ધોરણ-6 [વિજ્ઞાન] 1. આહારના ઘટકો | std-6 [science] 1. aaharna ghatako

ધોરણ-6 [વિજ્ઞાન] 1. આહારના ઘટકો [std 6 science chapter 1. aaharna ghatako] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 6 vigyan path 1. aaharna ghatako] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-6-science-1-aaharna-ghatako-eclassguru

std 6 science chapter 1. aaharna ghatako imp notes, std 6 science ekam 1. aaharna ghatako ni samjuti, std 6 science ch 1. aaharna ghatako swadhyay na javabo (solutions), std 6 science path 1. aaharna ghatako swadhyay pothi na javabo (solutions), std 6 science unit 1. aaharna ghatako ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 6 science chapter 1. aaharna ghatako imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦

  • દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારના ઘટકોથી બને છે કે જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે.
  • આપણા આહારના મુખ્ય પોષકદ્રવ્યો : (1) કાર્બોદિત (2) ચરબી (3) પ્રોટીન (4) વિટામિન (5) ખનીજક્ષારો છે.
  • આપણા આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ હોય છે.
  • આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચ તથા શર્કરાના સ્વરૂપમાં હોય છે.
  • સ્ટાર્ચ માટેનું પરીક્ષણ : ખાદ્ય પદાર્થમાં બે ત્રણ ટીપા મંદ આયોડિનના દ્રાવણના ઉમેરતા જો તેનો રંગ ભૂરો કે કાળો થઈ જાય તો તેમાં સ્ટાર્ચ રહેલો છે તેમ કહી શકાય.
  • 100 ml પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટને ઓગાળીને કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવી શકાય છે.
  • 100 ml પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળવાથી જરૂરી કોસ્ટિક સોડાનું દ્રાવણ બને છે.
  • પ્રોટીન માટેનું પરીક્ષણ : ખાદ્ય પદાર્થના દ્રાવણમાં 2 ટીપા કોપર સલ્ફેટના દ્રાવણના તથા 10 ટીપા કોસ્ટિક સોડાના દ્રાવણના નાખી હલાવતા જો તેનો રંગ જાંબલી થઈ જાય તો તેમાં પ્રોટીનની હાજરી છે તેમ કહી શકાય.
  • ચરબી માટેનું પરીક્ષણ : ખાદ્ય પદાર્થને એક કાગળમાં વીંટાળી અને છૂંદો કરી નાખો. હવે કાગળને ખોલીને સીધો કરો અને ધ્યાનપૂર્વક તેનું અવલોકન કરો. જો કાગળ પર તેલના ડાઘા જોવા મળે તો ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી છે તેમ કહી શકાય.
  • (1) કાર્બોદિત : કાર્બોદિત આપણા શરીરને શક્તિ (ઊર્જા) પ્રદાન કરે છે.
  • (2) ચરબી : ચરબી આપણા શરીરને શક્તિ આપે છે પણ હકીકતમાં સમાન જથ્થાના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ શક્તિ (ઊર્જા) પ્રાપ્ત થાય છે.
  • (3) પ્રોટીન : આપણા શરીરની વૃદ્ધિ તથા શરીરના સમારકામ માટે પ્રોટીનની આવશ્યકતા હોય છે.
  • (4) વિટામિન : વિટામીન ઘણા પ્રકારના હોય છે જેમકે વિટામિન-A, વિટામિન-C, વિટામિન-D, વિટામિન-E અને વિટામિન-K આ ઉપરાંત વિટામિનનો એક સમૂહ પણ છે જેને વિટામિન-B કોમ્પ્લેક્ષ કહે છે. વિટામીન આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે.
  • (5) ખનીજક્ષારો : આપણા શરીરને ખનીજક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે. શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનીજક્ષાર આવશ્યક છે.
  • પાચકરેસા : પાચકરેસા રૂક્ષાંશના નામે ઓળખાય છે. આપણા ખોરાકમાં રૂક્ષાંશ (રેસા)ની પૂર્તતા વનસ્પતિજ પદાર્થોમાંથી થાય છે. પાચકરેસા અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.
  • પાણી : પાણી આહારમાં રહેલા પોષકદ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે. તે કેટલાક નકામા પદાર્થોને મૂત્ર તથા પરસેવા સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે.
  • સમતોલ આહાર : જે આહારમાંથી શરીરને બધા જ પોષકદ્રવ્યો મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે.
  • ત્રુટીજન્ય રોગો : એ રોગ કે જે પોષકદ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે, તેને ત્રુટીજન્ય રોગો કહે છે.

