ધોરણ-7 [ગુજરાતી] 1. મેળામાં [Std 7 Gujarati chapter 1. melama] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 7 Gujarati path 1. melama] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
Std 7 Gujarati chapter 1. melama saransh
આ પાઠમાં એક મેળાનું ચિત્ર આપેલું છે. મેળામાં પ્રણામ રમકડાની દુકાન, હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર, સોનુ મીઠાઈની દુકાન દેખાય છે. મેળામાં ચગડોળ, ટ્રેન અને મેરી ગો રાઉન્ડ જેવી રાઈડો દેખાય છે.મેળામાં ઘણા ફેરિયાઓ પણ દેખાય છે. બાળકો રાઈડની મજા માણી રહ્યા છે. મેળામાં ઘણા લોકો જોવા મળે છે.
Std 7 Gujarati chapter 1. melama abhyas
1. નીચેના શબ્દજૂથોમાંથી માન્ય શબ્દની નીચે લીટી કરો.
જવાબ - 1 : રમકડાં - રકમડાં
આઇસક્રીમ - આસકરીમ
મેરો - મેળો
ફરકડી - ફળકરી
ચકરડી - ચકરળી
મદારી - મદાડી
ચગડોર - ચગડોળ
લાકરી - લાકડી
2. આ ચિત્રપાઠના આધારે શિક્ષકે બોલેલાં વાક્યો ફરી લખો.
(1) લઈ જાઉં આજે મેળામાં ચાલો હું તમને.
જવાબ - 1 : ચાલો, આજે હું તમને મેળામાં લઈ જાઉં.
(2) મેળામાં મજા કરીશું જઈ.
જવાબ - 2 : મેળામાં જઈ મજા કરીશું.
(3) દુકાનો છે મેળામાં ઘણી.
જવાબ - 3 : મેળામાં ઘણી દુકાનો છે.
(4) ચકર ચકર ફરતી છે ચગડોળ મેળામાં.
જવાબ - 4 : મેળામાં ચકર ચકર ફરતી ચગડોળ છે.
(5) એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી.
જવાબ - 5 : એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે.
(6) દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને.
જવાબ - 6 : નટ લાકડી લઈને દોરડા પર ચાલે છે.
(7) સાપનો ખેલ બતાવે મદારી છે.
જવાબ - 7 : મદારી સાપનો ખેલ બતાવે છે.
(8) આઇસક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક.
જવાબ - 8 : કેટલાક લોકો આઇસ્ક્રીમની મજા માણી રહ્યા છે.
(9) વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં.
જવાબ - 9 : મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે.
(10) રમકડાં ખરીદી રહ્યાં છે બાળકો કેટલાંક.
જવાબ - 10 : કેટલાક બાળકો રમકડાં ખરીદી રહ્યાં છે.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) મેળામાં કેટલી દુકાનો દેખાય છે ? તેનાં નામ કહો.
જવાબ - 1 : મેળામાં ત્રણ દુકાનો દેખાય છે. (1) પ્રણામ રમકડાંની દુકાન (2) હર્ષ આઇસ્ક્રીમ સેન્ટર (3) સોનુ મીઠાઇની દુકાન.
(2) દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે ?
જવાબ - 2 : દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે.
(3) મદારી શું વગાડે છે ?
જવાબ - 3 : મદારી ડમરું વગાડે છે.
(4) કેટલાં બાળકો રમકડાં ખરીદી રહ્યાં છે ?
જવાબ - 4 : બે બાળકો રમકડાં ખરીદી રહ્યા છે.
Std 7 Gujarati chapter 1. melama swadhyay
1. તમને મનપસંદ ચિત્રની મદદથી આઠ-દસ વાક્યો લખો.
જવાબ - 1 :
મને આ ચિત્ર ખૂબ જ ગમ્યું. આ ચિત્રમાં ઘણા બધા વૃક્ષો દેખાય છે. આ ચિત્રમાં બરફના પહાડો દેખાય છે. પહાડો ઘણા દૂર છે. સવાર પડી છે અને પક્ષીઓ ખોરાકની શોધમાં નીકળી ગયા છે. એક ટોચ પર વૃક્ષની પાસે ઉભેલો વ્યક્તિ જાણે સુરજ ઉગવાની રાહ જોઈ રહ્યો છે તેવું લાગે છે. ચિત્રકારે સુંદર ચિત્ર દોરેલું છે. આ ચિત્રમાં કુદરતી સૌંદર્ય જોવા મળે છે.
