Loading [MathJax]/jax/output/CommonHTML/jax.js

ધોરણ-6 [ગણિત] 1. સંખ્યા પરિચય | std-6 [maths] 1. sankhya parichay

ધોરણ-6 [ગણિત] 1. સંખ્યા પરિચય [std 6 maths chapter 1. sankhya parichay] સ્વાધ્યાયના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, સ્વાધ્યાયની સમજૂતી, સ્વાધ્યાયના દાખલાઓ, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 6 ganit swadhyay 1. sankhya parichay] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-6-maths-1-sankhya-parichay-eclassguru

std 6 maths chapter 1. sankhya parichay imp notes, std 6 maths ekam 1. sankhya parichay ni samjuti, std 6 maths ch 1. sankhya parichay swadhyay na javabo (solutions), std 6 maths path 1. sankhya parichay swadhyay pothi na javabo (solutions), std 6 maths unit 1. sankhya parichay ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 6 maths chapter 1. sankhya parichay imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦

  • જે સંખ્યામાં અંકો વધારે હોય તે સંખ્યા મોટી સંખ્યા હોય છે.
  • બે સરખા અંકોની સંખ્યામાં જે સંખ્યાનો પ્રથમ અંક મોટો હોય તે સંખ્યા મોટી હોય છે. જો પ્રથમ અંક સરખો હોય તો બીજો અંક જોવો. જે સંખ્યાનો બીજો અંક મોટો હોય તે સંખ્યાને મોટી સંખ્યા કહેવાય. જો બીજો અંક પણ સરખો હોય, તો ત્રીજો અંક જુઓ. આમ ક્રમશ અંક જોવા. જે સંખ્યાનો અંક મોટો હોય તે સંખ્યાને મોટી સંખ્યા કહેવાય.
  • સંખ્યાના વાંચન માટે સંખ્યાના દરેક અંકોની સ્થાન કિંમત ખબર હોવી જરૂરી છે. સંખ્યાના પહેલા અંકની સ્થાનકિંમત ખબર હોવી જોઈએ.
  • અલ્પવિરામ આપણને મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં મદદ કરે છે. આપણી ભારતીય પદ્ધતિમાં એકમ, દશક, સો, હજાર અને પછી લાખ અને કરોડનો ઉપયોગ કરીએ છીએ. સંખ્યાને સરળતાથી વાંચવા અલ્પવિરામ નો ઉપયોગ કરવામાં આવે છે.
  • આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં એકમ, દશ , સો, હજાર અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. એક મિલિયન એટલે હજાર વખત હજાર. હજાર અને મિલિયન દર્શાવવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. તે જમણી બાજુથી દર ત્રણ અંકો પછી આવે છે. પ્રથમ અલ્પવિરામ હજાર દર્શાવે છે અને તેના પછીનું અલ્પવિરામ મિલિયન દર્શાવે છે.
  • સંખ્યાઓ ચડતા ક્રમમાં ગોઠવવી એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ ક્રમમાં ગોઠવણી કરવી.
  • સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવવી એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ ક્રમમાં ગોઠવણી કરવી.


std 6 maths chapter 1. sankhya parichay swadhyay

✦ સ્વાધ્યાય 1.1 ✦

1. ખાલી જગ્યા પૂરો :
(a) 1 લાખ = દસ દસ હજાર
(b) 1 મિલિયન = દસ સો હજાર
(c) 1 કરોડ = દસ દસ લાખ
(d) 1 કરોડ = દસ મિલિયન
(e) 1 મિલિયન = દસ લાખ

2. યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો :
(a) તોંતેર લાખ પંચોતેર હજાર ત્રણ સો સાત
ઉકેલ (a) : 73,75,307

(b) નવ કરોડ પાંચ લાખ એકતાળીસ
ઉકેલ (b) : 9,05,00,041

(c) સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણ સો બે
ઉકેલ (c) : 7,52,21,302

(d) અઠ્ઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે
ઉકેલ (d) : 58,423,202

