GSEB Std 7 Science Chapter 3 Ushma Swadhyay Solution: અહીં ધોરણ 7 વિજ્ઞાન વિષયના પ્રકરણ 3 "ઉષ્મા" (Ushma) ના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન, પાઠના મુખ્ય મુદ્દાઓ (IMP Notes), ક્લિનિકલ અને લેબોરેટરી થર્મોમીટર, ઉષ્માના વહન, ઉષ્માનયન અને ઉષ્મીય વિકિરણ, દરિયાઈ અને ભૂ લહેર, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો તેમજ પ્રવૃત્તિઓ સરળ ગુજરાતી ભાષામાં આપેલ છે.
✦ અગત્યના મુદ્દાઓ (Std 7 Science Ch 3 IMP Notes) ✦
- કોઈ પદાર્થ ગરમ છે કે ઠંડો તે નક્કી કરવા માટે આપણે હંમેશા સ્પર્શ પર આધાર રાખી શકતા નથી. કેટલીકવાર તે છેતરામણું સાબિત થાય છે.
- પદાર્થના ગરમ હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન તરીકે ઓળખાય છે.
- તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર કહે છે.
- જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે, તેને ક્લિનિકલ થર્મોમીટર અથવા તબીબી થર્મોમીટર કહે છે. ક્લિનિકલ થર્મોમીટર 35 °C થી 42 °C સુધીનું તાપમાન માપી શકે છે. વપરાશ પહેલા પારાનું સ્તર 35 °C થી નીચે છે કે નહીં તે જુઓ.
- માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 °C હોય છે.
- પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખાય છે. લેબોરેટરી થર્મોમીટર ની રેન્જ -10 °C થી 110 °C હોય છે.
- પદાર્થના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ઉષ્માના વહન થવાની ક્રિયાને ઉષ્માવહન કહે છે. ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્માવહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે.
- જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ.
- જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી તેમને ઉષ્માના મંદવાહક પદાર્થો કહે છે. જેમ કે, પ્લાસ્ટિક અને લાકડું. ઉષ્માના મંદવાહકોને અવાહકો કહેવાય છે.
- પાણી તથા હવા ઉષ્માના મંદવાહકો છે.
- પાત્રમાં તળિયાના ભાગનું પાણી ગરમ થાય છે ત્યારે, તે ગરમ પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે. તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે. પાત્રની દીવાલ પાસેથી ઠંડુ પાણી તળિયા તરફ આવે છે. જ્યાં સુધી બધું જ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે. ઉષ્માના આ પ્રકારના પ્રસરણને ઉષ્માનયન કહે છે.
- ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરે છે. બાજુમાંથી ઠંડી હવા તેની જગ્યાએ આવે છે. આ રીતે હવા ગરમ થતી હોય છે. હવા ઉષ્માનયનથી ગરમ થાય છે.
- સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ લહેર કહે છે. જમીન પરથી ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે જેને ભૂ લહેર કહે છે.
- સૂર્યની ઉષ્મા ઉષ્માવહન કે ઉષ્માનયનની ઘટના દ્વારા પહોંચી શકે નહીં કારણકે, સૂર્ય તથા પૃથ્વી વચ્ચેના મોટા ભાગના અવકાશમાં હવા જેવું કોઈ માધ્યમ હોતું જ નથી.
- સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા અન્ય એક પ્રક્રિયા દ્વારા પહોંચે છે, જેને ઉષ્મીય વિકિરણ કહે છે.
✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Science Chapter 3 Swadhyay Solution) ✦
1. લેબોરેટરી થરમોમીટર તથા ક્લિનીકલ થરમોમીટરમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો.
જવાબ :
સામ્યતા : બંને થર્મોમીટર કાચની લાંબી, પાતળી અને સમાન નળી ધરાવે છે. બંનેમાં પારો (Mercury) વપરાય છે અને બંને તાપમાન માપવા માટેના સાધનો છે.
