ધોરણ-7 [ગણિત] 3. માહિતીનું નિયમન | std-7 [maths] 3. mahitinu niyaman

GSEB Class 7 Maths Chapter 3 Solutions (Gujarati Medium): અહીં ધોરણ 7 ગણિત પ્રકરણ 3 "માહિતીનું નિયમન" (Std 7 Maths Chapter 3 Mahitinu Niyaman) ના નવા NCERT અભ્યાસક્રમ મુજબ સ્વાધ્યાય 3.1, 3.2 અને 3.3 ના તમામ દાખલાઓનું સ્ટેપ-બાય-સ્ટેપ સંપૂર્ણ સોલ્યુશન, સરાસરી (મધ્યક), વિસ્તાર, બહુલક, મધ્યસ્થ તથા લંબ આલેખ અને દ્વિ-લંબ આલેખની સમજૂતી સહિત પરીક્ષાલક્ષી અગત્યના મુદ્દાઓ (IMP Notes) આપેલા છે. વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય સમજૂતી, એકમ કસોટી પેપર તેમજ પ્રેક્ટિસ માટે આ પેજ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

std-7-maths-3-mahitinu-niyaman-eclassguru

✦ અગત્યના મુદ્દાઓ (std 7 Maths chapter 3. mahitinu niyaman imp notes) ✦

  • પ્રતિનિધિ મૂલ્ય : આપેલ અવલોકનો અથવા માહિતીના સમૂહની મધ્યવર્તી સ્થિતિ દર્શાવતા મૂલ્યને પ્રતિનિધિ મૂલ્ય કહે છે.
  • અંકગણિતીય સરાસરી (મધ્યક - Mean) : આપેલા બધા અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને સરાસરી કહે છે.
       `\text{સરાસરી} = \frac{\text{બધાં અવલોકનોનો સરવાળો}}{\text{અવલોકનોની કુલ સંખ્યા}}`
  • વિસ્તાર (Range) : માહિતીના મહત્તમ અવલોકન અને લઘુતમ અવલોકન વચ્ચેના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે.
       `\text{વિસ્તાર} = \text{મહત્તમ અવલોકન} - \text{લઘુતમ અવલોકન}`
  • બહુલક (Mode) : આપેલા અવલોકનોના સમૂહમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા (સૌથી વધુ આવૃત્તિ ધરાવતા) અવલોકનને બહુલક કહેવાય છે. માહિતીને એકથી વધુ બહુલક પણ હોઈ શકે છે.
  • મધ્યસ્થ (Median) : આપેલા અવલોકનોને ચડતા કે ઊતરતા ક્રમમાં ગોઠવ્યા પછી બરાબર મધ્યમાં આવતા અવલોકનને મધ્યસ્થ કહેવાય છે.
  • લંબ આલેખ (Bar Graph) : સમાન પહોળાઈવાળા અને પરસ્પર સમાન અંતરે આવેલા સ્તંભો દ્વારા માહિતીની કરવામાં આવતી દૃશ્ય રજૂઆતને લંબ આલેખ કહે છે. પ્રત્યેક સ્તંભની ઊંચાઈ તે અવલોકનના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે.
  • દ્વિ-લંબ આલેખ (Double Bar Graph) : બે પ્રકારની માહિતીની એક સાથે સરખામણી કરવા માટે પાસપાસે દોરવામાં આવતા સ્તંભોવાળા આલેખને દ્વિ-લંબ આલેખ કહે છે.

✦ સ્વાધ્યાય 3.1 (std 7 Maths chapter 3.1 mahitinu niyaman swadhyay) ✦

1. તમારા વર્ગના કોઈ પણ દસ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો.

ઉકેલ - 1 :
ધારો કે 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ (સેમીમાં) નીચે મુજબ છે :
125, 128, 130, 132, 135, 138, 140, 142, 145, 148
સૌથી વધુ ઊંચાઈ = 148 સેમી
સૌથી ઓછી ઊંચાઈ = 125 સેમી
`\text{ઊંચાઈનો વિસ્તાર} = \text{મહત્તમ ઊંચાઈ} - \text{લઘુતમ ઊંચાઈ}`
`= 148 - 125`
`= 23 \text{ સેમી}`
આમ, વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર 23 સેમી મળે.

