GSEB Std 6 Sanskrut Sem 2 Chapter 9 Suktayah Swadhyay Solution & Translation: અહીં ધોરણ 6 સંસ્કૃત (બીજું સત્ર) ના પ્રકરણ 9 "सूक्तयः" (Suktayah - સૂક્તયઃ) નું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ (Translation), સૂક્તિઓની સરળ સમજૂતી, શબ્દોનું અનુલેખન, સ્વાધ્યાયની ખાલી જગ્યાઓ તેમજ પાઠ્યપુસ્તક આધારિત પ્રવૃત્તિઓ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
✦ અનુવાદ : સૂક્તિઓનું સરળ ગુજરાતી ભાષાંતર (Std 6 Sem 2 Sanskrut Ch 9 Suktayah Anuvad) ✦
[અનુવાદ : મહેનત (ઉદ્યમ) જેવો કોઈ ભાઈ કે સગો નથી.]
[અનુવાદ : વૃક્ષો સત્પુરુષો (સજ્જનો) જેવા હોય છે.]
[અનુવાદ : ચારિત્ર્ય ખરેખર બધે જ સાચું ધન છે.]
[અનુવાદ : તું માતાને દેવ માનનારો થા.]
[અનુવાદ : સત્યનો જ વિજય થાય છે.]
[અનુવાદ : અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે.]
[અનુવાદ : વિદ્યા વિનય વડે શોભે છે.]
[અનુવાદ : માણસો ખરેખર ઉત્સવપ્રિય હોય છે.]
✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 6 Sem 2 Sanskrut Ch 9 Swadhyay Solution) ✦
1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અને જોઈને લખો :
(1) उद्यमसमः : उद्यमसमः
(2) सर्वत्र : सर्वत्र
(3) सत्यमेव : सत्यमेव
(4) विनयेन : विनयेन
(5) उत्सवप्रियाः : उत्सवप्रियाः
2. એકમમાં આપેલ સૂક્તિઓનું લયબદ્ધ પઠન કરો :
વિદ્યાર્થીઓએ એકમમાં આપેલી તમામ ૮ સૂક્તિઓનું શુદ્ધ ઉચ્ચારણ અને લય સાથે આદર્શ પઠન કરવું.
3. આપેલી સૂક્તિઓમાંથી તમારા શિક્ષક જે પાંચ સૂક્તિઓ લખાવે તે સાંભળીને લખો (શ્રુતલેખન) :
(1) नास्ति उद्यमसमः बन्धुः ।
(2) वृक्षाः सत्पुरुषाः इव ।
(3) मातृदेवो भव ।
(4) सत्यमेव जयते ।
(5) विद्या विनयेन शोभते ।
4. 'वृक्षाः सत्पुरुषाः इव' એ વિષય પર તમારા વર્ગમાં બે જૂથમાં ચર્ચા કરો :
જેમ સત્પુરુષો હંમેશાં પરોપકાર કરે છે, તેવી જ રીતે વૃક્ષો પોતે તડકો વેઠીને અન્યોને છાંયડો આપે છે, મીઠાં ફળો આપે છે અને અંતે પોતાનું લાકડું પણ આપી દે છે. તેથી વૃક્ષોને સત્પુરુષો સમાન ગણ્યા છે. આ વિષય પર વર્ગખંડમાં જૂથચર્ચા કરવી.
5. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
(1) वृक्षाः सत्पुरुषाः इव । (वृक्षाः, काकाः)
(2) अहिंसा પરમો ધર્મઃ । (हिंसा, अहिंसा)
(3) સત્યમેવ જયતે । (सत्यम्, असत्यम्)
(4) વિદ્યા વિનયેન શોભતે । (विनयेन, धनेन)
(5) નાસ્તિ ઉદ્યમ સમઃ બન્ધુઃ । (उद्यम, धन)
✦ પ્રવૃત્તિઓ (Activities) ✦
• તમારા વિસ્તારમાં ઉજવાતા ઉત્સવો તેમજ તહેવારોની યાદી તૈયાર કરો (જેમ કે દિવાળી, નવરાત્રિ, ઉત્તરાયણ, જન્માષ્ટમી, શિવરાત્રિ વગેરે).
• પુસ્તકાલયમાંથી વિવિધ સંસ્કૃત સૂક્તિઓનો સંગ્રહ તૈયાર કરી નોંધપોથીમાં લખો.
• પસંદ કરેલી સૂક્તિઓ ચાર્ટપેપર પર સુંદર અક્ષરે લખીને શાળાના વર્ગખંડ તેમજ વિવિધ જગ્યાએ સુવાક્યો તરીકે લગાવો.
Post a Comment