GSEB Std 10 Sanskrit Chapter 3 Swasthavrittam Samachar Swadhyay Solution: અહીં ધોરણ 10 સંસ્કૃત વિષયના પાઠ 3 "स्वस्थवृत्तं समाचर" ના શ્લોકોનો ગુજરાતી અનુવાદ, ટિપ્પણ, સમાસ, સંધિ, ધાતુરૂપ-શબ્દરૂપ તથા સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબ આપેલ છે.

✦ શ્લોકોનો ગુજરાતી અનુવાદ ✦
પાઠ પરિચય : મહાકવિ કાલિદાસે કુમારસંભવમાં કહ્યું છે કે 'ધર્મ કરવા માટેનું સૌથી પ્રથમ સાધન શરીર છે.' આ પાઠમાં પિતા પુત્રને આદર્શ દિનચર્યાનો ઉપદેશ આપે છે; તેમાં ખાવા-પીવા, ઊઠવા-બેસવા ઉપરાંત સજ્જનસંગતિ, ગુરુજનો પ્રત્યે આદર, વિદ્યાપ્રાપ્તિ માટે ઉદ્યમ અને સત્ય જેવા સદ્ગુણોનો પણ સમાવેશ છે. આ પાઠમાં આજ્ઞાર્થ ક્રિયાપદોનો અભ્યાસ પણ અપેક્ષિત છે. (મૂળ શ્લોકો પાઠ્યપુસ્તકમાંથી વાંચવા.)
શ્લોક 1 : હે બાળક ! પથારીમાંથી ઊઠ અને સ્વસ્થવૃત્ત (આરોગ્યપ્રદ આચરણ)નું પાલન કર. જગતના સર્જનહાર (ઈશ્વર)નું સ્મરણ કર અને પછી ચોખ્ખું પાણી પી.
શ્લોક 2 : સો ડગલાં ચાલીને શૌચક્રિયા માટે જલદી જા. સાબુથી બંને હાથ ચોખ્ખા કરીને વ્યાયામ કર.
શ્લોક 3 : તું શરીરે તેલનું માલિશ કર અને પછી સ્નાન કર. વિધિ પ્રમાણે પાણીથી જ પોતાનાં વસ્ત્રો સારી રીતે ધો.
શ્લોક 4 : પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસીને સંધ્યાવિધિ કર. માતા-પિતાને નિત્ય વંદન કર અને સવારનો નાસ્તો કર.
શ્લોક 5 : મિત્રો સાથે શાળાએ જા અને પાઠ ભણ. પુત્રના હિતમાં લાગેલા પિતાએ પુત્રને આ રીતે આદેશ આપ્યો.
શ્લોક 6 : દુર્જનનો સંગ છોડ, સજ્જનોની સંગતિ કર. રાત-દિવસ પુણ્ય (સત્કર્મ) કર અને હંમેશાં હરિનું નામ સ્મર.
શ્લોક 7 : બરાબર વિચાર કરીને ઉત્તર આપવો; ક્યારેય અચાનક (વિચાર્યા વગર) બોલવું નહિ. શત્રુના પણ ગુણો ગ્રહણ કરવા અને ગુરુના પણ દોષો છોડી દેવા.
શ્લોક 8 : શાશ્વત બ્રહ્મનું ધ્યાન કરવું, હજુ ન આવેલા દુઃખને (અગાઉથી) દૂર કરવું, શરીરને લગતું સુખ (આરોગ્ય) મેળવવું અને લોકોની સેવા કરવી.
✦ ટિપ્પણ, સમાસ અને સંધિ ✦
| શબ્દ | અર્થ | શબ્દ | અર્થ |
|---|---|---|---|
| फेनिलः | સાબુ | करः | હાથ |
| कायः | શરીર | सन्ध्याविधिः | સવાર-સાંજ ઈશ્વરને ભજવાનો વિધિ |
| प्रातराशः | સવારનો નાસ્તો | तातः | પિતા |
| शय्या | પથારી | वृत्तम् | આચરણ, વ્યવહાર |
| पदम् | ડગલું | तैलम् | તેલ |
| पुण्यम् | સત્કર્મ | ब्रह्म | પરમ તત્ત્વ, પરમેશ્વર |
| स्वीयम् | પોતાનું | सनातनम् | શાશ્વત |
| अनागतम् | ન આવેલું | कायिकम् | શરીરને લગતું |
| यथाविधि | વિધિ પ્રમાણે | सहसा | અચાનક |
| क्वचित् | ક્યાંક | पितरौ | માતા અને પિતાને |
| अहोरात्रम् | રાત-દિવસ | मर्दय | માલિશ કર |
| સમાસ | વિગ્રહ | પ્રકાર |
|---|---|---|
| स्वस्थवृत्तम् | स्वस्थं च तत् वृत्तम् | કર્મધારય |
| जगद्विधातारम् | जगतः विधाता, तम् | ષષ્ઠી તત્પુરુષ |
| शौचार्थम् | शौचेन अर्थः, तम् | તૃતીયા તત્પુરુષ |
| सन्ध्याविधिम् | सन्ध्यायाः विधिः, तम् | ષષ્ઠી તત્પુરુષ |
| पुत्रहिते | पुत्रेभ्यः हितम्, तस्मिन् | ચતુર્થી તત્પુરુષ |
| दुर्जनसंसर्गम् | दुर्जनस्य संसर्गः, तम् | ષષ્ઠી તત્પુરુષ |
| साधुसमागमम् | साधोः समागमः, तम् | ષષ્ઠી તત્પુરુષ |
| अनागतम् | न आगतम् | નઞ્ તત્પુરુષ |
| जनसेवनम् | जनानां सेवनम् | ષષ્ઠી તત્પુરુષ |
સંધિ : जलेनैव = जलेन + एव; प्रविचार्योत्तरम् = प्रविचार्य + उत्तरम्; शत्रोरपि = शत्रोः + अपि; दोषास्त्याज्याः = दोषाः + त्याज्याः; गुरोरपि = गुरोः + अपि
વિધ્યર્થ કૃદંત : देयम्, ग्राह्याः, त्याज्याः, ध्येयम्, हेयम्, आदेयम्, विधेयम् | સંબંધક ભૂતકૃદંત : निष्क्रम्य, कृत्वा, प्रविचार्य
✦ સ્વાધ્યાય ✦
1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।
(1) बालः किं समाचरेत् ?