2. કોઈ એક વર્ગના મૂલ્યાંકનમાં મેળવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો :
4, 6, 7, 5, 3, 5, 4, 5, 2, 6, 2, 5, 1, 9, 6, 5, 8, 4, 6, 7

ઉકેલ - 2 :
આવૃત્તિ વિતરણ કોષ્ટક :
• ગુણ 1 : આવૃત્તિ = 1
• ગુણ 2 : આવૃત્તિ = 2
• ગુણ 3 : આવૃત્તિ = 1
• ગુણ 4 : આવૃત્તિ = 3
• ગુણ 5 : આવૃત્તિ = 5
• ગુણ 6 : આવૃત્તિ = 4
• ગુણ 7 : આવૃત્તિ = 2
• ગુણ 8 : આવૃત્તિ = 1
• ગુણ 9 : આવૃત્તિ = 1
કુલ વિદ્યાર્થીઓ = 20

(i) સૌથી વધારે ગુણ કેટલા છે ?
જવાબ : 9

(ii) સૌથી ઓછા ગુણ કેટલા છે ?
જવાબ : 1

(iii) માહિતીનો વિસ્તાર શો છે ?
`\text{વિસ્તાર} = \text{મહત્તમ ગુણ} - \text{લઘુતમ ગુણ}`
`= 9 - 1`
`= 8`

(iv) અંકગણિતીય સરાસરી શોધો :
`\text{બધાં અવલોકનોનો સરવાળો} = 4 + 6 + 7 + 5 + 3 + 5 + 4 + 5 + 2 + 6 + 2 + 5 + 1 + 9 + 6 + 5 + 8 + 4 + 6 + 7`
`= 100`
કુલ અવલોકનો = 20
`\text{સરાસરી} = \frac{\text{સરવાળો}}{\text{કુલ સંખ્યા}}`
`= \frac{100}{20}`
`= 5`

3. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો.

ઉકેલ - 3 :
પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ : 0, 1, 2, 3, 4
`\text{સંખ્યાઓનો સરવાળો} = 0 + 1 + 2 + 3 + 4`
`= 10`
કુલ સંખ્યા = 5
`\text{સરાસરી} = \frac{\text{સરવાળો}}{\text{કુલ સંખ્યા}}`
`= \frac{10}{5}`
`= 2`
આમ, પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી 2 થાય.

4. એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા : 58, 76, 40, 35, 46, 45, 0, 100. તો તેનો સરાસરી સ્કોર શોધો.

ઉકેલ - 4 :
`\text{કુલ રન} = 58 + 76 + 40 + 35 + 46 + 45 + 0 + 100`
`= 400`
દાવની સંખ્યા = 8
`\text{સરાસરી સ્કોર} = \frac{\text{કુલ રન}}{\text{દાવની સંખ્યા}}`
`= \frac{400}{8}`
`= 50`
આમ, તેનો સરાસરી સ્કોર 50 રન થાય.

5. નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ ચાર રમતમાં મેળવેલા અંક દર્શાવે છે :

ઉકેલ - 5 :
(i) દરેક રમતમાં A વડે મેળવેલ અંકની સરાસરી :
`\text{A ના અંક} = 14, 16, 10, 10`
`\text{A ની સરાસરી} = \frac{14 + 16 + 10 + 10}{4}`
`= \frac{50}{4}`
`= 12.5`

(ii) દરેક રમતમાં C વડે કરાયેલ રનની સરાસરી શોધવા કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે ? શા માટે ?
જવાબ : ખેલાડી C માત્ર 3 જ રમતમાં રમ્યો છે (રમત 3 માં રમ્યો નથી). તેથી સરાસરી શોધવા માટે કુલ રકમને 3 વડે ભાગીશું.
`\text{C ની સરાસરી} = \frac{8 + 11 + 13}{3}`
`= \frac{32}{3}`
`= 10.67`

