ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના | std-8 [social science] 1. bharatma yuropiyano ane angreji shasanani sthapana

ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના [std 8 social science chapter 1. bharatma yuropiyano ane angreji shasanani sthapana] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 samajik vigyan path 1. bharatma yuropiyano ane angreji shasanani sthapana] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-8-social-science-1-bharatma-yuropiyano-ane-angreji-shasanani-sthapana-eclassguru

std 8 social science chapter 1. bharatma yuropiyano ane angreji shasanani sthapana imp notes, std 8 social science ekam 1. bharatma yuropiyano ane angreji shasanani sthapana ni samjuti, std 8 social science ch 1. bharatma yuropiyano ane angreji shasanani sthapana swadhyay na javabo (solutions), std 8 social science path 1. bharatma yuropiyano ane angreji shasanani sthapana swadhyay pothi na javabo (solutions), std 8 social science unit 1. bharatma yuropiyano ane angreji shasanani sthapana ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 8 social science chapter 1. bharatma yuropiyano ane angreji shasanani sthapana imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦

  • ઈ.સ. 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. જેથી યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીનમાર્ગે થતો વેપાર બંધ થતાં નવા જળ માર્ગો શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન આદર્યો.
  • પોર્ટુગલ નાવિક વાસ્કો-દ-ગામા ઇ.સ. 1498માં કાલિકટ ખાતે આવી પહોચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું.
  • પોર્ટુગીઝો ‘સાગરના સ્વામી’ ગણાતા હતા.
  • ઈ.સ. 1600 માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો.
  • ઈ.સ. 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી.
  • 23 જૂન 1757ના રોજ ક્લાઈવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને સિરાજ-ઉદ-દૌલાની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ ‘પ્લાસી’ નામના સ્થળે યુદ્ધ થયું. મીરજાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મીરજાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ-ઉદ-દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી.
  • 22 ઓક્ટોબર 1764ના રોજ બંગાળના નવાબ મીરકાસીમ, અવધના નવાબ અને મુઘલ સમ્રાટ આ ત્રણ શાસકો સામે અંગ્રેજી સેનાના મેજર મનરોનું ‘બક્સર’ નામના સ્થળે યુદ્ધ થયું. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી. જ્યારે કંપનીની સેના 7072 ની હતી.ઓછી સેના હોવા છતાં કંપની આ યુદ્ધ જીતી ગઈ.
  • અંગ્રેજો અને મૈસુર રાજ્ય વચ્ચે ચાર વિગ્રહો થયા. પહેલા બે યુદ્ધો હૈદરઅલી સાથે અને બીજા બે યુદ્ધો ટીપુ સુલતાન સાથે થયા.
  • ઈ.સ. 1773માં નિયામકધાર દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણુક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી.

std 8 social science chapter 1. bharatma yuropiyano ane angreji shasanani sthapana swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો :
(1) યુરોપનાં કયાં-કયાં રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી ?
જવાબ - 1 : યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી.

(2) યુરોપની પ્રજાને ભારતીય મરીમસાલાની ખૂબ આવશ્યકતા શાથી હતી ?
જવાબ - 2 : યુરોપની પ્રજા મહદંશે માંસાહારી હોઈ માંસ સાચવવા ભારતીય મરીમસાલાની ખુબ આવશ્યકતા હતી.

(3) કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી ?
જવાબ - 3 : બકસર યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી.

(4) કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ ?
જવાબ - 4 : નિયામકધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ.

2. (અ) ટૂંક નોંધ લખો :
(1) પ્લાસીનું યુદ્ધ
જવાબ - 1 : ઈ.સ. 1740 પછી અંગ્રેજોએ પોતાની કોઠી (ફોર્ટ વિલિયમ)ને કિલ્લેબંધી કરતાં બંગાળના નવાબ સિરાજ-ઉદ્‌-દૌલા સાથે તેમના સંબંધો કટૂતાપૂર્ણ બન્યા. સિરાજ-ઉદ્‌-દૌલાએ 15 જૂન, 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. કલકત્તા (કોલકાતા)માં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ (ચેન્નઈ) પહોંચ્યા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા (કોલકાતા) મોકલી. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને ક્લકત્તા (કોલકાતા) અંગ્રેજોને સોંપી દીધું. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો જેમાં લાંચ મુખ્ય હતી. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીરજાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો. સાથે-સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા. 23 જૂન, 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ “પ્લાસી' નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો પરંતુ મીરજાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મીરજાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ-ઉદ્‌-દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણાં વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારી માંથી સંસ્થાનના માલિક બન્યા.

