ધોરણ-6 [સામાજિક વિજ્ઞાન] 9. આપણું ધર : પૃથ્વી | std-6 [social-science] 9. aapanu ghar : pruthvi

ધોરણ-6 [સામાજિક વિજ્ઞાન] 9. આપણું ધર : પૃથ્વી [std 6 social science chapter 9. aapanu ghar : pruthvi] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 6 samajik vigyan path 9. aapanu ghar : pruthvi] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-6-social-science-9-aapanu-ghar-pruthvi-eclassguru

std 6 social science chapter 9. aapanu ghar : pruthvi imp notes, std 6 social science ekam 9. aapanu ghar : pruthvi ni samjuti, std 6 social science ch 9. aapanu ghar : pruthvi swadhyay na javabo (solutions), std 6 social science path 9. aapanu ghar : pruthvi swadhyay pothi na javabo (solutions), std 6 social science unit 9. aapanu ghar : pruthvi ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 6 social science chapter 9. aapanu ghar : pruthvi imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦

  • સૂર્યની ફરતે ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ પરિભ્રમણ કરે છે. આ બધા મળીને સૌરમંડળની રચના કરે છે. જેમાં આપણી પૃથ્વીનો પણ સમાવેશ થાય છે. 
  • સૂર્ય (Sun) : સૂર્ય એક તારો છે. તે પોતાની જગ્યાએ સ્થિર છે. બુધ, શુક્ર, પૃથ્વી, ચંદ્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન જેવા ગ્રહો તેની ફરતે ચક્કર લગાડે છે.
  • ઉલ્કા : અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગોને ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. 
  • નક્ષત્રો : કોઈપણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવાય છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્પ, આર્દ્રા, સ્વાતિ જેવા કુલ 27 નક્ષત્રો જાણીતા છે.  
  • પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે નારંગી જેવી છે. પૃથ્વી ધ્રુવપ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત આગળથી થોડી ફૂલેલી છે.
  • અક્ષાંશ : પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. અક્ષાંશવૃતોની કુલ સંખ્યા 181 છે. બે અક્ષાંશવૃતો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે 111 km નું અંતર હોય છે. 
  • અક્ષવૃત : પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃતથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ-પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત કહેવાય છે. 
  • રેખાંશ : પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. રેખાંશવૃતની સંખ્યા 360 છે. 
  • રેખાવૃત : પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃતની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર-દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત કહે છે. 
  • ગ્રિનિચ રેખા : ઇંગ્લેન્ડના ગ્રીનીચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશવૃતને ગ્રિનિચ રેખા કહે છે. ગ્રિનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે. 
  • આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા : રેખાંશવૃતને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે કેટલાક સ્થળોએ બરાબર 180° પર નથી, વાંકીચૂકી છે. તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખ ભેગી થઈ જાય. કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતા તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય. આ નિવારવા આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે એટલે કે તે વાંકીચૂકી છે. 
  • કટિબંધો : તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી જુદા-જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધો કહે છે.
  • પરિભ્રમણ : પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. તેને પરિભ્રમણ કહે છે. પૃથ્વી વિષુવવૃત પર કલાકના 1,670 km ની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. આ ચક્ર પૂર્ણ કરતા 24 કલાક થાય છે. 
  • પરિક્રમણ : પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. જેને પરિક્રમણ કહેવાય છે. આ પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે.
  • 21મી જુને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અને તેની નજીકના વિસ્તારોમાં દિવસ લાંબા અને રાત ટૂંકી રહે છે. જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી રહે છે. જયારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર માસમાં રાત અને દિવસ સરખા રહે છે. 
  • ઉતરાયણ : 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. આમ ઉતરાયણ 22મી ડિસેમ્બરે થાય છે. 14મી જાન્યુઆરીએ સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે માટે મકરસંક્રાંતિ કહેવાય છે. 
  • દક્ષિણાયન : 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત તરફ પડવાનું શરૂ થાય છે જેને દક્ષિણાયન કહે છે.
  • સંપાત : સૂર્યનો ક્રાંતિવૃત અને વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદનબિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. 
  • લીપવર્ષ : પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ અને છ કલાક. પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી 365 દિવસે વર્ષ પૂરું કરીએ છીએ. બાકી બચેલા છ કલાક દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ. તે વર્ષને લીપવર્ષ કહીએ છીએ. 
  • સૂર્યગ્રહણ : ક્યારેક ચંદ્ર ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ.
  • ચંદ્રગ્રહણ : ક્યારેક પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય છે. તેથી પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે અને ચંદ્રનો આ ભાગ આપણને દેખાઈ નહીં જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. આવી ઘટના પૂનમની રાતે જ થાય છે. પરંતુ દર પુનમે આવી ઘટના બનતી નથી.


