ધોરણ-10 [સંસ્કૃત] 14. क इदं दुष्करं कुर्यात् | std-10 [sanskrit] 14. ka idam dushkaram kuryat

GSEB Std 10 Sanskrit Chapter 14 Ka Idam Dushkaram Kuryat Swadhyay Solution: અહીં ધોરણ 10 સંસ્કૃત વિષયના પાઠ 14 "क इदं दुष्करं कुर्यात्" (મુદ્રારાક્ષસમાંથી ચાણક્ય-ચંદનદાસ સંવાદ) નો ગુજરાતી અનુવાદ, ટિપ્પણ, સમાસ, કૃદંત તથા સ્વાધ્યાયના તમામ જવાબ આપેલ છે.

std-10-sanskrit-14-ka-idam-dushkaram-kuryat-eclassguru

✦ સંવાદનો ગુજરાતી અનુવાદ ✦

પાઠ પરિચય : વિશાખદત્તના નાટક 'મુદ્રારાક્ષસ'ના પ્રથમ અંકમાંથી આ દૃશ્ય લેવાયું છે. ચાણક્ય (વિષ્ણુગુપ્ત) નંદના વફાદાર અમાત્ય રાક્ષસને ચંદ્રગુપ્તનો અમાત્ય બનાવવા માગે છે. રાક્ષસના પરિવારને પોતાના ઘરમાં આશ્રય આપનાર તેના મિત્ર શ્રેષ્ઠી ચંદનદાસને ચાણક્ય બોલાવે છે. મિત્રના પરિવારના રક્ષણ માટે પોતાનો ભોગ આપવા તૈયાર ચંદનદાસની વફાદાર મિત્રતાનું અહીં નિરૂપણ છે.

ચાણક્ય : (પોતાના શિષ્યને) વત્સ, શ્રેષ્ઠી ચંદનદાસને અહીં લઈ આવ. શિષ્ય : ગુરુજી જેવી આજ્ઞા કરે. (બહાર જઈ ચંદનદાસ સાથે ફરી પ્રવેશે છે.)

ચંદનદાસ : (મનમાં) ચાણક્ય જ્યારે બોલાવે છે ત્યારે નિર્દોષને પણ શંકા થાય, તો પછી દોષિતનું શું કહેવું ? એટલે જ મેં અમાત્ય રાક્ષસના પરિવારને બીજે મોકલી દીધો છે. મારું તો જે થવાનું હોય તે ભલે થાય.

શિષ્ય : હે શ્રેષ્ઠી ! આ તરફ, આ તરફ. ચંદનદાસ : આ હું આવ્યો. શિષ્ય : ગુરુજી, આ શ્રેષ્ઠી ચંદનદાસ. ચંદનદાસ : (પાસે જઈને) આર્યનો જય હો.

ચાણક્ય : શ્રેષ્ઠી, તમારું સ્વાગત છે. આ આસન છે, ત્યાં બેસો. ચંદનદાસ : આર્ય જેવી આજ્ઞા કરે. (બેસે છે.)

ચાણક્ય : તમારા વેપારના લાભ વધી રહ્યા છે ને ? ચંદનદાસ : (મનમાં) વધારે પડતો આદર શંકાસ્પદ છે. (પ્રગટ) આર્ય ! હા, આપની કૃપાથી મારો વેપાર અખંડિત છે.

ચાણક્ય : હે શ્રેષ્ઠી ! પ્રજા હવે ક્યારેક ચંદ્રગુપ્તના દોષોને લીધે પહેલાંના રાજા નંદના ગુણોને યાદ તો નથી કરતી ને ? ચંદનદાસ : એવું ન બોલો. શરદઋતુની રાત્રે ઊગેલા પૂર્ણિમાના ચંદ્રથી પ્રજા અધિક આનંદ પામે છે.

ચાણક્ય : હે શ્રેષ્ઠી ! પ્રસન્ન પ્રજા પાસેથી રાજાઓ બદલામાં કંઈક પ્રિય ઇચ્છે છે. ચંદનદાસ : આર્ય આજ્ઞા કરો. આ માણસ પાસેથી કેટલું અને શું ધન જોઈએ છે ?

ચાણક્ય : હે શ્રેષ્ઠી, આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે, નંદનું રાજ્ય નથી. ધન તો નંદને જ ગમતું હતું; ચંદ્રગુપ્તની રુચિ તો પ્રજાના દુઃખના અભાવમાં જ છે. ચંદનદાસ : (હર્ષ સાથે) હું આભારી છું.

