ધોરણ-7 [ગુજરાતી] 2. આજની ધડી રળિયામણી | std-7 [gujarati] 2. aajni ghadi raliyamani

ધોરણ-7 [ગુજરાતી] 2. આજની ધડી રળિયામણી [std 7 gujarati chapter 2. aajni ghadi raliyamani] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 7 gujarati path 2. aajni ghadi raliyamani] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-7-gujarati-2-aajni-ghadi-raliyamani-eclassguru

std 6 gujarati chapter 2. aajni ghadi raliyamani saransh, std 6 gujarati ekam 2. aajni ghadi raliyamani ni samjuti, std 6 gujarati ch 2. aajni ghadi raliyamani swadhyay na javabo (solutions), std 6 gujarati path 2. aajni ghadi raliyamani swadhyay pothi na javabo (solutions), std 6 gujarati unit 2. aajni ghadi raliyamani ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 7 gujarati chapter 2. aajni ghadi raliyamani saransh

✦ સારાંશ ✦

હે સખી, આજ મારા વહાલા શ્રીકૃષ્ણજીની પધરામણીના શુભ સમાચાર મળ્યા છે. તેથી આજ મારે ત્યાં આનંદનો અવસર છે. હે સખી, શ્રીકૃષ્ણજીના સ્વાગતની તૈયારી કરીએ. લીલાસૂકા વાંસ વઢાવીએ, એના રૂડા મંડપ રચાવીએ. બારણે આસોપાલવ, આંબા અને નાળિયેરના પાનના તરિયા તોરણ બંધાવીએ, આંગણે મોતી વડે સાથીયા પુરાવીએ, ગંગા અને જમના નદીના પવિત્ર જળ મંગાવીએ, એ જળ વડે વહાલા શ્રીકૃષ્ણજીના ચરણ ધોઈએ. હે સખીઓ, ચાલો આપણે ભેગા મળીને શ્રીકૃષ્ણના મંગળ ગીતો ગવડાવીએ. હે સૌભાગ્યવતી સ્ત્રીઓ, સાથીયા પૂરો. શ્રીકૃષ્ણજી ઠાઠમાઠથી મલપતા હાથીની જેમ ઘેર પધારી રહ્યા છે. નરસિંહ મહેતાના સ્વામી અતિ વહાલાથીયે વધુ વહાલા, એવા શ્રીકૃષ્ણને મે દીઠા છે.

std 7 gujarati chapter 2. aajni ghadi raliyamani abhyas

✦ અભ્યાસ ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [_]માં લખો :
(1) ગંગા-જમનાનું નીર મંગાવવાનું કારણ...[_]
(ક) ચોકમાં છાંટવા (ખ) પવિત્ર પાણી પીવા માટે (ગ) ભગવાનના સ્નાન માટે (ઘ) પગ પખાળવા

જવાબ - 1 : (ઘ) પગ પખાળવા

(2) અહીં કાવ્યમાં “પૂરો પૂરો” એટલે...[_]
(ક) ભરો (ખ) સંપૂર્ણ (ગ) આખે આખો (ઘ) દોરો

જવાબ - 2 : (ક) ભરો

(3) અહીં નરસૈયાનો સ્વામી એટલે...[_]
(ક) કૃષ્ણ (બ) સખી (ગ) ભગવાન (ઘ) હાથિયો

જવાબ - 3 : (ક) કૃષ્ણ

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો.
(1) ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે ?
જવાબ - 1 : ગોપી ને ઘેર આજે શ્રીકૃષ્ણ આવવાના શુભ સમાચાર મળ્યા છે, તેથી ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે.

(2) વહાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે ?
જવાબ - 2 : વહાલાજી માટે થોડા સૂકા અને થોડા લીલા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે.

(3) તરિયાતોરણમાં કયાં-કયાં વૃક્ષોનાં પાંદડાં હોય છે ?
જવાબ - 3 : તરિયાતોરણમાં આસોપાલવ, આંબો અને નાળિયેરી એ ત્રણ વૃક્ષોનાં પાંદડા હોય છે.

(4) સખી ગંગા-જમનાનાં નીર શા માટે મંગાવે છે ?
જવાબ - 4 : સખી ગંગા જમનાનાં નીર શ્રીકૃષ્ણના ચરણ પખાળવા માટે મંગાવે છે.

