GSEB Std 8 Science Chapter 2 Sukshmajivo: Mitra Ane Shatru Swadhyay Solution: અહીં ધોરણ 8 વિજ્ઞાન વિષયના પ્રકરણ 2 "સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ" (Sukshmajivo: Mitra Ane Shatru) ના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, પાઠના મુખ્ય મુદ્દાઓ (IMP Notes), સૂક્ષ્મજીવોના પ્રકારો અને ઉપયોગિતા, રોગકારક સૂક્ષ્મજીવો, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો તેમજ પ્રવૃત્તિઓ સરળ ગુજરાતી ભાષામાં આપેલ છે.
✦ અગત્યના મુદ્દાઓ (Std 8 Science Ch 2 IMP Notes) ✦
- કેટલાક સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવો કહે છે. ઉદા. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલ.
- વાઈરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે. પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. અર્થાત બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે.
- સૂક્ષ્મજીવો બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરાં તથા રણથી લઈને દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં રહી શકે છે.
- લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તીત કરે છે.
- યીસ્ટ ખાંડને આલ્કોહોલમાં ફેરવે છે. શર્કરા(ખાંડ)નું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ (fermentation) કહે છે.
- લૂઈ પાશ્ચરે આથવણની શોધ 1857માં કરી. લૂઈ પાશ્ચરે પેશ્ચ્યૂરાઈઝેશનની પણ શોધ કરી હતી.
- બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે અથવા તેમની વૃદ્ધિ અટકાવે તે પ્રકારના ઔષધોને એન્ટિબાયોટિક્સ કહે છે.
- એન્ટિબાયોટિક્સ : સ્ટ્રેપ્ટોમાઈસીન, ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઈસીન.
- એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી.
- એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાતા રોગોને ચેપી રોગો કહે છે.
- કેટલાક કિટકો તથા પ્રાણીઓ એવા પણ છે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે.
- માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાના પરોપજીવી (પ્લાઝમોડિયમ)નું વાહક છે.
- માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાઇરસનું વાહક છે.
- રોબર્ટ કોશે 1876માં બેસીલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી જે એન્થ્રેક્સ રોગનો વાહક છે.
- સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્યતેલ વપરાય છે જેને જાળવણીકારક પદાર્થો (preservative) કહે છે.
- સોડિયમ બેંઝાએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઈટ જાણીતા પ્રિઝર્વેટિવ્સ (preservative) છે.
- વાતાવરણમાં 78% નાઈટ્રોજન વાયુ છે.
✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 8 Science Chapter 2 Swadhyay Solution) ✦
1. ખાલી જગ્યા પૂર્ણ કરો :
જવાબ :
(a) સૂક્ષ્મજીવો માઈક્રોસ્કોપ (સૂક્ષ્મદર્શક યંત્ર) ની મદદથી જોઈ શકાય છે.
(b) નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઈટ્રોજન નું સ્થાપન સીધે સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે.
(c) આલ્કોહોલનું ઉત્પાદન યીસ્ટ ની મદદથી કરવામાં આવે છે.
(d) કૉલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે.
2. સાચા ઉત્તરોને પસંદ કરો :
(a) યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે ? ➔ (ii) આલ્કોહોલ
(b) નીચેનામાંથી કયું એન્ટિબાયોટિક્સ છે ? ➔ (ii) સ્ટ્રેપ્ટોમાઈસીન
(c) મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ______ છે. ➔ (i) માદા એનોફિલિસ મચ્છર
(d) ચેપી રોગોનું મુખ્ય વાહક ______ છે. ➔ (ii) માખી
(e) બ્રેડ અથવા ઈડલીની કણક ફૂલવાનું કારણ ..... ➔ (iii) યીસ્ટ કોષોની વૃદ્ધિ
3. કૉલમ-Aમાં આપેલાં સજીવોને કૉલમ-Bમાં આપેલાં તેમનાં કાર્યો સાથે જોડો :
જવાબ :
| કૉલમ- A | કૉલમ -B |
|---|---|
| (i) બેક્ટેરિયા | (e) કૉલેરા કારક |
| (ii) રાઈઝોબિયમ | (a) નાઇટ્રોજન સ્થાપન |
| (iii) લેક્ટોબેસિલસ | (b) દહીં જમાવવું |
| (iv) યીસ્ટ | (c) બ્રેડનું બેકિંગ |
| (v) પ્રજીવ | (d) મેલેરિયા કારક |
| (vi) વાઇરસ | (f) AIDS કારક |
4. શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે ? જો ના, તો તે કેવી રીતે જોવામાં આવે છે ?
