ધોરણ-8 [વિજ્ઞાન] 1. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન | Std-8 [Science] 1. pak utpadan ane vyavasthapan

ધોરણ-8 [વિજ્ઞાન] 1. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન [Std 8 Science chapter 1. pak utpadan ane vyavasthapan] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 vigyan path 1. pak utpadan ane vyavasthapan] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-8-science-1-pak-utpadan-ane-vyavasthapan

Std 8 Science chapter 1. pak utpadan ane vyavasthapan imp notes, Std 8 Science ekam 1. pak utpadan ane vyavasthapan ni samjuti, Std 8 Science ch 1. pak utpadan ane vyavasthapan swadhyay na javabo (solutions), Std 8 Science path 1. pak utpadan ane vyavasthapan swadhyay pothi na javabo (solutions), Std 8 Science unit 1. pak utpadan ane vyavasthapan ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

Std 8 Science chapter 1. pak utpadan ane vyavasthapan imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦

  • પાક : એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે.
  • ખરીફ પાક : જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. ઉદા. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ.
  • રવિ પાક : જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે તેને રવિ પાક કહે છે. ઉદા. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી.
  • પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ :
    1. ભૂમિને તૈયાર કરવી
    2. રોપણી
    3. કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું
    4. સિંચાઈ
    5. નીંદણથી રક્ષણ
    6. લણણી
    7. સંગ્રહ
  • વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે, તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે.
  • કુદરતી ખાતર : કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે, જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ઉદા. વર્મી કમ્પોસ્ટ ખાતર.
  • કૃત્રિમ ખાતર : કૃત્રિમ ખાતર રસાયણોના ઉપયોગથી કારખાનાઓમાં બનાવવામાં આવે છે. તે વિશેષ પોષક દ્રવ્યો થી સમૃદ્ધ હોય છે. ઉદા. યુરિયા, એમોનિયમ, સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એન.પી.કે.
  • સિંચાઈ : સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે.
  • સિંચાઈના સ્ત્રોત : કૂવાઓ, બોરકુવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ તેમજ નહેરો સિંચાઈ માટે પાણીના સ્ત્રોત છે.
  • સિંચાઇની પરંપરાગત રીતો : (1) મોટ (2) ચેનપંપ (3) ઢેકલી (4) રહેન્ટ
  • આધુનિક સિંચાઈ પદ્ધતિઓ : (1) ફુવારા પદ્ધતિ (2) ટપક પદ્ધતિ
  • નીંદણ : ખેતરમાં કેટલા બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઊગી નીકળે છે. આવા બિન જરૂરી છોડને નીંદણ કહે છે.
  • નિંદામણ : નીંદણને દૂર કરવાની ક્રિયાને નીંદામણ કહે છે.
  • નીંદણનાશક : નીંદણને કેટલા રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે. ઉદા. 2, 4-D.

Std 8 Science chapter 1. pak utpadan ane vyavasthapan swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરો :
(તરવા, પાણી, પાક, પોષકદ્રવ્યો, તૈયારી)
જવાબ - 1 :
(a) એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને પાક કહે છે.
(b) પાક ઉગાડતા (રોપતાં) પહેલાનો પ્રથમ તબક્કો જમીનને તૈયાર કરવાનો હોય છે.
(c) ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર તરવા લાગશે.
(d) પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી પોષકદ્રવ્યો તથા પાણી આવશ્યક છે.