2. વર્તમાનપત્રો કે સામયિકોમાંથી વાર્તાચિત્રો મેળવી તેના પરથી એક વાર્તા લખો.
જવાબ - 2 : એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઊડતો ઊડતો તે ઘણે દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. પાણીની શોધમાં તે આમતેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહિ. અચાનક તેની નજર એક માટલા પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે માટલા પાસે પહોંચી ગયો. જુએ તો માટલામાં પાણી તો હતું પણ ઠીક ઠીક નીચે હતું. તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહિ. પાણી પીવા તેણે ઘણી મહેનત કરી. ખૂબ ઊંચો નીચો થયો,પરંતુ બધી જ મહેનત નકામી ગઈ. કોઈપણ યુક્તિ કરીને તરસ છીપાવવી એમ તેણે વિચાર્યું. તે ચતુર હતો. તેણે આજુબાજુ નજર કરી. બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો. તેને યુક્તિ સૂઝી ગઈ. તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો. કાંકરાને માટલામાં નાખ્યો. તેણે વારાફરતી ઊડી ઊડીને કાંકરા માટલામાં નાખવા માંડ્યા. માટલામાં કાંકરા જેમ જેમ પડતા ગયા. તેમ તેમ માટલાનું પાણી ઊંચે આવતું ગયું. પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાંકરા નાંખ્યા. કાગડાએ ચાંચ બોળી પાણી પીધું. પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઊડી ગયો.
Std 7 Gujarati chapter 1. melama pravruti
- સારાંશ
- એકમની સમજૂતી
- અભ્યાસ
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
std 7 Gujarati chapter 1. melama saransh, std 7 Gujarati ekam 1. melama ni samjuti, std 7 Gujarati ch 1. melama swadhyay na javabo (solutions), std 7 Gujarati path 1. melama swadhyay pothi na javabo (solutions), std 7 Gujarati unit 1. melama ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.
Std 7 Gujarati chapter 1. melama saransh
✦ સારાંશ ✦
આ પાઠમાં એક મેળાનું ચિત્ર આપેલું છે. મેળામાં પ્રણામ રમકડાની દુકાન, હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર, સોનુ મીઠાઈની દુકાન દેખાય છે. મેળામાં ચગડોળ, ટ્રેન અને મેરી ગો રાઉન્ડ જેવી રાઈડો દેખાય છે.મેળામાં ઘણા ફેરિયાઓ પણ દેખાય છે. બાળકો રાઈડની મજા માણી રહ્યા છે. મેળામાં ઘણા લોકો જોવા મળે છે.
Std 7 Gujarati chapter 1. melama abhyas
✦ અભ્યાસ ✦
1. નીચેના શબ્દજૂથોમાંથી માન્ય શબ્દની નીચે લીટી કરો.જવાબ - 1 : રમકડાં - રકમડાં
આઇસક્રીમ - આસકરીમ
મેરો - મેળો
ફરકડી - ફળકરી
ચકરડી - ચકરળી
મદારી - મદાડી
ચગડોર - ચગડોળ
લાકરી - લાકડી
2. આ ચિત્રપાઠના આધારે શિક્ષકે બોલેલાં વાક્યો ફરી લખો.
(1) લઈ જાઉં આજે મેળામાં ચાલો હું તમને.
જવાબ - 1 : ચાલો, આજે હું તમને મેળામાં લઈ જાઉં.
(2) મેળામાં મજા કરીશું જઈ.
જવાબ - 2 : મેળામાં જઈ મજા કરીશું.
(3) દુકાનો છે મેળામાં ઘણી.
જવાબ - 3 : મેળામાં ઘણી દુકાનો છે.
(4) ચકર ચકર ફરતી છે ચગડોળ મેળામાં.
જવાબ - 4 : મેળામાં ચકર ચકર ફરતી ચગડોળ છે.
(5) એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી.
જવાબ - 5 : એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે.
(6) દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને.
જવાબ - 6 : નટ લાકડી લઈને દોરડા પર ચાલે છે.
(7) સાપનો ખેલ બતાવે મદારી છે.
જવાબ - 7 : મદારી સાપનો ખેલ બતાવે છે.
(8) આઇસક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક.
જવાબ - 8 : કેટલાક લોકો આઇસ્ક્રીમની મજા માણી રહ્યા છે.
(9) વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં.
જવાબ - 9 : મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે.