ચાણક્ય : અને એ દુઃખનો અભાવ કેવી રીતે પ્રગટે છે એવું પૂછવું જોઈએ નહિ ? ચંદનદાસ : આર્ય આજ્ઞા કરો. ચાણક્ય : ટૂંકમાં, રાજા પ્રત્યે અનુકૂળ વર્તન રાખવું જોઈએ.

ચંદનદાસ : એવો કયો અભાગિયો છે જે રાજાની વિરુદ્ધ આચરણ કરે ? ચાણક્ય : પહેલા તો આપ જ. ચંદનદાસ : એવું ન બોલો, એવું ન બોલો. ઘાસનો અગ્નિ સાથે વિરોધ કેવો ?

ચાણક્ય : વિરોધ આ છે કે તમે આજે પણ રાજવિરોધી અમાત્ય રાક્ષસના પરિવારને પોતાના ઘરે લઈ જઈને રક્ષણ કરો છો. ચંદનદાસ : આર્ય, આ ખોટું છે. કોઈ અજાણ માણસે આપને આ જણાવ્યું છે.

ચાણક્ય : હે શ્રેષ્ઠી ! શંકા કરવાની જરૂર નથી. ડરેલા પહેલાંના રાજપુરુષો નગરજનોના ઘરોમાં પોતાના પરિવારને મૂકીને બીજા દેશમાં ચાલ્યા જાય છે. પછી તેમને છુપાવવા એ જ દોષ ઉત્પન્ન કરે છે.

ચંદનદાસ : એ એમ જ છે. તે સમયે અમાત્ય રાક્ષસનો પરિવાર મારા ઘરે હતો. ચાણક્ય : પહેલાં 'ખોટું' અને હવે 'હતો' – એ બંને વચનો પરસ્પર વિરોધી છે. ચંદનદાસ : મારો વાણીનો છળ આટલો જ છે.

ચાણક્ય : હે શ્રેષ્ઠી ! ચંદ્રગુપ્તના રાજ્યમાં છળને સ્થાન નથી. તેથી રાક્ષસનો પરિવાર સોંપી દેવો જોઈએ. તમારે છળ વગરના થવું જોઈએ. ચંદનદાસ : આર્ય ! હું જણાવું છું કે તે સમયે અમાત્ય રાક્ષસનો પરિવાર મારા ઘરે હતો.

ચાણક્ય : તો હવે તે ક્યાં ગયો ? ચંદનદાસ : હું જાણતો નથી કે ક્યાં ગયો.

ચાણક્ય : કેમ નથી જાણતા ? હે શ્રેષ્ઠી ચંદનદાસ ! રાજવિરોધીઓ પ્રત્યે રાજા ચંદ્રગુપ્ત કઠોર દંડ કરનારા છે. તે રાક્ષસના પરિવારને તમે છુપાવો તે સહન નહિ કરે. તેથી બીજાના પરિવારના બદલે પોતાના પરિવાર અને જીવનનું રક્ષણ કરો.

ચંદનદાસ : આર્ય, આપ મને શું ભય બતાવો છો ? અમાત્ય રાક્ષસનો પરિવાર ઘરમાં હોય તો પણ હું સોંપું નહિ, તો પછી ન હોય તેનું તો શું ?

ચાણક્ય : ચંદનદાસ, શું આ જ તમારો નિશ્ચય છે ? ચંદનદાસ : હા, આ મારો સ્થિર નિશ્ચય છે.

ચાણક્ય : (મનમાં) શાબાશ ચંદનદાસ ! શાબાશ ! ધનનો લાભ સહેલાઈથી મળી શકે તેમ હોવા છતાં બીજાના દુઃખમાં (તેના રક્ષણ માટે) આવું દુષ્કર કાર્ય શિબિ રાજા સિવાય આજે કોણ કરે ?

