એક ગધેડો પોતાની પીઠ પર ભાર ઉપાડીને ચાલી રહ્યો છે. ના (ગુરુત્વ સામે) ભાર ઉપાડવાનું બળ ઊર્ધ્વ છે અને સ્થાનાંતર સમક્ષિતિજ છે.
એક પવનચક્કી કૂવામાંથી પાણી ખેંચી રહી છે. હા પાણી ગુરુત્વ સામે ઉપર ઊંચકાય છે.
એક લીલા છોડમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા થઈ રહી છે. ના કોઈ બળથી સ્થાનાંતર થતું નથી.
એક એન્જિન ટ્રેનને ખેંચી રહ્યું છે. હા બળની દિશામાં ટ્રેનનું સ્થાનાંતર થાય છે.
સૂર્યના તડકામાં અનાજના દાણા સુકાઈ રહ્યા છે. ના કોઈ બળથી સ્થાનાંતર થતું નથી.
સઢવાળી એક હોડી પવન ઊર્જાને કારણે ખસી રહી છે. હા પવનના બળની દિશામાં હોડીનું સ્થાનાંતર થાય છે.

2. એક વસ્તુને જમીનથી કોઈ ચોક્કસ ખૂણે ફેંકવામાં આવે છે. તે એક વક્રમાર્ગ પર ભ્રમણ કરીને પાછી જમીન પર આવીને પડે છે. વસ્તુના માર્ગનું પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ સમક્ષિતિજ રેખા પર સ્થિર છે. વસ્તુ પર ગુરુત્વબળ દ્વારા કેટલું કાર્ય થયું હશે ?


જવાબ : ગુરુત્વબળ ઊર્ધ્વદિશામાં (નીચે તરફ) લાગે છે. પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ સમક્ષિતિજ રેખા પર હોવાથી ઊર્ધ્વદિશામાં ચોખ્ખું સ્થાનાંતર શૂન્ય છે. તેથી ગુરુત્વબળ દ્વારા થયેલું કાર્ય શૂન્ય છે.

3. એક બૅટરી એક વિદ્યુત ગોળા (બલ્બ)ને પ્રકાશે છે. આ પ્રક્રિયામાં થતા ઊર્જા-રૂપાંતરણોનું વર્ણન કરો.


જવાબ : બૅટરીમાંની રાસાયણિક ઊર્જા → વિદ્યુતઊર્જા → પ્રકાશઊર્જા અને ઉષ્માઊર્જા.

4. 20 kg દળનો પદાર્થ તેના પર લાગતાં કોઈ બળને લીધે તેના વેગમાં 5 m s−1 થી 2 m s−1 જેટલો ફેરફાર અનુભવે છે. બળ દ્વારા થતાં કાર્યની ગણતરી કરો.

કાર્ય = ગતિઊર્જામાં ફેરફાર = ½m(v2 − u2)
= ½ × 20 × (22 − 52) = 10 × (4 − 25) = −210 J
જવાબ : બળ દ્વારા થયેલું કાર્ય −210 J (ઋણ, કારણ કે બળ ગતિની વિરુદ્ધ દિશામાં છે).

5. 10 kg દળની વસ્તુ ટેબલ પર A બિંદુ પર રાખેલ છે. તેને B બિંદુ સુધી લઈ જવામાં આવે છે. જો A અને B ને જોડતી રેખા સમક્ષિતિજ હોય, તો વસ્તુ પર ગુરુત્વબળ દ્વારા થતું કાર્ય કેટલું હશે ? તમારો ઉત્તર વર્ણવો.


જવાબ : ગુરુત્વબળ ઊર્ધ્વદિશામાં નીચે તરફ લાગે છે અને સ્થાનાંતર સમક્ષિતિજ છે; બંને પરસ્પર લંબ છે. ઊર્ધ્વદિશામાં સ્થાનાંતર શૂન્ય હોવાથી ગુરુત્વબળ દ્વારા થતું કાર્ય શૂન્ય છે.

6. મુક્ત પતન કરતી વસ્તુની સ્થિતિઊર્જા સતત ઘટતી જાય છે. શું તે ઊર્જા-સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે ? શા માટે ?


જવાબ : ના. મુક્ત પતન દરમિયાન ઘટતી સ્થિતિઊર્જા ગતિઊર્જામાં રૂપાંતરિત થાય છે. દરેક બિંદુએ સ્થિતિઊર્જા + ગતિઊર્જા = અચળ રહે છે. તેથી ઊર્જા-સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થતું નથી.

7. જ્યારે તમે સાઈકલ ચલાવો છો ત્યારે કયા કયા ઊર્જા રૂપાંતરણો થાય છે ?


જવાબ : આપણા શરીરમાં ખોરાકમાંથી મળેલી રાસાયણિક (સ્નાયુ) ઊર્જા નું સાઈકલ અને સવારની ગતિઊર્જા માં રૂપાંતર થાય છે. તેનો થોડો ભાગ ઘર્ષણને કારણે ઉષ્માઊર્જા માં ફેરવાય છે.

