ધોરણ-6 [સામાજિક વિજ્ઞાન] 3. ભૂમિસ્વરૂપો અને જીવન | std-6 [social science] 3. Bhumiswarupo Ane Jivan

GSEB Std 6 Social Science Chapter 3 Bhumiswarupo Ane Jivan Swadhyay Solution: અહીં નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 3 "ભૂમિસ્વરૂપો અને જીવન" (Landforms and Life) ના પાઠ્યપુસ્તકના અસલ સ્વાધ્યાય પ્રમાણે સંપૂર્ણ પ્રશ્નોત્તરો, અગત્યના મુદ્દાઓ (Key Notes), પર્વતો, ઉચ્ચપ્રદેશો અને મેદાનોની લાક્ષણિકતાઓ, ખરાં-ખોટાં તેમજ યોગ્ય જોડકાં જોડોનું સરળ સોલ્યુશન આપેલ છે.

std-6-social-science-3-bhumiswarupo-ane-jivan-eclassguru

✦ અગત્યના મુદ્દાઓ (Std 6 Social Science Ch 3 IMP Notes) ✦

  • મુખ્ય ભૂમિસ્વરૂપો : પૃથ્વીની સપાટી પર કુદરતી રીતે બનેલા મુખ્ય ત્રણ ભૂમિસ્વરૂપો છે: (૧) પર્વતો, (૨) ઉચ્ચપ્રદેશો અને (૩) મેદાનો. આ ઉપરાંત રણ પણ એક વિશિષ્ટ ભૂમિસ્વરૂપ છે.
  • પર્વતો (Mountains) : આસપાસની સપાટીથી વધુ ઊંચાઈ, પહોળો આધાર, તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખર ધરાવતા ભૂભાગને પર્વત કહે છે. હિમાલય, આલ્પ્સ અને એન્ડીઝ વિશ્વની મુખ્ય પર્વતમાળાઓ છે. ઓછી ઊંચાઈ અને ગોળાકાર ટોચ ધરાવતા ભાગોને ટેકરીઓ (Hills) કહેવાય છે.
  • વિશ્વનાં ઊંચાં શિખરો : માઉન્ટ એવરેસ્ટ (૮૮૪૯ મીટર) વિશ્વનું સર્વોચ્ચ શિખર છે. કંચનજંઘા ભારત અને નેપાળ સરહદે આવેલું ઊંચું શિખર છે. દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર અનામુડી (કેરળ) છે.
  • પગથિયાં આકારની ખેતી (Terrace Farming) : પર્વતીય ઢોળાવો પર ઢાળ કાપીને પગથિયાં જેવાં ખેતરો બનાવી ખેતી કરવામાં આવે છે.
  • ઉચ્ચપ્રદેશો (Plateaus) : આસપાસના વિસ્તારથી ઊંચી આવેલી વિશાળ સમતલ કે સપાટ માથાવાળી જમીનને ઉચ્ચપ્રદેશ કહે છે. તિબેટનો ઉચ્ચપ્રદેશ વિશ્વનો સૌથી ઊંચો ઉચ્ચપ્રદેશ છે જેને 'વિશ્વનું છાપરું' કહેવાય છે. ભારતનો દખ્ખણનો ઉચ્ચપ્રદેશ લાવાના ખડકોથી બનેલો પ્રાચીન ઉચ્ચપ્રદેશ છે. ઉચ્ચપ્રદેશો ખનીજોના ભંડાર ગણાય છે.
  • મેદાનો (Plains) : સામાન્ય રીતે સમુદ્ર સપાટીથી ૩૦૦ મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી સપાટ સમતલ જમીનને મેદાન કહે છે. નદીઓ દ્વારા લવાયેલા કાંપના નિક્ષેપથી ફળદ્રુપ પૂરનાં મેદાનો બને છે.
  • ગંગાનાં મેદાનો : ભારતની કુલ વસ્તીના ચોથા ભાગ કરતાં વધુ (આશરે ૪૦ કરોડ) લોકો ગંગાના ફળદ્રુપ મેદાનમાં વસે છે. ખેતી અને વહાણવટા માટે તે ખૂબ અનુકૂળ છે.
  • પ્રાચીન તમિલ સંગમ સાહિત્યના પાંચ તિનાઈ : કુરીન્જી (પર્વતીય પ્રદેશ), મુલ્લઈ (જંગલ/ઘાસભૂમિ), મારુદમ (ફળદ્રુપ કૃષિ મેદાન), નેયદલ (દરિયાકિનારો) અને પલઈ (શુષ્ક/રણ પ્રદેશ).

