GSEB Std 10 Sanskrit Chapter 11 Yasya Jananam Tasya Maranam Swadhyay Solution: અહીં ધોરણ 10 સંસ્કૃત વિષયના પાઠ 11 "यस्य जननं तस्य मरणम्" (વિત્તદાસ અને કૂટનાથની વાર્તા) નો ગુજરાતી અનુવાદ, ટિપ્પણ, સમાસ, સંધિ, શબ્દરૂપ તથા સ્વાધ્યાયના તમામ જવાબ આપેલ છે.

✦ વાર્તાનો ગુજરાતી અનુવાદ ✦
પાઠ પરિચય : સંસ્કૃત કથાઓમાં પાત્રોનાં નામ તેમના ગુણ-કર્મને વ્યક્ત કરે છે. વિત્તદાસ એટલે પૈસાનો ગુલામ (લોભી) અને કૂટનાથ એટલે કૂટનીતિનો સ્વામી. 'लोभः पापस्य कारणम्' – લોભ પાપનું કારણ છે; લોભ માણસને કેવી રીતે હાનિ પહોંચાડે છે તે આ કથા પરથી સમજાય છે. આ પાઠમાં વિશેષણ-વિશેષ્યના પ્રયોગ ધ્યાનમાં લેવાના છે. (મૂળ સંસ્કૃત ગદ્ય પાઠ્યપુસ્તકમાંથી વાંચવું.)
વિત્તદાસ નામનો એક ખૂબ લોભી અને સમૃદ્ધ વાણિયો હતો. તેનો કૂટનાથ નામનો એક વૈશ્ય પડોશી હતો. એક વાર કૂટનાથે વિચાર્યું કે આ વિત્તદાસ ધનવાન હોવા છતાં લોભી છે, તેથી કોઈ પણ ઉપાયથી મારે તેને છેતરવો જોઈએ. આમ વિચારીને કૂટનાથે વિત્તદાસના ઘરે જઈને કહ્યું, "હે શેઠ ! આવતી કાલે અમારા ઘણા કુટુંબીજનો મહેમાન તરીકે આવશે. તેમના માટે ભોજન વગેરે બનાવવા કૃપા કરીને મને કેટલાંક વાસણ આપો. પરમ દિવસે તે પાછાં આપી દઈશ."
પડોશીનો ધર્મ છે એવી ભાવનાથી વિત્તદાસે કૂટનાથને વાસણો આપ્યાં. વાસણોનો ઉપયોગ પૂરો થતાં કૂટનાથ તે પાછાં આપવા વિત્તદાસના ઘરે ગયો. તે વાસણો સાથે તેણે બીજાં કેટલાંક નાનાં નવાં વાસણો પણ ત્યાં મૂક્યાં. નાનાં નવાં વાસણો જોઈ આશ્ચર્ય પામેલા વિત્તદાસે પૂછ્યું, "મિત્ર ! આ વાસણો મારાં નથી." કૂટનાથે કહ્યું, "મિત્ર ! આપે જે વાસણો આપ્યાં હતાં, તેઓએ મારા ઘરે રાત્રે જન્મ આપ્યો. આ નાનાં નવાં વાસણો આપનાં વાસણોનાં સંતાનો છે." સંતાનરૂપે નવાં વાસણો મેળવીને વિત્તદાસ પ્રસન્ન થયો.
કેટલાક દિવસો વીત્યા પછી કૂટનાથે ફરી વિત્તદાસ પાસે વાસણો માગ્યાં. 'આપેલાં વાસણોથી પણ વધારે વાસણોનો લાભ થશે' એવી ખરાબ બુદ્ધિથી પ્રેરાઈને વિત્તદાસે તેને બધાં ઇચ્છિત વાસણો આપ્યાં. એક મહિનો વીતી ગયો છતાં કૂટનાથે વાસણો પાછાં ન આપ્યાં ત્યારે ચિંતિત વિત્તદાસે કૂટનાથના ઘરે જઈ પોતાનાં વાસણો માગ્યાં. કૂટનાથે શોક સાથે કહ્યું, "આપનાં બધાં વાસણો મરી ગયાં."
ગુસ્સે થઈને વિત્તદાસે કહ્યું, "એવું કેવી રીતે બને ? હે ઠગ ! તું જૂઠું બોલે છે. નિર્જીવ વાસણોનું મૃત્યુ કેવી રીતે સંભવે ?" કૂટનાથે ધીરજ રાખીને શાંત વચને કહ્યું, "મહોદય ! જો વાસણોનો જન્મ થાય છે, તો તેમનું મૃત્યુ પણ થાય છે. પહેલાં જન્મેલાં વાસણો આપના ઘરમાં શોભે છે. આપે જે વાસણો આપ્યાં હતાં તે મારા ઘરે મરી ગયાં; તેમાં હું શું કરી શકું ? જુઓ – જો વાસણોનો જન્મ થાય છે, તો તેમના મરણમાં શંકા કેવી ? જગતમાં જે ઉત્પન્ન થયું છે તે ચોક્કસ સર્વથા નાશ પામે છે."