(10) રમકડાં ખરીદી રહ્યાં છે બાળકો કેટલાંક.
જવાબ - 10 : કેટલાક બાળકો રમકડાં ખરીદી રહ્યાં છે.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) મેળામાં કેટલી દુકાનો દેખાય છે ? તેનાં નામ કહો.
જવાબ - 1 : મેળામાં ત્રણ દુકાનો દેખાય છે. (1) પ્રણામ રમકડાંની દુકાન (2) હર્ષ આઇસ્ક્રીમ સેન્ટર (3) સોનુ મીઠાઇની દુકાન.
(2) દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે ?
જવાબ - 2 : દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે.
(3) મદારી શું વગાડે છે ?
જવાબ - 3 : મદારી ડમરું વગાડે છે.
(4) કેટલાં બાળકો રમકડાં ખરીદી રહ્યાં છે ?
જવાબ - 4 : બે બાળકો રમકડાં ખરીદી રહ્યા છે.
Std 7 Gujarati chapter 1. melama swadhyay
✦ સ્વાધ્યાય ✦
1. તમને મનપસંદ ચિત્રની મદદથી આઠ-દસ વાક્યો લખો.જવાબ - 1 :
મને આ ચિત્ર ખૂબ જ ગમ્યું. આ ચિત્રમાં ઘણા બધા વૃક્ષો દેખાય છે. આ ચિત્રમાં બરફના પહાડો દેખાય છે. પહાડો ઘણા દૂર છે. સવાર પડી છે અને પક્ષીઓ ખોરાકની શોધમાં નીકળી ગયા છે. એક ટોચ પર વૃક્ષની પાસે ઉભેલો વ્યક્તિ જાણે સુરજ ઉગવાની રાહ જોઈ રહ્યો છે તેવું લાગે છે. ચિત્રકારે સુંદર ચિત્ર દોરેલું છે. આ ચિત્રમાં કુદરતી સૌંદર્ય જોવા મળે છે.
2. વર્તમાનપત્રો કે સામયિકોમાંથી વાર્તાચિત્રો મેળવી તેના પરથી એક વાર્તા લખો.
જવાબ - 2 : એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઊડતો ઊડતો તે ઘણે દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. પાણીની શોધમાં તે આમતેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંય પાણી મળ્યું નહિ. અચાનક તેની નજર એક માટલા પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે માટલા પાસે પહોંચી ગયો. જુએ તો માટલામાં પાણી તો હતું પણ ઠીક ઠીક નીચે હતું. તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહિ. પાણી પીવા તેણે ઘણી મહેનત કરી. ખૂબ ઊંચો નીચો થયો,પરંતુ બધી જ મહેનત નકામી ગઈ. કોઈપણ યુક્તિ કરીને તરસ છીપાવવી એમ તેણે વિચાર્યું. તે ચતુર હતો. તેણે આજુબાજુ નજર કરી. બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો. તેને યુક્તિ સૂઝી ગઈ. તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો. કાંકરાને માટલામાં નાખ્યો. તેણે વારાફરતી ઊડી ઊડીને કાંકરા માટલામાં નાખવા માંડ્યા. માટલામાં કાંકરા જેમ જેમ પડતા ગયા. તેમ તેમ માટલાનું પાણી ઊંચે આવતું ગયું. પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાંકરા નાંખ્યા. કાગડાએ ચાંચ બોળી પાણી પીધું. પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઊડી ગયો.
Std 7 Gujarati chapter 1. melama pravruti
✦ પ્રવૃત્તિઓ ✦
- શાળા પુસ્તકાલયમાંથી ચિત્રવાર્તાની પુસ્તિકાઓ મેળવી વાંચો.
- કોઈ એક મેળાની મુલાકાત લો અને જુદી જુદી જગ્યાએ ભરાતા મેળાઓ વિશે અંક તૈયાર કરો. → ભાદરવી પૂનમનો મેળો અંબાજી : અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે યોજાય છે. આ મેળો ભાદરવા સુદ અગિયારસ થી પુનમ સુધીનો હોય છે. લોકો દૂર દૂરથી પગપાળા માતાના દર્શને આવે છે.જેમાં રથ લઈને કે દંતવત કરતા કરતા કેટલાય શ્રદ્ધાળુઓ માતાના ગરબા અને જ્ય બોલાવતા આવે છે. કેટલાય કિલોમીટર સુધી રસ્તાઓ ભક્તિ ભાવ થી છલકી ઊઠે છે. રસ્તાઓ ઉપર શ્રદ્ધાળુઓ, દાતાઓ અને વિવિધ સેવાભાવી સંગઠનો 24 કલાક સેવા કેમ્પો કરીને મફતમાં શ્રદ્ધાળુઓને ભોજન વિશ્રામ અને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
- 'ચાલો જોવા જઈએ મેળો' કાવ્યનું સમૂહગાન કરો.
