ધોરણ-7 [ગણિત] 7. રાશિઓની તુલના | std-7 [maths] 7. rashioni tulna

ધોરણ-7 [ગણિત] 7. રાશિઓની તુલના [std 7 Maths chapter 7. rashioni tulna] સ્વાધ્યાયના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, સ્વાધ્યાયની સમજૂતી, સ્વાધ્યાયના દાખલાઓ, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 7 Ganit path 7. rashioni tulna] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-7-maths-7-rashioni-tulna-eclassguru

std 7 Maths chapter 7. rashioni tulna imp notes, std 7 Maths ekam 7. rashioni tulna ni samjuti, std 7 Maths ch 7. rashioni tulna swadhyay na javabo (solutions), std 7 Maths path 7. rashioni tulna swadhyay pothi na javabo (solutions), std 7 Maths unit 7. rashioni tulna ni ekam kasoti.

std 7 Maths chapter 7. rashioni tulna imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦

std 7 Maths chapter 7.1 rashioni tulna swadhyay

✦ સ્વાધ્યાય 7.1 ✦

1. આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો.

(a) `\frac{1}{8}`

ઉકેલ – (a) :
`1` એટલે `100%`.

તો `\frac{1}{8}` એટલે કેટલા % ?

`=\ \frac{1}{8}\times100`

`=\frac{1}{2\times\mathbf{4}}\times25\times\mathbf{4}`

`=\frac{1\times25}{2}`

`=12.50 %`

(b) `\frac{5}{4}`

ઉકેલ – (b) :
`1` એટલે `100 %`.

તો `\frac{5}{4}` એટલે કેટલા % ?

`=\frac{5}{4}\times100`

`=\frac{5}{\mathbf{4}}\times25\times\mathbf{4}`

`=5\times25`

`=125\ %`

(c) `\frac{3}{40}`
(d) `\frac{2}{7}`

2. આપેલા દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો.
(a) `0.65`     (b) `2.1`     (c) `0.02`     (d) `12.35`

3. આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો.

4. શોધો :
(a) 250ના `15%`     (b) 1 કલાકના `1%`     (c) 2500ના `20%`     (d) 1 કિલોના `75%`

5. કુલ રાશિ શોધો કે જેના
(a) `5% = 600` થાય
(b) `12% = 1080` થાય
(c) `40% = 500` કિમી થાય
(d) `70% = 14` મિનિટ થાય
(e) `8% = 40` લિટર થાય

6. ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ લખો.
(a) `25%`     (b) `150%`     (c) `20%`     (d) `5%`

7. એક શહેરમાં `30%` સ્ત્રી, `40%` પુરુષ અને બાકીનાં બાળકો છે, તો બાળકો કેટલા ટકા છે ?

8. એક મતદાન ક્ષેત્રમાં `15,000` મતદાર છે. જેમાં `60%` એ મતદાન કર્યું. તો મતદાન ન કરનારની ટકાવારી શોધો. તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું ?

9. મિતા તેના પગારમાંથી ₹ 4000 બચાવે છે, જો તે તેના પગારના `10%` હોય તો તેનો પગાર કેટલો હશે ? 

10. એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે. તેમાંથી `25%` મેચ જીતે છે તો તેઓ કેટલી મૅચ જીત્યા હશે ?

std 7 Maths chapter 7.2 rashioni tulna swadhyay

✦ સ્વાધ્યાય 7.2 ✦

1. નીચેનાં વાક્યો પરથી નફો-ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો.

(a) બગીચામાં વપરાતી કાતર ₹ 250 માં ખરીદી અને તેને ₹ 325માં વેચી.
(b) એક ફ્રીજ ₹ 12000માં ખરીદ્યું અને ₹ 13500માં વેચ્યું.
(c) એક કબાટ ₹ 2500માં ખરીદ્યું અને ₹ 3000માં વેચ્યું.
(d) એક સ્કર્ટની પડતર કિંમત ₹ 250 છે અને ₹ 150માં વેચ્યું.

2. નીચે આપેલા ગુણોત્તરનાં પદોને ટકાવારીમાં બદલો.
(a) 3 : 1     (b) 2 : 3 : 5     (c) 1 : 4     (d) 1 : 2 : 5

3. એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો.

4. અરૂણે એક કાર ₹ 3,50,000માં ખરીદી અને પછીના વર્ષે તેની કિંમત વધીને ₹ 3,70,000 થઈ, તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો.

5. મેં એક ટીવી ₹ 10,000માં ખરીદ્યું અને `20%` નફો મેળવી તે વેચી દીધું. તો મને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે ?

6. જુહીએ એક વૉશિંગમશીન ₹ 13,500માં વેચ્યું. તેને `20%` ખોટ ગઈ તો જૂહીએ વૉશિંગમશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે ?

7.
(i) ચૉકમાં કૅલ્શિયમ, કાર્બન અને ઑક્સિજનનો ગુણોત્તર 10 : 3 : 12 છે. તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો.
(ii) જો ચૉકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો.

8. અમીના ₹ 275માં એક પુસ્તક ખરીદે છે અને `15%` નુકસાન વેઠી વેચે છે. તો તેણે તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે ?

9. નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજમુદ્દલ શોધો.
(a) મુદ્દલ = ₹ 1200, વાર્ષિક વ્યાજનો દર `12%`
(b) મુદ્દલ = ₹ 7500, વાર્ષિક વ્યાજનો દર `5%`

10. 56,000 નું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ ₹ 280 થાય ?

11. જો મીના તેણે વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક 9% ના દરે એક વર્ષનું વ્યાજ ₹ 45 ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો.

Post a Comment

أحدث أقدم