ધોરણ-8 [ગણિત] 7. રાશિઓની તુલના | std-8 [maths] 7. rashioni tulna

ધોરણ-8 [ગણિત] 7. રાશિઓની તુલના [std 8 Maths chapter 7. rashioni tulna] સ્વાધ્યાયના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, સ્વાધ્યાયની સમજૂતી, સ્વાધ્યાયના દાખલાઓ, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 Ganit path 7. rashioni tulna] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-8-maths-7-rashioni-tulna-eclassguru

std 8 Maths chapter 7. rashioni tulna imp notes, std 8 Maths ekam 7. rashioni tulna ni samjuti, std 8 Maths ch 7. rashioni tulna swadhyay na javabo (solutions), std 8 Maths path 7. rashioni tulna swadhyay pothi na javabo (solutions), std 8 Maths unit 7. rashioni tulna ni ekam kasoti.

std 8 Maths chapter 7. rashioni tulna imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦



std 8 Maths chapter 7.1 rashioni tulna swadhyay

✦ સ્વાધ્યાય 7.1 ✦

1. નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો.
(a) સાયકલની ઝડપ 15 કિમી/કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિમી/કલાક.
(b) 5 મીટર અને 10 કિમી.
(c) 50 પૈસા અને ₹ 5 રૂપિયા.

2. નીચે આપેલ ગુણોત્તરોનું ટકાવારીમાં રૂપાંતર કરો.
(a) 3 : 4
(b) 2 : 3

3. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે, તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી ?

4. એક ફૂટબૉલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. જો તેમની જીતેલી મૅચની ટકાવારી 40% હોય તો તેઓ કુલ કેટલી મૅચ રમ્યા હશે ?

5. જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી ₹ 600 બાકી રહ્યાં હોય, તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે ?

6. એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ, 30% વ્યક્તિઓને ફૂટબૉલ અને બાકીની વ્યક્તિઓને બીજી રમતો ગમે છે, તો અન્ય રમતો પસંદ કરતા વ્યક્તિઓની ટકાવારી કેટલી ? જો શહે૨માં કુલ 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમત પસંદ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે ?

std 8 Maths chapter 7.2 rashioni tulna swadhyay

✦ સ્વાધ્યાય 7.2 ✦

1. વેચાણ દરમ્યાન, એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર 10% વળતર મળતું હતું. તો એક ગ્રાહકને એક જોડી જીન્સ ₹ 1450 અને બે શર્ટ દરેકના ₹ 850ની છાપેલ કિંમત ૫૨ કેટલા રૂપિયા આપવા પડશે ?

2. એક T.V.ની કિંમત ₹ 13,000 છે. તેના પર 12% GST લગાડવામાં આવેલ છે. જો વિનોદને T.V. ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે ?

3. અરુણે એક જોડી સ્કેટીંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા. જો તેણે ₹ 1600 આપ્યા હોય તો તેની છાપેલ કિંમત શોધો.

4. મેં ₹ 5400 માં “હેર-ડ્રાયર” ખરીદ્યું, જેમાં 8 % GST લાગ્યો હતો. GST પહેલાંની કિંમત શોધો.

5. એક વસ્તુ 18% GST સાથે ? ₹ 1239 માં ખરીદવામાં આવે છે. વસ્તુની છાપેલી કિંમત શોધો.

std 8 Maths chapter 7.3 rashioni tulna swadhyay

✦ સ્વાધ્યાય 7.3 ✦

1. એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003 માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે.
(i) 2001ની જનસંખ્યા શોધો.
(ii) 2005માં જનસંખ્યા શું હશે ?

2. એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બૅક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5%ના દરે વધતી હતી, જો પહેલાં બૅક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો બે કલાક પછી બૅક્ટેરિયાની સંખ્યા કેટલી હશે ?

3. એક સ્કૂટર ₹ 42,000 માં ખરીદવામાં આવ્યું. તેની કિંમતમાં 8%ના દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો. તો એક વર્ષના અંતે તેની કિંમત શોધો.

Post a Comment

أحدث أقدم