ધોરણ-7 [સામાજિક વિજ્ઞાન] 18. સંચાર-માધ્યમ અને જાહેરાત | std-7 [social science] 18. Sanchar-Madhyam Ane Jaherat

GSEB Std 7 Social Science Chapter 18 Sanchar-Madhyam Ane Jaherat Swadhyay Solution: અહીં ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 18 "સંચાર-માધ્યમ અને જાહેરાત" (Sanchar-Madhyam Ane Jaherat) ના પાઠ્યપુસ્તકના મૂળ સ્વાધ્યાય અનુસાર ખાલી જગ્યાઓ, ખરાં-ખોટાં, એક-બે વાક્યોમાં ઉત્તર, ટૂંક નોંધ તેમજ બે-ત્રણ વાક્યોમાં ઉત્તરો સરળ ગુજરાતી ભાષામાં આપેલ છે.

std-7-social-science-18-sanchar-madhyam-ane-jaherat-eclassguru

✦ અગત્યના મુદ્દાઓ (Std 7 Social Science Ch 18 IMP Notes) ✦

  • સંચાર-માધ્યમ : એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચારતંત્ર કે સંચાર-માધ્યમ કહેવાય છે.
  • ટપાલ સેવા : ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ઈ.સ. ૧૮૫૪માં થઈ હતી.
  • ટેલિગ્રામ (તાર) : ટેલિગ્રામની શોધ ઈ.સ. ૧૮૫૦માં થઈ હતી. ભારતમાં તે સૌપ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી અને ૧૩ જુલાઈ, ૨૦૦૩થી આ સેવા બંધ કરવામાં આવી છે.
  • રેડિયો : રેડિયો શ્રાવ્ય પ્રકારનું સંચાર-માધ્યમ છે, જેની શોધ ઈ.સ. ૧૮૯૫માં ઈટાલીના માર્કોનીએ કરી હતી. ઈ.સ. ૧૯૫૭માં ભારતમાં તેનું નામ 'આકાશવાણી' રાખવામાં આવ્યું.
  • ટેલિવિઝન : ટી.વી.ની શોધ જ્હોન લોગી બાયર્ડે કરી હતી. તે સૌથી લોકપ્રિય દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ છે. ગુજરાતમાં ૨ ઓક્ટોબર, ૧૯૮૭ના રોજ 'ડી.ડી. ગિરનાર' ચેનલ શરૂ થઈ હતી.
  • કૃત્રિમ ઉપગ્રહ (સેટેલાઇટ) : સંચાર-માધ્યમ તરીકે સેટેલાઇટ ખૂબ ઉપયોગી છે, જે હવામાનની આગાહી, આપત્તિ વ્યવસ્થાપન, પૃથ્વીના પેટાળમાં સંસાધનોની શોધ અને સંરક્ષણક્ષેત્રે કાર્ય કરે છે.
  • જાહેરાત : વ્યવસાયમાં હરીફાઈના કારણે ગ્રાહકોને આકર્ષવા માટે જાહેરાત કરવામાં આવે છે. રેડિયો, ટી.વી., વર્તમાનપત્રો, સોશિયલ મીડિયા અને ભીંતચિત્રો જાહેરાતનાં મુખ્ય માધ્યમો છે.
  • જાહેરાત અને સામાજિક મૂલ્યો : સરકાર જાહેરાતો દ્વારા આરોગ્ય, સ્વચ્છતા અભિયાન, 'બેટી બચાવો - બેટી પઢાઓ' અને મતદાન જાગૃતિ જેવા લોકોપયોગી સંદેશાઓ લોકો સુધી પહોંચાડે છે.

✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Social Science Chapter 18 Swadhyay Solution) ✦

1. ખાલી જગ્યા પૂરો :

(1) મિત્રને શુભેચ્છા આપવા ……… કાર્ડનો ઉપયોગ થાય છે.
જવાબ : ગ્રીટિંગ (ગ્રીટિંગકાર્ડ)

(2) ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ……… વર્ષમાં થઈ હતી.
જવાબ : ઈ.સ. 1850

(3) રેડિયો ……… પ્રકારનું માધ્યમ છે.
જવાબ : શ્રાવ્ય

(4) મનોરંજન માટેનું લોકપ્રિય દૃશ્ય-શ્રાવ્ય સાધન ……… છે.
જવાબ : ટેલિવિઝન (ટી.વી.)