2. કૉલમ-Aમાં આપેલાં શબ્દોને કૉલમ-Bમાં આપેલાં શબ્દો સાથે જોડો :
જવાબ - 2 :
કૉલમ-Aકૉલમ-B
(i) ખરીફ પાક(e) ડાંગર અને મકાઈ
(ii) રવિપાક(d) ઘઉં, ચણા, વટાણા
(iii) રાસાયણિક ખાતર(b) યૂરિયા અને સુપર ફોસ્ફેટ
(iv) છાણિયું ખાતર(c) પ્રાણીમળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો


3. નીચેનાં દરેકનાં બે-બે ઉદાહરણ આપો :
જવાબ - 3 :
(a) ખરીફ પાક - મકાઈ, ડાંગર
(b) રવિપાક - ઘઉં, ચણા

4. નીચેનાં દરેક પર તમારા શબ્દોમાં એક-એક ફકરો લખો :
જવાબ - (a) : ભૂમિને તૈયાર કરવી - પાક રોપતા પહેલા જમીનને હળ વડે ખેડવી પડે છે. જમીન ખેડવાથી માટી ઉપર-નીચે થાય છે અને જમીન પોચી બને છે. જેથી પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે અને મૂળ શ્વસન કરી શકે. પોચી જમીન સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે મદદરૂપ છે. જે સેન્દ્રિય તત્વો જમીનમાં ઉમેરે છે. કેટલાક ખેતરમાં માટીના ઢેફા હોય છે. તેને સમરની મદદથી ભાંગીને નાના બનાવી શકાય છે. તેનાથી જમીન સમથળ બને છે. સમથળ જમીન વાવણી અને સિંચાઈ માટે જરૂરી છે. વળી, જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. આમ તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને છે.

જવાબ - (b) : રોપણી - પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો રોપણી છે. રોપણી માટે સારી ગુણવતાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવતાવાળું બીજ સારી ઉપજ આપે છે. તેથી ખેડૂતની પ્રથમ પસંદ ઉતમ બીજની હોઈ છે. બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે. તેને ઓરણી કહે છે. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત બે કે ત્રણ પાઈપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. હવે તો લોકો ટ્રેક્ટરમાં ફિટ થઈ જાય તેવા વાવણિયા (સિડ-ડ્રિલ)નો ઉપયોગ કરે છે. તેના દ્વારા બીજનું રોપણ સરખા અંતરે અને ઊંડાઈએ કરી શકાય છે.

જવાબ - (c) : નીંદામણ - નીંદણને દૂર કરવાને નીંદામણ કહે છે. નીંદણ દૂર કરવું જરૂરી છે. ઘણી બધી રીતે નીંદણને દૂર કરી શકાય છે. હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી દૂર કરી શકાય છે . નીંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખૂરપી છે. ખૂરપી વડે નિંદણને કાપવામાં આવે છે. પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં મદદ મળે છે. એનાથી નીંદણ ઉખડી જાય છે. તે સુકાઈને માટીમાં ભળી જાય છે. રોપણીમાં વાવણિયાના ઉપયોગ વખતે પણ નીંદણ દૂર થાય છે. કેટલાક રસાયણોની મદદથી પણ નીંદણ દૂર કરી શકાય છે. તેને નીંદણનાશક કહે છે. નીંદણનાશક પાકને નુકશાન કરતું નથી અને નીંદણને દૂર કરે છે. નીંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમા ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે.

જવાબ - (d) : થ્રેશીંગ - જ્યારે પાક પૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી (લણણી) કરવામાં આવે છે. કપાયેલા પાકમાં દાણા કણસલામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે. તે માટેના સાધનને થ્રેશર કહે છે.

5. સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે.
જવાબ - 5 :
1. કૃત્રિમ ખાતર કારખાનાઓમાં બનાવવામાં આવે છે જ્યારે કુદરતી ખાતર કુદરતી રીતે બને છે.
2. કૃત્રિમ ખાતરમાં રાસાયણિક પદાર્થો હોય છે જ્યારે કુદરતી ખાતરમાં સેન્દ્રીય પદાર્થો અને કાર્બનિક પદાર્થો હોય છે.
3. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રીય પદાર્થો મળતા નથી જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થો મળે છે.
4. કૃત્રિમ ખાતરમાં રાસાયણિક પદાર્થો હોય છે જે જમીનને પ્રદૂષિત કરે છે જ્યારે કુદરતી ખાતરમાં સેન્દ્રીય પદાર્થો હોય છે જે જમીનના બંધારણને સુધારે છે.
5. કૃત્રિમ ખાતરમાં રાસાયણિક પદાર્થો હોય છે જે પાણીમાં દ્રાવ્ય થઈ પાકને ઝડપથી પોષણ આપે છે. પરિણામે તે જલ્દી વપરાઈ જાય છે. આથી કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવા પડે છે. જ્યારે કુદરતી ખાતર પાણીમાં અદ્રાવ્ય છે. કુદરતી ખાતર જમીનમાં એકવાર નાખ્યા પછી બે ત્રણ વર્ષ સુધી તેના પોષકતત્વો જમીનમાં રહે છે. આથી કુદરતી ખાતર દર વરસે નાખવું પડતું નથી.

