ધોરણ-6 [સંસ્કૃત] 8. जन्मदिनोत्सवः | std-6 [sanskrut] 8. janmadinotsavah

GSEB Std 6 Sanskrut Sem 2 Chapter 8 Janmadinotsavah Swadhyay Solution & Translation: અહીં ધોરણ 6 સંસ્કૃત (બીજું સત્ર) ના પ્રકરણ 8 "जन्मदिनोत्सवः" (Janmadinotsavah - જન્મદિનોત્સવ) નું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ (Translation), પાઠ આધારિત પ્રશ્નોત્તરી, ક્રિયાપદોની યાદી, 'कुत्र' નો ઉપયોગ કરી પ્રશ્નવાક્ય રચના, વાક્ય બનાવટ તેમજ 'ज्ञातव्यम्' આશીર્વચન મંત્ર સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

std-6-sem-2-sanskrut-8-janmadinotsavah-eclassguru

✦ અનુવાદ : પાઠનું સરળ ગુજરાતી ભાષાંતર (Std 6 Sem 2 Sanskrut Ch 8 Janmadinotsavah Anuvad) ✦

धारायाः जन्मदिनम् अस्ति । सा नूतनवस्त्रं धारयति । माता धारायै मिष्टान्नं ददाति । सा मिष्टान्नं विद्यालये आनयति ।
[અનુવાદ : ધારાનો જન્મદિવસ છે. તે નવાં કપડાં પહેરે છે. માતા ધારાને મીઠાઈ આપે છે. તે શાળામાં મીઠાઈ લાવે છે.]
सुजलाभगिनी धारायाः शिक्षिका अस्ति । सा धारां पृच्छति, 'अद्य किं विशेषः ?' धारा वदति, 'अद्य मम जन्मदिनम् अस्ति ।' सुजला धारां अभिनन्दनं ददाति ।
[અનુવાદ : સુજલાબહેન ધારાનાં શિક્ષિકા છે. તેઓ ધારાને પૂછે છે, 'આજે શો વિશેષ છે?' ધારા કહે છે, 'આજે મારો જન્મદિવસ છે.' સુજલાબહેન ધારાને અભિનંદન આપે છે.]
धारा : 'વીણાભગિની કુત્ર અસ્તિ ?'
સુજલા : 'સા કાર્યાલયે અસ્તિ ।'
ધારા વીણાસમીપં ગચ્છતિ । સા વદતિ, 'મહોદયે, કૃપયા પ્રાર્થનાસભામ્ આગચ્છતુ ।' વીણા વદતિ, 'આમ્, અહમ્ આગચ્છામિ ।'
[અનુવાદ : ધારા : 'વીણાબહેન ક્યાં છે?' સુજલા : 'તેઓ કાર્યાલયમાં (ઓફિસમાં) છે.' ધારા વીણાબહેન પાસે જાય છે. તે કહે છે, 'બહેનજી, કૃપા કરીને પ્રાર્થનાસભામાં આવો.' વીણાબહેન કહે છે, 'હા, હું આવું છું.']
ધારાયાઃ સખી મમતા આમ્રપાલીવૃક્ષસ્ય પર્ણાનિ આનયતિ । સા તોરણં ગ્રન્થતિ । વૈશાલી પ્રાર્થનાખણ્ડે સુશોભનં કરોતિ ।
[અનુવાદ : ધારાની બહેનપણી મમતા આસોપાલવનાં પાંદડાં લાવે છે. તે તોરણ ગૂંથે છે. વૈશાલી પ્રાર્થનાખંડમાં સુશોભન કરે છે.]
ધારા સરસ્વતીમાતુઃ ચિત્રસમીપં ગચ્છતિ । અદ્ય ધારા એકાદશમે વર્ષે પ્રવિશતિ । અતઃ સા તત્ર એકાદશદીપાન્ પ્રજ્વાલયતિ । સરસ્વતીમાતુઃ વન્દનામ્ કરોતિ । અનન્તરં યજ્ઞઃ અપિ ભવતિ । ધારા અક્ષયપાત્રે મુષ્ટિધાન્યં સ્થાપયતિ । અનન્તરં સા શુભસંકલ્પં કરોતિ । આચાર્યઃ જન્મદિનસ્ય શુભાશિષં દદાતિ । વીણા ધારાયૈ આશીર્વાદં દદાતિ, સુજલા અપિ આશીર્વાદં દદાતિ । અન્તે ધારા સર્વેભ્યઃ મિષ્ટાન્રં વિતરતિ ।
[અનુવાદ : ધારા સરસ્વતીમાતાના ચિત્ર પાસે જાય છે. આજે ધારા અગિયારમા વર્ષમાં પ્રવેશે છે. તેથી તે ત્યાં અગિયાર દીવા પ્રગટાવે છે. તે સરસ્વતીમાતાની વંદના કરે છે. પછી યજ્ઞ પણ થાય છે. ધારા અક્ષયપાત્રમાં મુઠ્ઠીભર અનાજ મૂકે છે. ત્યાર પછી તે શુભ સંકલ્પ કરે છે. આચાર્યશ્રી જન્મદિવસના શુભ આશિષ આપે છે. વીણાબહેન ધારાને આશીર્વાદ આપે છે, સુજલાબહેન પણ આશીર્વાદ આપે છે. છેલ્લે ધારા બધાને મીઠાઈ વહેંચે છે.]
ધારા અતીવ આનન્દમ્ અનુભવતિ ।
આચાર્યઃ શ્લોકં ગાયતિ :
સદા ભવન્તુ સુખિનઃ સદૈવ ચ નિરામયાઃ ।
વિદ્યાવન્તો યશસ્વિનઃ ભવન્તુ ચિરજીવિનઃ ॥
[અનુવાદ : ધારા ખૂબ જ આનંદ અનુભવે છે. આચાર્યશ્રી શ્લોક ગાય છે : બધા હંમેશાં સુખી થાઓ અને સદા નીરોગી (સ્વસ્થ) રહો. સૌ વિદ્યાવાળા અને યશસ્વી બનીને દીર્ઘાયુ થાઓ.]

✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 6 Sem 2 Sanskrut Ch 8 Swadhyay Solution) ✦

1. નીચેનાં પદોનું મોટેથી ઉચ્ચારણ કરો અને જોઈને લખો :

(1) जन्मदिनोत्सवः : जन्मदिनोत्सवः

(2) मिष्टान्नम् : मिष्टान्नम्

(3) अभिनन्दनम् : अभिनन्दनम्

(4) आम्रपालीवृक्षस्य : आम्रपालीवृक्षस्य

(5) एकादशदीपान् : एकादशदीपान्

(6) प्रज्वालयति : प्रज्वालयति

2. આ પ્રશ્નોના જવાબ એકમના આધારે લખો :

(1) कस्याः जन्मदिनम् अस्ति ?
उत्तरम् : धारायाः जन्मदिनम् अस्ति ।

(2) वैशाली किं करोति ?
उत्तरम् : वैशाली प्रार्थनाखण्डे सुशोभनं करोति ।

(3) धारा जन्मदिनोत्सवे कस्याः वन्दनां करोति ?
उत्तरम् : धारा जन्मदिनोत्सवे सरस्वतीमातुः वन्दनां करोति ।

(4) धारा कति दीपान् प्रज्वालयति ?
उत्तरम् : धारा एकादशदीपान् प्रज्वालयति ।

(5) धारा अक्षयपात्रे किं स्थापयति ?
उत्तरम् : धारा अक्षयपात्रे मुष्टिधान्यं स्थापयति ।

3. પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને લખો :

ઉદાહરણ : धारयति ।

ददाति, आनयति, अस्ति, पृच्छति, वदति, गच्छति, आगच्छतु, आगच्छामि, ग्रन्थति, करोति, प्रविशति, प्रज्वालयति, भवति, स्थापયતિ, વિતરતિ, અનુભવતિ, ગાયતિ, ભવન્તુ ।

4. ઉદાહરણ પ્રમાણે 'कुत्र' વડે પ્રશ્નવાક્ય બનાવો :

ઉદાહરણ : मम गृहं शिवमन्दिरस्य समीपे अस्ति । → भवतः / भवत्याः गृहं कुत्र अस्ति ?