std 6 social science chapter 9. aapanu ghar : pruthvi swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું.
(A) પૃથ્વી (B) બુધ (C) શુક (D) નેપ્યૂન

જવાબ - 1 : (B) બુધ

(2) 0° અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે ?
(A) ગ્રિનિચ (B) કર્કવૃત્ત (C) વિષુવવૃત્ત (D) મકરવૃત્ત

જવાબ - 2 : (C) વિષુવવૃત્ત

(3) 23.5° ઉ.અ. અને 66.5° ઉ.અ. વચ્ચે કયો કટિબંધ આવેલો છે ?
(A) શીત (B) સમશીતોષ્ણ (C) ઉષ્ણ (D) તમામ

જવાબ - 3 : (B) સમશીતોષ્ણ

(4) હું મારી ધરી પર 23.5° નો ખૂણો બનાવું છું ?
(A) સૂર્ય (B) ચંદ્ર (C) પૃથ્વી (D) શુક્ર

જવાબ - 4 : (C) પૃથ્વી

(5) સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે ?
(A) એક (B) બે (C) ત્રણ (D) ચાર

જવાબ - 5 : (B) બે

(6) કોના અંતરાયથી પૃથ્વી પર 'સૂર્યગ્રહણ' જોવા મળે છે ?
(A) ચંદ્ર (B) સૂર્ય (C) પૃથ્વી (D) એક પણ નહિ

જવાબ - 6 : (A) ચંદ્ર

2. મને ઓળખો :
(1) મને ભીમકાય ગ્રહ પણ કહે છે.
જવાબ - 1 : ગુરુ
(2) મને ઓળંગતા તારીખ બદલવી પડે.
જવાબ - 2 : આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા
(3) હું 90° દક્ષિણ અક્ષાંશ છું.
જવાબ - 3 : દક્ષિણ ધ્રુવ
(4) હું પૃથ્વીની આસપાસ ફરું છું.
જવાબ - 4 : ચંદ્ર
(5) હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે.
જવાબ - 5 : સૂર્ય

3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) ચંદ્ર સ્વયં પ્રકાશિત છે.
જવાબ - 1 : ❎
(2) નેપ્ય્યૂન નીલા રંગનો ગ્રહ છે.
જવાબ - 2 : ✅
(3) પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે.
જવાબ - 3 : ✅
(4) 21મી જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે.
જવાબ - 4 : ❎
(5) વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે.
જવાબ - 5 : ❎
(6) 90° ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે.
જવાબ - 6 : ✅

4. એક વાકયમાં ઉત્તર આપો :
(1) પૃથ્વીની ગતિઓ કેટલી છે ?
જવાબ - 1 : પૃથ્વીની બે ગતીઓ છે. (1) પરિભ્રમણ અને (2) પરિક્રમણ.

(2) ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે ?
જવાબ - 2 : ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે.

(3) સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે ?
જવાબ - 3 : સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ શુક્ર છે.

(4) 180° રેખાંશવૃત્ત કયા નામે ઓળખાય છે ?
જવાબ - 4 : 180° રેખાંશવૃત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખાય છે.

5. ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર આપો :
(1) પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય ?
જવાબ - 1 : જો પૃથ્વી પોતાની ધરી પર ના ફરે તો સૂર્યનો પ્રકાશ પૃથ્વીના બધા ભાગો સુધી ના પહોંચી શકે. એટલે પૃથ્વી પર દિવસ રાત જોવા મળે નહીં. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ રહેત અને પૃથ્વીનો જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે રાત રહેત.

(2) અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત એટલે શું ?
જવાબ - 2 : અક્ષાંશવૃત્ત → પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ ‘અક્ષાંશવૃત’ કહેવાય છે.
રેખાંશવૃત્ત → પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ ‘રેખાંશવૃત્ત’ કહેવાય છે.

(3) ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે - વિધાન સમજાવો.
જવાબ - 3 : પૃથ્વીનું એક વર્ષ એટલે 365 દિવસ અને છ કલાક. પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડ ભરેલું હોવાથી 365 દિવસે વર્ષ પૂરું કરીએ છીએ. બાકી બચેલા છ કલાક દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ. જે સાલને ચાર વડે ભાગી શકાય તે સાલનાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ રાખવામાં આવે છે. ઉદા. ઈ.સ. 2024 ને 4 વડે ભાગી શકાય છે માટે તે વર્ષનો ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો હોય છે.

(4) કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે ?
જવાબ - 4 : બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે.

(5) ઉત્તરાયણ એટલે શું ?
જવાબ - 5 : સૂર્યના સીધા કિરણો મકરવૃતથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત તરફ પડવાના શરૂ થાય છે, જેને ‘ઉત્તરાયણ’ કહે છે. ઉતરાયણ 22 ડિસેમ્બરે થાય છે.

6. ટૂંક નોંધ લખો :
(1) ચંદ્રગ્રહણ
જવાબ - 1 : ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યનાં કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે, ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહિ જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. આવી ઘટના પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી.

(2) સૂર્યમંડળ
જવાબ - 2 : સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ કહેવામાં આવે છે. સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન એવા આઠ ગ્રહો આવેલા છે. આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે. જ્યારે યુરેનસ અને નેપ્ચ્યુનને શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે. આ બધા જ ગ્રહો લંબ વર્તુળાકારે સૂર્યની ફરતે પ્રદિક્ષણા કરે છે. સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે. પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને મંગળ ને બે કે તેથી વધારે ઉપગ્રહો છે. જ્યારે બુધ અને શુક્રને એકેય ઉપગ્રહ નથી. મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે અસંખ્ય ઉપગ્રહો આવેલા છે.

(3) કટિબંધો
જવાબ - 3 : તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી જુદા-જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધો કહે છે. કટિબંધોના ત્રણ પ્રકાર પાડવામાં આવેલ છે. ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ.
ઉષ્ણ કટિબંધ : 23.5° ઉત્તર અક્ષાંશથી 23.5° દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ઉષ્ણ કટિબંધ કહેવાય છે. ઉષ્ણ કટિબંધના વિસ્તારમાં બારેમાસ સૂર્યના કિરણો સીધા પડે છે. તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે બારેમાસ વધારે રહે છે.
સમશીતોષ્ણ કટિબંધ : બંને ગોળાર્ધોમાં 23.5° અક્ષાંશથી 66.5° અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં સૂર્યના કિરણો બહુ સીધા કે બહુ ત્રાસા પડતા નથી. તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ આખા વર્ષ દરમિયાન મધ્યમ રહે છે.
શીત કટિબંધ : બંને ગોળાર્ધોમાં 66.5° અક્ષાંશથી 90° અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર શીત કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાસા પડે છે. તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ બારેમાસ ઘણું ઓછું રહે છે. ધ્રુવો તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી.

