GSEB Std 9 Gujarati Purak Vanchan 1 Pandyana: અહીં ધોરણ 9 ગુજરાતી (પ્રથમ ભાષા) પૂરક વાચન 1 "પંડ્યનાં" (નસીમ હરીશ મહુવાકર) નો લેખક પરિચય, લઘુકથાનો સાર, તેનો મર્મ અને શબ્દાર્થ આપેલ છે.

✦ લેખક પરિચય અને લઘુકથાનો સાર ✦
લેખક : નસીમ હરીશ મહુવાકર (જન્મ : 23-4-1974); જન્મ ભાવનગરમાં; અધિક કલેક્ટર તરીકે ફરજ. લઘુકથાસંગ્રહો : 'અમે', 'ફરીથી', 'બસ અમસ્તાં જ'.
સાહિત્યપ્રકાર : લઘુકથા ('ગુજરાતી લઘુકથા સંચય'માંથી) - નાનકડા પ્રસંગ દ્વારા જીવનના કોઈ મોટા સત્યની રજૂઆત.
સાર : સાંજે બીજાં બધાં ગલૂડિયાં પાછાં આવી ઢાળિયામાં ટૂંટિયું વાળી પડ્યાં હતાં, પણ એક કાળિયું હજી પાછું ફર્યું ન હતું. ડોશીનું મન આકળ-વિકળ થતું હતું; રાંધતાં-રાંધતાં વારંવાર ડેલી પાસે જઈ હાથનું નેજવું કરી મીટ માંડતાં. ઘરકામમાં જીવ ન ચોંટ્યો; બીજાં ગલૂડિયાંને ઠપકો પણ આપ્યો કે કાળિયાને ક્યાં એકલું મૂકી આવ્યાં ? હુક્કો ગગડાવતા ડોસાને પણ ચિંતા હતી. તેમણે ડોશીને જમી લેવા અને ચિંતા ન કરવા સમજાવ્યાં - 'તું તો જાણે છોકરો વયો ગ્યો હોય એવું કરેસ.' ત્યારે ડોશીએ ભીની આંખે, ભારે હૈયે કહ્યું - 'મારે મન તો આ ગલૂડિયાં જ... હાંજ પડ્યે આપડું ઘર સે એમ હમજી પાસાં તો આવે સે, ને પંડ્યનાં તો...' - અને ડોશીના ગળે ડૂમો બાઝી ગયો.
મર્મ : પંડ્યનાં એટલે પોતાનાં - પોતાના દીકરા તો મા-બાપની પાસે પાછા આવતા નથી, જ્યારે આ ગલૂડિયાં રાત્રે ઘર સમજી પાછાં આવી જાય છે. આ નાનકડા પ્રસંગ દ્વારા સંતાનોથી વિખૂટાં પડેલાં વૃદ્ધ ડોસા-ડોશીના જીવનની એકલતા અને કરુણતા લેખકે ઉપસાવી છે. (મૂળ લઘુકથા પાઠ્યપુસ્તકમાંથી વાંચવી.)
✦ શબ્દાર્થ ✦
શબ્દાર્થ : આકળ-વિકળ - આકુળ-વ્યાકુળ, ગભરાયેલું; ઢાળિયું - છાપરું; મમત - જીદ; પંડ્યનાં - પોતાનાં; મથામણ - પ્રયત્નો કરવા
તળપદા પ્રયોગો : વઈ ગ્યું - જતું રહ્યું; હાંજ - સાંજ; આપડું - આપણું; સે - છે; હમજી - સમજી; ચંત્યા - ચિંતા; જાહે - જશે
રૂઢિપ્રયોગ : ગળે ડૂમો બાઝી જવો - ગળગળા થઈ જવું; નેજવું કરવું - આંખ પર હથેળી રાખી દૂર જોવું
Comments
Post a Comment