(5) ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે ?
જવાબ - 5 : ગોપી ને સૌથી વધારે વહાલા શ્રીકૃષ્ણ છે.

std 7 gujarati chapter 2. aajni ghadi raliyamani swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
(1) તમે તમારા ઘરને કોઈ ખાસ રીતે શણગારો છો ? ક્યારે ક્યારે ? કેવી રીતે ?
જવાબ - 1 : અમે લગ્ન પ્રસંગે, નવા વર્ષે તેમજ તેહવારના દિવસોએ અમારા ઘરને શણગારીએ છીએ. અમે ઘરને ધોવડાવીને તેમાં નવા રંગરોગાન કરાવીએ છીએ. લગ્ન પ્રસંગે સાથીયા પુરીએ છીએ, દરવાજા પર તોરણ બાંધીએ છીએ અને દિવાલો ફૂલોથી શણગારીએ છીએ. દિવાળી જેવા તેહવારમાં રંગોળી બનાવીએ, ઘરના આંગણામાં દીવાઓ પ્રગટાવીએ અને વીજળીના બલ્બના તોરણથી ઘરને શણગારીએ છીએ.

(2) તમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં તમે કઈ-કઈ તૈયારી કરો છો ?
જવાબ - 2 : અમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં અમે ઘરમાં આડા-અવળી વસ્તુઓને તેની જગ્યાએ ગોઠવીએ છીએ. ઘરના સોફા, પડદા અને ચાદરો નવી પાથરીએ છીએ. મહેમાનો માટે સારા ભોજનની તૈયારીઓ કરીએ છીએ. રસોઈ બનાવવામાં જે ચીજ વસ્તુ ઘટતી હોય તે બજારમાંથી લઈ આવીએ છીએ.

(3) કવિ વાંસ વઢાવવાનું શા માટે સૂચવે છે ?
જવાબ - 3 : શ્રીકૃષ્ણ પધારવાના છે. તેથી તેમના માટે સરસ મંડપ અને બારણે તોરણ બાંધવાના છે. તે માટે વાંસની જરૂર પડશે તેથી કવિ સખીઓને આલાલીલા વાસ વઢાવવાનું સૂચવે છે.

(4) 'ચરણ પખાળીએ'ને બદલે 'પગ ધોઈએ' એવો વાક્યપ્રયોગ કરીએ તો ?
જવાબ - 4 : ચરણ શબ્દનો ઉપયોગ ગુરુ, મહાત્મા કે શ્રીકૃષ્ણ જેવા દેવ પુરુષો માટે વપરાય છે અને 'ચરણ' શબ્દ સાથે પખાળવું શબ્દ વપરાય છે, કારણ કે પખાડવાનો અર્થ ફક્ત 'ધોવા'નો નહીં પણ પવિત્રતા તથા સત્કારનો થાય છે. ધોવામાં નિર્મળ કરવાનો અર્થ થાય છે. આમ અહીં 'ચરણ પખાળવું' શબ્દનો વિશિષ્ટ અર્થ થાય છે. આથી 'ચરણ પખાળીએ' એવો શબ્દ પ્રયોગ જ યોગ્ય રહેશે.

2. નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો.
(1) સખી, આજની ઘડી રળિયામણી;
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે. સખી...

જવાબ - 1 : સખી, આલાલીલા વાંસ વઢાવીએ;
મારા વહાલાજીના મંડપ રચાવીએ જી રે. સખી…

(2) તરિયાતોરણ બારે બંધાવીએ;
મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી...

જવાબ - 2 : ગંગા-જમનાના નીર મંગાવીએ;
મારા વહાલાજીના ચરણ પખાળીએ જી રે. સખી…

3. ઉદાહરણ મુજબ શબ્દોનો પંક્તિપ્રયોગ અને વાક્યપ્રયોગ કરો.
ઉદાહરણ : પંક્તિપ્રયોગ :- સખી, આજની ઘડી રળિયામણી
વાક્યપ્રયોગ :- બે ઘડીમાં હું પહોંચું છું.

જવાબ - 3 : → વાંસ
પંક્તિપ્રયોગ :- આલાલીલા વાંસ વઢાવીએ.
વાક્યપ્રયોગ :- વાંસમાંથી ટેબલ, ખુરશી, સોફા જેવા ફર્નિચર બને છે.
→ મોતીડે
પંક્તિપ્રયોગ :- મોતીડે ચોક પુરાવીએ જી રે.
વાક્યપ્રયોગ :- અમે મોતીડાની હાર માળા બનાવી.
→ નીર
પંક્તિપ્રયોગ :- ગંગા જમનાના નીર મંગાવીએ.
વાક્યપ્રયોગ :- ગંગાનું નીર અમૃત સમાન છે.
→ મંગળ
પંક્તિપ્રયોગ :- વાલાજીના મંગળ ગવડાવીએ જી.
વાક્યપ્રયોગ :- લગ્નપ્રસંગે મંગળ ગીતો ગવાય છે.
→ સોહાગણ
પંક્તિપ્રયોગ :- પૂરો પૂરો, સોહાગણ, સાથિયો.
વાક્યપ્રયોગ :- સોહાગણ સ્ત્રીઓએ આજે વ્રત રાખ્યું છે.

4. કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને અહીં આપેલ શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચો અને કાવ્યમાં શો ફેર પડ્યો તે લખો.
ઘડી - પળમંગળ - ગીત
વાંસ - શેરડીમલપતો - હાલતો ડોલતો
ચોક - બારણુંનીર - પાણી

જવાબ - 4 : સખી આજની પળ રળિયામણી;
સખી આલીલીલી શેરડી વઢાવીએ;
મોતીડે બારણું પુરાવીએ જી રે.
વહાલાજીનાં ગીત ગવરાવીએ જી રે.
ઘેર હાલતો ડોલતો આવે હરિ હાથીયો જી રે.
ગંગા-જમનાનાં પાણી મંગાવીએ;
→ કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને અહીં આપેલા સમાનાર્થી શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચતા પંક્તિઓનો લય જળવાતો નથી.

5. સમાનાર્થી શબ્દો આપી ઉદાહરણ મુજબ વાક્યપ્રયોગ કરો.
ઉદાહરણ : નીર - પાણી, જળ
વાક્ય : ગંગા જમનાનાં નીરથી વહાલાજીનાં ચરણ પલાળીએ.

જવાબ - 5 : (1) ચરણ - પગ, પાય
વાક્ય : શિષ્ય ગુરુના ચરણોમાં પડીને આશીર્વાદ માંગે છે.

(2) સ્વામી - માલિક, પ્રભુ
વાક્ય : નરસિંહ મહેતા શ્રીકૃષ્ણને પોતાના સ્વામી કહે છે.

(3) સખી - બહેનપણી, સહેલી
વાક્ય : આજે મારી સખી મીનાના લગ્ન છે.

(4) મંગળ - પવિત્ર, શુભ
વાક્ય : અમે ભગવાન શ્રીકૃષ્ણ માટે મંગળ ગીતો ગાયા.

6. નીચેના શબ્દોમાં 'શ' અને 'સ'ના માન્ય ઉચ્ચારણ નીચે લીટી દોરો.
જવાબ - 6 : (1) નરશૈયો - નરસૈયો
(2) પૈસા - પૈશા
(3) શાવરણી - સાવરણી
(4) સખી - શખી

std 7 gujarati chapter 2. aajni ghadi raliyamani pravruti

✦ પ્રવૃત્તિઓ ✦

● વર્ગ અને શાળા સુશોભન ડરો.
● સ્વાગત ગીત-અંક તેયાર કરો.
સ્વાગત ગીત - 1
શાળાને આંગણે આવ્યા મહેમાન રે,
કરીએ સ્વાગત ને, હૈયે છે હર્ષ રે ....(૨)
પધારો પધારો મહેમાન......(૨)
નાનારે બાળ અમે ખીલતા કુસુમ કલી,
મેળવીએ જ્ઞાન, અમે થઈશું મહાન...
પધારો પધારો મહેમાન.....(૨)
નાના રે બાળ અમે સ્વાગત શું કરીએ,
હૈયાના હેતને, સામે તે રાખીએ ....(૨)
પધારો પધારો મહેમાન.....(૨) શાળાને....
આવ્યા છો આપ તો માગ રે ચિંધજો,
શિખામણના બોલ બે અમને રે કહેજો.....(૨)
પધારો પધારો મહેમાન.....(૨)

સ્વાગત ગીત - 2
આવો મહેમાન અમ આંગણિયે રે.....
આવો અમારે આંગણિયે રે.......
આવો અમ મંદિરમાંને મંદિર શોભાવો,
પ્રેમભીનાં હૈયામાંથી પ્રેમ અમે અર્પીએ....
પ્રેમ સ્વીકારી અમ અંતર નચાવો,
આવો અમારે આંગણિયે રે....
ફુલ નથી ફુલોની પાંખડી અર્પીએ,
પાંખડી સ્વીકારી અમ અંતર નચાવો,
આવો અમારે આંગણિયે રે.....
અમ અંતરના દ્રારેથી દીપક જલાવી,
દીપક જલાવી અમ અંતરદીપાવો,
આવો અમારે આંગણિયે રે....

સ્વાગત ગીત - 3
સખી શણગારો આજ આખા ગામને રે,
મારે આંગણે વધાવું મહેમાનને રે.....સખી.....
સૌ આદર આપીને કરો વંદનો રે,
આવો ઉત્સવ ઉજવીએ આનંદના રે.....સખી.....
આજ સ્વર્ણિમજ્યોતિ કેવી દીપતી રે,
ચાલો કરીએ સંકલ્પ રહે પ્રગતિ રે.....સખી.....
સાથે કન્યા કેળવણી આવશે રે,
એ તો જ્ઞાનનાં દીપક જલાવશે રે.....સખી.....
જાણે આકાશે તારલિયા ટમકે રે, મારું ગુજરાત ઝાઝેરું ઝળકે રે.....સખી.....

✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post