- સારાંશ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 7 Gujarati chapter 3. priksha saransh, std 7 Gujarati ekam 3. priksha ni samjuti, std 7 Gujarati ch 3. priksha swadhyay na javabo (solutions), std 7 Gujarati path 3. priksha swadhyay pothi na javabo (solutions), std 7 Gujarati unit 3. priksha ni ekam kasoti.
std 7 Gujarati chapter 3. priksha saransh
✦ સારાંશ ✦
std 7 Gujarati chapter 3. priksha abhyas
✦ અભ્યાસ ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [_]માં લખો :(1) અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે... [_]
(ક) શિક્ષણના અધિકારી (ખ) વિદ્યાના અધિકારી (ગ) પંડિત (ઘ) સરકારી અધિકારી
(2) અહીં પાઠમાં 'તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી' એટલે...[_]
(ક) સૂરજ શાળા તરફ જતો હતો. (ખ) શાળાનો સમય થતો જતો હતો. (ગ) સૂરજ શાળાએ જવા દોડતો હતો. (ઘ) સૂરજ ભણવામાં હોશિયાર થતો જતો હતો.
(3) 'પેપર લઈને મંડી પડ્યો' આ વાક્ય પરથી મહાદેવ વિશે તમે શું વિચારો છો ? [_]
(ક) ગપ્પા મારવા લાગ્યો. (ખ) કોઈકનામાંથી જોઈને લખવા જ લાગ્યો. (ગ) તેને ઘણું આવડતું હશે. (ઘ) ચોપડીમાંથી જોઈને લખવા લાગ્યો.
(4) 'પરીક્ષા' વાર્તાના લેખકનું નામ જણાવો. [_]
(ક) પ્રવીણ દરજી (ખ) પન્નાલાલ પટેલ (ગ) ધૂમકેતુ (ઘ) કાકા કાલેલકર
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો.
(1) શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા ?
(2) પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને શો વિશ્વાસ હતો ?
(3) મહાદેવ અને તેના મિત્રો શું જોઈ અટકી ગયા ?
(4) ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં શું દેખાયું ?
3. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર આપો.
(1) મહાદેવે નારજીકાકા તથા ખુશાલમાના ખેતરમાંથી શું વિચારીને ગાયને હાંકી કાઢી ?
(2) "ઘઉં-ચણાના મોલ ઉપર સૂર્ય સોનું છાંટવા લાગ્યો." વાક્યનો અર્થ સ્પષ્ટ કરો.
(3) ગાય કોના-કોના ખેતરમાંથી પસાર થઈ ?
(4) ઇન્સ્પેક્ટરે મોડા પડેલા મહાદેવને શા માટે પરીક્ષામાં બેસવા દીધો ?
std 7 Gujarati chapter 3. priksha swadhyay
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.(1) તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યક્તિને જુઓ તો તમે શું કરશો ?
(2) ઈન્સ્પેક્ટર મહાદેવની માનવતા સમજી મોડો હોવા છતાં એને પરીક્ષામાં બેસવા દીધો પરંતુ ઈન્સ્પેક્ટરે આ બાબત ન સમજીને પરીક્ષામાં બેસવા ન દીધો હોત તો શું થાત ? તમને પણ મહાદેવનો નિર્ણય સાચો લાગે છે ? શા માટે ?
(3) પાઠમાં ઉત્તર ગુજરાતની બોલીના કેટલાક શબ્દો છે. જે-તે વિસ્તારની બોલીમાં આવા શબ્દપ્રયોગો હોય છે. તમારા વિસ્તારની બોલીના આવા શબ્દો શોધી કાઢો અને લખો.
(4) નીચેના ફકરામાં વાક્ય બંધબેસતું થાય તેવા, પાઠમાં વપરાયેલા શબ્દો સિવાયના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી ફકરો ફરી લખો.
પણ પોતાનો શેઢો ... ત્યાં જ એનો ... જીવ રડી ઊઠ્યો : 'આ તો પેલા ખુશાલમાનું ખેતર આવ્યું ! એમને કોઈ હળ હાંકનાર તો છે નહિ ને ગામમાંથી લોકોનાં હળ માંગીને આટલું ખેતર વવરાવ્યું છે. એટલેથી... લાવી... ખુશાલમાના ખેતરમાં જ...? ને... મહાદેવ રડતો ગયો. માથા ઉપર આવવા કરતા... સામે જોતો ગયો ને... ગાયને... ગયો.
આમ કરવાથી શો ફેર પડે છે ? તમને આ ફકરો ગમે છે ? કે પાઠમાં વપરાયેલા શબ્દોવાળો... ? શા માટે ? સરખામણી કરો.
(5) નીચેનો ફકરો વાંચો. વિરામચિહ્નો વિના તમને તે અધૂરો લાગે છે ? ઉચિત જગ્યાએ યોગ્ય વિરામચિહ્નો મૂકો અને ફરી વાંચો.ગામ તરફ એણે નજર દોડાવી દૂર કોઈ માણસને જોયું બૂમ પાડી કહેવા ગયો એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું ક્યારે ને ક્યારે હાંકશે એટલામાં તો કાપલો કાઢી નાખશે ને
મહાદેવે શંકા સામે દફતર ધર્યું લે ને શંકા ગાયને હું હાંકતો આવું શંકાએ દફતર લીધું યાદ આવ્યું તારે લ્યા પરીક્ષા છે ને
(6) આ પાઠમાં મહાદેવે ગાયને બીજા કોઈના ખેતરમાં ન મૂકી અને છેક ગામ સુધી મૂકી આવ્યો એ તમને ગમ્યું ? શા માટે ?(7) ઇન્સ્પેક્ટર સાહેબનો કયો ગુણ તમને ગમ્યો ? શા માટે ?
(8) નીચેનાં વાક્યોને બદલે પાઠમાં વપરાયેલાં વાક્યો લખો.
1. દરરોજ સરળતાથી થતું કામ પ્રસંગ આવે ન થાય.
2. જોઈએ છીએ, પરિણામ બહુ દૂર નથી.
3. ગાય ખેતરમાં પાકને ઘણું નુક્સાન કરશે.
4. ગામની આબરૂ સચવાશે.
2. નીચેના શબ્દો મોટેથી વાંચો.
છઠ્ઠું, ઘોડું, ઈન્સ્પેક્ટર, ઉંબી, શિષ્યવૃત્તિ, ઘઉં
std 7 Gujarati chapter 3. priksha pravruti
✦ પ્રવૃતિઓ ✦
● તમારી શાળાના પુસ્તકાલયમાંથી પન્નાલાલ પટેલનાં તથા અન્ય વાર્તાનાં પુસ્તકો મેળવીને વાંચો અને તમે વાંચેલી વાર્તા પ્રાર્થનાસભામાં રજૂ કરો. ● મહાદેવે કર્યું એવું સેવાર્થે તમે કરેલું કાર્ય વર્ગ સમક્ષ કહો.
إرسال تعليق