(5) પૃથ્વીના પેટાળમાં રહેલાં ખનીજોની માહિતી મેળવવા ……… ખૂબ જ ઉપયોગી માધ્યમ છે.
જવાબ : કૃત્રિમ ઉપગ્રહ (સેટેલાઇટ)

2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

(1) રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે.
જવાબ : ખોટું (રાખડી પરબીડિયાં કે કવરમાં મોકલાય છે.)

(2) ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે.
જવાબ : ખરું

(3) વોકીટોકીનો ઉપયોગ પોલીસ કરે છે.
જવાબ : ખરું

(4) જાહેરાતમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે.
જવાબ : ખોટું

(5) મોબાઈલ ફોન સંચાર-માધ્યમનું ઉત્તમ સાધન છે.
જવાબ : ખરું

3. નીચેના પ્રશ્નોનાં એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

(1) પોસ્ટઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય ?
જવાબ - 1 : પોસ્ટઓફિસ દ્વારા પૈસા 'મનીઓર્ડર'ની સુવિધા દ્વારા મોકલી શકાય છે.

(2) જાહેરાત પ્રસારણ માટેનાં કોઈ પણ બે માધ્યમો જણાવો.
જવાબ - 2 : (૧) ટેલિવિઝન અને (૨) વર્તમાનપત્રો (અખબારો).

(3) સંચાર-માધ્યમ એટલે શું ?
જવાબ - 3 : એક સ્થળેથી બીજા સ્થળે માહિતી કે સંદેશો મોકલવા કે મેળવવાની વિસ્તૃત વ્યવસ્થાને 'સંચાર-માધ્યમ' કહે છે.

(4) જાહેરાતના બે ફાયદાઓ જણાવો.
જવાબ - 4 : (૧) વસ્તુની ગુણવત્તા અને કિંમતની માહિતી જાણી શકાય છે, (૨) વસ્તુની ઉપયોગિતા અંગેની સામાન્ય જાણકારી ગ્રાહક સુધી સરળતાથી પહોંચે છે.

(5) સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ-કઈ જાહેરાતો કરે છે ?
જવાબ - 5 : સરકાર 'બેટી બચાવો, બેટી પઢાવો', બાળલગ્ન અટકાવો, સ્વચ્છતા અભિયાન, જળ સંચય અને મતદાન જાગૃતિ જેવી જાહેરાતો કરે છે.

4. ટૂંક નોંધ લખો :

(1) જાહેરાતના ગેરફાયદા
જવાબ - 1 : જાહેરાતના મુખ્ય ગેરફાયદા નીચે મુજબ છે:
(૧) જાહેરાત પાછળ થતો મોટો ખર્ચ અંતે ગ્રાહકે વધુ કિંમત ચૂકવીને ભોગવવો પડે છે.
(૨) ઘણી વખત આકર્ષક અને લોભામણી જાહેરાતો જોઈને લોકો છેતરાઈ જાય છે.
(૩) સમાજમાં દેખાદેખી અને બિનજરૂરી વસ્તુઓ ખરીદવાની ટેવ વધે છે.
(૪) જાહેરાત કરનાર વ્યક્તિ પોતે જે વસ્તુનો પ્રચાર કરે છે તે પોતે વાપરતી ન હોય તેવું પણ બની શકે છે.

