ધોરણ-7 [સંસ્કૃત] 9. आम्लं द्राक्षाफलम् | std-7 [sanskrut] 9. aamlam drakshapalam

ધોરણ-7 [સંસ્કૃત] 9. आम्लं द्राक्षाफलम् [std 7 sanskrut chapter 9. aamlam drakshapalam] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અનુવાદ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 7 sanskrut path 9. aamlam drakshapalam] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-7-sanskrut-9-aamlam-drakshapalam-eclassguru

std 7 sanskrut chapter 9. aamlam drakshapalam bhashantar, std 7 sanskrut ekam 9. aamlam drakshapalam ni samjuti, std 7 sanskrut ch 9. aamlam drakshapalam swadhyay na javabo (solutions), std 7 sanskrut path 9. aamlam drakshapalam swadhyay pothi na javabo (solutions), std 7 sanskrut unit 9. aamlam drakshapalam ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 7 sanskrut chapter 9. aamlam drakshapalam anuvad

✦ અનુવાદ ✦

एकः शृगालः । [એક શિયાળ છે.]
एकः शृगालः वनं गच्छति । [એક શિયાળ જંગલમાં જાય છે.]
सः वनं गच्छति । [તે જંગલમાં જાય છે.]
पिपासा तस्य बुभुक्षा । [તેને તરસ અને ભૂખ લાગી છે.]
पिपासया बुभुक्षया वनं गच्छति । [તરસ અને ભૂખને કારણે તે જંગલમાં જાય છે.]
सः वनं गच्छति । [તે જંગલમાં જાય છે.]

किं च करोति सः किं च करोति ? [અને તે શું કરે છે? તે શું કરે છે?]
वामतઃ पश्यति दक्षिणतः पश्यति । [તે ડાબી બાજુ જુએ છે, તે જમણી બાજુ જુએ છે.]
अग्रतः पश्यति पृष्ठतः पश्यति । [તે આગળ જુએ છે, તે પાછળ જુએ છે.]
स्वेदः जायते तृषा जायते । [(તેને) પરસેવો થાય છે, (તેને) તરસ લાગે છે.]

इतः गच्छति किमपि न लभते । [આ બાજુ જાય છે, કંઈ પણ મળતું નથી.]
ततः गच्छति किमपि न लभते । [તે બાજુ જાય છે, કંઈ પણ મળતું નથી.]
श्रान्तः जायते खिन्नः जायते । [(તે) થાકી જાય છે, (તે) દુઃખી (ઉદાસ) થાય છે.]

किं च पश्यति सः किं च पश्यति ? [અને તે શું જુએ છે? તે શું જુએ છે?]
पश्यति द्राक्षालताम् । [તે દ્રાક્ષની વેલ જુએ છે.]
सः पश्यति द्राक्षाफलम् । [તે દ્રાક્ષ (ફળ) જુએ છે.]
उपरि उपरि लतासु दृश्यते च तत् फलम् । [વેલાઓ પર ઊંચે ને ઊંચે તે ફળ દેખાય છે.]
अनुक्षणं तन्मुखे रसः जायते । [તરત જ તેના મોંમાં પાણી આવે છે.]

किं च करोति सः किं च करोति ? [અને તે શું કરે છે? તે શું કરે છે?]
एकवारम् उत्पतति, द्विवारम् उत्पतति, [(તે) એક વાર કૂદે છે, બે વાર કૂદે છે,]
त्रिवारम् उत्पतति, पुनः पुनः उत्पतति । [ત્રણ વાર કૂદે છે, વારંવાર કૂદે છે.]
स्वेदः जायते श्रमः जायते । [પરસેવો વળે છે, થાક લાગે છે.]
लभते न द्राक्षाफलम् । [(તેને) દ્રાક્ષ મળતી નથી.]

किं च कथयति सः किं च कथयति ? [અને તે શું કહે છે? તે શું કહે છે?]
“आम्लं द्राक्षाफलम् !” [“દ્રાક્ષ ખાટી છે!”]
इत्येवं कथयति पलायते । [આમ કહીને તે ભાગી જાય છે.]
इत्येवं कथयति पलायते । [આમ કહીને તે નાસી જાય છે.]

std 7 sanskrut chapter 9. aamlam drakshapalam swadhyay

✦ स्वाध्याय: ✦

1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો:
शृगालः, बुभुक्षया, पिपासया, श्रान्तः, खिन्नः, दक्षिणतः, स्वेदः, द्राक्षालताम्, दृश्यते, अनुक्षणम्, तन्मुखे, उत्पतति, द्विवारम्, आम्लम् ।

2. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેની સામે ખરાની નિશાની કરો:
(१) शृगालः कुत्र गच्छति ?
- शृगालः ग्रामं गच्छति ।
- शृगालः नगरं गच्छति ।
- शृगालः वनं गच्छति । ✔
उत्तरम्: शृगालः वनं गच्छति ।

(२) शृगालः किं पश्यति ?
- शृगालः द्राक्षाफलं पश्यति । ✔
- शृगालः आम्रफलं पश्यति ।
- शृगालः जम्बूफलं पश्यति ।
उत्तरम्: शृगालः द्राक्षाफलं पश्यति ।

(३) द्राक्षाफलं दृष्ट्वा शृगालः किं करोति ?
- शृगालः उपविशति ।
- शृगालः उत्पतति । ✔
- शृगालः तिष्ठति ।
उत्तरम्: शृगालः उत्पतति ।

3. નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો:
(१) एकः शृगालः ------------------ खिन्नः जायते ।
उत्तरम्:
एकः शृगालः ।
एकः शृगालः वनं गच्छति ।
सः वनं गच्छति ।
पिपासा तस्य बुभुक्षा ।
पिपासया बुभुक्षया वनं गच्छति ।
सः वनं गच्छति ।
किं च करोति सः किं च करोति ?
वामतः पश्यति दक्षिणतः पश्यति ।
अग्रतः पश्यति पृष्ठतः पश्यति ।
स्वेदः जायते तृषा जायते ।
इतः गच्छति किमपि न लभते ।
ततः गच्छति किमपि न लभते ।
श्रान्तः जायते खिन्नः जायते ।

(२) किं च पश्यति सः ------------------ रसः जायते ।
उत्तरम्:
किं च पश्यति सः किं च पश्यति ?
पश्यति द्राक्षालताम् ।
सः पश्यति द्राक्षाफलम् ।
उपरि उपरि लतासु
दृश्यते च तत् फलम् ।
अनुक्षणं तन्मुखे रसः जायते ।

4. આ કાવ્યનું અભિનય સહ ગાન કરો.

5. ચિંતન કરો અને ખાલી જગ્યા પૂરો:
(१) रामः सीतायाः वामतः अस्ति । सीता रामस्य ________ अस्ति ।
उत्तरम्: सीता रामस्य दक्षिणतः अस्ति । (રામ સીતાની ડાબી બાજુ છે, તો સીતા રામની જમણી બાજુ છે.)

(२) विनयः कृष्णस्य ________ अस्ति । कृष्णः विनयस्य दक्षिणतः अस्ति ।
उत्तरम्: विनयः कृष्णस्य वामतः अस्ति । (કૃષ્ણ વિનયની જમણી બાજુ છે, તો વિનય કૃષ્ણની ડાબી બાજુ છે.)

(३) वीणायाः अग्रतः शीला अस्ति । शीलायाः ________ वीणा अस्ति ।
उत्तरम्: शीलायाः पृष्ठतः वीणा अस्ति । (વીણાની આગળ શીલા છે, તો શીલાની પાછળ વીણા છે.)

(४) सुधा झरणायाः ________ अस्ति । झरणा सुधायाः पृष्ठतः अस्ति ।
उत्तरम्: सुधा झरणायाः अग्रतः अस्ति । (ઝરણા સુધાની પાછળ છે, તો સુધા ઝરણાની આગળ છે.)

6. તમારાથી दक्षिणतः, वामतः, अग्रतः અને पृष्ठतः કોણ બેસે છે તે સમજીને વાક્યો લખો:
ઉદાહરણ : मम दक्षिणतः सुरेशः उपविशति ।
उत्तरम्:
(१) मम दक्षिणतः रमेशः उपविशति ।
(२) मम वामतः महेशः उपविशति ।
(३) मम अग्रतः सुरेशः उपविशति ।
(४) मम पृष्ठतः नरेशः उपविशति ।

std 7 sanskrut chapter 9. aamlam drakshapalam pravruti

✦ ज्ञातव्यम् (જાણવા જેવું) ✦

સંસ્કૃત શબ્દગુજરાતી અર્થ
कार्यालयःકાર્યાલય (ઓફિસ)
वित्तकोषःબૅન્ક
उच्चविद्यालयःહાઈસ્કૂલ
महाविद्यालयःકૉલેજ
चिकित्सालयःદવાખાનું (હૉસ્પિટલ)
यन्त्रागारःકારખાનું (ફેક્ટરી)


✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post