(1) तस्य वाटिका नदीतटे अस्ति ।
उत्तरम् : तस्य वाटिका कुत्र अस्ति ?

(2) रफिकः गृहं गच्छति ।
उत्तरम् : रफिकः कुत्र गच्छति ?

(3) मीनायाः मातुलगृहं सिद्धपुरनगरे अस्ति ।
उत्तरम् : मीनायाः मातुलगृहं कुत्र अस्ति ?

(4) हर्षः गृहस्य समीपे क्रीडति ।
उत्तरम् : हर्षः कुत्र क्रीડતિ ?

(5) माला शालां गच्छति ।
उत्तरम् : माला कुत्र गच्छति ?

5. ઉદાહરણ મુજબ વાક્યો બનાવો :

ઉદાહરણ : वीणा आशीर्वादं ददाति, सुजला अपि आशीर्वादं ददाति ।

(1) सुरेशः मन्दिरं गच्छति । जयेशः ________
उत्तरम् : सुरेशः मन्दिरं गच्छति, जयेशः अपि मन्दिरं गच्छति ।

(2) सुधा पुस्तकं पठति । मनोरमा ________
उत्तरम् : सुधा पुस्तकं पठति, मनोरमा अपि पुस्तकं पठति ।

(3) जननी कारयानं चालयति । जनकः ________
उत्तरम् : जननी कारयानं चालयति, जनकः अपि कारयानं चालयति ।

(4) शिक्षकः गीतं गायति । छात्रः ________
उत्तरम् : शिक्षकः गीतं गायति, छात्रः अपि गीतं गायति ।

6. શ્રુતલેખન (શિક્ષક બોલે તે શબ્દો લખવા) :

તમારા શિક્ષક આ એકમમાંથી જે શબ્દો બોલે, તે જોડણીની શુદ્ધિ જાળવીને નોટબુકમાં લખવા અને ભૂલ ન થાય તેની કાળજી રાખવી.

✦ વિશેષ મંત્ર (ज्ञातव्यम् - જન્મદિન પ્રસંગે અપાતાં આશીર્વચન) ✦

ॐ शतं जीव शरदो वर्धमानः शतं हेमन्तान् शतमु वसन्तान् ।
शतमिन्द्राग्नि सविता बृहस्पतिः शतायुषा हविषेमं पुनर्ददुः ॥
[ભાવાર્થ : તું પ્રગતિ કરતો રહીને સો શરદઋતુ, સો હેમંતઋતુ અને સો વસંતઋતુ (એટલે કે સો વર્ષ સુધી) જીવતો રહે. ઇન્દ્ર, અગ્નિ, સૂર્ય અને બૃહસ્પતિ તને હવિ વડે સો વર્ષનું આયુષ્ય ફરી ફરીને અર્પણ કરો.]

✦ પ્રવૃત્તિઓ (Activities) ✦

• તમારા જન્મદિને તમે શું કરો છો? તેની ચર્ચા વર્ગમાં કરો અને તેને લગતાં બે-ત્રણ વાક્યો સંસ્કૃતમાં બોલવાનો પ્રયત્ન કરો.

• જન્મદિવસની ભારતીય સંસ્કૃતિ મુજબની ઊજવણીમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તે અંગે વર્ગમાં ચર્ચાસભાનું આયોજન કરો.

• જન્મદિનોત્સવનાં સંસ્કૃત ગીતો શોધીને પ્રાર્થનાસભામાં તેનું સામૂહિક ગાન કરો.


✦ નીચે ધોરણ - 6 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

أحدث أقدم