જવાબ : ના, સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી. તેને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્ર (Microscope) અથવા અતિશય વિવર્ધન શક્તિવાળા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે.
5. સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે ?
જવાબ : સૂક્ષ્મજીવોના મુખ્ય ચાર સમૂહ છે : (1) બેક્ટેરિયા (2) ફૂગ (3) પ્રજીવ અને (4) લીલ. (આ ઉપરાંત વાઇરસ પણ સૂક્ષ્મજીવોમાં ગણવામાં આવે છે જે વિશિષ્ટ હોય છે.)
6. વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતાં સૂક્ષ્મજીવોનું નામ જણાવો.
જવાબ : રાઈઝોબિયમ બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરે છે.
7. આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો.
જવાબ :
1. દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ઉપયોગી છે.
2. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે યીસ્ટ વપરાય છે.
3. આલ્કોહોલ, વાઈન અને એસિટિક એસિડના મોટા પાયે ઉત્પાદનમાં યીસ્ટ ઉપયોગી છે.
4. બેક્ટેરિયા અને ફૂગ દ્વારા એન્ટિબાયોટિક્સ (ઓષધો) બનાવવામાં આવે છે.
5. એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી જે રોગો સામે રક્ષણ આપે છે.
6. રાઈઝોબિયમ બેક્ટેરિયા જમીનની ફળદ્રુપતા વધારે છે.
7. સૂક્ષ્મજીવો વનસ્પતિ અને પ્રાણીઓના નકામા કચરાનું વિઘટન કરી કુદરતી ખાતર (સેન્દ્રીય ખાતર) બનાવે છે અને પર્યાવરણ સ્વચ્છ રાખે છે.
8. ઈડલી અને ડોસાના ખીમીરા (કણક) ફુલાવવામાં યીસ્ટ મદદરૂપ છે.
9. કેટલાક બેક્ટેરિયા પાચનક્રિયા અને વિટામિન સંશ્લેષણમાં મદદ કરે છે.
10. ચીઝ અને અચાર જેવી ખાદ્ય ચીજોના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો વપરાય છે.
8. સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો.
જવાબ : સૂક્ષ્મજીવો માનવો, પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે. મનુષ્યમાં બેક્ટેરિયા અને વાઇરસ દ્વારા કૉલેરા, ટાઈફોઈડ, ક્ષય (TB), શરદી, ઈન્ફ્લુએન્ઝા, એઈડ્સ અને પોલિયો જેવા રોગો થાય છે. વનસ્પતિમાં ઘઉંનો રસ્ટ, સાયટ્રસ કેન્કર અને ભીંડાનો પિત્ત જેવા રોગો સૂક્ષ્મજીવોથી થાય છે. આ ઉપરાંત સૂક્ષ્મજીવો ખોરાકને બગાડે છે, કપડાં અને ચામડાની ચીજવસ્તુઓને નુકસાન પહોંચાડે છે.
9. એન્ટિબાયોટિક્સ એટલે શું ? એન્ટિબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ ?
જવાબ : બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે અથવા તેમની વૃદ્ધિ અટકાવે તે પ્રકારના ઔષધોને એન્ટિબાયોટિક્સ કહે છે. (દા.ત., પેનિસિલીન, સ્ટ્રેપ્ટોમાઈસીન).
સાવધાની :
1. એન્ટિબાયોટિક્સ હંમેશા લાયક ડૉક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ.
2. ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલો પૂરો ડોઝ લેવો જરૂરી છે, અધવચ્ચે બંધ કરવી નહીં.
3. શરદી કે ફલૂ જેવા વાઇરલ ઇન્ફેક્શનમાં એન્ટિબાયોટિક્સ અસરકારક નથી કારણ કે તે વાઇરસ સામે કામ કરતી નથી. બિનજરૂરી એન્ટિબાયોટિક્સ લેવાથી શરીરના ઉપયોગી બેક્ટેરિયા નાશ પામે છે.
✦ વિસ્તૃત અભ્યાસ માટેની પ્રવૃતિઓ અને પ્રોજેક્ટસ (Activities & Projects) ✦
જવાબ :
1. મૂળગંડિકા પ્રયોગ : કઠોળના છોડના મૂળ પર નાની ગોળ રચનાઓ (મૂળગંડિકા) હોય છે જેમાં નાઈટ્રોજન સ્થિર કરતા રાઈઝોબિયમ બેક્ટેરિયા રહેલા હોય છે.
4. યીસ્ટ અને શર્કરાનો પ્રયોગ : કસનળી B માં યીસ્ટ ઉમેરવાથી આથવણની ક્રિયા થાય છે અને શર્કરાનું આલ્કોહોલ તથા કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ફુગ્ગાને ફુલાવે છે અને ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે.
إرسال تعليق