std 6 science chapter 1. aaharna ghatako swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. આપણા ખોરાકનાં મુખ્ય પોષકતત્ત્વોનાં નામ લખો.
જવાબ - 1 : મુખ્ય પોષકતત્વો - (1)કાર્બોદિત (2) પ્રોટીન (3) ચરબી (5) વિટામિન (5) ખનીજક્ષારો છે.

2. નીચે આપેલાનાં નામ લખો :
(a) પોષકદ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે છે.
જવાબ - (a) : કાર્બોદિત અને ચરબી

(b) પોષકદ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે.
જવાબ - (b) : પ્રોટીન અને વિટામિન

(c) વિટામિન કે જે આપણી સારી દૃષ્ટિ માટે જવાબદાર છે.
જવાબ - (c) : વિટામીન-A

(d) ખનીજક્ષારો કે જે હાડકાંને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે.
જવાબ - (d) : કેલ્શિયમ

3. બે એવા ખાદ્યપદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષકદ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે :
જવાબ - 3 :
(a) ચરબી : ઘી અને તેલ
(b) સ્ટાર્ચ : ઘઉં અને ચોખા
(c) પાચક રેસા (રૂક્ષાંશ) : બટેટા અને સફરજન
(d) પ્રોટીન : મગ અને ઈંડા

4. આપેલમાંથી સાચાં વિધાનો માટે (✓)ની નિશાની કરો :
(a) માત્ર ભાત (ચોખા) ખાવાથી આપણે આપણા શરીરના પોષણની આવશ્યકતાઓ પૂરી કરી શકીએ છીએ.
જવાબ - (a) : ✘
(b) ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે.
જવાબ - (b) : ✔
(c) શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્યપદાર્થો હોવા જોઈએ.
જવાબ - (c) : ✔
(d) શરીરને બધાં જ પોષકદ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ જ પર્યાપ્ત છે.
જવાબ - (d) : ✘

5. ખાલી જગ્યાની પૂર્તિ કરો :
જવાબ - 5 :
(a) સુક્તાન (રીકેટ્સ) વિટામિન-D ની ઊણપથી થાય છે.
(b) વિટામીન-B1 ની ત્રુટિ (ઉણપ)થી બેરીબેરી રોગ થાય છે.
(c) વિટામિન-Cની ત્રુટિ (ઉણપ)થી થતો રોગ સ્કર્વી નામે ઓળખાય છે.
(d) આપણા આહારમાં વિટામીન-A ના અભાવથી રતાંધળાપણું થાય છે.

std 6 science chapter 1. aaharna ghatako pravruti

✦ સૂચિત પ્રૉજેક્ટ અને પ્રવૃત્તિઓ ✦

1. બાર વર્ષના એક બાળકનો સમતોલ આહાર આપવા માટે આહાર-ચાર્ટ તૈયાર કરો. આહાર-ચાર્ટમાં એવા ખાદ્યપદાર્થોને સામેલ કરો જે ખર્ચાળ ન હોય તથા તમારા વિસ્તારમાં સરળતાથી પ્રાપ્ત થતા હોય.
જવાબ - 1 : બાર વર્ષના બાળક માટે આ મુજબ આહાર-ચાર્ટ તૈયાર કરેલ છે. તેમાં એવા ખાદ્યપદાર્થોને સામેલ કરેલા છે જે ઓછા ખર્ચાળ છે, અને દરેક વિસ્તારમાં સરળતાથી પ્રાપ્ત થતા હોય છે. બાળકને દરેક પોષકતત્વ મળી રહે તે પ્રમાણેનો આહાર આપવો.
કાર્બોદિતચરબીપ્રોટીન વિટામિનખનીજક્ષાર
દૂધ, ઈંડા, માસ, માછલી
બટાકાઘીચણાનું શાકગાજર આદુ
શક્કરિયુંમાખણમગનું શાકટામેટાં કેળા
ઘઉંની રોટલીમગફળીતુવેર દાળ લીંબુ પાલખ,  મેથી 
ભાતઈંડાવાલનું શાક આમળાલીલા મરચાં 
બાજરાનો રોટલોવટાણાનું શાક પપૈયું