તફાવત : ક્લિનિકલ થર્મોમીટર 35 °C થી 42 °C સુધીનું તાપમાન માપે છે અને તેમાં ખાંચ (kink) હોય છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટર -10 °C થી 110 °C સુધીનું તાપમાન માપી શકે છે અને તેમાં ખાંચ હોતી નથી.
2. ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે-બે ઉદાહરણો જણાવો.
જવાબ :
ઉષ્માના સુવાહક : લોખંડ, તાંબુ (અથવા એલ્યુમિનિયમ).
ઉષ્માના અવાહક (મંદવાહક) : લાકડું, પ્લાસ્ટિક (અથવા કાગળ).
3. ખાલી જગ્યા પૂરોઃ
જવાબ :
(a) પદાર્થના ગરમપણાની માત્રા તેના તાપમાન વડે નક્કી કરવામાં આવે છે.
(b) ઉકળતા પાણીનું તાપમાન ક્લિનિકલ (તબીબી) પ્રકારના થરમોમીટર દ્વારા માપી શકાતું નથી.
(c) તાપમાનનું માપન ડિગ્રી સેલ્સિયસ (°C) માં થાય છે.
(d) ઉષ્માના પ્રસરણની વિકિરણ ની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી.
(e) ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ઠંડી ચમચી મૂકવામાં આવે, તો તેમાં ઉષ્માવહન પ્રક્રિયા દ્વારા ઉષ્માવહન ચમચીના બીજા છેડા પર થાય છે.
(f) ઘેરા (કાળા) રંગના કપડાં, હળવા રંગના કપડાં કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે.
4. નીચેનાં જોડકાં જોડો :
જવાબ :
| કૉલમ-I | કૉલમ-II |
|---|---|
| (i) ભૂ લહેર વહે છે | (d) રાત્રિ દરમિયાન |
| (ii) દરિયાઈ લહેર વહે છે | (c) દિવસ દરમિયાન |
| (iii) ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે | (b) શિયાળામાં |
| (iv) હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે | (a) ઉનાળામાં |
5. શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ ? ચર્ચા કરો.
જવાબ : એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી વસ્ત્રોની વચ્ચે હવાના સ્તરો રચાય છે. હવા એ ઉષ્માની મંદવાહક (અવાહક) છે. આ હવા આપણા શરીરની ગરમ ઉષ્માને બહાર વાતાવરણમાં જતી અટકાવે છે અને બહારની ઠંડીને અંદર આવતી અટકાવે છે, જેથી એક જાડા વસ્ત્ર કરતાં વધુ હુંફ મળે છે.
6. આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્માવહન, ઉષ્માનયન તથા ઉષ્મા વિકિરણ કયા કયા સ્થાનોએ થાય છે તેનો તીર વડે નિર્દેશ કરો.
જવાબ :

7. ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દીવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે. સમજાવો.
જવાબ : સફેદ રંગ સૂર્યના ઉષ્મીય વિકિરણોનું મોતા ભાગે પરાવર્તન કરે છે અને ઓછું શોષણ કરે છે. જેથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની દીવાલો ઠંડી રહે અને ઘરમાં ગરમી ઓછી લાગે, આથી મકાનોની બહારની દીવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે.
8. 30°C તાપમાનવાળા 1 લિટર પાણીને 50°C તાપમાનવાળા 1 લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતાં મિશ્રણનું તાપમાન હોય.
જવાબ : (b) 50°Cથી વધુ પરંતુ 80°Cથી ઓછું (ચોક્કસ કહીએ તો બંનેનું સમાન પ્રમાણ હોવાથી લગભગ 40°C એટલે કે 30°C તથા 50°Cની વચ્ચેનું).
9. 40°C તાપમાન ધરાવતા લોખંડના નાના ગોળાને, 40°C જેટલું જ તાપમાન ધરાવતા પાણી ભરેલા પ્યાલામાં મૂકવામાં આવે તો,
જવાબ : (b) ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં. (કારણ કે બંનેનું તાપમાન સમાન છે.)
