ધોરણ-7 [સંસ્કૃત] 6. विज्ञानस्य चमत्काराः | std-7 [sanskrut] 6. vigyanasya chamatkarah

GSEB Std 7 Sanskrut Chapter 6 Vigyanasya Chamatkarah Swadhyay Solution & Translation: અહીં ધોરણ 7 સંસ્કૃત વિષયના પ્રકરણ 6 "विज्ञानस्य चमत्काराः" (Vigyanasya Chamatkarah - વિજ્ઞાનના ચમત્કારો) નું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ (Translation), પાઠની સરળ સમજૂતી, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો-જવાબો તેમજ પાઠ્યપુસ્તક આધારિત પ્રવૃત્તિઓ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

std-7-sanskrut-6-vigyanasya-chamatkarah-eclassguru

✦ અનુવાદ : પાઠનું સરળ ગુજરાતી ભાષાંતર (Std 7 Sanskrut Ch 6 Vigyanasya Chamatkarah Anuvad) ✦

एतत् विज्ञानस्य युगम् । अत्र तत्र सर्वत्र विज्ञानस्य चमत्कारान् वयं पश्यामः ।
[અનુવાદ : આ વિજ્ઞાનનો યુગ છે. અહીં, ત્યાં અને બધે જ વિજ્ઞાનના ચમત્કારો આપણે જોઈએ છીએ.]
एषः भ्रमणभाषः । जनाः भ्रमणभाषेण परस्परं वार्तालापं कुर्वन्ति ।
[અનુવાદ : આ મોબાઇલ ફોન છે. લોકો મોબાઇલ ફોન વડે પરસ્પર વાતચીત કરે છે.]
एतत् शीतकम् । जनाः शीतकस्य शीतपेयं (जलं) पिबन्ति ।
[અનુવાદ : આ ફ્રિજ છે. લોકો ફ્રિજનું ઠંડું પાણી પીવે છે.]
एतत् सङ्गणकम् । यशः सङ्गणकं चालयति । सङ्गणकेन विविधानि कार्याणि सरलं शीघ्रं च भवन्ति ।
[અનુવાદ : આ કમ્પ્યૂટર છે. યશ કમ્પ્યૂટર ચલાવે છે. કમ્પ્યૂટર વડે વિવિધ કાર્યો સરળ અને ઝડપી બને છે.]
एतत् दूरदर्शनम् । जनाः दूरदर्शनमाध्यमेन वार्ताः चलचित्राणि विविधान् कार्यक्रमान् पश्यन्ति, शृण्वन्ति च ।
[અનુવાદ : આ ટેલિવિઝન (ટીવી) છે. લોકો ટેલિવિઝનના માધ્યમથી સમાચારો, ચલચિત્રો (ફિલ્મો) અને વિવિધ કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે.]
एतत् विमानम् अस्ति । विमानम् आकाशमार्गे चलति । विमानयात्रा रोमाञ्चं ददाति । विमानेन दूरस्थानस्य यात्रा शीघ्रं पूर्णा भवति ।
[અનુવાદ : આ વિમાન છે. વિમાન આકાશમાર્ગે ચાલે છે. વિમાન દ્વારા કરવામાં આવતો પ્રવાસ રોમાંચ આપે છે. વિમાન વડે દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂરી થાય છે.]
एतत् व्यजनम् । व्यजनं भ्रमणं करोતિ । व्यजनं तापं हरति ।
[અનુવાદ : આ પંખો છે. પંખો ફરે છે. પંખો ગરમી દૂર કરે છે.]

✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Sanskrut Chapter 6 Swadhyay Solution) ✦

1. નીચેના શબ્દોનું અનુલેખન કરો :

(1) भ्रमणभाषः

(2) शीतपेयम्

(3) सङ्गणकम्

(4) चलचित्राणि

(5) कार्यक्रमान्

2. નીચે આપેલાં ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો :

(1) મોબાઇલ ફોનનું ચિત્ર : भ्रमणभाषः

(2) ફ્રિજનું ચિત્ર : शीतकम्

(3) કમ્પ્યૂટરનું ચિત્ર : सङ्गणकम्

(4) ટીવી (ટેલિવિઝન)નું ચિત્ર : दूरदर्शनम्

(5) પંખાનું ચિત્ર : व्यजनम्

3. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરી વાક્યોને બહુવચનમાં ફેરવો :

ઉદાહરણ : માનવઃ વૃત્તપત્રં પઠતિ । [માનવાઃ વૃત્તપત્રં પઠન્તિ ।]
માનવઃ વૃત્તપત્રં પઠતિ । (એકવચન) → માનવાઃ વૃત્તપત્રં પઠન્તિ । (બહુવચન)

(1) मानवः जलं पिबति ।
उत्तरम् (બહુવચન) : मानवाः जलं पिबन्ति ।

(2) मानवः चित्रं पश्यति ।
उत्तरम् (બહુવચન) : मानवाः चित्रं पश्यन्ति ।

(3) मानवः रोटिकां खादति ।
उत्तरम् (બહુવચન) : मानवाः रोटिकां खादन्ति ।

(4) मानवः वनं गच्छति ।
उत्तरम् (બહુવચન) : मानवाः वनं गच्छन्ति ।

✦ પ્રવૃત્તિઓ (Activities & Projects) ✦

1. બાળકોને કમ્પ્યૂટર પાસે લઈ જઈ પ્રત્યક્ષ માહિતી આપવી.

2. વૈજ્ઞાનિક અને તેમણે કરેલાં સંશોધનની યાદી લાઇબ્રેરીમાં જઈને તૈયાર કરો.

3. ટી.વી., મોબાઇલ અને પંખાનું ચિત્ર દોરો.

4. તમારા ઘરમાં જોવા મળતી સંદેશાવ્યવહાર અને વાહનવ્યવહારની વસ્તુઓનાં નામ લખો.

પ્રોજેક્ટ-વર્ક : આપેલા પ્રશ્નોના જવાબો શોધી નાનકડો પ્રોજેક્ટ હાથ ધરો.

(1) તમારા ગામ/વિસ્તારમાં સૌથી પહેલાં આગગાડીમાં કોણ બેઠું હતું?

(2) તમારા ગામ/વિસ્તારમાં સૌથી પહેલાં ટી.વી. કોના ઘરે આવ્યું હતું ?

(3) તમારા ગામ/વિસ્તારમાં સંદેશાવ્યવહાર અને વાહનવ્યવહારની સુવિધા કઈ કઈ છે તેની યાદી બનાવો ?

(4) તમારા ગામ/વિસ્તારમાં સૌથી પહેલાં મોબાઇલ ફોન કોણે લીધો હતો ?

(5) તમારા ગામ/વિસ્તારમાં કોઈએ વિમાનયાત્રા કરી છે ? જો હા, તો કોણ કોણ ?

(ઉપરોક્ત પ્રોજેક્ટ-કાર્ય માટે પાંચ જૂથમાં વહેંચાઈને કામ કરો.)


✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

Post a Comment

أحدث أقدم