ધોરણ-7 [સામાજિક વિજ્ઞાન] 10. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો | std-7 [social-science] 10. pruthvini antarik rachna ane bhumisvarupo

ધોરણ-7 [સામાજિક વિજ્ઞાન] 10. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો [std 7 social science chapter 10. pruthvini antarik rachna ane bhumisvarupo] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 7 samajik vigyan path 10. pruthvini antarik rachna ane bhumisvarupo] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-7-social-science-10-pruthvini-antarik-rachna-ane-bhumisvarupo-eclassguru

std 7 social science chapter 10. pruthvini antarik rachna ane bhumisvarupo imp notes, std 7 social science ekam 10. pruthvini antarik rachna ane bhumisvarupo ni samjuti, std 7 social science ch 10. pruthvini antarik rachna ane bhumisvarupo swadhyay na javabo (solutions), std 7 social science path 10. pruthvini antarik rachna ane bhumisvarupo swadhyay pothi na javabo (solutions), std 7 social science unit 10. pruthvini antarik rachna ane bhumisvarupo ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 7 social science chapter 10. pruthvini antarik rachna ane bhumisvarupo imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦

  • પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ‘ભૂકવચ’ કહે છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિ ખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનીજોથી બનેલ છે. તેથી તેને સિયાલ કહેવામાં આવે છે.
  • મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે તેથી તેને સીમા કહેવામાં આવે છે.આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે જે આશરે 2900 km ની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે.
  • અગ્નિકૃત ખડકો : ગરમ મેગ્મા ઠંડો થઈ નકર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડકો કહે છે.
  • જળકૃત (પ્રસ્તર) ખડકો : ખડકો ઘસાઈ, અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે.
  • રૂપાંતરિત ખડકો : અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે.
  • નિક્ષેપણ : નદી,હિમનદી, પવન, દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા થતો કાંપ-માટીના પથરાવને ‘નિક્ષેપણ’ કહેવાય છે.
  • નદીનું કાર્ય : નદી ઊચાઈવાળી ભૂમિથી નીચાણવાળી ભૂમિ તરફ વહે છે. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. નદીની ગતિ ધીમી થાય ત્યારે તે પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે.
  • સમુદ્રમોજાનું કાર્ય : સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે ત્યારે ખડકોમાં તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રીગુફા કહે છે. આ ગુફાઓના મોટા થતાં જવાથી માત્ર છત જ રહે છે. જેનાથી તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દીવાલો રહે છે. દિવાલ જેવા આ ભૂસ્વરૂપને ‘સ્ટૈક’ કહે છે.
  • હિમનદીનું કાર્ય : હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે, હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના-મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ‘ડ્રમલિન’ ભૂમિ-સ્વરૂપની રચના થાય છે.
  • પવનનું કાર્ય : રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે.

std 7 social science chapter 10. pruthvini antarik rachna ane bhumisvarupo swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. (અ) યોગ્ય જોડકાં જોડો :
(1) પૃથ્વીસપાટીનું સૌથી ઊપલું સ્તર(A) ગોળાશ્મિ
(2) રૂપાંતરિત ખડક(B) રેતીના ઢૂવા
(3) નદીનું કાર્ય(C) આરસપહાણ
(4) પવનનું કાર્ય(D) પૂરનાં મેદાન
(5) હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ(E) સિયાલ

જવાબ - 1 (અ) :
(1) પૃથ્વીસપાટીનું સૌથી ઊપલું સ્તર(E) સિયાલ
(2) રૂપાંતરિત ખડક(C) આરસપહાણ
(3) નદીનું કાર્ય(D) પૂરનાં મેદાન
(4) પવનનું કાર્ય(B) રેતીના ઢૂવા
(5) હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ(A) ગોળાશ્મિ

1. (બ) ખાલી જગ્યા પૂરો :
(1) પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ નામે ઓળખાય છે.

(2) અનાજ પીસવા માટે ગ્રેનાઈટ પથ્થરનો ઉપયોગ થાય છે.

(3) ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહે છે.

(4) સમુદ્રમોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને સ્ટૈક નામે ઓળખવામાં આવે છે.

(5) પવનની ગતિ ઘટતાં માટીના કણ જમીન પર પથરાય તેને ઢૂવા કહે છે.


2. એક વાક્યમાં ઉત્તર લખો :
(1) સિયાલ સ્તર મુખ્યત્વે કયાં ખનીજ તત્વોનું બનેલું છે ?
જવાબ - 1 : સિયાલ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનીજ તત્વોનું બનેલું છે.

(2) ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો જણાવો.
જવાબ - 2 : ખડકોના મુખ્ય ત્રણ પ્રકાર (1) અગ્નિકૃત ખડકો (2) જળકૃત ખડકો (3) રૂપાંતરિત ખડકો છે.

(3) આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું ?
જવાબ - 3 : પ્રવાહી મેગ્મા ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે.

(4) આંતરિક બળ એટલે શું ?
જવાબ - 4 : પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે જેના કારણે આ ગતિઓ પેદા થાય છે તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે જેને આંતરિક બળ કહે છે. જેને ઈન્ડોજેનિક ફોર્સ તરીકે પણ ઓળખાય છે.

(5) જબપ્રપાત કોને કહે છે ?
જવાબ - 5 : નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે, તો તેને જળપ્રતાપ કે જળધોધ કહે છે.