(4) સંપાત
જવાબ - 4 : સૂર્યનો ક્રાંતિવૃત અને વિષુવવૃત વર્ષમાં બે વાર એકબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદનબિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે ઉત્તર ગોળાર્ધમાં 21 જૂન એ વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે વર્ષ દરમિયાન 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો વિષુવવૃત પર સીધા પડે છે તેથી આ દિવસોએ દિવસ અને રાત સરખા થાય છે તે વિષુવદિનના નામે ઓળખાય છે.

std 6 social science chapter 9. aapanu ghar : pruthvi pravruti

✦ પ્રવૃત્તિ ✦

● સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ અંગેની પૌરાણિક વાર્તાઓ તેમજ માન્યતાઓની માહિતી મેળવો.

પૌરાણિક વાર્તા : સૂર્ય અને ચંદ્રગ્રહણને લગતી ઘણી પૌરાણિક માન્યતાઓ છે, પરંતુ તેમની વચ્ચે રાહુ-કેતુની કથા ખૂબ પ્રખ્યાત છે. દંતકથા અનુસાર, એવું માનવામાં આવે છે કે જ્યારે સમુદ્રના મંથન પછી 14 રત્નો સમુદ્રમાંથી બહાર આવ્યા, તેમાંથી એક અમૃત હતો, જેને દેવતા અને દાનવો પીધા પછી અમર બનવા ઇચ્છતા હતા. ત્યારબાદ અમૃત પાન માટે યુદ્ધની શરૂઆત થઈ. આવી સ્થિતિમાં, જો કોઈ રાક્ષસ તે અમૃતનું સેવન કરશે, તો તે આખા વિશ્વ માટે જીવલેણ બનશે. માટે ભગવાન વિષ્ણુએ એક યોજના બનાવી અને તે જ યોજના મુજબ તેમણે અસુરોને અમૃત પીતા અટકાવવા માટે પોતે જ અપ્સરા મોહિનીનું રૂપ ધારણ કરીને તમામ અસુરોને વશ કરી લીધાં. ત્યાં હાજર સ્વરભાનુ નામનો રાક્ષસ ભગવાન વિષ્ણુની યોજનાને સમજી ગયો અને તેમણે અમૃત પીવા માટે દેવતાઓનું રૂપ ધારણ કર્યું.

જ્યારે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપે સ્વરભાનુને અમૃત પીવડાવા માટે પહોંચ્યા, ત્યારે સૂર્ય અને ચંદ્રદેવે તેને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને ચેતવ્યા. જો કે, સ્વરાભાનુએ ત્યાં સુધીમાં અમૃતના થોડા ટીપાં પી લીધાં હતાં. અસુરની હોશિયારીથી ક્રોધિત ભગવાન વિષ્ણુએ તેમનું સુદર્શન ચક્ર ચલાવ્યું, જેના કારણે અસુર સ્વરાભાનુનું માથું તેના ધડથી કાપી નાખવામાં આવ્યું. સ્વરાભાનુ અમૃતના થોડા ટીપાં પીવામાં સફળ હોવાથી, તે મૃત્યુ પામ્યો નહીં અને તેના માથાને રાહુ અને ધડ કેતુ કહેવાયા. સૂર્ય અને ચંદ્ર દેવે રાહુ-કેતુ (સ્વરાભાનુ) ને બધાની સામે ઉજાગર કરી દીધા હતા, તેથી એવું માનવામાં આવે છે કે રાહુ અને કેતુ તેમની દુશ્મનાવટને કારણે દર વર્ષે સૂર્ય અને ચંદ્ર પર ગ્રહણ મૂકે છે.

માન્યતાઓ : ગ્રહણ સમયે મહાભારતનું યુદ્ધ શરૂ થયું હતું. યુદ્ધના છેલ્લા દિવસે પણ ગ્રહણ હતું. આ સાથે, યુદ્ધની મધ્યમાં બીજું સૂર્યગ્રહણ હતું. આ રીતે 3 ગ્રહણને કારણે મહાભારતનું ભીષણ યુદ્ધ થયું. મહાભારતમાં અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે તે સૂર્યાસ્ત પહેલા જયદ્રથને મારી નાખશે નહીં તો પોતે અગ્નિસમાધિ લેશે. કૌરવોએ જયદ્રથને બચાવવા માટે અભેદ સુરક્ષા કરી હતી, પરંતુ તે દિવસે સૂર્યગ્રહણને કારણે સર્વત્ર અંધારું હતું. ત્યારે જ જયદ્રથ અર્જુનની સામે આવ્યો અને કહ્યું કે સૂર્ય આથમી ગયો છે, હવે અગ્નિસમાધિ લો. દરમિયાન ગ્રહણ સમાપ્ત થયું અને સૂર્ય ચમકવા લાગ્યો એટલે તરત જ અર્જુને જયદ્રથનો વધ કર્યો.