✦ ટિપ્પણ અને સમાસ ✦

શબ્દ અર્થ શબ્દ અર્થ
उपाध्यायः ગુરુ गृहजनः પરિવાર, ઘરનું માણસ
वाणिज्या વેપારધંધો प्रकृतिः પ્રજા
अलीकम् અસત્ય, ખોટું अनृतम् અસત્ય
कलत्रम् પરિવાર, પત્ની गेहम् ઘર
अधन्यः અભાગિયો तीक्ष्णदण्डः ભારે સજા કરનારો
स्वगतम् મનમાં બોલાતી ઉક્તિ प्रकाशम् બધા સાંભળે તે રીતે
वाक्छलम् વાણીનો છળ शिबिः શરણાગત હોલા માટે માંસ આપનાર રાજા
સમાસ વિગ્રહ પ્રકાર
जातदोषस्य जातः दोषः यस्य सः, तस्य બહુવ્રીહિ
गृहजनः गृहस्य जनः ષષ્ઠી તત્પુરુષ
वृद्धिलाभाः वृद्धेः लाभः, ते ષષ્ઠી તત્પુરુષ
अखण्डिता न खण्डिता નઞ્ તત્પુરુષ
नन्दराज्यम् नन्दस्य राज्यम् ષષ્ઠી તત્પુરુષ
अधन्यः न धन्यः નઞ્ તત્પુરુષ
देशान्तरम् अन्यः देशः કર્મધારય
तीक्ष्णदण्डः तीक्ष्णः दण्डः यस्य सः બહુવ્રીહિ
परकलत्रेण परस्य कलत्रम्, तेन ષષ્ઠી તત્પુરુષ

✦ સ્વાધ્યાય ✦

1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।

(1) चन्दनदासेन अमात्यराक्षसस्य गृहजनः कुत्र निर्वाहितः ?
उत्तरम् : (क) स्वगृहे

(2) नन्दाय किं रोचते स्म ?
उत्तरम् : (क) अर्थः

(3) तृणानाम् .......... सह विरोधः कीदृशः ?
उत्तरम् : (ख) अग्निना

(4) चन्दनदासः स्वगतं वदति, अहं तु .......... ।
उत्तरम् : (घ) जातदोषः

(5) भीताः पूर्वराजपुरुषाः पौराणां गृहेषु गृहजनं निक्षिप्य देशान्तरं .......... ।
उत्तरम् : (ग) व्रजन्ति

(6) चाणक्यः यदा आह्वयति तदा .......... अपि साशङ्कः भवति ।
उत्तरम् : (क) निर्दोषः

2. एकवाक्येन संस्कृतभाषायाम् उत्तरत ।

(1) चाणक्यः स्वशिष्याय किं कथयति ?
उत्तरम् : चाणक्यः स्वशिष्याय कथयति – 'वत्स, श्रेष्ठी चन्दनदासः अत्र आनेतव्यः' ।

(2) चन्द्रगुप्ताय किं रोचते ?
उत्तरम् : चन्द्रगुप्ताय प्रजानां परिक्लेशाभावः रोचते ।

(3) भूपाः प्रीताभ्यः प्रकृतिभ्यः किम् इच्छन्ति ?
उत्तरम् : भूपाः प्रीताभ्यः प्रकृतिभ्यः प्रतिप्रियम् इच्छन्ति ।

(4) भीताः राजपुरुषाः कुत्र गृहजनं निक्षिपन्ति ?
उत्तरम् : भीताः राजपुरुषाः पौराणां गृहेषु गृहजनं निक्षिपन्ति ।

3. अधोलिखितानां कृदन्तानां प्रकारं लिखत ।

(1) निष्क्रम्य – संबंधक भूतकृदन्त (2) निर्वाहितः – कर्मणि भूतकृदन्त (3) शङ्कनीयः – विध्यर्थ कृदन्त (4) इष्टः – कर्मणि भूतकृदन्त (5) प्रष्टव्यम् – विध्यर्थ कृदन्त (6) निक्षिप्य – संबंधक भूतकृदन्त

4. समासप्रकारं लिखत ।

(1) जातदोषः – बहुव्रीहि (2) वृद्धिलाभाः – षष्ठी तत्पुरुष (3) नन्दराज्यम् – षष्ठी तत्पुरुष (4) परकलत्रम् – षष्ठी तत्पुरुष (5) देशान्तरम् – कर्मधारय

5. वचनानुसारं धातुरूपैः रिक्तस्थानानि पूरयत ।

एकवचनम् द्विवचनम् बहुवचनम्
(1) इच्छामि इच्छावः इच्छामः
(2) व्रजति व्रजतः व्रजन्ति
(3) परिक्रामति परिक्रामतः परिक्रामन्ति
(4) पराजेष्यति पराजेष्यतः पराजेष्यन्ति