(iii) B ચારેય રમતમાં રમ્યો છે. તમે તેની સરાસરી કેવી રીતે શોધશો ?
`\text{B ની સરાસરી} = \frac{0 + 8 + 6 + 4}{4}`
`= \frac{18}{4}`
`= 4.5`

(iv) કોનો દેખાવ સૌથી સારો છે ?
A ની સરાસરી = 12.5, B ની સરાસરી = 4.5, C ની સરાસરી = 10.67
અહીં A ની સરાસરી સૌથી વધુ હોવાથી ખેલાડી A નો દેખાવ સૌથી સારો છે.

6. વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના સમૂહે પ્રાપ્ત કરેલ ગુણ (100 માંથી) : 85, 76, 90, 85, 39, 48, 56, 95, 81 અને 75 છે :

ઉકેલ - 6 :
ગુણને ચડતા ક્રમમાં ગોઠવતાં : 39, 48, 56, 75, 76, 81, 85, 85, 90, 95

(i) સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ :
સૌથી વધુ ગુણ = 95
સૌથી ઓછા ગુણ = 39

(ii) મેળવેલા ગુણનો વિસ્તાર :
`\text{વિસ્તાર} = \text{મહત્તમ ગુણ} - \text{લઘુતમ ગુણ}`
`= 95 - 39`
`= 56`

(iii) સમૂહ દ્વારા મેળવાયેલા ગુણની સરાસરી :
`\text{કુલ ગુણ} = 85 + 76 + 90 + 85 + 39 + 48 + 56 + 95 + 81 + 75`
`= 730`
કુલ વિદ્યાર્થીઓ = 10
`\text{સરાસરી} = \frac{730}{10}`
`= 73`

7. સળંગ છ વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા : 1555, 1670, 1750, 2013, 2540 અને 2820 હતી. આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા શોધો.

ઉકેલ - 7 :
`\text{વિદ્યાર્થીઓની કુલ સંખ્યા} = 1555 + 1670 + 1750 + 2013 + 2540 + 2820`
`= 12348`
વર્ષોની સંખ્યા = 6
`\text{સરાસરી સંખ્યા} = \frac{12348}{6}`
`= 2058`
આમ, વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા 2058 થાય.

8. એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ (મિમીમાં) નોંધવામાં આવ્યો :
સોમ: 0.0, મંગળ: 12.2, બુધ: 2.1, ગુરુ: 0.0, શુક્ર: 20.5, શનિ: 5.5, રવિ: 1.0

ઉકેલ - 8 :
(i) વરસાદનો વિસ્તાર :
સૌથી વધુ વરસાદ = 20.5 મિમી, સૌથી ઓછો વરસાદ = 0.0 મિમી
`\text{વિસ્તાર} = 20.5 - 0.0`
`= 20.5 \text{ મિમી}`

(ii) અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી :
`\text{કુલ વરસાદ} = 0.0 + 12.2 + 2.1 + 0.0 + 20.5 + 5.5 + 1.0`
`= 41.3 \text{ મિમી}`
દિવસોની સંખ્યા = 7
`\text{સરાસરી વરસાદ} = \frac{41.3}{7}`
`= 5.9 \text{ મિમી}`

(iii) કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ (5.9 મિમી) કરતાં ઓછો પડ્યો છે ?
સોમવાર (0.0), બુધવાર (2.1), ગુરુવાર (0.0), શનિવાર (5.5) અને રવિવાર (1.0).
આમ, કુલ 5 દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે.