6. સિંચાઈ એટલે શું ? પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓનું વર્ણન કરો.
જવાબ - 6 : ખેતરમાં પાકને પાણી આપવાની ક્રિયાને સિંચાઈ કહે છે. જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ શુદ્ધ પાણીના સ્ત્રોતો ઘટી રહ્યા છે. નવી સિંચાઈ પદ્ધતિઓ દ્વારા પાણીનો બચાવ કરી શકાય છે. પાણી બચાવતી સિંચાઇની બે પદ્ધતિઓ (1) ફુવારા પદ્ધતિ (2) ટપક પદ્ધતિ
ફુવારા પદ્ધતિ : ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઈપો જોડી થોડા થોડા અંતરે કુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઈપમાં પાણી પસાર કરવામાં આવે છે. જેથી ફુવારામાંથી વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. આ પદ્ધતિમાં પાણી દ્વારા પોષકતત્વો તેમજ જંતુનાશકોનો પણ છટકાવ કરી શકાય છે. અસમતલ જમીન અને રેતાળ જમીન માટે આ સિંચાઈ પદ્ધતિ ઉપયોગી છે.
ટપક પદ્ધતિ : ટપક પદ્ધતિમાં મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલા હોય છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઈપમાં પાણી પસાર કરવામાં આવે છે. જેથી ડ્રોપર ટીપે ટીપે પાણી બહાર જવા દે છે. જે છોડના મૂળ પાસે ટપકે છે. પાણીની અછતવાળા પ્રદેશોમાં આ પદ્ધતિ આશીર્વાદરૂપ છે.

7. જો ઘઉંને ખરીફ ૠતુમાં ઉગાડવામાં આવે, તો શું થશે ? ચર્ચા કરો.
જવાબ - 7 : ઘઉં રવિ પાક છે. તેને ઠંડું અને સૂકું હવામાન જોઈએ છે. જો ઘઉંને ખરીફ ઋતુ એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે છે. જે તેને અનુકૂળ આવે નહીં. આથી, ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં અને ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં. તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી.

8. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે ? સમજાવો.
જવાબ - 8 : ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષકતત્વો ઓછા થતાં જાય છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. જો આવી જમીન પર પાક ઉગાડવામાં આવે, તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે.

9. નીંદણ એટલે શું ? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ ?
જવાબ - 9 : ખેતરમાં પાક સાથે ઊગી નીકળેલ બિનજરૂરી છોડને નીંદણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નીંદામણ કહે છે. નીંદણને દૂર કરવું જરૂરી છે. ખુરપી વડે નીંદણને દૂર કરી શકાય છે. જમીનને ખેડતી વખતે હળ ફેરવવાથી નીંદણ દૂર થાય છે તેમજ વાવણી વખતે વાવણિયા દ્વારા પણ નિંદણ દુર થાય છે. નીંદણને દુર કરવા 2, 4-D રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ નીંદણ પર કરવાથી નીંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી.