→ ભવનાથનો મેળો : મહાવદ તેરસના શિવરાત્રીના દિવસે ભવનાથ મહાદેવનો મેળો ભવનાથ મહાદેવના સાનિધ્યમાં જુનાગઢ ગિરનાર તળેટીમાં ભરાય છે. નાગા સન્યાસીઓ મુર્ગીકુંડમાં સ્નાન કરે છે અને શોભાયાત્રા નીકળે છે. તેને રવાડી કહે છે. નાગા સાધુઓ દ્વારા યોજાતી શોભાયાત્રા જોવાલાયક હોય છે. ભજન મંડળીઓ ભજનની રમઝટ બોલાવે છે. ભજન અને ભોજનનો ખૂબ મહિમા ધરાવતો આ મેળો ખૂબ પ્રખ્યાત છે. જુનાગઢ ભવનાથનો મેળો અગિયારસથી ચાલુ થાય છે.
→ તરણેતરનો મેળો : ભાદરવા સુદ ચોથ પાંચમ છઠના ત્રણ દિવસ સુધી ચાલતો આ મેળો ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં, સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતરમાં યોજાય છે. મેળામાં અનેક સ્પર્ધાઓ, રંગબેરંગી વેશભૂષા અને ભરત ભરેલી છત્રીઓનું આકર્ષણ જોવા મળે છે.
→ વૌઠાનો મેળો : કારતક સુદ અગિયારસથી પુનમ સુધી અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના વૌઠામાં સાત નદીઓના સંગમ સ્થાને વૌઠાનો મેળો ભરાય છે. ગધેડાઓના ખરીદ વેચાણ માટે વૌઠાનો મેળો પ્રખ્યાત છે.
→ ગોળ ગધેડાનો મેળો : હોળી પછીની પાંચમ સાતમ કે બારમા દિવસે દાહોદ જિલ્લાના ગરબાડા મુકામે આદિવાસી સમુદાયનો મેળો ભરાય છે. જેમાં એક ઊંચો થાંભલો ઊભો કરી તેના પર ગોળની પોટલી બાંધવામાં આવે છે. યુવાનો આ ગોળની પોટલી લેવા માટે ઉપર ચડે છે. અને યુવતીઓ તેમને સોટીઓ મારીને નીચે ઉતારવા પ્રયત્ન કરે છે. તેમ છતાં જે યુવક થાંભલા પર ચઢી ગોળની પોટલી ઉતારી લાવે છે તેને મનપસંદ કન્યા સાથે પરણવા મળે છે.
→ ચિત્ર વિચિત્રનો મેળો : સાબરકાંઠાના પોશીના તાલુકાના ગુણ ભાખરી ગામે હોળી પછીના પંદર દિવસે ભરાય છે. આદિવાસી સમુદાયનો પ્રખ્યાત મેળો છે. મહાભારતના ચિત્રવીર્ય અને વિચિત્ર વીર્યની કથા જોડાયેલી છે.
→ ધ્રાંગનો મેળો : કચ્છ જિલ્લાના ધ્રાંગ મુકામે સંત મેકરણ દાદાનું સ્થાનક આવેલું છે. કચ્છના રણમાં ભૂલા પડેલાને ખોરાક અને પાણીનો બંધોબસ્ત કરનાર મેકરણ દાદાના સમાધિ સ્થાને શિવરાત્રી પર મેળો યોજાય છે. મોટી સંખ્યામાં લોકો મેળામાં આવીને મેકરણ દાદાના સમાધિ સ્થાને દર્શનનો લાભ લે છે.
→ કાત્યોકનો મેળો : પાટણ જિલ્લાના સિધ્ધપુર મુકામે સરસ્વતી નદીના પટમાં કારતક સુદ પુનમના દિવસે મેળો ભરાય છે. તેને લોક બોલીમાં કાત્યોકનો મેળો કહેવામા આવે છે. સિધ્ધપુરમાં આવેલા બિંદુ સરોવરમાં માતૃશ્રાધ્ધ કરવામાં આવે છે.