✦ ટિપ્પણ, સમાસ અને સંધિ ✦
| શબ્દ | અર્થ | શબ્દ | અર્થ |
|---|---|---|---|
| प्रातिवेशिकः | પડોશી | वैश्यः | વણિક |
| धनिकः | ધનવાન | अतिथिः | મહેમાન |
| वञ्चकः | ઠગ | मिथ्या | ખોટું, જૂઠું |
| दुर्मतिः | ખરાબ બુદ્ધિ | परश्वः | પરમ દિવસે |
| ध्रुवम् | ચોક્કસ | सर्वथा | બધી રીતે |
| प्रभूतलोभः | ખૂબ લોભી | अपत्यरूपेण | સંતાનરૂપે |
| सशोकम् | શોક સાથે | कोपाविष्टः | ગુસ્સે ભરાયેલો |
| સમાસ | વિગ્રહ | પ્રકાર |
|---|---|---|
| प्रभूतलोभः | प्रभूतः लोभः यस्य सः | બહુવ્રીહિ |
| वणिग्जनः | वणिक् च असौ जनः | કર્મધારય |
| कुटुम्बिजनाः | कुटुम्बी च असौ जनः, ते | કર્મધારય |
| अतिथिः | न विद्यते तिथिः यस्य सः | બહુવ્રીહિ |
| वित्तदासः | वित्तस्य दासः | ષષ્ઠી તત્પુરુષ |
| कूटनाथः | कूटस्य नाथः | ષષ્ઠી તત્પુરુષ |
| अपत्यरूपेण | अपत्यं रूपं यस्य सः, तेन | બહુવ્રીહિ |
| एकमासे | एकः च असौ मासः, तस्मिन् | કર્મધારય |
| सशोकम् | शोकेन सहितं यथा स्यात् तथा | અવ્યયીભાવ |
| कोपाविष्टः | कोपेन आविष्टः | તૃતીયા તત્પુરુષ |
✦ સ્વાધ્યાય ✦
1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।
(1) वित्तदासः धनिकोऽपि कीदृशः आसीत् ?
उत्तरम् : (ग) लुब्धः
(2) कूटनाथस्य गृहे के अतिथयः भविष्यन्ति ?
उत्तरम् : (क) कुटुम्बिजनाः
(3) वित्तदासः कूटनाथाय केन भावेन पात्राणि प्रायच्छत् ?
उत्तरम् : (घ) प्रातिवेशिकधर्मभावेन
(4) कूटनाथः कदा पात्राणि प्रत्यर्पयितुं वित्तदासस्य गृहम् अगच्छत् ?
उत्तरम् : (ख) पात्रोपयोगावसाने
(5) किं सम्प्राप्य वित्तदासः विस्मितः अभवत् ?
उत्तरम् : (ग) नूतनानि पात्राणि
(6) भवतः सर्वाणि पात्राणि मृतानि । – एतत् वाक्यं कः वदति ?
उत्तरम् : (क) कूटनाथः
2. अधोलिखितानां प्रश्नानां प्रकोष्ठगतस्य योग्यरूपेण उत्तरं लिखत ।
(1) अस्ति वित्तदासो नाम प्रभूतलोभः समृद्धः वणिग्जनः ।
(2) कानिचित् लघूनि नूतनानि पात्राण्यपि तत्र स्थापितानि ।
(3) व्यतीतेषु कतिपयेषु दिवसेषु कूटनाथः पुनरपि वित्तदासं पात्रेभ्यः प्रार्थयत ।
(4) तस्मै सर्वाणि इष्टानि पात्राणि दत्तवान् ।
(5) कूटनाथः सशोकम् अकथयत् ।
3. एकवाक्येन संस्कृतभाषायां उत्तरत ।
(1) कूटनाथः किमर्थं पात्राणि अयाचत ?
उत्तरम् : कुटुम्बिजनानाम् अतिथीनाम् अर्थे भोजनादिनिर्माणाय कूटनाथः पात्राणि अयाचत ।
(2) किं सम्प्राप्य वित्तदासः प्रसन्नः सञ्जातः ?
उत्तरम् : अपत्यरूपेण नूतनानि पात्राणि सम्प्राप्य वित्तदासः प्रसन्नः सञ्जातः ।
(3) कूटनाथगृहं गत्वा वित्तदासः किम् अयाचत ?
उत्तरम् : कूटनाथगृहं गत्वा वित्तदासः स्वकीयानि पात्राणि अयाचत ।
(4) निर्जीवानां पात्राणां किं न सम्भवति ?
