GSEB Std 7 Sanskrut Chapter 2 Megho Varshati Swadhyay Solution & Translation: અહીં ધોરણ 7 સંસ્કૃત વિષયના પ્રકરણ 2 "मेधो वर्षति" (Megho Varshati) નું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ (Translation), એકમની સરળ સમજૂતી, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો-જવાબો, વ્યાકરણ આધારિત પ્રવૃત્તિઓ તેમજ સ્વ-અધ્યયનપોથીના ઉપયોગી જવાબો સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
✦ અનુવાદ : કાવ્યનું સરળ ગુજરાતી ભાષાંતર (Std 7 Sanskrut Ch 2 Megho Varshati Anuvad) ✦
मेघो वर्षति प्रवहति नीरम्।
[વાદળ વરસે છે. પાણી વહે છે.]
तुष्यति कृषक: गच्छति गोष्ठम्॥
[ખેડૂત સંતુષ્ટ થાય છે. (તે) પશુઓના વાડામાં જાય છે.]
नयति च वृषभो हलमपि वहति।
[અને તે બળદને લઈ જાય છે, હળને પણ ઉપાડી જાય છે.]
कर्षति क्षेत्रं वपति च बीजम्॥
[(તે) ખેતર ખેડે છે અને બીજ વાવે છે.]
रोहति सस्यं फलति प्रकामम्।
[અનાજ ઊગે છે, ખૂબ ફળે છે.]
भवति समृद्धि: मनुकुलवृद्धि:॥
[સંપત્તિ અને મનુષ્યોની વૃદ્ધિ થાય છે.]
- મહાબलेश्वरभट्ट:
✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Sanskrut Chapter 2 Swadhyay Solution) ✦
1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો:
प्रवहति, गोष्ठम्, कर्षति, प्रकामम्, समृद्धि:, मनुकुलवृद्धि:।
2. નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો:
(१) मेघो वर्षति तदा किं प्रवहति ?
उत्तरम् : मेघो वर्षति तदा नीरं प्रवहति।
(२) क: गोष्ठं गच्छति ?
उत्तरम् : कृषकः गोष्ठं गच्छति।
(३) कृषिक: किं वपति ?
उत्तरम् : कृषिकः बीजं वपति।
3. નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધી અહીં લખો:
ઉદાહરણ : वर्षति प्रवहति
उत्तरम् : तुष्यति, गच्छति, नयति, वहति, कर्षति, वपति, रोहति, फलति, भवति
4. નીચેની પંક્તિ પૂર્ણ કરો:
(१) मेघो वर्षति ____________ गच्छति गोष्ठम्।
उत्तरम् :
मेघो वर्षति
प्रवहति नीरम् ।
तुष्यति कृषकः
गच्छति गोष्ठम् ॥
(२) रोहति सस्यं ____________ मनुकुलवृद्धि:।।
उत्तरम् :
रोहति सस्यं
फलति प्रकामम् ।
भवति समृद्धिः
मनुकुलवृद्धिः ॥
5. કાવ્યનું હાવભાવ તથા શુદ્ધ ઉચ્ચાર સાથે ગાન કરો.
(વિદ્યાર્થીઓએ જાતે કરવું.)
6. આ કાવ્યમાંથી તમારા શિક્ષક દ્વારા બોલવામાં આવતાં ચાર વાકયોનું શ્રુતલેખન કરો.
(શિક્ષકશ્રીની મદદથી વર્ગખંડમાં કરવું.)
✦ પ્રવૃતિ (Activities & Projects) ✦
(१) વર્ષાઋતુ દરમિયાન ખેતરની મુલાકાત લો તથા તમારા અનુભવ વર્ગમાં કહો.
(२) પુસ્તકાલયમાં જઈ વર્ષાગીતો શોધો, લખો અને ગાઓ.
(३) તમારા ગામમાં ગવાતાં વર્ષાગીતોની યાદી બનાવો.
(४) જૂથમાં બેસીને આ કાવ્યનું સમૂહમાં તથા વ્યક્તિગત ગાન કરો.
إرسال تعليق