ધોરણ-7 [સામાજિક વિજ્ઞાન] 1. રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજયો | std-7 [social-science] 1. rajputyug : nava shasako ane rajyo

GSEB Std 7 Social Science Chapter 1 Rajputyug: Nava Shasako Ane Rajyo Swadhyay Solution: અહીં ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 1 "રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો" (Rajputyug: Nava Shasako Ane Rajyo) ના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, પાઠના મુખ્ય મુદ્દાઓ (IMP Notes), ઉત્તર અને દક્ષિણ ભારતનાં રાજ્યો, રાજપૂતયુગની શાસન-વ્યવસ્થા, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો તેમજ પ્રવૃત્તિઓ સરળ ગુજરાતી ભાષામાં આપેલ છે.

std-7-social-science-1-rajputyug-nava-shasako-ane-rajyo-eclassguru

✦ અગત્યના મુદ્દાઓ (Std 7 Social Science Ch 1 IMP Notes) ✦

  • રાજપૂત રાજવીઓએ ઈ.સ. 700 થી ઈ.સ. 1200 વચ્ચેનાં 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂતયુગની સ્થાપના કરી હતી.
  • “રાજપૂત” શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. 14મી સદીના ભાટો રાજપૂતોને છત્રીસ કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે.
  • સાતમી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાનાં-નાનાં સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું.
  • ગૂર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય (સોલંકી) રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય સ્થાપિત થયાં.
  • ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. કનોજ ઉપરાંત કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી રાજા હતો.
  • માળવાના પરમારવંશમાં ભોજ પરમારવંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેણે ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી અને ભોજપાલ નામનું નગર વસાવ્યું હતું.
  • શાકંભરીના ચાહમાન (ચૌહાણ) વંશનો સ્થાપક વાસુદેવ હતો. પૃથ્વીરાજ ત્રીજો (પૃથ્વીરાજ ચૌહાણ) આ વંશના સૌથી પ્રતાપી શાસક હતા.
  • ઈ.સ. 1191માં તરાઈના પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે શિહાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો. ઈ.સ. 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્લીમાં મુસ્લિમ સત્તાનો પાયો નંખાયો.
  • આઠમી સદીના મધ્યમાં આશરે ઈ.સ. 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી.
  • સોલંકીઓનાં શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શાસકો આ વંશમાં થઈ ગયા.
  • રાણી ઉદયમતિએ પાટણમાં વિશ્વપ્રસિદ્ધ 'રાણીની વાવ' બંધાવી હતી, જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળેલ છે.
  • સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યજી પાસે “સિદ્ધહેમશબ્દાનુશાસન” નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી.
  • લોખંડ પર જસત (ઝિંક) કે ક્રોમિયમનો ઢોળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે.
  • દક્ષિણ ભારતમાં ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજવંશો અસ્તિત્વમાં આવ્યા.
  • રાજપૂતયુગમાં વેપાર-વાણિજ્ય માટે ગુજરાતના સ્તંભતીર્થ (ખંભાત) અને ભૃગુકચ્છ (ભરૂચ) બંદરો જાણીતાં હતાં.

✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Social Science Chapter 1 Swadhyay Solution) ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :

(1) રાણીની વાવ કોણે બંધાવી હતી ?
જવાબ - 1 : રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતિએ બંધાવી હતી.

(2) ચૌહાણવંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા ?
જવાબ - 2 : ચૌહાણવંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે શાસન કરતા હતા.

(3) અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ - 3 : વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી.

(4) વાઘેલાવંશનો છેલ્લો શાસક કોણ હતો ?
જવાબ - 4 : વાઘેલાવંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતો.

2. (અ) ટૂંક નોંધ લખો :

(1) રાજપૂતોના ગુણો
જવાબ - 1 : રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા. આપેલ વચન પ્રાણને ભોગે પણ પાળતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં.

(2) રાજપૂતયુગનું વેપાર-વાણિજ્ય
જવાબ - 2 : રાજપૂતયુગમાં વેપાર-વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો ‘છઠ્ઠો’ ભાગ હતો, જે ‘ભાગ’ નામે ઓળખાતો. દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ (ખંભાત) અને ભૃગુકચ્છ (ભરૂચ) બંદરો જાણીતા હતા.

2. (બ) નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજ્યવંશોનાં નામ જણાવો.
જવાબ - 1 : ઉત્તર ભારતના ઘણા રાજ્યવંશોમાના ત્રણ રાજ્યવંશ આ પ્રમાણે છે. (1) ચૌહાણવંશ (2) સોલંકીવંશ (3) ચાવડાવંશ.

(2) દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજ્યવંશોનાં નામ જણાવો.
જવાબ - 2 : દક્ષિણ ભારતના ઘણા રાજ્યવંશોમાના ત્રણ રાજ્યવંશ આ પ્રમાણે છે. (1) ચાલુક્યવંશ (2) યાદવવંશ (3) ચોલવંશ.

(3) ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો ?
જવાબ - 3 : ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફરશાહ હતો. તેનું મૂળ નામ ઝફરખાન હતું.

(4) રાજમાતા મીનળદેવીએ પ્રજાકલ્યાણનાં કયાં-કયાં કાર્યો કર્યા હતાં ?
જવાબ - 4 : રાજમાતા મીનળદેવીએ પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાળુવેરો બંધ કરાવ્યો હતો અને ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો મુખ્ય નિર્ણય હતો.

3. (અ) નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :

(1) ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં ?
(A) પુલકેશી બીજાના (B) હર્ષવર્ધનના (C) મિહિરભોજના (D) અશોકના

જવાબ : (B) હર્ષવર્ધનના

(2) બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું ?
(A) જેજાકભુક્તિ (B) ઉજ્જ્યનિ (C) પ્રતિહારો (D) ચૌલુક્ય

જવાબ : (A) જેજાકભુક્તિ

(3) માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?
(A) કુમારપાળ (B) ભોજ (C) સીયક (D) મુંજ

જવાબ : (A) કુમારપાળ

(4) આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું ?
(A) ચંદેલવંશનું (B) પરમારવંશનું (C) પાલવંશનું (D) પ્રતિહારોનું

જવાબ : (C) પાલવંશનું

(5) રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી ?
(A) ચાવડાવંશના (B) સોલંકીવંશના (C) વાઘેલાવંશના (D) મૈત્રકવંશના

જવાબ : (B) સોલંકીવંશના

3. (બ) યોગ્ય જોડકાં જોડો :

જવાબ :
(અ) રાજ્ય (બ) શાસકો
(1) સેનવંશ (C) વિજયસેન પ્રથમ
(2) સોલંકીવંશ (E) કુમારપાળ
(3) પાલવંશ (D) ગોપાલ
(4) રાષ્ટ્રકૂટ વંશ (B) ગોવિંદ ત્રીજો
(5) પલ્લવ વંશ (A) નરસિંહ વર્મન બીજો

✦ વિસ્તૃત અભ્યાસ માટેની પ્રવૃત્તિઓ અને પ્રૉજેક્ટ (Activities & Projects) ✦

પ્રવૃત્તિ અને વિશેષ વિચારો (Activities)

જવાબ : વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં સાચી મિત્રતાના પ્રસંગો (જેવા કે વનરાજ ચાવડા અને અણહિલ ભરવાડ) તથા નવીન ગામ કે શહેરોની સ્થાપના અંગે ચર્ચા કરવી તેમજ ગુજરાતના રાજપૂત શાસકો દ્વારા નિર્મિત સ્થાપત્યોની માહિતી એકત્ર કરીને અહેવાલ તૈયાર કરવો.


✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

Previous Post Next Post