ધોરણ-6 [વિજ્ઞાન] 3. પદાર્થોનું અલગીકરણ [std 6 Science chapter 3. padarthonu algikaran] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 6 Vigyan path 3. padarthonu algikaran] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std 6 Science chapter 3. padarthonu algikaran imp notes
std 6 Science chapter 3. padarthonu algikaran swadhyay
1. શા માટે આપણે મિશ્રણનાં વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ ? બે ઉદાહરણ આપો.
2. ઉપણવું એટલે શું ? તેનો ઉપયોગ કયાં થાય છે ?
3. રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરાં તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો ?
4. ચાળવું એટલે શું ? તેનો ઉપયોગ કયાં થાય છે ?
5. રેતી અને પાણીને તેના મિશ્રણમાંથી તમે કઈ રીતે અલગ કરશો ?
6. ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને અલગ કરવી શક્ય છે ? જો હા, તો તમે તે કઈ રીતે કરશો ?
7. ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો ?
8. ખાલી જગ્યા પૂરો :
(a) ચોખાના દાણાને ડૂંડાંથી અલગ કરવાની પદ્ધતિને ______ કહે છે.
(b) જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ______ કહે છે.
(c) દરિયાના પાણીમાંથી મીઠું ______ પદ્ધતિથી મેળવવામાં આવે છે.
(d) જ્યારે ડહોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની ______ પદ્ધતિ ઉપયોગમાં લેવાઈ છે.
9. ખરું કે ખોટું ?
(a) પાણી અને દૂધનાં મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે.
(b) દળેલું મીઠું અને ખાંડનાં મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે.
(c) ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે.
(d) અનાજ અને ફોતરાં નિતારણ પદ્ધતિ વડે અલગ કરી શકાય છે.
10. લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્ર કરવાથી લીંબુ શરબત બને છે. તેને ઠંડું કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો. તમારે શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલાં ? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગાળવી શક્ય બનશે ?
std 6 Science chapter 3. padarthonu algikaran pravruti
1. નજીકની ડેરીની મુલાકાત લઈ દૂધમાંથી મલાઈ કાઢવાની રીત વિશે અહેવાલ તૈયાર કરો.
2. પાણીમાંથી કાદવ જેવી અશુદ્ધિઓ દૂર કરવા માટે તમે ઘણીબધી પદ્ધતિઓ વાપરી. ઘણીવાર આ બધી જ રીતો વાપર્યા પછી મળતું પાણી હજુ થોડું ડડોળું હોય છે. ચાલો જોઈએ કે, આપણે સંપૂર્ણપણે અશુદ્ધિ દૂર કરી શકીએ છીએ કે કેમ. આ ગાળેલા પાણીને પ્યાલામાં લો. ફટકડીના નાના ટુકડા સાથે દોરો બાંધો. ફટકડીના ટુકડાને પાણીમાં લટકાવીને ગોળ ફેરવો. શું પાણી ચોખ્ખું થયું ? ડહોળનું શું થયું ? આ પદ્ધતિને લોડિંગ (loading) કહે છે. તમારા કુટુંબના વડીલ સાથે વાત કરીને જાણો કે, તેઓએ આવી કોઈ પદ્ધતિ વાપરી છે અથવા તે વિશે જાણે છે કે નહિ.
- અગત્યના મુદ્દાઓ
- પાઠની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 6 Science chapter 3. padarthonu algikaran imp notes, std 6 Science ekam 3. padarthonu algikaran ni samjuti, std 6 Science ch 3. padarthonu algikaran swadhyay na javabo (solutions), std 6 Science path 3. padarthonu algikaran swadhyay pothi na javabo (solutions), std 6 Science unit 3. padarthonu algikaran ni ekam kasoti.
std 6 Science chapter 3. padarthonu algikaran imp notes
✦ અગત્યના મુદ્દાઓ ✦
- મિક્ષણમાંથી પદાર્થને અલગ કરવાની ક્રિયાને અલગીકરણ કહે છે.
- દ્રવ્યની ત્રણ અવસ્થા હોઈ શકે છે. (1) ઘન (2) પ્રવાહી અને (3) વાયુ.
- અલગીકરણની પદ્ધતિઓ : હાથ વડે વિણવું, છડવું, ઉપણવું, ચાળવું, નિક્ષેપન, નિતારણ, ગાળણ, બાષ્પીભવન.
- હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઘઉં, ચોખા કે કઠોળમાંથી થોડા મોટા કદનો કચરો જેમકે માટીની કાંકરી, કાંકરા અને ફોતરા દૂર કરવા માટે થાય છે.
- ડુંડામાંથી દાણાને અલગ કરવાની રીતને છડવું કહે છે.