9. 10 છોકરીઓની ઊંચાઈ (સેમીમાં) : 135, 150, 139, 128, 151, 132, 146, 149, 143, 141

ઉકેલ - 9 :
ઊંચાઈને ચડતા ક્રમમાં ગોઠવતાં : 128, 132, 135, 139, 141, 143, 146, 149, 150, 151

(i) સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ : 151 સેમી
(ii) સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ : 128 સેમી
(iii) માહિતીનો વિસ્તાર :
`\text{વિસ્તાર} = 151 - 128`
`= 23 \text{ સેમી}`

(iv) છોકરીઓની સરાસરી ઊંચાઈ :
`\text{કુલ ઊંચાઈ} = 135 + 150 + 139 + 128 + 151 + 132 + 146 + 149 + 143 + 141`
`= 1414 \text{ સેમી}`
`\text{સરાસરી ઊંચાઈ} = \frac{1414}{10}`
`= 141.4 \text{ સેમી}`

(v) કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ (141.4 સેમી) કરતાં વધુ છે ?
143, 146, 149, 150, 151 એમ કુલ 5 છોકરીઓની ઊંચાઈ સરાસરી કરતાં વધુ છે.

✦ સ્વાધ્યાય 3.2 (std 7 Maths chapter 3.2 mahitinu niyaman swadhyay) ✦

1. ગણિતની એક પરીક્ષામાં (25 ગુણમાંથી) 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે :
19, 25, 23, 20, 9, 20, 15, 10, 5, 16, 25, 20, 24, 12, 20
આ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધો. આ બંને સમાન છે ?

ઉકેલ - 1 :
અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતાં :
5, 9, 10, 12, 15, 16, 19, 20, 20, 20, 20, 23, 24, 25, 25

• બહુલક :
અહીં સંખ્યા 20 સૌથી વધુ વખત (4 વખત) આવે છે.
`∴ \text{બહુલક} = 20`

• મધ્યસ્થ :
કુલ અવલોકનો `n = 15` (એકી સંખ્યા)
`\text{મધ્યસ્થ} = \frac{15 + 1}{2}\text{મું અવલોકન} = 8\text{મું અવલોકન}`
ચડતા ક્રમમાં 8મું અવલોકન 20 છે.
`∴ \text{મધ્યસ્થ} = 20`

હા, બહુલક અને મધ્યસ્થ બંને સમાન છે.

2. એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલ રન : 6, 15, 120, 50, 100, 80, 10, 15, 8, 10, 15. આ માહિતીના સરાસરી, બહુલક અને મધ્યસ્થ શોધો. આ ત્રણેય સમાન છે ?

ઉકેલ - 2 :
અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતાં :
6, 8, 10, 10, 15, 15, 15, 50, 80, 100, 120

• સરાસરી :
`\text{કુલ રન} = 6 + 8 + 10 + 10 + 15 + 15 + 15 + 50 + 80 + 100 + 120`
`= 429`
ખેલાડીઓની સંખ્યા = 11
`\text{સરાસરી} = \frac{429}{11}`
`= 39`

• બહુલક :
સંખ્યા 15 સૌથી વધુ વખત (3 વખત) આવે છે.
`∴ \text{બહુલક} = 15`

• મધ્યસ્થ :
કુલ અવલોકનો `n = 11`
મધ્યસ્થનું સ્થાન `= \frac{11 + 1}{2} = 6\text{મું અવલોકન}`
ચડતા ક્રમમાં 6ઠ્ઠું અવલોકન 15 છે.
`∴ \text{મધ્યસ્થ} = 15`

આમ, સરાસરી = 39, બહુલક = 15 અને મધ્યસ્થ = 15 છે.
ના, આ ત્રણેય સમાન નથી. (માત્ર બહુલક અને મધ્યસ્થ સમાન છે)

3. એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન (કિગ્રામાં) :
38, 42, 35, 37, 45, 50, 32, 43, 43, 40, 36, 38, 43, 38, 47
(i) આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો.
(ii) શું એકથી વધુ બહુલક છે ?

ઉકેલ - 3 :
અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતાં :
32, 35, 36, 37, 38, 38, 38, 40, 42, 43, 43, 43, 45, 47, 50

(i) બહુલક અને મધ્યસ્થ :
• સંખ્યા 38 (3 વખત) અને 43 (3 વખત) બંને સરખી રીતે સૌથી વધુ વખત આવે છે.
`∴ \text{બહુલક} = 38 \text{ અને } 43`

• કુલ અવલોકનો `n = 15`
મધ્યસ્થ `= 8\text{મું અવલોકન}`
ચડતા ક્રમમાં 8મું અવલોકન 40 છે.
`∴ \text{મધ્યસ્થ} = 40 \text{ કિગ્રા}`

(ii) શું એકથી વધુ બહુલક છે ?
હા, અહીં બે બહુલક (38 અને 43) છે.

4. નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો :
13, 16, 12, 14, 19, 12, 14, 13, 14

ઉકેલ - 4 :
અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતાં :
12, 12, 13, 13, 14, 14, 14, 16, 19

• બહુલક : સંખ્યા 14 સૌથી વધુ વખત (3 વખત) આવે છે.
`∴ \text{બહુલક} = 14`

• મધ્યસ્થ : કુલ અવલોકનો `n = 9`
મધ્યસ્થ `= \frac{9 + 1}{2} = 5\text{મું અવલોકન}`
ચડતા ક્રમમાં 5મું અવલોકન 14 છે.
`∴ \text{મધ્યસ્થ} = 14`

5. નીચેનાં વિધાનો સાચાં છે કે ખોટાં તે કહો :

(i) બહુલક એ હંમેશાં માહિતીમાંની સંખ્યા હોય છે. (સાચું)
(ii) સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા હોય છે. (ખોટું) (સરાસરી માહિતી બહારની સંખ્યા પણ હોઈ શકે)
(iii) મધ્યસ્થ એ હંમેશાં માહિતીમાંની એક સંખ્યા હોય છે. (સાચું) (એકી સંખ્યાના અવલોકનો માટે)
(iv) માહિતી 6, 4, 3, 8, 9, 12, 13, 9 ની સરાસરી 9 છે. (ખોટું)
ગણતરી : `\text{સરવાળો} = 6 + 4 + 3 + 8 + 9 + 12 + 13 + 9 = 64`
`\text{સરાસરી} = \frac{64}{8} = 8` થાય (9 નહીં).

✦ સ્વાધ્યાય 3.3 (std 7 Maths chapter 3.3 mahitinu niyaman swadhyay) ✦

1. પાઠ્યપુસ્તકના લંબ આલેખ (આકૃતિ 3.3) નો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(કૂતરો: 8, બિલાડી: 10, સસલું: 2, બકરી: 5, અન્ય: 3)

ઉકેલ - 1 :
(a) કયું પાલતું પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે ?
જવાબ : બિલાડી (તેનો સ્તંભ સૌથી ઊંચો 10 વિદ્યાર્થીઓ દર્શાવે છે).

(b) કેટલા વિદ્યાર્થીઓનું પાલતું પ્રાણી કૂતરો છે ?
જવાબ : 8 વિદ્યાર્થીઓનું

2. પાઠ્યપુસ્તકના આલેખ (આકૃતિ 3.4 - પુસ્તક ભંડારનું વેચાણ) નો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો :

ઉકેલ - 2 :
(i) 1989, 1990 અને 1992 ના દરેક વર્ષમાં કેટલાં પુસ્તકોનું વેચાણ થયું હશે ?
• વર્ષ 1989 માં : આશરે 175 પુસ્તકો
• વર્ષ 1990 માં : આશરે 475 પુસ્તકો
• વર્ષ 1992 માં : આશરે 225 પુસ્તકો

(ii) કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યાં ? કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યાં ?
• 475 પુસ્તકો : વર્ષ 1990 માં
• 225 પુસ્તકો : વર્ષ 1992 માં

(iii) કયા વર્ષમાં 250 કરતાં ઓછાં પુસ્તકો વેચવામાં આવ્યાં ?
જવાબ : વર્ષ 1989 અને વર્ષ 1992 માં

(iv) 1989 માં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય ?
જવાબ : 1989 નો સ્તંભ 100 કરતાં ઉપર અને 200 થી થોડો નીચે એટલે કે અંદાજે 3/4 ભાગ સુધી (175 પર) પહોંચે છે.

3. જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા :
પાંચમું: 135, છઠ્ઠું: 120, સાતમું: 95, આઠમું: 100, નવમું: 90, દસમું: 80

ઉકેલ - 3 :
(a) તમે પ્રમાણમાપ કેવી રીતે પસંદ કરશો ?
જવાબ : સૌથી મોટો અંક 135 હોવાથી Y-અક્ષ પર 1 એકમ = 20 વિદ્યાર્થીઓ અથવા 1 એકમ = 10 વિદ્યાર્થીઓ લઈ શકાય.

(b) પ્રશ્નોના ઉત્તર :
(i) કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે ? અને સૌથી ઓછા ?
• સૌથી વધુ વિદ્યાર્થીઓ : પાંચમા ધોરણમાં (135)
• સૌથી ઓછા વિદ્યાર્થીઓ : દસમા ધોરણમાં (80)

(ii) ધોરણ છ અને ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો :
`\text{ગુણોત્તર} = \frac{\text{ધોરણ 6 ના વિદ્યાર્થીઓ}}{\text{ધોરણ 8 ના વિદ્યાર્થીઓ}}`
`= \frac{120}{100}`
`= \frac{6}{5}`
`= 6 : 5`
આમ, ગુણોત્તર 6 : 5 થાય.

4. વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ પરથી દ્વિ-લંબ આલેખ દોરો અને પ્રશ્નોના જવાબ આપો :
અંગ્રેજી: 67, 70 | હિન્દી: 72, 65 | ગણિત: 88, 95 | વિજ્ઞાન: 81, 85 | સામાજિક વિજ્ઞાન: 73, 75

ઉકેલ - 4 :
X-અક્ષ પર વિષયો અને Y-અક્ષ પર ગુણ (પ્રમાણમાપ: 1 એકમ = 10 ગુણ) લઈને પાસપાસે સ્તંભો દોરવા.

(i) વિદ્યાર્થીએ કયા વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો ?
• અંગ્રેજી: `70 - 67 = 3`
• ગણિત: `95 - 88 = 7`
• વિજ્ઞાન: `85 - 81 = 4`
• સામાજિક વિજ્ઞાન: `75 - 73 = 2`
આમ, ગણિત વિષયમાં સૌથી વધુ સુધારો (+7 ગુણ) કર્યો.

(ii) કયા વિષયમાં સુધારો સૌથી ઓછો છે ?
સામાજિક વિજ્ઞાનમાં સુધારો સૌથી ઓછો (+2 ગુણ) છે.

(iii) શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે ?
હા, હિન્દી વિષયમાં દેખાવ નીચે ગયો છે (પ્રથમ સત્રમાં 72 માંથી ઘટીને બીજા સત્રમાં 65 થયા).

5. એક વસાહતનો સર્વે કરતાં નીચે મુજબ માહિતી એકઠી થઈ :
ક્રિકેટ: 1240 (જોનાર), 620 (ભાગ લેનાર) | બાસ્કેટબૉલ: 470, 320 | સ્વિમિંગ: 510, 320 | હોકી: 430, 250 | એથ્લેટિક્સ: 250, 105

ઉકેલ - 5 :
(i) યોગ્ય પ્રમાણમાપ લઈ દ્વિ-લંબ આલેખ દોરો. લંબ આલેખ પરથી શું અનુમાન કરશો ?
Y-અક્ષ પર 1 એકમ = 100 વ્યક્તિઓ પ્રમાણમાપ લઈ આલેખ દોરી શકાય. આલેખ દર્શાવે છે કે રમતમાં ભાગ લેવા કરતાં રમત જોવાનું લોકો વધુ પસંદ કરે છે.

(ii) કઈ રમત સૌથી વધુ પ્રચલિત છે ?
જવાબ : ક્રિકેટ (જોનાર અને ભાગ લેનાર બંનેમાં સૌથી ઊંચો સ્તંભ છે).

(iii) રમત જોવી અને ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ છે ?
જવાબ : રમત જોવી વધુ પસંદ છે.

✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

Previous Post Next Post