ધોરણ-6 [ગણિત] 7. અપૂર્ણાંક સંખ્યાઓ [std 6 Maths chapter 7. apurnak sankhyao] સ્વાધ્યાયના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, સ્વાધ્યાયની સમજૂતી, સ્વાધ્યાયના દાખલાઓ, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 6 Ganit path 7. apurnak sankhyao] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.

std 6 Maths chapter 7. apurnak sankhyao imp notes
- અગત્યના મુદ્દાઓ
- સ્વાધ્યાયની સમજૂતી
- સ્વાધ્યાયના દાખલા
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર

std 6 Maths chapter 7. apurnak sankhyao imp notes, std 6 Maths ekam 7. apurnak sankhyao ni samjuti, std 6 Maths ch 7. apurnak sankhyao swadhyay na javabo (solutions), std 6 Maths path 7. apurnak sankhyao swadhyay pothi na javabo (solutions), std 6 Maths unit 7. apurnak sankhyao ni ekam kasoti.
std 6 Maths chapter 7. apurnak sankhyao imp notes
✦ અગત્યના મુદ્દાઓ ✦
- અપૂર્ણાંક સંખ્યાઓ : સંખ્યારેખા પર બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે આવતી સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે.
- અપૂર્ણાંકનો અર્થ થાય છે કે સમૂહ અથવા પ્રદેશનો એક ભાગ.
- શુદ્ધ અપૂર્ણાંક : જે અપૂર્ણાંકનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય, તે અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. ઉદા. `3/4`
- અશુદ્ધ અપૂર્ણાંક : જે અપૂર્ણાંકનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય, તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. ઉદા. `12/3`
- મિશ્ર અપૂર્ણાંક : જે સંખ્યામાં એક ભાગ પૂર્ણાંક હોય છે અને બીજો ભાગ અપૂર્ણાંક હોય છે તેવી સંખ્યાને મિશ્ર અપૂર્ણાંક કહેવાય છે. ઉદા. `1 1/4`
- આપણે અશુદ્ધ અપૂર્ણાંકને એક મિશ્ર સંખ્યાના રૂપમાં દર્શાવી શકીએ. એના માટે આપણે અંશને છેદ દ્વારા ભાગીને ભાગફળ અને શેષ મેળવીએ છીએ. પછી મિશ્ર અપૂર્ણાંકને ભાગફળ (quotient) શેષ (remainder) / ભાજક (divisor) એવા સ્વરૂપમાં લખી શકીએ.
- અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં અને મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે.
- સમઅપૂર્ણાંક : જે અપૂર્ણાંકોની કિંમત સરખી હોય તેને સમઅપૂર્ણાંક કહે છે.
- એક અપૂર્ણાંક અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ત્યારે કહેવાય, જ્યારે એના અંશ અને છેદમાં 1 (એક) સિવાય અન્ય કોઈ બીજા સામાન્ય અવયવ ન હોય.
- સમચ્છેદી અપૂર્ણાંક : જે અપૂર્ણાંકના છેદ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમચ્છેદી અપૂર્ણાંક કહે છે.
- વિષમચ્છેદી અપૂર્ણાંક : જે અપૂર્ણાંકના છેદ અલગ અલગ હોય એવા અપૂર્ણાંકને વિષમચ્છેદી અપૂર્ણાંક કહે છે.
Post a Comment