8. જ્યારે તમે તમારી બધી જ તાકાત લગાડીને એક મોટા પથ્થરને ધકેલવાનો પ્રયત્ન કરો છો પરંતુ તેને ધકેલવામાં નિષ્ફળ થઈ જાઓ છો. શું આ અવસ્થામાં ઊર્જાનું રૂપાંતરણ થાય છે ખરું ? તમારા દ્વારા વપરાયેલી ઊર્જા ક્યાં જાય છે ?


જવાબ : પથ્થરનું સ્થાનાંતર ન થતું હોવાથી પથ્થર પર કોઈ કાર્ય થતું નથી, એટલે પથ્થરને ઊર્જા મળતી નથી. પરંતુ આપણી સ્નાયુ (રાસાયણિક) ઊર્જા વપરાય છે અને તે મુખ્યત્વે ઉષ્માઊર્જા માં રૂપાંતરિત થાય છે; તેથી આપણને થાક લાગે છે અને પરસેવો થાય છે.

9. એક ઘરમાં એક મહિનામાં 250 'યુનિટ' ઊર્જા વપરાય છે. આ ઊર્જા જૂલ એકમમાં કેટલી થશે ?

1 યુનિટ = 1 kWh = 3.6 × 106 J
250 યુનિટ = 250 × 3.6 × 106 = 9 × 108 J
જવાબ : વપરાયેલી ઊર્જા 9 × 108 J.

10. 40 kg દળની વસ્તુને જમીનથી 5 m ની ઊંચાઈ પર લઈ જવામાં આવે છે. તેની સ્થિતિઊર્જા કેટલી થાય ? જો આ વસ્તુને મુક્ત પતન કરવા દેવામાં આવે અને તે જ્યારે અડધા રસ્તે પહોંચે ત્યારે તેની ગતિઊર્જાની ગણતરી કરો. (g = 10 m s−2)

સ્થિતિઊર્જા Ep = mgh = 40 × 10 × 5 = 2000 J
અડધા રસ્તે (h = 2.5 m) સ્થિતિઊર્જા = 40 × 10 × 2.5 = 1000 J
ઊર્જા-સંરક્ષણ મુજબ ગતિઊર્જા = 2000 − 1000 = 1000 J

11. પૃથ્વીની ચારેબાજુ ફરતાં કોઈ ઉપગ્રહ પર ગુરુત્વબળ દ્વારા કેટલું કાર્ય થશે ? તમારા જવાબનું વાજબીપણું ચકાસો.


જવાબ : કાર્ય શૂન્ય થશે. ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે; ગુરુત્વબળ કેન્દ્ર તરફ (ત્રિજ્યાની દિશામાં) લાગે છે, જ્યારે ઉપગ્રહનું સ્થાનાંતર સ્પર્શકની દિશામાં હોય છે. બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોવાથી W = 0.

12. શું કોઈ વસ્તુ પર લાગતાં બળની ગેરહાજરીમાં તેનું સ્થાનાંતર થશે ? વિચારો. આ પ્રશ્નની બાબતમાં તમારા મિત્રો તથા શિક્ષકો સાથે વિચાર-વિમર્શ કરો.


જવાબ : હા. ગતિના પ્રથમ નિયમ મુજબ જો વસ્તુ પહેલેથી જ નિયમિત વેગથી ગતિ કરતી હોય અને તેના પર કોઈ અસંતુલિત બળ ન લાગે, તો તે એ જ વેગથી ગતિ ચાલુ રાખે છે અને તેનું સ્થાનાંતર થતું રહે છે. ઉદા. અવકાશમાં ગતિ કરતું અવકાશયાન.

13. કોઈ વ્યક્તિ ભૂસાથી ભરેલ ગાંસડીને પોતાના માથા પર 30 મિનિટ સુધી રાખે છે. પછી થાકી જાય છે. શું તેણે કોઈ કાર્ય કર્યું કહેવાય ? તમારા જવાબનું વાજબીપણું ચકાસો.


જવાબ : ના, ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ કોઈ કાર્ય થયું નથી, કારણ કે ગાંસડીનું સ્થાનાંતર થયું નથી (s = 0 ⇒ W = 0). વ્યક્તિ થાકી જાય છે કારણ કે ગાંસડી પકડી રાખવામાં તેની સ્નાયુ-ઊર્જા વપરાય છે અને ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે.

14. એક વિદ્યુત હીટરનો પાવર 1500 W છે. 10 કલાકમાં તે કેટલી ઊર્જા વાપરશે ?

ઊર્જા = પાવર × સમય = 1.5 kW × 10 h = 15 kWh
= 15 × 3.6 × 106 J = 5.4 × 107 J
જવાબ : હીટર 15 kWh (15 યુનિટ) ઊર્જા વાપરશે.

15. જ્યારે આપણે કોઈ સાદા લોલકને એક છેડે લઈ જઈને છોડી દઈ દોલન કરાવીએ છીએ ત્યારે થતાં ઊર્જાનાં રૂપાંતરણોની ચર્ચા પરથી ઊર્જા-સંરક્ષણના નિયમને સ્પષ્ટ કરો. લોલક આખરે સ્થિર અવસ્થામાં કેમ આવી જાય છે ? છેવટે તેની ઊર્જાનું શું થાય છે ? શું તે ઊર્જા-સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે ?