✦ પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ (Swadhyay Solution) ✦

1. તમારું નગર, ગામ, શહેર કયા પ્રકારના ભૂમિસ્વરૂપ પર આવેલું છે. આ પ્રકરણમાં જણાવેલાં ક્યાં લક્ષણો તમારી આસપાસ જોવા મળે છે ?

જવાબ - 1 :
અમારું ગામ/શહેર મેદાની ભૂમિસ્વરૂપ પર આવેલું છે.
અમારી આસપાસ જોવા મળતાં લક્ષણો :
(૧) અહીંની જમીન સમતલ અને સપાટ ઢાળવાળી છે, જ્યાં કોઈ ઊંચા પર્વતો કે ઊંડી ખીણો નથી.
(૨) નજીકમાંથી નદી વહે છે, જેના કાંપથી બનેલી જમીન ખૂબ જ ફળદ્રુપ છે.
(૩) અહીં ખેતી એ મુખ્ય પ્રવૃત્તિ છે અને ઘઉં, કપાસ, ડાંગર, મગફળી જેવા પાકો સરળતાથી ઉગાડી શકાય છે.
(૪) જમીન સમતલ હોવાથી રસ્તાઓ અને રેલવે જેવા પરિવહન માર્ગો તેમજ મકાનોનું બાંધકામ સરળતાથી થયેલું જોવા મળે છે.
(નોંધ: જો વિદ્યાર્થી પર્વતીય કે ઉચ્ચપ્રદેશીય વિસ્તારમાં રહેતા હોય તો તે મુજબ લક્ષણો લખી શકે છે.)

2. ચાલો, છોટાનાગપુરથી પ્રયાગરાજ અને અલમોડાની શરૂઆતની યાત્રા કરીએ. આ માર્ગના ત્રણ ભૂ-આકારોને વર્ણવો.

જવાબ - 2 :
આ યાત્રા દરમિયાન ક્રમશઃ નીચે મુજબના ત્રણ મુખ્ય ભૂ-આકારો જોવા મળે છે:
(૧) છોટાનાગપુર (ઉચ્ચપ્રદેશ) : તે આસપાસની જમીનથી ઊંચો આવેલો ખડકાળ અને સપાટ માથાવાળો પ્રદેશ છે. તે લોખંડ, કોલસો અને મેંગેનીઝ જેવાં ખનીજોના ભંડારથી સમૃદ્ધ છે.
(૨) પ્રયાગરાજ (મેદાન) : તે ગંગા અને યમુના નદીના સંગમ પર આવેલું અત્યંત ફળદ્રુપ અને સમતલ કાંપનું મેદાન છે. અહીં ખેતી ઉત્તમ થાય છે અને વસ્તી ગીચતા વધારે જોવા મળે છે.
(૩) અલમોડા (પર્વતીય પ્રદેશ) : ઉત્તરાખંડમાં હિમાલયની પર્વતમાળામાં આવેલો ઊંચો ભૂભાગ છે, જ્યાં તીવ્ર ઢોળાવો, સાંકડી ખીણો, ઠંડું વાતાવરણ અને શંકુદ્રુમ વૃક્ષોવાળાં પર્વતીય જંગલો જોવા મળે છે.

3. ભારતનાં કેટલાંક પ્રખ્યાત તીર્થસ્થાનોની તે જે ભૂમિસ્વરૂપમાં જોવા મળે છે. તેની યાદી બનાવો.

