ધોરણ-8 [ગણિત] 1. સંમેય સંખ્યાઓ | std-8 [maths] 1. sanmey sankhyao

ધોરણ-8 [ગણિત] 1. સંમેય સંખ્યાઓ [std 8 maths chapter 1. sanmey sankhyao] સ્વાધ્યાયના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, સ્વાધ્યાયની સમજૂતી, સ્વાધ્યાયના દાખલાઓ, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 ganit swadhyay 1. sanmey sankhyao] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-8-maths-1-sanmey-sankhyao-eclassguru

std 8 maths chapter 1. sanmey sankhyao imp notes, std 8 maths ekam 1. sanmey sankhyao ni samjuti, std 8 maths ch 1. sanmey sankhyao swadhyay na javabo (solutions), std 8 maths path 1. sanmey sankhyao swadhyay pothi na javabo (solutions), std 8 maths unit 1. sanmey sankhyao ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 8 maths chapter 1. sanmey sankhyao imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦

  • ધારો કે, `\frac{p}{q}` (જ્યાં `p` અને `q` પૂર્ણાંક સંખ્યાઓ છે અને `q\ne0`) સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સંમેય સંખ્યાઓ કહે છે.
  • કોઈ સંમેય સંખ્યા `a` માટે `\frac{a}{0}` એ અવ્યાખ્યાયિત છે.
  • સરવાળા, બાદબાકી અને ગુણાકારની ક્રિયા માટે સંમેય સંખ્યાઓ સંવૃત છે.
  • ભાગાકારની ક્રિયા માટે સંમેય સંખ્યાઓ સંવૃત નથી.
  • સરવાળા અને ગુણાકારની ક્રિયા દરમ્યાન, સંમેય સંખ્યાઓ માટે ક્રમના ગુણધર્મ અને જૂથના ગુણધર્મનું પાલન થાય છે.
  • 0 (શૂન્ય) એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે.
  • 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે.
  • સંમેય સંખ્યા માટે વિભાજનનો ગુણધર્મ : સંમેય સંખ્યાઓ `a`, `b` અને `c`માટે, `a(b+c)=ab+ac` અને `a(b-c)=ab-ac`

std 8 maths chapter 1. sanmey sankhyao swadhyay

✦ સ્વાધ્યાય 1.1 ✦

1. નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો.

(i) `\frac{-4}{5}\times1 = 1\times\frac{-4}{5} = \frac{-4}{5}`

ઉકેલ – 1 : 1 એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે એટલે કે 1 એ ગુણાકારની ક્રિયામાં તટસ્થ છે.

(ii) `\frac{-13}{17}\times\frac{-2}{7} = \frac{-2}{7}\times\frac{-13}{17}`

ઉકેલ – 2 : ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ.

(iii) `\frac{-19}{29}\times\frac{29}{-19} = 1`

ઉકેલ – 3 : ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ.

2. `\frac{1}{3}\times(6\times\frac{4}{3})` ની `(\frac{1}{3}\times6)\times\frac{1}{3}` રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો.

ઉકેલ – 2 : `\frac{1}{3}\times(6\times\frac{4}{3})` ની `(\frac{1}{3}\times6)\times\frac{1}{3}` પદ લખવા માટે ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી શકાય છે.

3. બે સંમેય સંખ્યાનો ગુણાકાર હંમેશા સંમેય સંખ્યા જ હોય.

Post a Comment

أحدث أقدم