10. નીચે આપેલાં બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું ક્રમદર્શી રેખાચિત્ર તૈયાર થઈ જાય :
જવાબ - 10 :
std-8-science-1-pak-utpadan-ane-vyavasthapan

11. નીચે આપેલા સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેનાં અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો :
(Storage, Crop, Gram, Harvester, Winnowing, Irrigation)
ઊભી ચાવી :
1. પાકને પાણી આપવું.
2. પાકના દાણાઓને લાંબા સમય સુધી વ્યવસ્થિત સ્થિતિમાં રાખવા.
5. વનસ્પતિ કે જેને મોટા પાયે ઉછેરવામાં આવે છે.
આડી ચાવી :
3. મશીન કે જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય છે.
4. રવિ પાક કે જે એક કઠોળ પણ છે.
6. ભૂંસામાંથી દાણાઓને છૂટા પાડવાની પદ્ધતિ.

જવાબ - 11 :
std-8-science-1-pak-utpadan-ane-vyavasthapan

Std 8 Science chapter 1. pak utpadan ane vyavasthapan pravruti

✦ વિસ્તૃત અભ્યાસ માટેની પ્રવૃતિઓ અને પ્રોજેક્ટસ ✦

1. જમીનમાં કેટલાક બીજ વાવો તથા તેને ટપક પદ્ધતિ દ્વારા પાણી સીંચો. દરરોજ તેનું અવલોકન કરો :
(i) તમે વિચારો કે શું તેનાથી પાણીની બચત થશે ?

જવાબ - (i) : હા, પાણીની બચત થશે. ધોરીયા પદ્ધતિથી અથવા એકી સાથે ઘણું બધું પાણી આપી દેવાથી પાણીનું બાષ્પસર્જન વધુ માત્રામાં થાય છે. આથી પાણીનો વ્યય થાય છે. અને વધુ પડતા પાણીથી ઘણી વખત બીજને નુકસાન પહોંચે છે. માટે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા બીજને જરૂરિયાત પ્રમાણેનું પર્યાપ્ત પાણી મળી રહે છે.

(ii) બીજમાં થતાં પરિવર્તનનું અવલોકન કરો.
જવાબ - (ii) : ટપક પદ્ધતિ દ્વારા પાણી આપતા બીજનો વિકાસ નિયમિત થાય છે. બીજ સમયસર અંકુરિત પામે છે. ઓછા પાણીથી બીજનું જતન સારી રીતે કરી શકાય છે.

2. વિવિધ પ્રકારના બીજને એકત્રિત કરો અને તેમને નાની કોથળીઓમાં રાખો. તેમણે લેબલ કરો. આ કોથળીઓને સૂકવેલી વનસ્પતિઓના સંગ્રહ (હર્બેરિયમ) માટેની ફાઈલમાં લગાવીને નામ નિર્દેશિત કરો.

3. ખેતીવાડીને લગતા કોઈ નવા મશીનના ચિત્રો એકત્રિત કરો તથા તેને ફાઈલમાં ચોંટાડો તેમના નામ અને ઉપયોગો લખો.

4. પ્રોજેક્ટ કાર્ય :
તમારી નજીકના ખેતર, નર્સરી અથવા બગીચાની મુલાકાત કરો તથા નીચે આપેલ જાણકારી પ્રાપ્ત કરો :

(i) બીજ પસંદગીનું મહત્ત્વ
જવાબ - (i) : પાકના ઉત્પાદનમાં બીજની પસંદગી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારા બીજ વધારે ઉત્પાદન આપે છે. મજબૂત અને તંદુરસ્ત પાકના વિકાસ માટે સારી ગુણવત્તાવાળા બીજ આવશ્યક છે, જે રોગો અથવા દુષ્કાળની સ્થિતિમાં પણ પોતાના પર ટકી શકે છે. ત્યાં ઘણા રોગો છે જે બીજ દ્વારા ફેલાય છે. જો ચેપગ્રસ્ત બીજનો ઉપયોગ કરવામાં આવે તો આગળના પાકને પણ અસર થાય છે. તેથી, તંદુરસ્ત છોડમાંથી બીજ મેળવવું જોઈએ.

