ધોરણ-6 [ગણિત] 2. પૂર્ણ સંખ્યાઓ [std 6 maths chapter 2. purn sankhyao] સ્વાધ્યાયના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, સ્વાધ્યાયની સમજૂતી, સ્વાધ્યાયના દાખલાઓ, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.

std 7 Maths chapter 2. purn sankhyao imp notes
std 6 maths chapter 2. purn sankhyao swadhyay 2.1
1. 10,999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો.
ઉકેલ - 1 :
10,999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા નીચે પ્રમાણે છે.
10,999+1=11,000
11,000+1=11,001
11,001+1=11,002
∴10,999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા : 11,000; 11,001; 11,002 છે.
2. 10001ના પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો.
ઉકેલ - 2 :
10,001 ના પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ નીચે પ્રમાણે છે.
10,001-1=10,000
10,000-1=9,999
9,999-1=9,998
∴10,001 ના પહેલાં તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ : 10,000; 9,999; 9,998 છે.
3. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?
ઉકેલ - 3 :
→ સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 (શૂન્ય) છે.
4. સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો.
ઉકેલ - 4 :
→ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ નીચે પ્રમાણે છે.
→ 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52
→ આમ, 32 અને 53 વચ્ચે કુલ 20 પૂર્ણ સંખ્યાઓ છે.
5. નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો :
(a) 2440701
ઉકેલ - (a) :
24,40,701 પછી તરત આવતી સંખ્યા : 24,40,701+1=24,40,702
(b) 100199
ઉકેલ - (b) :
1,00,199 પછી તરત આવતી સંખ્યા : 1,00,199+1=1,00,200
(c) 1099999
ઉકેલ - (c) :
10,99,999 પછી તરત આવતી સંખ્યા : 10,99,999+1=11,00,000
(d) 2345670
ઉકેલ - (d) :
23,45,670 પછી તરત આવતી સંખ્યા : 23,45,670+1=23,45,671
6. નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો :
(a) 94
ઉકેલ - (a) :
94 ની તરત પહેલાંની સંખ્યા : 94-1=93
(b) 10000
ઉકેલ - (b) :
10,000 ની તરત પહેલાંની સંખ્યા : 10,000-1=9,999
(c) 208090
ઉકેલ - (c) :
2,08,090 ની તરત પહેલાંની સંખ્યા : 2,08,090-1=2,08,089
(d) 7654321
ઉકેલ - (d) :
76,54,321 ની તરત પહેલાંની સંખ્યા : 76,54,321-1=76,54,320
7. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યારેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નનો (< , >) ઉપયોગ થશે તે પણ જણાવો.
(a) 530, 503
ઉકેલ - (a) :
→ સંખ્યારેખા પર 530 જમણી બાજુએ અને 503 ડાબી બાજુએ આવશે.
→ 530>503
(b) 370, 307
ઉકેલ - (b) :
→ સંખ્યારેખા પર 370 જમણી બાજુએ અને 307 ડાબી બાજુએ આવશે.
→ 370>307
(c) 98765, 56789
ઉકેલ - (c) :
→ સંખ્યારેખા પર 98,765 જમણી બાજુએ અને 56,789 ડાબી બાજુએ આવશે.
→ 98765>56789
(d) 9830415, 10023001
ઉકેલ - (d) :
→ સંખ્યારેખા પર 98,30,415 ડાબી બાજુએ અને 1,00,23,001 જમણી બાજુએ આવશે.
→ 9830415<10023001
8. નીચે આપેલાં વાક્યોમાંથી કયું વાક્ય ખરું (✓) અને કયું વાક્ય ખોટું (×) છે, તે જણાવો :
(a) શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ❎
ઉકેલ - (a) : ખોટું, કારણ કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.
(b) 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી (predecessor) સંખ્યા છે. ❎
ઉકેલ - (b) : ખોટું, 399ના પહેલાં આવતી સંખ્યા : 399-1=398 છે.
(c) શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ✅
ઉકેલ - (c) : ખરું
(d) 600 એ સંખ્યા 599ના પછી આવતી (successor) સંખ્યા છે. ✅
ઉકેલ - (d) : ખરું
(e) દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. ✅
ઉકેલ - (e) : ખરું
(f) દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. ❎
ઉકેલ - (f) : ખોટું, 0 (શૂન્ય) એ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી.
(g) બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. ❎
ઉકેલ - (g) : ખોટું, બે અંકોની પૂર્ણ સંખ્યા 10 ની પહેલાં આવતી સંખ્યા એક અંકની 9 છે.
(h) 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. ❎
ઉકેલ - (h) : ખોટું, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 (શૂન્ય) છે.
(i) પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ✅
ઉકેલ - (i) : ખરું
(j) પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ❎
ઉકેલ - (j) : ખોટું, પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં આવતી સંખ્યા 0 (શૂન્ય) છે.
(k) પૂર્ણ સંખ્યા 13, એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. ❎
ઉકેલ - (k) : ખોટું, સંખ્યા 11 અને 12ના વચ્ચે કોઈ પૂર્ણ સંખ્યા આવતી નથી.
(l) પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. ✅
ઉકેલ - (l) : ખરું
(m) બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશાં બે અંકની જ હોય છે. ❎
ઉકેલ - (m) : ખોટું, બે અંકોની સંખ્યા 99 પછી આવતી સંખ્યા 100 ત્રણ અંકની છે.
- અગત્યના મુદ્દાઓ
- સ્વાધ્યાયની સમજૂતી
- સ્વાધ્યાય 2.1
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર

std 6 maths chapter 2. purn sankhyao imp notes, std 6 maths ekam 2. purn sankhyao ni samjuti, std 6 maths ch 2. purn sankhyao swadhyay na javabo (solutions), std 6 maths path 2. purn sankhyao swadhyay pothi na javabo (solutions), std 6 maths unit 2. purn sankhyao ni ekam kasoti.
std 7 Maths chapter 2. purn sankhyao imp notes
✦ અગત્યના મુદ્દાઓ ✦
- પ્રાકૃતિક સંખ્યા : જે સંખ્યાનો ઉપયોગ ગણવા માટે થાય તે સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે. જેમકે 1,2,3,4… અનંત સુધી.
- સૌથી પહેલી અને સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 (એક) છે.
- સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં કેમકે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. તે સંખ્યારેખા પર અનંત સુધી જાય છે.
- પૂર્ણ સંખ્યા : જે સંખ્યા પૂરેપૂરી હોય તેને પૂર્ણ સંખ્યા કહે છે. જેમકે 0, 1, 2, 3, 4… અનંત સુધી. શૂન્ય પણ પૂર્ણ સંખ્યા છે.
- સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે.
- સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં કેમકે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. તે સંખ્યારેખા પર અનંત સુધી જાય છે.
- ધન સંખ્યા : સંખ્યારેખા ઉપર શૂન્ય ની જમણી બાજુની સંખ્યાને ધન સંખ્યા કહે છે.
- સંખ્યારેખા ઉપર જેમ જેમ જમણી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય છે.
- સંખ્યારેખા ઉપર જેમ જેમ ડાબી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યા નાની થતી જાય છે.
std 6 maths chapter 2. purn sankhyao swadhyay 2.1
✦ સ્વાધ્યાય 2.1 ✦
1. 10,999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા લખો.ઉકેલ - 1 :

إرسال تعليق