(2) કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ
જવાબ - 2 : કૃત્રિમ ઉપગ્રહ (સેટેલાઇટ) માનવસર્જિત ઉપકરણ છે જેને અવકાશમાં મૂકવામાં આવે છે. તેના મુખ્ય ઉપયોગો:
(૧) રોજબરોજના સમાચારો, હવામાનની સચોટ આગાહી અને લાઈવ કાર્યક્રમો ટેલિવિઝન અને મોબાઈલ સુધી પહોંચાડે છે.
(૨) પૃથ્વીના પેટાળમાં રહેલા પાણી અને ખનીજભંડારોની સચોટ માહિતી મેળવી શકાય છે.
(૩) જી.પી.એસ. (GPS) દ્વારા કોઈ પણ સ્થળનું અંતર અને રસ્તો સરળતાથી જાણી શકાય છે.
(૪) દેશના સંરક્ષણક્ષેત્રે સીમાઓની સુરક્ષા અને લશ્કરી ગતિવિધિઓ પર નજર રાખવા અત્યંત ઉપયોગી છે.

(3) મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ
જવાબ - 3 : વર્તમાન સમયમાં મોબાઈલ ફોન સંચારનું અનિવાર્ય સાધન બની ગયું છે. તેના દ્વારા મળતી મુખ્ય સુવિધાઓ:
(૧) કોઈપણ સ્થળેથી વિશ્વભરમાં તરત વાતચીત અને વિડિયો કૉલિંગ કરી શકાય છે.
(૨) ઇન્ટરનેટ દ્વારા માહિતીની શોધ, સોશિયલ મીડિયા અને શૈક્ષણિક સાહિત્ય મેળવી શકાય છે.
(૩) ઘરબેઠાં લાઈટબિલ ભરવા, નાણાકીય લેવડદેવડ (ઓનલાઈન પેમેન્ટ) અને બસ-રેલવે કે સિનેમાની ટિકિટ બુક કરાવી શકાય છે.
(૪) તેમાં ઘડિયાળ, કેલ્ક્યુલેટર, કેલેન્ડર, ટૉર્ચ અને કેમેરા જેવી અનેકવિધ ઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે.

5. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

(1) લોકશાહીમાં સંચાર-માધ્યમો કેમ ઉપયોગી છે ?
જવાબ - 1 : લોકશાહીમાં સંચાર-માધ્યમો પ્રજા અને સરકાર વચ્ચે સેતુનું કામ કરે છે. સરકાર દ્વારા કરવામાં આવતાં લોકકલ્યાણનાં કાર્યોની માહિતી લોકો સુધી પહોંચે છે તેમજ સરકારની કામગીરીની ક્ષતિઓ કે ખામીઓને વિરોધ પક્ષ અને પ્રજા સમક્ષ લાવી લોકશાહીને જીવંત અને મજબૂત રાખે છે.

(2) સંચાર-માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો ?
જવાબ - 2 : સંચાર-માધ્યમોનો ઉપયોગ હંમેશા વિવેકપૂર્વક કરવો જોઈએ. ટીવી કે મોબાઈલ ફોનનો ઉપયોગ જ્ઞાનવર્ધન, શિક્ષણ અને રચનાત્મક કાર્યો પૂરતો જ મર્યાદિત રાખવો. તેમાં અસત્ય કે અફવા ફેલાવતા સંદેશાઓ ફોરવર્ડ કરવા નહીં તેમજ અભ્યાસ અને આંખો પર અસર ન પડે તે રીતે ઉપયોગ કરવો.

(3) સિનેમાંથી જાગૃતિ આવે છે. સમજાવો.
જવાબ - 3 : ફિલ્મો (સિનેમા) દ્વારા સમાજમાં પ્રવર્તતા કુરિવાજો, વહેમો, અંધશ્રદ્ધા અને સામાજિક અન્યાય સામે લડવાની પ્રેરણા મળે છે. સિનેમા દ્વારા વિવિધ પાત્રો અને કથાઓના માધ્યમથી લોકોના વિચારો, રહેણીકરણી અને સામાજિક મૂલ્યોમાં હકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.

(4) ટીવીના ફાયદાઓ જણાવો.
જવાબ - 4 : ટીવી સૌથી લોકપ્રિય દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ છે. તેના દ્વારા દેશ-વિદેશના તાજા સમાચારો જીવંત (લાઈવ) જોઈ શકાય છે. રમતગમત, ફિલ્મો, શૈક્ષણિક કાર્યક્રમો અને આપત્તિ સમયે આગોતરી ચેતવણી મેળવવામાં ટીવી અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.


✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

أحدث أقدم