ધોરણ-7 [સંસ્કૃત] 4. धरा गूर्जरी | std-7 [sanskrut] 4. dhara gurjari

GSEB Std 7 Sanskrut Chapter 4 Dhara Gurjari Swadhyay Solution & Translation: અહીં ધોરણ 7 સંસ્કૃત વિષયના પ્રકરણ 4 "धरा गूर्जरी" (Dhara Gurjari - હે ગુજરાતની ધરતી!) નું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ (Translation), કાવ્યની સરળ સમજૂતી, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો-જવાબો તેમજ પાઠ્યપુસ્તક આધારિત પ્રવૃત્તિઓ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

std-7-sanskrut-4-dhara-gurjari-eclassguru

✦ અનુવાદ : કાવ્યનું સરળ ગુજરાતી ભાષાંતર (Std 7 Sanskrut Ch 4 Dhara Gurjari Anuvad) ✦

जय जय जय मे धरागूर्जरी ।
गौरवशालिनी त्वं मात गूर्जरी ॥
[અનુવાદ : તારી જય હો, જય હો, જય હો, હે મારી ગુજરાતની ધરતી! હે ગુજરાત માતા! તું ગૌરવશાળી છે.]
पूर्वदिशायां रक्षति कालिका वसति कृष्णः पश्चिमदिशायाम् ।
उत्तरदिशायां रक्षति अम्बा कुन्तेश्वरस्य तु दक्षिणधाम ॥
धन्या देवरक्षिता गूर्जरी जय जय जय मे धरागूर्जरी ॥
[અનુવાદ : કાળિકા માતા પૂર્વ દિશામાં રક્ષણ કરે છે, પશ્ચિમ દિશામાં શ્રીકૃષ્ણ નિવાસ કરે છે. અંબા માતા ઉત્તર દિશામાં રક્ષણ કરે છે અને દક્ષિણમાં કુંતેશ્વરનું ધામ છે. હે દેવો વડે રક્ષાયેલી ગુજરાતની ધરતી! તું ધન્ય છે. હે મારી ગુજરાતની ધરતી! તારી જય હો, જય હો, જય હો.]
पुण्यसलिला नर्मदामाता सूर्यतनया वहति विपुલા ।
साभ्रमत्याः इतिहासो विशालः गूर्जरदेशस्य महाप्रभावः ॥
धन्या धर्मदायिनी गूर्जरी जय जय जय मे धरागूर्जरी ॥
[અનુવાદ : પવિત્ર જળવાળી નર્મદા માતા છે, અહીં સૂર્યપુત્રી (તાપી નદી) વિશાળ વહે છે. સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે અને ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી! તું ધન્ય છે. હે મારી ગુજરાતની ધરતી! તારી જય હો, જય હો, જય હો.]

✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Sanskrut Chapter 4 Swadhyay Solution) ✦

1. આપેલા શબ્દસમૂહનું સારા અક્ષરે લેખન અને વાંચન કરો :

देवरक्षिता गूर्जरी, पुण्यसलिला नर्मदामाता, धर्मदायिनी गूर्जरी, साभ्रमत्याः इतिहासः ।

2. કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખો :

(1) कालिका कस्याં दिशायां गूर्जरभूमिं रक्षति ?
उत्तरम् : कालिका पूर्वदिशायां गूर्जरभूमिं रक्षति ।

(2) अम्बा कस्याં दिशायां गूर्जरभूमिं रक्षति ?
उत्तरम् : अम्बा उत्तरदिशायां गूर्जरभूमिं रक्षति ।

(3) का पुण्यसलिला अस्ति ?
उत्तरम् : नर्मदामाता पुण्यसलिला अस्ति ।

(4) कस्याः इतिहासः विशालः ?
उत्तरम् : साभ्रमत्याः इतिहासः विशालः ।

3. વર્ગખંડમાં તમે જે સ્થાન ઉપર બેસતા હોય તેના આધારે નીચેનો ફકરો પૂરો કરો :

मम पूर्वदिशायां सुरेशः उपविशति । पश्चिमदिशायां महेशः उपविशति । उत्तरदिशायां राजेशः उपविशति । दक्षिणदिशायां कमलेशः उपविशति ।

4. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યાઓ પૂરો :

ઉદાહરણ : ________ इतिहासः विशालः । (साभ्रमती, ब्रह्मपुत्रा)

साभ्रमत्याः इतिहासः विशालः ।

ब्रह्मपुत्रायाः इतिहासः विशालः ।

(1) ________ धारा विशाला । (गङ्गा)
उत्तरम् : गङ्गायाः धारा विशाला ।

(2) ________ प्रभावः विशालः । (यमुना)
उत्तरम् : यमुनायाः प्रभावः विशालः ।

(3) ________ करुणा विशाला । (सरस्वती)
उत्तरम् : सरस्वत्याः करुणा विशाला ।

(4) ________ तटे राजकोटनगरम् अस्ति । (आजी)
उत्तरम् : आज्याः तटे राजકોटनगरम् अस्ति ।

(5) ________ तटे माण्डवीनगरम् अस्ति । (रुक्मावती)
उत्तरम् : रुक्मावत्याः तટે माण्डवीनगरम् अस्ति ।

(6) ________ तटे उज्जयिनी अस्ति । (क्षिप्रा)
उत्तरम् : क्षिप्रायाः तटे उज्जयिनी अस्ति ।

(7) ________ तटे द्वारकानगरम् अस्ति । (गोमती)
उत्तरम् : गोमत्याः तटे द्वारकानगरम् अस्ति ।

✦ પ્રવૃત્તિઓ (Activities & Projects) ✦

• આ કાવ્યનું સમૂહમાં ગાન કરો.

• ગુજરાતને લગતાં ગીતો મેળવો અને તેનું ગાન કરો.

• આ કાવ્યમાં પ્રયોજાયેલ સ્થળો ગુજરાતના નકશામાં શોધો.

• તમારા ગામ કે વિસ્તારની વિશેષતા કે મહત્ત્વ દર્શાવતું કોઈ ગીત, જોડકણું કે કિંવદંતી હોય તો તે શોધીને લખો.


✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

Previous Post Next Post