GSEB Std 7 Social Science Chapter 2 Dilli Saltanat Swadhyay Solution: અહીં ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 2 "દિલ્લી સલ્તનત" (Dilli Saltanat) ના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, પાઠના મુખ્ય મુદ્દાઓ (IMP Notes), દિલ્લી સલ્તનતના પાંચ વંશો (ગુલામ, ખલજી, તુગલક, સૈયદ, લોદી), વિજયનગર અને બહમની સામ્રાજ્ય, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો તેમજ પ્રવૃત્તિઓ સરળ ગુજરાતી ભાષામાં આપેલ છે.
✦ અગત્યના મુદ્દાઓ (Std 7 Social Science Ch 2 IMP Notes) ✦
- પ્રાચીનકાળથી જ દિલ્લી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 13મી સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ હતી.
- ઈ.સ. 1206થી ઈ.સ. 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્લી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે.
- દિલ્લી સલ્તનતમાં કુલ પાંચ વંશોએ સત્તા ભોગવી : (1) ગુલામવંશ (2) ખલજીવંશ (3) તુગલકવંશ (4) સૈયદવંશ અને (5) લોદીવંશ.
- કુતુબુદ્દીન ઐબક દિલ્લી સલ્તનતનો પ્રથમ સુલતાન બન્યો (ઈ.સ. 1206). ઈલ્તુત્મિશને ગુલામવંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. તેણે “ચેહલગાન” (40 તુર્ક અમીરોના દળ) ની સ્થાપના કરી હતી.
- રઝિયા સુલતાના દિલ્લીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી.
- અલાઉદીન ખલજીએ સૈન્યમાં ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે “દાગ” અને “ચહેરા” પદ્ધતિની શરૂઆત કરી હતી તેમજ ભાવ-નિયમન અને બજાર-નિયંત્રણના સુધારા કર્યા હતા.
- મુહમ્મદ-બિન-તુગલકના સમયમાં દિલ્લીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર અને પ્રતીક મુદ્રાપ્રયોગ જેવી યોજનાઓ “તરંગી યોજનાઓ” તરીકે જાણીતી બની. તેના સમયમાં આફ્રિકન મુસાફર ઈબ્નબતુતા ભારત આવ્યો હતો.
- લોદીવંશનો અંતિમ બાદશાહ ઈબ્રાહીમ લોદી હતો. ઈ.સ. 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનતયુગનો અંત આવ્યો.
- દિલ્લી સલ્તનતમાં કેન્દ્રીય વહીવટમાં પ્રધાનમંત્રીને “વજીર” કહેવામાં આવતો. પ્રાંતને “ઈક્તા” કહેવામાં આવતું અને તેના વડાને “ઈક્તેદાર” કે “મુક્તિ” કહેવામાં આવતો.
- કુતુબુદ્દીન ઐબકે દિલ્લીમાં “કુવત-ઉલ-ઇસ્લામ” મસ્જિદ અને “કુતુબમિનાર”નું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું હતું, જે ઈલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. અજમેરમાં “ઢાઈ દિનકા ઝોંપડા” મસ્જિદ બનાવી.
- હરિહરરાય અને બુક્કારાયે ઈ.સ. 1336માં તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
- તુલુવવંશના કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક હતા, જેઓ “આંધ્રના ભોજ” તરીકે ઓળખ પામ્યા હતા.
- ઝફરખાને (ઈ.સ. 1347માં) અલાઉદીન બહમનશાહ નામ ધારણ કરી બહમની રાજ્યની સ્થાપના કરી હતી.
✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Social Science Chapter 2 Dilli Saltanat Swadhyay Solution) ✦
1. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો :
(1) દિલ્લી સલ્તનતના 'ચેહલગાન'(ચારગાન)ની સ્થાપના કોણે કરી હતી ?
(A) રઝિયા સુલતાના (B) કુતુબુદીન એબક (C) બલ્બન (D) ઇલ્તુત્મિશ
જવાબ : (D) ઇલ્તુત્મિશ
(2) દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં ?
(A) રઝિયા સુલતાના (B) નૂરજહાં (C) અર્જમંદબાનુ (D) મહેરુન્નીશા
જવાબ : (A) રઝિયા સુલતાના
(3) દિલ્લીના કયા શાસકની યોજના 'તરંગી યોજના' તરીકે ઓળખાય છે ?
(A) ઈલ્તુત્મિશ (B) કુતુબુદીન ઐબક (C) મુહમ્મદ તુગલક (D) ફિરોજશાહ તુગલક
જવાબ : (C) મુહમ્મદ તુગલક
(4) વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?
(A) અહમદશાહ (B) હરિહરરાય અને બુક્કારાય (C) કૃષ્ણદેવરાય (D) ઝફરખાન
જવાબ : (B) હરિહરરાય અને બુક્કારાય
2. ખાલી જગ્યા પૂરો :
જવાબ :
(1) ઢાઈ દિનકા ઝોંપડા અજમેર શહેરમાં આવેલ છે.
(2) દિલ્લી સલ્તનતની શાસન-વ્યવસ્થાના કેન્દ્રમાં સુલતાન હતો.
(3) દિલ્લી સલ્તનતનો અંતિમ શાસક ઈબ્રાહીમ લોદી હતો.
(4) સીરી નગર અલાઉદીન ખલજી એ વસાવ્યું હતું.
3. નીચેના પ્રશ્નોના એક-બે શબ્દમાં ઉત્તર લખો :
(1) કુતુબમિનાર ક્યાં આવેલ છે ?
જવાબ : કુતુબમિનાર દિલ્લીમાં આવેલ છે.
(2) પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું ?
જવાબ : પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઈબ્રાહીમ લોદી વચ્ચે (ઈ.સ. 1526)માં થયું હતું.
(3) અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું ?
જવાબ : અલાઉદીન ખલજીના સમયમાં અલાઈ દરવાજાનું નિર્માણ થયું હતું.
(4) બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ : બહમની રાજ્યની સ્થાપના ઝફરખાને (અલાઉદીન બહમનશાહ) કરી હતી.
4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :
(1) તુગલક સમયગાળા દરમિયાન દિલ્લીની આસપાસ કયાં-કયાં શહેરો વસાવવામાં આવ્યાં ?
જવાબ : તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યાં હતાં.
(2) સલ્તનત સમયનાં સ્થાપત્યોનું વર્ણન કરો.
જવાબ : સલ્તનતકાળ દરમિયાન કુવત-ઉલ-ઇસ્લામ મસ્જિદ, કુતુબમિનાર, ઢાઈ દિનકા ઝોંપડા, અલાઈ દરવાજા, સીરીનો કિલ્લો, હોજ-એ-ખાસ તથા વિવિધ મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું હતું.
(3) કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો.
જવાબ : કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્યના તુલુવવંશના સર્વશ્રેષ્ઠ શાસક હતા. તેમણે તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડી સમૃદ્ધ કરી હતી. તેઓ વિદ્વાન હોવાથી સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ગ્રંથો રચ્યા હતા. તેમના સાહિત્ય-કલાના ઉત્તેજનના કારણે તેઓ “આંધ્રના ભોજ” તરીકે ઓળખ પામ્યા હતા.
✦ પ્રવૃત્તિ (Activities) ✦
● તમારાં ગામ, શહેર કે જિલ્લાના દેશી રાજ્ય કે રજવાડાની વંશાવલિ તૈયાર કરો.
● વિજયનગર અને બહમની સામ્રાજ્યની સ્થાપત્યકલા વિશે સચિત્ર હસ્તલિખિત અંક તૈયાર કરો.
إرسال تعليق