2. આપણે એ શીખ્યાં છીએ કે, ચરબીનો વધુ પડતો ઉપયોગ શરીર માટે હાનિકારક છે. બીજા પોષકદ્રવ્યનો પ્રભાવ કેવો હોય છે ? શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે ? આ પ્રશ્નોના ઉત્તર માટે આહાર સંબંધિત સમસ્યાઓ વિશે વાંચો અને આ વિષય પર વર્ગમાં ચર્ચા કરો.
જવાબ - 2 : પ્રોટીન : શરીર દ્વારા જરૂરી કરતાં વધુ માત્રામાં લેવામાં આવતું પ્રોટીન કિડની પર વધારાનું ભાર મૂકે છે જે યુરિયાની વધુ રચનાને ઉત્તેજિત કરે છે. આ યુરિયાને પેશાબ સાથે બહાર કાઢવાનું હોય છે. કિડની જ્યારે યુરિયાને બહાર કાઢી શકતી નથી ત્યારે કિડની ડિજનરેટ થવા લાગે છે. જરૂરી કરતાં વધુ પ્રોટીન લેવાથી કિડની પર પ્રતિકૂળ અસર થાય છે.

વિટામિન-A : તેની વધુ માત્રાને લીધે, માથું ફરતું હોય છે, વસ્તુની છબી બમણી દેખાય છે અને ગાંડપણના ચક્કર મૃત્યુનું કારણ બને છે. ગર્ભાવસ્થા દરમિયાન, તેની વધુ માત્રા બાળકમાં વિકૃતિનું કારણ બની શકે છે. તે હૃદયના વાલ્વની વિકૃતિઓ અને ચહેરાના સ્નાયુઓ અને ચેતાઓમાં વિકૃતિઓનું કારણ બને છે. સગર્ભા સ્ત્રીઓ સિવાય, વિટામિન 'એ' વૃદ્ધ લોકો, મદ્યપાન કરનારાઓ અથવા યકૃતના દર્દીઓમાં ભારે નુકસાન પહોંચાડે છે.

વિટામિન-B1 (થાયમિન) : તેને ખાદ્ય સામગ્રીના રૂપમાં લેવાથી, આ વિટામિન કોઈ નુકસાન પહોંચાડતું નથી, પરંતુ ઈન્જેક્શન સ્વરૂપે વધુ પડતા વપરાશથી તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.

વિટામિન-B3 (નિયાસિન) : ખોરાકના ઘટકો તરીકે તેનો વપરાશ જો કે કોઈ જટિલતા પેદા કરતું નથી પરંતુ તેને વધુ માત્રામાં ગોળીઓના રૂપમાં લેવાથી ઉલટી થાય છે, પેટમાં દુખાવો થાય છે અને યકૃત પર પ્રતિકૂળ અસર કરે છે જે હેપેટાઇટિસનું કારણ બને છે. લીવર પર સોજો આવે છે અને તે કામ કરવાનું બંધ કરી દે છે.

વિટામિન-B6 (પાયરિડોક્સિન) : આ વિટામિન એ વિટામિન 'બી' કોમ્પ્લેક્સનો પણ એક ઘટક છે અને તેની સલામત માત્રા દરરોજ 100mg છે. શરીરમાં તેનું વધુ પડતું સેવન શરીરની નર્વસ સિસ્ટમ પર એટલી હદે અસર કરે છે કે દર્દી ચાલી પણ શકતો નથી. આ ઉપરાંત, શરીરમાં તેની વધુ પડતી હાજરી ત્વચાનો સોજો અને પ્રકાશ પ્રત્યે અતિસંવેદનશીલતાનું કારણ બની શકે છે.