→ શામળાજીનો મેળો : વિષ્ણુ મંદિર (કાળીયા ઠાકર )ના સાનિધ્યમાં મેશ્વો નદીના કિનારે શામળાજીનો મેળો ભરાય છે. કારતક સુદ અગિયારસ થી પુનમ સુધીના મેળામાં આદીવાસી સમુદાય મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
→ માણેકઠારી પુનમનો મેળો : માણેકઠારી પુનમ એટલે આસો સુદ પુનમના દિવસે ડાકોરના રણછોડરાયનો મેળો ભરાય છે. લાખો લોકો આ દિવસે ડાકોર ભગવાન રણછોડરાયનાં દર્શન કરે છે.
→ પલ્લીનો મેળો : ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે આસોસૂદ ૯ ના દિવસે મેળો ભરાય છે. તેમજ વરદાયીની માતાની પલ્લીમાં ઘી ચડાવવામાં આવે છે. લોકો દ્વારા ઘી ચડાવવાની માનતા રાખવામાં આવતાં સેંકડો મણ ઘી માતાજીની પલ્લી પર ચડાવવામાં આવે છે.
→ માધવરાયનો મેળો : આ મેળો પોરબંદરના માધવપુર ઘેડ પંથકમાં ભરાતો મેળો છે. ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ આ સ્થળે થયા હતા. તેથી રુકમણી વિવાહની યાદમાં આ મેળો યોજાય છે. અહીં ભગવાન કૃષ્ણનો સ્વયંવર યોજાય છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.
→ ચૂલનો મેળો : છોટા ઉદેપુર અને ભરૂચના આદિવાસી વિસ્તારમાં આ મેળો હોળી પછીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ભરાય છે. જેમાં જમીન ઉપર એક લાંબી ચૂલ ખોદી તેમાં લાકડાના સળગતા કોલસા પર શ્રીફળ અને ઘડો લઈ લોકો ચાલે છે. તેમની માન્યતા છેકે આમ કરવાથી અગ્નિદેવની કૃપા થાય છે. અને તેમના પશુઓમાં કોઈ રોગ થતો નથી.
→ ચાડિયાનો મેળો : આ મેળામાં લાકડાનો એક ચાડિયો બનાવી તેને કપડાં વગેરે પહેરાવી ચાડિયો બનાવવામાં આવે છે અને તેને ઝાડ ઉપર ઊંચે બાંધવામાં આવે છે. યુવાનો દ્વારા ચાડિયાને નીચે ઉતારવાના પ્રયત્નો કરવામાં આવે છે. જે યુવાન તેને નીચે ઉતારે છે તેને યુવતીઓ ગીત ગાઈને સન્માનીત કરે છે.
→ ઝૂંડનો મેળો : ચોરવાડમાં ઝુંડ ભવાની માતાના મંદિરે ભાદરવા સુદના દિવસે ઝૂંડનો મેળો ભરાય છે. મેળાની શરૂઆત ખારવા સમાજના આગેવાન દ્વારા માતાજીની પુજા કરીને શરૂ કરવામાં આવે છે. ખારવા સમાજનો આ મેળો ત્રણ દિવસ ચાલે છે. ખોડિયાર આઠમનો મેળો : મહાસુદ આઠમના રોજ ખોડિયાર જયંતિના દિવસે સમી તાલુકાના વરાણા ગામે ખોડિયાર માતાના સ્થાનકે ખોડિયાર માતાનો મેળો ભરાય છે. મહાસુદ એકમથી મહાવદ અમાસ સુધી એક માસ સુધી શ્રધ્ધાળુઓ માતાના દર્શને આવે છે. ગુજરાતનો સૌથી વધુ દિવસ ચાલનારો મેળો છે.
→ સરખેજનો મેળો : સંત હજરત ખટ્ટુ ગંજ બક્ષ સાહેબની દરગાહ સરખેજ અમદાવાદમાં આવેલી છે, જે સરખેજના રોજા તરીકે ઓળખાય છે. હજરત ગંજબક્ષ સાહેબના ઉર્સમાં આ મેળો ભરાય છે.
→ ડાંગનો મેળો : ડાંગનો મેળો ડાંગ દરબારના નામે ઓળખાય છે. આ મેળો બ્રીટીશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ડાંગના રાજાઓને વાર્ષિક સાલીયાણું આપી સન્માનિત કરવામાં આવતા હતા, વર્તમાનમાં ડાંગ કલેક્ટર દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે.
إرسال تعليق