उत्तरम् : (ख) स्वस्थवृत्तम्
(2) किं कृत्वा स्नानं समाचरेत् ?
उत्तरम् : (ग) तैलमर्दनम्
(3) त्वं मित्रैः .......... पाठशालां गच्छ ।
उत्तरम् : (ख) समम्
(4) शत्रोरपि गुणाः .......... ।
उत्तरम् : (क) ग्राह्याः
(5) जनैः किं ध्येयम् ?
उत्तरम् : (ग) ब्रह्म
(6) कथम् आसीनेन सन्ध्याविधिः करणीयः ।
उत्तरम् : (घ) पूर्वाभिमुखेन
2. एकवाक्येन संस्कृतभाषायां उत्तरत ।
(1) प्रातःकाले कं स्मरेत् ?
उत्तरम् : प्रातःकाले जगद्विधातारं स्मरेत् ।
(2) कीदृशं जलं पिबेत् ?
उत्तरम् : शुद्धं जलं पिबेत् ।
(3) कीदृशः तातः पुत्रं समादिशत् ?
उत्तरम् : पुत्रहिते रतः तातः पुत्रं समादिशत् ।
(4) कस्य संसर्गं त्यजेत् ?
उत्तरम् : दुर्जनस्य संसर्गं त्यजेत् ।
(5) किं कृत्वा उत्तरं देयम् ?
उत्तरम् : प्रविचार्य उत्तरं देयम् ।
3. पुरुषवचनानुसारं धातुरूपैः रिक्तस्थानानि पूरयत ।
| धातु / पुरुष | एकवचनम् | द्विवचनम् | बहुवचनम् |
|---|---|---|---|
| (1) गम् – उ. पु. | गच्छानि | गच्छाव | गच्छाम |
| गम् – म. पु. | गच्छ | गच्छतम् | गच्छत |
| गम् – अ. पु. | गच्छतु | गच्छताम् | गच्छन्तु |
| (2) वन्द् – उ. पु. | वन्दै | वन्दावहै | वन्दामहै |
| वन्द् – म. पु. | वन्दस्व | वन्देथाम् | वन्दध्वम् |
| वन्द् – अ. पु. | वन्दताम् | वन्देताम् | वन्दन्ताम् |
4. वचनानुसारं शब्दरूपैः रिक्तस्थानानि पूरयत ।
| एकवचनम् | द्विवचनम् | बहुवचनम् |
|---|---|---|
| (1) गुरोः | गुर्वोः | गुरूणाम् |
| (2) मित्रेण | मित्राभ्याम् | मित्रैः |
| (3) काये | काययोः | कायेषु |
| (4) वस्त्रम् | वस्त्रे | वस्त्राणि |
5. मातृभाषायाम् उत्तरं लिखत ।
• પદ્યને આધારે દિનચર્યાનું આલેખન કરો.
જવાબ : સવારે વહેલા પથારીમાંથી ઊઠીને ઈશ્વરનું સ્મરણ કરવું અને ચોખ્ખું પાણી પીવું. સો ડગલાં ચાલીને શૌચક્રિયા માટે જવું, સાબુથી હાથ ધોઈને વ્યાયામ કરવો. શરીરે તેલમાલિશ કરીને સ્નાન કરવું અને પોતાનાં કપડાં જાતે ધોવાં. પૂર્વ દિશા તરફ મુખ રાખી સંધ્યાવિધિ કરવી, માતા-પિતાને વંદન કરીને નાસ્તો કરવો. પછી મિત્રો સાથે શાળાએ જઈ ભણવું. દુર્જનનો સંગ છોડી સજ્જનોની સંગતિ કરવી, સત્કર્મ કરવું અને હરિનામ લેવું. વિચારીને બોલવું, શત્રુના ગુણ લેવા અને ગુરુના દોષ છોડવા. ઈશ્વરનું ધ્યાન, આરોગ્યની કાળજી અને જનસેવા કરવી.
✦ પ્રવૃત્તિ ✦
તમારી રોજનીશી (દૈનન્દિની)માં દૈનિક કાર્યોની નોંધ કરો.
દિનચર્યાનું સમયપત્રક (નમૂનો) : 5:30 ઊઠવું, પ્રાર્થના · 6:00 વ્યાયામ/યોગ · 6:45 સ્નાન · 7:15 નાસ્તો · 7:30 વાંચન · 11:00–5:00 શાળા · 5:30 રમતગમત · 6:30 ગૃહકાર્ય · 8:00 ભોજન · 8:30 પુનરાવર્તન · 10:00 નિદ્રા
Comments
Post a Comment