- ઉપણવાની ક્રિયાનો ઉપયોગ ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફુકાતી હવા વડે અલગ કરવામાં આવે છે.
- જ્યારે મિશ્રણમાં ઘટકોનું કદ અલગ-અલગ હોય ત્યારે ચાળવાની ક્રિયા ઉપયોગમાં લેવાય છે.
- જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને નિક્ષેપન કહે છે.
- પાણીમાં નાખેલી અથવા ભળેલી કોઈ વસ્તુ થોડા સમય પછી તેના તળિયે બેસી જાય અને ઉપરના પાણીને દૂર કરવામાં આવે છે, એ રીતને નિતારણ કહે છે.
- અદ્રાવ્ય ઘન અને પ્રવાહીના મિક્ષણના ઘટકોના અલગીકરણ માટે ગાળણ વપરાય છે.
- પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે.
- પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે.
- પાણીમાં મીઠું ઓગળી જાય છે. પાણીમાં મીઠું ઓગળી ના શકે ત્યાં સુધી મીઠાને ઉમેરતા, મીઠાનું દ્રાવણ સંતૃપ્ત થયું છે તેમ કહેવાય.
- સંતૃપ્ત દ્રાવણ એવું દ્રાવણ છે, જેમાં પદાર્થને વધુ ઓગાળી શકાતો નથી.
- દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ પદાર્થ ઓગાળી શકાય છે.
std 6 Science chapter 3. padarthonu algikaran swadhyay
✦ સ્વાધ્યાય ✦
1. શા માટે આપણે મિશ્રણનાં વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ ? બે ઉદાહરણ આપો.2. ઉપણવું એટલે શું ? તેનો ઉપયોગ કયાં થાય છે ?
3. રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરાં તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો ?
4. ચાળવું એટલે શું ? તેનો ઉપયોગ કયાં થાય છે ?
5. રેતી અને પાણીને તેના મિશ્રણમાંથી તમે કઈ રીતે અલગ કરશો ?
6. ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને અલગ કરવી શક્ય છે ? જો હા, તો તમે તે કઈ રીતે કરશો ?
7. ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો ?
8. ખાલી જગ્યા પૂરો :
(a) ચોખાના દાણાને ડૂંડાંથી અલગ કરવાની પદ્ધતિને ______ કહે છે.
(b) જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ______ કહે છે.
(c) દરિયાના પાણીમાંથી મીઠું ______ પદ્ધતિથી મેળવવામાં આવે છે.
(d) જ્યારે ડહોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે. આ ઉદાહરણમાં અલગીકરણની ______ પદ્ધતિ ઉપયોગમાં લેવાઈ છે.
9. ખરું કે ખોટું ?
(a) પાણી અને દૂધનાં મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે.
(b) દળેલું મીઠું અને ખાંડનાં મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે.
(c) ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે.
(d) અનાજ અને ફોતરાં નિતારણ પદ્ધતિ વડે અલગ કરી શકાય છે.
10. લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્ર કરવાથી લીંબુ શરબત બને છે. તેને ઠંડું કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો. તમારે શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલાં ? કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગાળવી શક્ય બનશે ?
std 6 Science chapter 3. padarthonu algikaran pravruti
✦ સૂચિત પ્રૉજેક્ટ અને પ્રવૃત્તિઓ ✦
1. નજીકની ડેરીની મુલાકાત લઈ દૂધમાંથી મલાઈ કાઢવાની રીત વિશે અહેવાલ તૈયાર કરો.2. પાણીમાંથી કાદવ જેવી અશુદ્ધિઓ દૂર કરવા માટે તમે ઘણીબધી પદ્ધતિઓ વાપરી. ઘણીવાર આ બધી જ રીતો વાપર્યા પછી મળતું પાણી હજુ થોડું ડડોળું હોય છે. ચાલો જોઈએ કે, આપણે સંપૂર્ણપણે અશુદ્ધિ દૂર કરી શકીએ છીએ કે કેમ. આ ગાળેલા પાણીને પ્યાલામાં લો. ફટકડીના નાના ટુકડા સાથે દોરો બાંધો. ફટકડીના ટુકડાને પાણીમાં લટકાવીને ગોળ ફેરવો. શું પાણી ચોખ્ખું થયું ? ડહોળનું શું થયું ? આ પદ્ધતિને લોડિંગ (loading) કહે છે. તમારા કુટુંબના વડીલ સાથે વાત કરીને જાણો કે, તેઓએ આવી કોઈ પદ્ધતિ વાપરી છે અથવા તે વિશે જાણે છે કે નહિ.
Post a Comment