(e) ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ
ઉકેલ (e) : 23,30,010

3. અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો.
(a) 87595762
ઉકેલ (a) : 8,75,95,762 → આઠ કરોડ પંચોતેર લાખ પંચાણુ હજાર સાતસો બાસઠ

(b) 8546283
ઉકેલ (b) : 85,46,283 → પંચાસી લાખ છેતાળીસ હજાર બસો ત્યાંસી

(c) 99900046
ઉકેલ (c) : 9,99,00,046 → નવ કરોડ નવ્વાણું લાખ છેતાલીસ

(d) 98432701
ઉકેલ (d) : 9,84,32,701 → નવ કરોડ ચોર્યાસી લાખ બત્રીસ હજાર સાતસો એક

4. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો.
(a) 78921092
ઉકેલ (a) : 78,921,092 → ઈઠ્ઠોતેર મિલિયન નવસો એકવીસ હજાર બાણું

(b) 7452283
ઉકેલ (b) : 7,452,283 → સાત મિલિયન ચારસો બાવન હજાર બસો ત્યાંસી

(c) 99985102
ઉકેલ (c) : 99,985,102 → નવ્વાણું મિલિયન નવસો પંચાસી હજાર એકસો બે

(d) 48049831
ઉકેલ (d) : 48,049,831 → અડતાલીસ મિલિયન ઓગણપચાસ હજાર આઠસો એકત્રીસ

std 6 maths chapter 1. sankhya parichay swadhyay

✦ સ્વાધ્યાય 1.2 ✦

1. શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે, 1094, 1812, 2050 અને 2751 છે. તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો.
ઉકેલ – 1 :
પહેલા દિવસની ટિકિટો =1094
બીજા દિવસની ટિકિટો =1812
ત્રીજા દિવસની ટિકિટો =2050
ચોથા દિવસની ટિકિટો =2751
std-6-maths-1-sankhya-parichay-eclassguru
તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા 7,707 છે.

2. શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે. તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઇચ્છે છે. તેને હજી વધુ (more) કેટલા રનની જરૂર છે ?
ઉકેલ – 2 :
પૂર્ણ કરવાના રન =10000
અત્યાર સુધીમાં બનાવેલા રન =6980
તેને હજી વધુ 3,020 રનની જરૂર છે.

3. ચૂંટણીમાં, સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈ (margin)થી ચૂંટણી જીતી ?
ઉકેલ – 3 :
સફળ ઉમેદવારના મતો =577500
નજીકના પ્રતિસ્પર્ધીના મતો =348700
સફળ ઉમેદવારે 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતી.

4. કીર્તિ બુકસ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાનાં પુસ્તકો વેચ્યાં અને મહિનાના બીજા સપ્તાહમાં 4,00,768 રૂપિયાનાં પુસ્તકો વેચ્યાં હતાં. બે અઠવાડિયાં મળીને કેટલું વેચાણ થયું ? કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું ?
ઉકેલ – 4 :
પ્રથમ સપ્તાહમાં મળેલ રૂપિયા =285891
બીજા સપ્તાહમાં મળેલ રૂપિયા =400768
બે અઠવાડિયાં મળીને 6,86,659 રૂપિયાનું વેચાણ થયું.
બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું.
બીજા સપ્તાહમાં વેચાણ 1,14,877 રૂપિયા વધારે હતું.

5. 6, 2, 7, 4, 3નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો.
ઉકેલ – 5 :
સૌથી મોટી સંખ્યા =76432
સૌથી નાની સંખ્યા =23467
સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 52,965 છે.

6. એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્કૂનું ઉત્પાદન કરે છે, તો જાન્યુઆરી, 2006માં કેટલા સ્કૂનું ઉત્પાદન થયું હશે ?
ઉકેલ – 6 :
એક દિવસમાં સ્ક્રૂનું ઉત્પાદન =2825
જાન્યુઆરી 2006ના દિવસોની સંખ્યા =31
જાન્યુઆરી, 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન 87,575 થયું હશે.

7. એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે રૂપિયા 1200 નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે ?
ઉકેલ – 7 :
વેપારી પાસે કુલ રૂપિયા =78,592

1 રેડિયાની કિંમત 1200 રૂપિયા છે.
તો 40 રેડિયોની કિંમત કેટલી થશે ?
=40×12001
=48,000 રૂપિયા
ખરીદી પછી તેની પાસે 30,592 રૂપિયા બાકી રહેશે.

8. એક વિદ્યાર્થીએ 7236નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે ? (ઇશારો (hint): શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે ?)
ઉકેલ – 8 :
7236નો 56 દ્વારા ગુણાકાર
7236નો 65 દ્વારા ગુણાકાર
તેનો જવાબ સાચા જવાબ કરતાં 65,124 વધારે હશે.

9. એક શર્ટ સિવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે. 40 મીટર કાપડમાંથી કેટલાં શર્ટ બનશે? અને કેટલું કાપડ બચશે ? (ઇશારો (hint) : માહિતી સેમીમાં ફેરવો.)
ઉકેલ – 9 :
શર્ટ માટે જરૂરી કાપડ =2 મીટર 15 સેમી
=(100×2) સેમી +15 સેમી
=200 સેમી +15 સેમી
=215 સેમી
કુલ કાપડ=40 મીટર
=40×100 સેમી
=4000 સેમી

215 સેમી કાપડમાંથી 1 શર્ટ બનશે.
તો 4000 સેમી કાપડમાંથી કેટલા શર્ટ બનશે ?
=4000 ×1215
=18
40 મીટર કાપડમાંથી 18 શર્ટ બનશે અને 130 સેમી એટલે કે 1 મીટર 30 સેમી કાપડ બચશે.

10. દવાઓ બોક્સમાં ભરેલી છે. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે. 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલાં બોક્સને ભરી શકાય ?
ઉકેલ – 10 :
1 બોક્સનું વજન =4 કિલો 500 ગ્રામ
=(4×1000) ગ્રામ +500 ગ્રામ
=4000 ગ્રામ +500 ગ્રામ
=4500 ગ્રામ
વાનની ક્ષમતા =800 કિલો
=800×1000 ગ્રામ
=800000 ગ્રામ

4500 ગ્રામનું 1 બોક્સ થાય.
તો 800000 ગ્રામના કેટલા બોક્સ થાય ?
=800000×14500
=800045
=177
વાનમાં 177 બોક્સ ભરી શકાય છે.

11. શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિમી 875 મીટર છે. રોજિંદા તે આવતાં અને જતાં બંને વખત ચાલે છે. છ દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો.
ઉકેલ – 11 :
ઘરથી શાળા સુધીનું અંતર =1 કિમી 875 મીટર
=1000 મીટર +875 મીટર
=1875 મીટર
શાળાથી ઘર સુધીનું અંતર =1875 મીટર
1 દિવસમાં ચાલવાનું થતું અંતર =3750 મીટર

1 દિવસમાં ચાલવાનું થતું અંતર 3750 મીટર છે.
તો 6 દિવસમાં ચાલવાનું થતું અંતર કેટલા મીટર થાય ?
=6×37501
=22500 મીટર
વિદ્યાર્થી દ્વારા 6 દિવસમાં આવરી લેવાતું કુલ અંતર 22500 મીટર છે. જે 22 કિમી 500 મીટર થશે.

12. એક પાત્રમાં 4 લિટર અને 500 મિલિ દહીં છે. તેમાંથી 25 મિલિની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય ?
ઉકેલ – 12 :
પાત્રમાં દહીં =4 લિટર 500 મિલિ
=(4×1000) મિલિ +500 મિલિ
=4000 મિલિ +500 મિલિ
=4500 મિલિ

25 મિલિ દહીંથી 1 કપ ભરી શકાય.
તો 4500 મિલિ દહીંથી કેટલા કપ ભરી શકાય ?
=4500×125
=180
25 મિલિની ક્ષમતાવાળા 180 કપ ભરી શકાય.

✦ નીચે ધોરણ - 6 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post