उत्तरम् : निर्जीवानां पात्राणां मरणं न सम्भवति ।
(5) किं सर्वथा नश्यति ?
उत्तरम् : जगति यत् समुत्पन्नं तत् सर्वथा नश्यति ।
4. अधोलिखितानां पदानां कृदन्तप्रकारं लिखत ।
(1) लुब्धः – कर्मणि (कर्तरि) भूतकृदन्त (2) प्रत्यर्पयितुम् – हेत्वर्थ कृदन्त (3) दत्तानि – कर्मणि भूतकृदन्त (4) वञ्चनीयः – विध्यर्थ कृदन्त (5) सम्प्राप्य – संबंधक भूतकृदन्त (6) आपन्नः – कर्मणि (कर्तरि) भूतकृदन्त
5. सन्धिं प्रयोजयत ।
(1) वित्तदासः + नाम = वित्तदासो नाम (2) कः + चित् = कश्चित् (3) धनिकः + अपि = धनिकोऽपि (4) श्वः + अतिथयः = श्वोऽतिथयः (5) वित्तदासः + तस्मै = वित्तदासस्तस्मै
6. रेखाङ्कितानां पदानां स्थाने प्रकोष्ठात् उचितं पदं चित्वा प्रश्नवाक्यं रचयत ।
(1) पात्रैः सह अन्यानि पात्राणि स्थापितानि । ➔ कैः सह अन्यानि पात्राणि स्थापितानि ?
(2) पात्राणि रात्रौ प्रसूतानि । ➔ पात्राणि कदा प्रसूतानि ?
(3) कूटनाथः पात्रेभ्यः प्रार्थयत । ➔ कः पात्रेभ्यः प्रार्थयत ?
(4) पात्राणि भवतः गृहे विलसन्ति । ➔ पात्राणि कस्य गृहे विलसन्ति ?
(5) पात्राणां जन्म भवति । ➔ केषां जन्म भवति ?
7. सूचनानुसारं शब्दरूपं लिखत ।
| रूपम् | शब्द | लिङ्ग | विभक्ति | वचन |
|---|---|---|---|---|
| (1) पात्राणाम् | पात्र | नपुंसकलिङ्ग | षष्ठी | बहुवचन |
| (2) उपायेन | उपाय | पुंलिङ्ग | तृतीया | एकवचन |
| (3) रात्रौ | रात्रि | स्त्रीलिङ्ग | सप्तमी | एकवचन |
| (4) दिवसेषु | दिवस | पुंलिङ्ग | सप्तमी | बहुवचन |
| (5) मया | अस्मद् | सर्वनाम (त्रिलिङ्ग) | तृतीया | एकवचन |
8. क्रियापदं वर्तमानकाले परिवर्त्य वाक्यं पुनः लिखत ।
(1) कूटनाथः वित्तदासम् कथयति ।
(2) कुटुम्बिजनाः अतिथयः भवन्ति ।
(3) वित्तदासः कूटनाथाय पात्राणि यच्छति ।
9. मातृभाषायाम् उत्तरत ।
(1) કૂટનાથે વિત્તદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી ?
જવાબ : કૂટનાથે મહેમાનો આવવાના બહાને વિત્તદાસ પાસેથી વાસણો માગ્યાં. તે પાછાં આપતી વખતે તેની સાથે કેટલાંક નાનાં નવાં વાસણો મૂકી કહ્યું કે આપનાં વાસણોએ રાત્રે બચ્ચાંને જન્મ આપ્યો છે. આથી લોભી વિત્તદાસે બીજી વાર બધાં વાસણો આપી દીધાં. પછી કૂટનાથે 'આપનાં બધાં વાસણો મરી ગયાં' કહીને તે પાછાં આપ્યાં નહિ.
(2) વિત્તદાસે કૂટનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યાં ?
જવાબ : પહેલી વાર વાસણો સાથે 'સંતાન'રૂપે નવાં વાસણો મળ્યાં હતાં, તેથી આપેલાં વાસણોથી વધારે વાસણોનો લાભ થશે – એવી લોભી ખરાબ બુદ્ધિથી પ્રેરાઈને વિત્તદાસે કૂટનાથને બીજી વાર બધાં ઇચ્છિત વાસણો આપ્યાં.
✦ પ્રવૃત્તિ ✦
લોભથી થતી હાનિની વાર્તાઓ : 'સોનાનાં ઈંડાં આપતી મરઘી', 'લોભી કૂતરો અને પડછાયો', 'રાજા મિડાસનો સોનેરી સ્પર્શ'.
લોભ વિશે કહેવતો : "લોભને થોભ નહિ." "લોભી ગુરુ ને લાલચુ ચેલો." "Greed is the root of all evil." "लालच बुरी बला है."
Comments
Post a Comment