(ii) સિંચાઈની પદ્ધતિ
જવાબ - (ii) : ઝમણ પાઈપ (ભૂમિગત) સિંચાઈ પધ્ધતિ : વપરાયેલા રબ્બરને પુનઃઉપયોગમાં લઈને આ ઝમણ પાઈપ બનાવવામાં આવે છે. આ પાઈપના છીદ્રો એવી રીતે બનાવવામાં આવે છે જે પાણી તથા હવાને ઘણા ઓછા દબાણે પણ અવર જવર કરવા દે છે. આ અતિ સુક્ષ્મ છીદ્રોમાં છોડ/ઝાડના મુળીયા તેમજ માટીના રજકણો પ્રવેશી શકતા નથી. આ ઝમણી પાઈપને જમીનની અંદર ૮ થી ૧ર ઈંચ ઉંડાઈએ જમીનના પ્રકાર તેમજ અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી દાટવામાં આવે છે.
ટપક સિંચાઈ પધ્ધતિ : આ પદ્ધતિમાં છોડના મૂળ વિસ્તાર આસપાસ જરૂર મુજબ ટીપે ટીપે પાણી આપવામાં આવે છે આથી જમીન ભીની રહે છે પણ પાણીથી તરબોળ નહીં હોવાથી મૂળને જરૂરી હવા મળી રહે છે. આથી પૂરતા પાણી અને પોષકતત્વો નિયમિતપણે છોડને મળે છે. છોડને એકસરખુ, એકધારું અને જરૂરી જેટલું જ પાણી મળે છે.
ફુવારા સિંચાઈ પધ્ધતિ : ફુવારા સિંચાઈ પદ્ધતિમાં પાકને વરસાદના રૂપમાં પાણી આપવામાં આવે છે. આ પદ્ધતિમાં કેટલાક ફાયદાઓ રહેલા છે. વધુ ઢાળવાળી અને ખરબચડી જમીનને સમતલ કર્યા વગર પિયત કરી શકાય છે. જેથી જમીનનું ભૌતિક બંધારણ જળવાઈ રહે છે. ઓછા પાણી પ્રવાહથી પણ પૂરી કાર્યક્ષમતાથી પિયત કરી શકાય છે. હિમ કે વધુ પડતા તાપમાનથી છોડને બચાવી શકાય છે. સર્જ ફલો (તરંગ પ્રવાહ) પિયત પધ્ધતિ : સર્જ ફલો (તરંગીપ્રવાહ) એટલે ખાસ કરીને ધોરીયા તેમજ કયારાના મુખમાં(નાકામાં) એકધારો પ્રવાહ વહેવડાવવાને બદલે અમુક ચોકકસ સમયના ચક્રમાં યોગ્ય ગુણોત્તર/ પ્રમાણમાં ચાલુ બંધ રાખવામાં આવે છે. આ ચોકકસ સમયનો ગાળો અને તે ચક્રમાં ચાલુ બંધનો ગુણોત્તર એ જમીનનો પ્રકાર જમીન બંધારણ સ્થિરતા, પ્રવાહ ક્ષમતા, લંબાઈ અને પાકને આપવાનું થતું પિયતની ઉંડાઈ પર આધાર રાખે છે. આથી આ નકકી કરવા માટે તે સ્થળ પર ક્ષેત્રીય સંશોધનથી મેળવેલ માહિતી હોવી અનિવાર્ય છે.
સર્જ ફલો સપાટી પર માટીના નાના કણોથી પાતળું પડ ઝડપથી બની જાય છે. તરંગી પ્રવાહમાં વચ્ચે વચ્ચે જયારે પ્રવાહ અટકાવવામાં આવે ત્યારે તે સમયગાળા દરમ્યાન ઉપરની સંતૃપ્ત થયેલ જમીનમાંથી પાણી નીચે નીતારતા ઉપરના માટીના પળ ઉપર એક જાતનું ખેંચાણ બળ લાગતા સખત બને છે. આથી જમીનમાં પાણી ઉતારવાનો દર ઘટી જતો હોવાથી કયારા કે ધોરીયામાં પાણી ઝડપથી બીજા છેડે પહોંચી જાય છે. આથી મુખ અને છેવાડા વચ્ચે પિયતની ઉંડાઈમાં વધુ તફાવત રહેતો નથી.
સુક્ષ્મ ફુવારા (માઈક્રો સ્પ્રીંકલર) પધ્ધતિ : આ પધ્ધતિ ખાસ કરીને નજીકથી વવાતા અને ઓછી ઉંચાઈ ધરાવતા અથવા જમીન પર પથરાતા પાકો માટે વધુ અનુકૂળ છે. ગ્રીનહાઉસમાં ખાસ કરીને સૂક્ષ્મ ફુવારાથી પિયત આપવામાં આવે છે. ફુવારા પદ્ધતિમાં જે મોટા સાઈઝની લેટરલ તેમજ વધુ દબાણની જરૂર પડે છે તે આમાં પડતી નથી.