જવાબ - 3 :
ભારતનાં પ્રખ્યાત તીર્થસ્થાનો અને તેના ભૂમિસ્વરૂપોની યાદી નીચે મુજબ છે:
પર્વતીય ભૂમિસ્વરૂપ : કેદારનાથ અને બદ્રીનાથ (ઉત્તરાખંડ), અમરનાથ અને વૈષ્ણોદેવી (જમ્મુ-કાશ્મીર), ગિરનાર અને પાવાગઢ (ગુજરાત).
મેદાની ભૂમિસ્વરૂપ : વારાણસી (કાશી) અને પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ), હરિદ્વાર અને ઋષિકેશ (ઉત્તરાખંડ - મેદાની પ્રવેશદ્વાર), મથુરા અને અયોધ્યા (ઉત્તરપ્રદેશ).
ઉચ્ચપ્રદેશીય ભૂમિસ્વરૂપ : તિરુપતિ બાલાજી (આંધ્રપ્રદેશ), ઉજ્જૈન (મધ્યપ્રદેશ - માળવાનો ઉચ્ચપ્રદેશ), મહાબળેશ્વર (મહારાષ્ટ્ર).
દરિયાકિનારાનું મેદાન / દ્વીપ : દ્વારકા અને સોમનાથ (ગુજરાત), પુરી જગન્નાથ મંદિર (ઓડિશા), રામેશ્વરમ (તમિલનાડુ).

4. નીચેનાં વિધાનો સાચાં છે કે ખોટાં તે બતાવો :

(1) હિમાલય નવીન પર્વત છે. જે ગોળાકાર શિખરો ધરાવતી પર્વતમાળા છે.
જવાબ : ખોટું ( ✖ )
(સ્પષ્ટતા: હિમાલય નવીન ગડીદાર પર્વત છે, પરંતુ તે ગોળાકાર નહીં પણ ઊંચાં અને અણીદાર શિખરો ધરાવે છે.)

(2) ઉચ્ચપ્રદેશ સામાન્ય રીતે મોટાભાગે એક બાજુએથી ઊંચા ઉપસેલા હોય છે.
જવાબ : ખરું ( ✔ )

(3) પર્વતો અને ટેકરીઓ એક જ પ્રકારનાં ભૂસ્વરૂપો છે.
જવાબ : ખોટું ( ✖ )
(સ્પષ્ટતા: પર્વતો વધુ ઊંચાઈ અને અણીદાર શિખર ધરાવે છે, જ્યારે ટેકરીઓ ઓછી ઊંચાઈ અને ગોળાકાર ટોચ ધરાવે છે.)

(4) ભારતના પર્વતો, ઉચ્ચપ્રદેશ અને નદીઓમાં એક જ પ્રકારની વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ જોવા મળે છે.
જવાબ : ખોટું ( ✖ )
(સ્પષ્ટતા: દરેક ભૂમિસ્વરૂપની આબોહવા અને જમીન જુદી હોવાથી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે.)

(5) ગંગા યમુનાની સહાયક નદી છે.
જવાબ : ખોટું ( ✖ )
(સ્પષ્ટતા: યમુના ગંગાની સહાયક નદી છે, ગંગા યમુનાની સહાયક નદી નથી.)

(6) રણમાં અનોખી વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ હોય છે.
જવાબ : ખરું ( ✔ )

(7) બરફ પીગળવાથી નદીઓમાં પાણી આવે છે.
જવાબ : ખરું ( ✔ )

(8) નદીઓ દ્વારા મેદાનોમાં લવાયેલા નિક્ષેપ જમીનને ઉપજાઉ બનાવે છે.
જવાબ : ખરું ( ✔ )

(9) તમામ રણ ગરમ હોય છે.
જવાબ : ખોટું ( ✖ )
(સ્પષ્ટતા: બધા રણ ગરમ હોતા નથી, લદાખ અને ગોબી જેવા ઠંડા રણ પણ હોય છે.)

5. જોડકાં જોડો :

સાચો ઉત્તર :
વિભાગ (અ) વિભાગ (બ)
માઉન્ટ એવરેસ્ટ પર્વતારોહણ
રાફ્ટીંગ નદી
ઊંટ રણ
ઉચ્ચપ્રદેશ વિશ્વની છત
ગંગાનાં મેદાનો ડાંગરના ખેતરો
જળમાર્ગ ગંગા
માઉન્ટ કિલીમાન્ઝારો આફ્રિકા
યમુના સહાયક નદી

✦ નીચે ધોરણ - 6 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

Previous Post Next Post