જવાબ : લોલકને એક છેડે લઈ જતાં તે ઊંચાઈ પર હોવાથી તેમાં મહત્તમ સ્થિતિઊર્જા હોય છે. છોડતાં તે નીચે આવે ત્યારે સ્થિતિઊર્જા ગતિઊર્જામાં ફેરવાય છે; મધ્ય સ્થાને ગતિઊર્જા મહત્તમ અને સ્થિતિઊર્જા લઘુતમ હોય છે. બીજી બાજુ જતાં ગતિઊર્જા ફરી સ્થિતિઊર્જામાં ફેરવાય છે. દરેક બિંદુએ કુલ ઊર્જા અચળ રહે છે — આ ઊર્જા-સંરક્ષણનો નિયમ છે.
હવાના અવરોધ અને આધારબિંદુ પરના ઘર્ષણને કારણે લોલકની ઊર્જા ધીમે-ધીમે ઉષ્માઊર્જા માં ફેરવાઈ આસપાસના વાતાવરણમાં વહી જાય છે, તેથી લોલક આખરે સ્થિર થાય છે. ઊર્જાનો નાશ થતો નથી, માત્ર રૂપાંતર થાય છે; તેથી ઊર્જા-સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થતું નથી.

16. m દળ ધરાવતી વસ્તુ એક અચળ વેગ v થી ગતિમાન છે. વસ્તુને સ્થિર અવસ્થામાં લાવવા તેના પર કેટલું કાર્ય કરવું જોઈએ ?


જવાબ : વસ્તુને સ્થિર કરવા તેની સમગ્ર ગતિઊર્જા દૂર કરવી પડે, એટલે કે ½mv2 જેટલું કાર્ય (ગતિની વિરુદ્ધ દિશામાં) કરવું જોઈએ.

17. 60 km/h ના વેગથી ગતિ કરતી 1500 kg દળની કારને રોકવા માટે કરવા પડતાં કાર્યની ગણતરી કરો.

v = 60 km h−1 = 60 × 5/18 = 16.67 m s−1
W = ½mv2 = ½ × 1500 × (16.67)2 = 750 × 277.8 ≈ 2.08 × 105 J
જવાબ : કારને રોકવા ≈ 2.08 × 105 J કાર્ય કરવું પડે.

18. m દળની એક વસ્તુ પર નીચે આપેલ દરેક સ્થિતિ માટે એક બળ F લાગી રહ્યું છે. સ્થાનાંતરની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છે. ચિત્રોને ધ્યાનપૂર્વક જુઓ અને બતાવો કે દરેક કિસ્સામાં બળ દ્વારા થયેલ કાર્ય ઋણ છે કે ધન છે કે શૂન્ય છે.

કિસ્સો બળની દિશા કાર્ય
પ્રથમ આકૃતિ ઉપર તરફ (સ્થાનાંતરને લંબ) શૂન્ય
બીજી આકૃતિ સ્થાનાંતરની દિશામાં (પૂર્વ તરફ) ધન
ત્રીજી આકૃતિ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં (પશ્ચિમ તરફ) ઋણ

19. સોની કહે છે કે કોઈ વસ્તુનો પ્રવેગ શૂન્ય હોઈ શકે પછી ભલે તેના પર ઘણાંબધાં બળ કાર્ય કરી રહ્યાં હોય. શું તમે તેની સાથે સહમત છો ? કેમ ?


જવાબ : હા, સહમત છીએ. જો વસ્તુ પર લાગતાં બધાં બળો સંતુલિત હોય તો તેમનું પરિણામી (ચોખ્ખું) બળ શૂન્ય થાય છે, અને F = ma મુજબ પ્રવેગ પણ શૂન્ય થાય છે.

20. 500 W પાવરના એક એવાં ચાર સાધનો દ્વારા 10 કલાકમાં વપરાતી ઊર્જા kWh માં શોધો.

કુલ પાવર = 4 × 500 W = 2000 W = 2 kW
ઊર્જા = 2 kW × 10 h = 20 kWh
જવાબ : વપરાતી ઊર્જા 20 kWh.

21. મુક્ત પતન કરતી એક વસ્તુ જમીન પર પડીને સ્થિર થાય છે. તો તેની ગતિઊર્જાનું શું થશે ?


જવાબ : જમીન સાથે અથડાતાં વસ્તુની ગતિઊર્જા ઉષ્માઊર્જા અને ધ્વનિઊર્જા માં રૂપાંતરિત થાય છે; થોડી ઊર્જા વસ્તુ અને જમીનના આકારમાં ફેરફાર (વિરૂપણ) કરવામાં વપરાય છે.

🎓 આ પાઠના વિડિયો લેક્ચર, MCQ ટેસ્ટ અને PDF નોંધો મેળવવા માંગો છો? EclassGuru.com પર ધોરણ 1 થી 10 ના સંપૂર્ણ ઓનલાઈન કોર્સ અને પુસ્તકો ઉપલબ્ધ છે.

Comments