(2) બકસરનું યુદ્ધ
જવાબ - 2 : બંગાળના નવાબ મીરકાસીમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી. જ્યારે કંપનીની સેના 7072ની હતી. મૅજર મનરોના નેતૃત્વ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ (22 ઓક્ટોબર, 1764) થયું. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દૃઢ બન્યો. એકસાથે ત્રણ સત્તાઓને હરાવનારા અંગ્રેજોને પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા (ઓડિશા)ના દીવાની અધિકારો પ્રાપ્ત થયા એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા. જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી.

(3) અંગ્રેજ-મરાઠા યુદ્ધ
જવાબ - 3 : મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાંક યુદ્ધો થયાં. પ્રથમ યુદ્ધ (ઈ.સ. 1775 થી ઈ.સ. 1782)માં સાલબાઈની સંધિ (ઈ.સ. 1782) થઈ. બંનેએ એકબીજાનાં ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું, કોઈની હાર-જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ-મરાઠા યુદ્ધ ઈ.સ. 1803 થી ઈ.સ. 1805માં થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્લીનાં ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યાં. તૃતીય અંગ્રેજ-મરાઠા યુદ્ધમાં (ઈ.સ. 1817 થી ઈ.સ. 1819) મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધો. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ.

(4) મૈસૂર-વિગ્રહ
જવાબ - 4 : દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત (ઈ.સ. 1761) પછી મૈસૂર હૈદરઅલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદરઅલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી, શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજો હૈદરઅલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે ચાર મૈસૂર-વિગ્રહો થયા. ઈ.સ. 1767-69 સુધી પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પરિણામ આવ્યું નહિ. ઈ.સ. 1780-84 સુધી દ્વિતીય મૈસૂર-વિગ્રહ સમયે ઈ.સ. 1782માં હૈદરઅલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ. ઈ.સ. 1790-92 સુધી તૃતીય મૈસૂર-વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. ઈ.સ. 1799 ચતુર્થ મૈસૂર-વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો.

2. (બ) નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો.
જવાબ - 1 : ઈ.સ. 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી-મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી. તે વસ્તુઓ મળતી બંધ થઈ માટે યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી.

(2) બ્રિટિશ પોલીસતંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો.
જવાબ - 2 : લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસતંત્ર હતું. જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવૉલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક (DSP)ની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસસ્ટેશનની શરૂઆત કરાવી તેના પર એક ફોજદારની નિમણૂક કરી. ગામડાંમાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસતંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીયો સિપાહી (કોન્સ્ટેબલ) કક્ષાએ કામ કરતા.

(3) "ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે." મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો.
જવાબ - 3 : કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થતી હતી. બ્રિટિશ વહીવટીતંત્રનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો એટલે ભારતીયો આ વહીવટીતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીય વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો.

(4) દ્વિતીય અંગ્રેજ-મરાઠા યુદ્ધનાં પરિણામો જણાવો.
જવાબ - 4 : દ્વિતીય અંગ્રેજ-મરાઠા યુદ્ધ ઈ.સ. 1803 થી ઈ.સ. 1805માં થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્લીનાં ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યાં.

3. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો :
(1) ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી ?
(A) દમણ (B) દીવ (C) ગોવા (D) દાદરા અને નગરહવેલી

જવાબ - 1 : (C) ગોવા

(2) ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી ?
(A) અંગ્રેજ (B) ડચ (C) ફ્રેન્ચ (D) ડૅનિશ

જવાબ - 2 : (B) ડચ

(3) ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો ?
(A) ડેલહાઉસી (B) વેલેસ્લી (C) ક્લાઈવ (D) વૉરન હેસ્ટિંગ

જવાબ - 3 : (D) વૉરન હેસ્ટિંગ

std 8 social science chapter 1. bharatma yuropiyano ane angreji shasanani sthapana pravruti

✦ પ્રવૃત્તિ ✦

● તમારા શિક્ષક પાસેથી 'અમેરિકન ક્રાંતિ' વિશે વધારે વિગતો જાણો.
અમેરિકન ક્રાંતિ : અમેરિકન ક્રાંતિ 1775 અને 1783 ની વચ્ચે લડવામાં આવી હતી, અને બ્રિટિશ શાસન સાથે વસાહતી દુઃખ વધી જવાનો પરિણામ હતું.
અમેરિકન ક્રાંતિ ક્યારે શરૂ થઈ ?
ક્રાંતિકારી યુદ્ધ 19 એપ્રિલ, 1775 ના રોજ લેક્સિંગ્ટન અને કોનકોર્ડની લડાઇઓ સાથે શરૂ થયું. સંઘર્ષ કુલ સાત વર્ષ ચાલ્યો.
અમેરિકન ક્રાંતિ ક્યારે સમાપ્ત થઈ ?
3 જી સપ્ટેમ્બર, 1783 ના રોજ, ડેવિડ હાર્ટલી અને રિચાર્ડ ઓસ્વાલ્ડ સહિતના કિંગ જ્યોર્જ ત્રીજાના પ્રતિનિધિઓ દ્વારા અને બેન્જામિન ફ્રેન્કલિન, જ્હોન એડમ્સ સહિત યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સત્તાવાર રીતે સંઘર્ષનો અંત આવ્યો. 14 મી જાન્યુઆરી, 1784 ના રોજ કન્ફેડરેશનની યુ.એસ. કોંગ્રેસ દ્વારા સંધિને બહાલી આપવામાં આવી હતી.
ક્રાંતિના કારણો શું હતા ?
ફ્રેન્ચ અને ભારતીય યુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે વિદેશી ભૂમિ પર સૈન્યને વધારવા, સપ્લાય કરવા અને ભંડોળ પૂરું પાડવાના ખર્ચને કારણે ભારે દેવું એકત્રિત કર્યું. જે દેવું ચૂકવવા માટે ભંડોળ એકત્ર કરવાના હેતુથી અમેરિકન વસાહતો પર સુગર એક્ટ (1764), સ્ટેમ્પ એક્ટ (1765), અને ટાઉનશેન્ડ એક્ટ્સ જેવા કાયદા મૂકવામાં આવેલા. આ કાયદાના વિરુદ્ધમાં ક્રાંતિની શરૂઆત થઈ.
લડાઇઓ ક્યાં લડ્યા હતા ?
મોટાભાગના યુદ્ધ ન્યૂયોર્ક, ન્યુજર્સી અને દક્ષિણ કેરોલિનામાં લડ્યા હતા, જેમાં આ ત્રણ વસાહતોમાંથી દરેકમાં 200 થી વધુ અલગ અથડામણો અને લડાઇઓ થઈ હતી. જો કે, ટેનેસી, અરકાનસાસ, ઇન્ડિયાના, ઇલિનોઇસ, કેન્ટુકી, અલાબામા અને ફ્લોરિડાના આધુનિક રાજ્યોમાં વધારાની લશ્કરી ક્રિયાઓ સાથે, મૂળ તેર વસાહતોમાં લડત લડવામાં આવી હતી.

✦ નીચે સામાજિક વિજ્ઞાનના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના | 2. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) | 3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ | 4. અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો | 5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા | 6. સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) | 7. આધુનિક ભારતમાં ક્લા | 8. સ્વતંત્રતા પછીનું ભારત | 9. સંસાધન | 10. ખનિજ અને ઊર્જા-સંસાધન | 11. ખેતી | 12. ઉદ્યોગ | 13. માનવ-સંસાધન | 14. આપત્તિ-વ્યવસ્થાપન | 15. ભારતીય બંધારણ | 16. સંસદ અને કાયદો | 17. ન્યાયતંત્ર | 18. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા | 19. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post