● ગ્રહણ સમયે તમારા વડીલો શું કરતા હતા? તે અંગે તેમની સાથે ચર્ચા કરી તેની નોંધ કરો.
1. સુતક સમયગાળા દરમિયાન સંબંધિત ગ્રહની શાંતિ માટે ગ્રહણની પૂજા અને પાઠ કરતા.
2. સુતક સમયગાળા દરમિયાન રસોઈ રાંધતા નહીં અને પૂર્વ-બનાવેલા ખોરાકમાં તુલસીના કેટલાક પાન ઉમેરતા.
3. ગ્રહણના અંતે ઘરે અને પૂજાસ્થળ પર ગંગાજળનો છંટકાવ કરીને તેને શુદ્ધ કરતા.
4. સુતક અવધિના અંતે ફરી સ્નાન કરી અને પૂજા કરતા.
5. સુતક સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઝવેરાત ન પહેરતા.
6. ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી ઊંઘ અને ખાવાનું ટાળતા.

● વિવિધ દેશોમાં ગ્રહણ અંગે પ્રવર્તતી માન્યતાઓની નોંધ કરી, તેની વિવેચનાત્મક ચકાસણી કરી વર્ગખંડમાં તેની ચર્ચા કરો.
પ્રાચીન ચીન : પ્રાચીન ચીનમાં, લોકો માનતા હતા કે જ્યારે આકાશી ડ્રેગન સૂર્ય અથવા ચંદ્રને ખાઈ જાય ત્યારે ગ્રહણ થાય છે. ડ્રેગનને ડરાવવા માટે, તેઓ મોટા અવાજો કરે છે, જેમ કે ડ્રમ વગાડવા અથવા વાસણો ખખડવા.

પ્રાચીન ગ્રીસ : પ્રાચીન ગ્રીક લોકો માનતા હતા કે ગ્રહણ એ ક્રોધિત દેવતાઓની નિશાની છે. તેઓ વિચારતા હતા કે ગ્રહણ દરમિયાન, દેવતાઓ માનવ ક્રિયાઓ અથવા ઘટનાઓ પ્રત્યે તેમનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતા. પરિણામે, લોકો પ્રાર્થના અને અર્પણ દ્વારા દેવતાઓને ખુશ કરવાનો પ્રયાસ કરશે.

નોર્સ પૌરાણિક કથાઓ : નોર્સ પૌરાણિક કથાઓમાં, ગ્રહણને અવકાશી વરુઓની ક્રિયાઓને આભારી છે. એવું માનવામાં આવતું હતું કે વરુઓ, સ્કોલ અને હાટી, સૂર્ય અને ચંદ્રનો પીછો કરે છે, જેના કારણે ગ્રહણ થાય છે. એવું માનવામાં આવતું હતું કે આ ઘટનાઓ વિનાશ અને વિનાશની આગાહી કરે છે.

મૂળ અમેરિકન આદિવાસીઓ : વિવિધ મૂળ અમેરિકન જાતિઓ પાસે ગ્રહણના પોતાના અર્થઘટન હતા. કેટલાક માનતા હતા કે સૂર્ય અથવા ચંદ્ર કોઈ પ્રાણી દ્વારા ગળી જવાય છે, જ્યારે અન્ય લોકો ગ્રહણને પ્રતિબિંબ અને આધ્યાત્મિક નવીકરણ માટેના સમય તરીકે જોતા હતા.

✦ નીચે ધોરણ - 6 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post