6. रेखाङ्कितानां पदानां स्थाने प्रकोष्ठात् उचितं पदं चित्वा प्रश्नवाक्यं रचयत ।

(1) नन्दस्य अर्थसम्बन्धः प्रीतिजनकः । ➔ कस्य अर्थसम्बन्धः प्रीतिजनकः ?
(2) एतत् प्रच्छादनदोषम् उत्पादयति । ➔ एतत् किम् उत्पादयति ?
(3) अमात्यराक्षसः चन्द्रगुप्तं न पराजेष्यति । ➔ कः चन्द्रगुप्तं न पराजेष्यति ?
(4) शिष्यः चन्दनदासेन सह प्रविशति । ➔ शिष्यः केन सह प्रविशति ?

7. मातृभाषायां उत्तराणि लिखत ।

(1) ચાણક્ય કઈ રીતે ચંદનદાસ પ્રત્યે અત્યાદર વ્યક્ત કરે છે ?
જવાબ : ચાણક્ય ચંદનદાસનું "શ્રેષ્ઠી, તમારું સ્વાગત છે" કહી સ્વાગત કરે છે, તેને બેસવા આસન આપે છે અને "તમારા વેપારના લાભ વધી રહ્યા છે ને ?" એમ પૂછી તેના વેપારના ખબર-અંતર પૂછે છે. આમ તે અત્યાદર વ્યક્ત કરે છે.

(2) ચાણક્યના મતાનુસાર નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં શો ફરક છે ?
જવાબ : ચાણક્યના મતે નંદને માત્ર ધન જ ગમતું હતું, જ્યારે ચંદ્રગુપ્તની રુચિ પ્રજાના દુઃખના અભાવમાં – એટલે કે પ્રજાના કલ્યાણમાં છે. વળી, ચંદ્રગુપ્તના રાજ્યમાં છળને સ્થાન નથી.

(3) ચાણક્ય ચંદનદાસને ચંદ્રગુપ્તનો પ્રથમ વિરોધી કેમ ગણાવે છે ?
જવાબ : ચંદનદાસ રાજવિરોધી અમાત્ય રાક્ષસના પરિવારને પોતાના ઘરે લઈ જઈને તેનું રક્ષણ કરે છે, તેથી ચાણક્ય તેને ચંદ્રગુપ્તનો પ્રથમ વિરોધી ગણાવે છે.

(4) ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે ?
જવાબ : ચાણક્ય કહે છે કે રાજવિરોધીઓ પ્રત્યે ચંદ્રગુપ્ત કઠોર દંડ કરનારા છે; તમે રાક્ષસના પરિવારને છુપાવો તે તેઓ સહન નહિ કરે. માટે બીજાના પરિવારના બદલે પોતાના પરિવાર અને જીવનનું રક્ષણ કરો – આમ તે ભય બતાવે છે.

(5) રાક્ષસના પરિવારની સોંપણી કરવા અંગે ચંદનદાસ શો ઉત્તર આપે છે ?
જવાબ : ચંદનદાસ કહે છે, "આર્ય, આપ મને શું ભય બતાવો છો ? અમાત્ય રાક્ષસનો પરિવાર મારા ઘરમાં હોય તો પણ હું સોંપું નહિ, તો પછી ન હોય તેનું તો શું ?" અને આ જ પોતાનો સ્થિર નિશ્ચય છે એમ જણાવે છે.

✦ પ્રવૃત્તિ ✦

વિષ્ણુગુપ્ત-કૌટિલ્ય (ચાણક્ય) : તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિશાસ્ત્રના આચાર્ય; નંદવંશનો અંત લાવી ચંદ્રગુપ્ત મૌર્યને મગધના સિંહાસન પર બેસાડ્યા; 'અર્થશાસ્ત્ર' ગ્રંથના રચયિતા.
ચાણક્યનાં પ્રેરક વચનો : "विद्या मित्रं प्रवासेषु" – પ્રવાસમાં વિદ્યા મિત્ર છે. "सुखस्य मूलं धर्मः" – સુખનું મૂળ ધર્મ છે.

🎓 આ પાઠના વિડિયો લેક્ચર, MCQ ટેસ્ટ અને PDF નોંધો મેળવવા માંગો છો? EclassGuru.com પર ધોરણ 1 થી 10 ના સંપૂર્ણ ઓનલાઈન કોર્સ અને પુસ્તકો ઉપલબ્ધ છે.

Comments