(iii) અત્યંત ઠંડક અને અત્યંત ગરમીની છોડ પર અસર
જવાબ - (iii) : ભારે ઠંડી એટલે કે હિમના કારણે પાકને ભારે નુકસાન થાય છે. હિમને કારણે છોડમાં બુટ્ટી બનતી નથી અને ફૂલો અને ફળો પણ આવતા નથી. જો ફૂલો અને ફળો છોડમાં દેખાય છે, તો પણ તે પરિપક્વતા પહેલા પડી જાય છે. આવી જ રીતે વધુ પડતી ગરમી છોડના પરાગનો નાશ કરી શકે છે, ફળદ્રુપતા ઘટાડી શકે છે અને છેવટે ફળો અને બીજનું ઉત્પાદન બંધ કરી શકે છે.

(iv) સતત વરસાદની છોડ પર અસર
જવાબ - (iv) : સતત વરસાદ પડતાં પાણી જમીનની સપાટી પર તેમજ પાકના મૂળ વિસ્તારમાં લાંબો સમય ભરાઈ રહે છે. આથી જમીનના અવકાશમાં હવાનું પ્રમાણ બિલકુલ નહિવત રહે છે, પરિણામે છોડને પ્રાણવાયુ અને પોષકતત્વો પુરતા નહિ મળવાથી વૃદ્ધિ નબળી રહે છે અને ઉત્પાદન ઘટે છે. પાણી વધુ ભરાઈ રહેવાથી જમીન ઠંડી પડી જાય છે. જમીનનું ઉષ્ણતામાન જરૂરીયાત કરતાં ઘણું નીચું જતું રહેવાથી છોડનો વિકાસ સંતોષકારક થતો નથી. જમીનના ઉપયોગી સૂક્ષ્મ જીવાણુના વિકાસ પર માઠી અસર થાય છે જેથી અલભ્ય પોષકતત્વોનું લભ્ય પરિસ્થિતિમાં રૂપાંતર થતું નથી અને છોડને મળતા નથી.

(v) ઉપયોગમાં આવતા કૃત્રીમ ખાતર/કુદરતી ખાતર.
જવાબ - (v) : ઉપયોગમાં આવતા કુદરતી ખાતર : ખેતરનો પડવાશ, કોમ્પોસ્ટ અથવા ઉકરડાનું ખાતર, લીલો પડવાશ, ખોળનું ખાતર, છાણિયું ખાતર.
ઉપયોગમાં આવતા કૃત્રીમ ખાતર : આ ખાતરો મુખ્યત્વે ત્રણ પ્રકારના છે. નાઈટ્રોજનયુકત, ફોસ્ફેટક અને ફોસ્ફરસયુકત ખાતરો, પોટાશયુકત ખાતરો.
નાઈટ્રોજનયુકત ખાતરો : એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ નાઈટ્રેટ, યુરિયા, કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ.
ફોસ્ફરસયુકત ખાતરો : સુપર ફોસ્ફેટ, ડાયકેલ્શિયમ ફોસ્ફેટ, બેઝીક સ્લેગ, બોન મીલ (કાચું), બોન મીલ (સ્ટીમ્ડ).
પોટાશયુકત ખાતરો : પોટેશિયમ કલોરાઈ (મ્યુરેટ ઓફ પોટાશ), પોટેશિયમ સલ્ફેટ.

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post