10. આઇસ્ક્રીમમાં લાકડાની ચમચી ડૂબાડતાં, ચમચીનો બીજો છેડો
જવાબ : (d) ઠંડો પડતો નથી. (કારણ કે લાકડું ઉષ્માનું અવાહક/મંદવાહક છે.)
11. રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ ...
જવાબ : (c) સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબું ઉષ્માનું વધુ સુવાહક છે.
✦ વિસ્તૃત અભ્યાસ માટેની પ્રવૃત્તિઓ અને પ્રૉજેક્ટ (Activities & Projects) ✦
1. તમારા ડૉક્ટર પાસે કે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને, ડૉક્ટર દર્દીના શરીરનું તાપમાન માપતા હોય તેનું અવલોકન કરો...
જવાબ :
(a) થર્મોમીટરના ઉપયોગ પહેલાં તેને એન્ટિસેપ્ટિક પ્રવાહીમાં ઝબોળવામાં આવે છે જેથી જીવાણુઓનો નાશ થાય અને ચેપ ન લાગે.
(b) મોંની અંદર જીભની નીચે તાપમાન સૌથી સચોટ મળે છે કારણ કે ત્યાં રુધિરવાહિનીઓ નજીક હોય છે.
(c) હા, બગલમાં કે અન્ય યોગ્ય ભાગોમાં પણ થર્મોમીટર મૂકીને તાપમાન માપી શકાય છે.
(d) શરીરના આંતરિક અંગોનું તાપમાન સમાન હોય છે, જ્યારે ત્વચા કે હાથ-પગનું તાપમાન વાતાવરણ મુજબ થોડું અલગ હોઈ શકે છે.
2. વેટરનરી ડૉક્ટર (પશુઓના ડોક્ટર) પાસે જાઓ અને પાલતુ પશુઓ તથા પક્ષીઓના શરીરના સામાન્ય તાપમાન જાણો...
જવાબ : ગાય, ભેંસ જેવા પાલતુ પ્રાણીઓનું સામાન્ય શરીરનું તાપમાન લગભગ 38.5°C થી 39.5°C (101°F - 103°F) હોય છે, જે મનુષ્ય કરતા થોડું વધારે હોય છે. પક્ષીઓ (જેવા કે મરઘી) નું તાપમાન સામાન્ય રીતે 40°C થી 42°C ની આસપાસ હોય છે.
3. લોખંડનો પાતળો તથા લાંબો સળિયો લો. તેના એક છેડા પર પાતળો કાગળ ચુસ્તપણે વીંટાળો...
જવાબ : ના, સળિયા પર વીંટેલો કાગળ સહેલાઈથી બળતો નથી કારણ કે લોખંડ ઉષ્માનું સુવાહક હોવાથી મીણબત્તીની જ્યોતની ઉષ્મા સળિયા દ્વારા પ્રસરી જાય છે અને કાગળ સુધી જ્યોત સીધી પહોંચતી નથી.
4. કાગળની એક શીટ લો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાગળના ટુકડા પર સ્પાયરલ દોરી કાપો અને મીણબત્તી પર લટકાવો...
જવાબ :

5. પહોળા મોઢાવાળી કાચની બે સમાન પારદર્શક બોટલો લો...
જવાબ : જ્યારે ગરમ પાણી અને ઠંડા પાણીની બોટલો વચ્ચેનું કાગળનું કાર્ડ ખેંચી લેવામાં આવે છે, ત્યારે ગરમ પાણી હકૂમતથી હલકું હોવાથી ઉપર તરફ જાય છે અને ઠંડું પાણી નીચે આવે છે (ઉષ્માનયનની પ્રક્રિયા). આનાથી બંને બોટલોનું પાણી મિક્સ થવા લાગે છે.
إرسال تعليق