3. ટૂંક નોંધ લખો :
(1) સિયાલ અને સીમા
જવાબ - 1 : સૌથી ઉપલા સ્તરની પૃથ્વી સપાટી સિલિકા અને એલ્યુમિના જેવા ખનીજોથી બનેલ છે. તેથી તેને સિયાલ (સી-સિલિકા તથા એલ- એલ્યુમિના) કહેવામાં આવે છે. મહાસાગર નું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે તેથી તેને સિમા (સિ-સિલિકા તથા મા-મેગ્નેશિયમ) કહેવામાં આવે છે.

(2) પવનનું કાર્ય સદૃષ્ટાંત સમજાવો.
જવાબ - 2 : રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, તેવા ભૂમિ-સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે, જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. તેને ઢૂવા (બારખન) કહે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે, જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે, તો તેને ‘લોએસ’ કહે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે.

(3) રૂપાંતરિત ખડક સદૃષ્ટાંત સમજાવો.
જવાબ - 3 : અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે, તેવા ખડકોને ‘રૂપાંતરિક ખડકો’ કહે છે. દૃષ્ટાંત તરીકે ચીકણી માટી, સ્લેટમાં અને ચુનાપથ્થર એ આરસપહાણમાં ફેરવાઈ જાય છે.

4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો.
જવાબ - 1 : પૃથ્વીસપાટીના સૌથી ઉપલા સ્તરને ‘ભૂકવચ’ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવા ખનીજોથી બનેલ છે. તેથી તેને સિયાલ (સિ-સિલિકા તથા એલ-એલ્યુમિના) કહેવામાં આવે છે. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મૅગ્નેશિયમનું બનેલ છે તેથી તેને સિમા (સિ-સિલિકા તથા મા-મૅગ્નેશિયમ) કહેવામાં આવે છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. જે ખાસ કરીને નિકલ અને ફૅરસ (લોખંડ)નું બનેલ હોય છે તથા તેને નિફૅ (નિ-નિકલ; ફે-ફૅરસ) કહે છે. કેન્દ્રિય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે.
std-7-social-science-10-pruthvini-antarik-rachna-ane-bhumisvarupo-eclassguru
(2) ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો.
જવાબ - 2 : ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ-પ્રક્રિયાના આધારે અલગ-અલગ હોય છે. નિર્માણ-પ્રક્રિયાની દૃષ્ટિએ ખડકોના ત્રણ ભાગ છે :
(i) અગ્નિકૃત ખડકો (ii) જળકૃત કે પ્રસ્તર ખડકો અને (iii) રૂપાંતરિત અથવા વિકૃત ખડકો.
(i) અગ્નિકૃત ખડકો : જ્વાળામુખીમાંથી નીકળનાર લાવા એટલે કે ગરમ મેગ્મા ઠંડો થઈ નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે : આંતરિક ખડક અને બાહ્ય ખડક. જ્વાળામુખીમાંથી નીકળનારી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે. તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતાં આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. તેની સંરચના (ગોઠવણ) ખૂબ નાની દાણાદાર હોય છે. દૃષ્ટાંત તરીકે બેસાલ્ટ. પ્રવાહી મેગ્મા ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે-ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઈટ આવા ખડકોનું એક દૃષ્ટાંત છે.
(ii) જળકૃત કે પ્રસ્તર ખડકો : પૃથ્વીસપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવન જેવાં પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. ઘસારાની ક્રિયાથી છૂટાં પડેલાં ખડકદ્રવ્યો, માટીકણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે જળમાં એકઠાં થાય છે. આમ, જળમાં નિક્ષેપ દ્વારા એકઠાં થયેલાં દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજો સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે. આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે. કાળક્રમે તેમાંથી સ્તરરચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે. તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે. દા.ત. રેતાળ પથ્થર એ રેતીના કણોથી બને છે. વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓથી જીવાશ્મિ બને છે.
(iii) રૂપાંતરિત ખડકો : અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપમાં રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે. દા.ત. ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થરનું આરસપહાણમાં રૂપાંતર થાય છે.

(3) નદી અથવા હિમનદીનું ભૂમિસ્વરૂપ સમજાવો.
જવાબ - 3 : નદીનું ભૂમિસ્વરૂપ : નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીંચાણવાળી ભૂમિમાં પડે, તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. જ્યારે નદી મેદાનીક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહનમાર્ગ કહે છે. ત્યાર બાદ સર્પાકાર વહનમાર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદીપ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નાળાકાર ભાગમાં પાણી રહી જાય છે, તેને નાળાકાર સરોવર કહે છે. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરનાં મેદાનો કહે છે. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ-માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. સમુદ્ર સુધી પહોંચતાં સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે જેને શાખા/પ્રશાખા કહેવામાં આવે છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કાંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા/પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધાં મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખત્રિકોણ (ડેલ્ટા)નું નિર્માણ થાય છે.
હિમનદીનું ભૂમિસ્વરૂપ : હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બને છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મિ ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા ‘યુ’ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલાં કોતરોમાં પાણી ભરાઈ સરોવર (ટાર્ન)નું નિર્માણ થાય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવાં કે નાના-મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ‘ડ્રમલિન’ (Drumlin) ભૂમિ-સ્વરૂપની રચના થાય છે.

std 7 social science chapter 10. pruthvini antarik rachna ane bhumisvarupo pravruti

✦ પ્રવૃત્તિ ✦

● તમારી આસપાસ મળતાં ખડકના ટુકડા એકઠા કરી તેની ઓળખ કરો.
● શાળાપ્રવાસ દરમિયાન અન્ય વિસ્તારની મુલાકાત વખતે ત્યાંના ખડકોના નમૂના એકઠા કરી તેની ઓળખ કરો.

✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post