વિટામિન-C (એસ્કોર્બિક એસિડ) : આ વિટામિન મર્યાદિત માત્રામાં ખૂબ જ ઉપયોગી છે પરંતુ દરરોજ તેનું 2 ગ્રામથી વધુ સેવન પેટમાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા તરફ દોરી જાય છે. તેના લાંબા સમય સુધી ઉપયોગથી કિડનીમાં સ્ટોન જમા થાય છે.

વિટામિન-D : વિટામિન 'ડી'ની જરૂરિયાત સૂર્યના કિરણોથી પૂરી થાય છે પરંતુ રિકેટ્સથી પીડિત બાળકોને વિટામિન 'ડી' અલગથી આપવાની જરૂર પડે છે. પણ તે વધારે માત્રામાં લેવાથી સુસ્તી, ઉલટી અથવા પેટમાં દુખાવો, કબજિયાત થઈ શકે છે. કિડનીમાં સ્ટોન બની શકે છે.

વિટામીન-D : આ વિટામિન પુરૂષોના જીવનશક્તિમાં વધારો કરે છે પરંતુ તેનું દૈનિક સેવન 800 મિલિગ્રામથી વધુ લોહીના ગંઠાઈ જવાની પ્રક્રિયામાં દખલ કરે છે અને ઉલ્ટીનું કારણ અને વારંવાર ઝાડા થવાનું કારણ બને છે.

વિટામીન-K : ઈન્જેક્શન દ્વારા આપવામાં આવતી તેની વધુ માત્રામાં આરબીસી (રેડ બ્લડ કોર્પસકલ્સ) ડિજનરેટ થવા લાગે છે જેને હેમોલીસીસ કહેવાય છે.

3. ઢોર અથવા પાલતુ પ્રાણીઓ દ્વારા ખાવામાં આવતા ખોરાકની તપાસ કરો તથા તે જાણવાનો પ્રયત્ન કરો કે પ્રાણીઓના ખોરાકમાં કયાં પોષકદ્રવ્યો હોય છે. વિવિધ પ્રાણીઓ માટેના સમતોલ આહારની આવશ્યકતા વિશે નિર્ણય કરવા માટે સમગ્ર વર્ગમાંથી પ્રાપ્ત પરિણામોની તુલના કરો.
જવાબ - 3 : ઘાસચારો ઢોરના આહારનો મુખ્ય ઘટક છે. તેમાં પણ લીલા-ઘાસચારાનું આગવું મહત્વ છે. શક્ય હોય ત્યાં સુધી દરેક ઢોરને બારેમાસ લીલોચારો આપવો જ જોઈએ. આથી તેને જરૂરી વિટામિન્સ તથા ક્ષારો મળી રહે. ધાસચારાને બે વિભાગમાં વહેંચી શકાય છે.

ધાન્ય વર્ગનો ઘાસચારો : જેમાં જુવાર, બાજરી, મકાઈ, ઓટ, મકચરી , એન.બી.૨૧, કોઈમ્બતુ-૧ વગેરેનો સમાવેશ થાય છે. આ ચારામાંથી કાર્બોદિત પદાર્થો પુરતા પ્રમાણ મળે છે. જે પશુઓને શક્તિ પૂરી પાડે છે.

કઠોડ વર્ગનો ઘાસસચારો : જેમાં રજકો, બરસીમ, ચોળા, વટાળા,ગુવાર, સુબાબુલ, દશરથ,ધાસ વગેરેનો સમાવેશ થાય છે. આ ચારામાંથી પ્રોટીન પદાર્થો પુરતા પ્રમાણ મળે છે. પશુઓના શરીરના ઘસારાને પહોંચી વળે છે. પાલતુ પ્રાણીઓ જેવા કે કૂતરો, બિલાડી વિવિધ શાકભાજી ખાય છે તેમજ માંસાહાર પણ કરે છે. તેમાંથી તેને શરીર માટે જરૂરી બધા જ પોષકતત્વો જેવા કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન, અને ખનીજક્ષાર મળી રહે છે.

✦ નીચે ધોરણ - 6 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post