ધોરણ-8 [વિજ્ઞાન] 2. સુક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ | Std-8 [Science] 2. sukshmajivo : mitra ane shatru

ધોરણ-8 [વિજ્ઞાન] 2. સુક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ [std 8 Science chapter 2. sukshmajivo : mitra ane shatru] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 Vigyan path 2. sukshmajivo : mitra ane shatru] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-8-science-2-sukshmajivo-mitra-ane-shatru

std 8 Science chapter 2. sukshmajivo : mitra ane shatru imp notes, std 8 Science ekam 2. sukshmajivo : mitra ane shatru ni samjuti, std 8 Science ch 2. sukshmajivo : mitra ane shatru swadhyay na javabo (solutions), std 8 Science path 2. sukshmajivo : mitra ane shatru swadhyay pothi na javabo (solutions), std 8 Science unit 2. sukshmajivo : mitra ane shatru ni ekam kasoti.

std 8 Science chapter 2. sukshmajivo : mitra ane shatru imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦

  • કેટલાક સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવો કહે છે. ઉદા. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલ.
  • વાઈરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે. પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. અર્થાત બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે.
  • સૂક્ષ્મજીવો બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરાં તથા રણથી લઈને દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં રહી શકે છે.
  • લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તીત કરે છે.
  • યીસ્ટ ખાંડને આલ્કોહોલમાં ફેરવે છે. શર્કરા(ખાંડ)નું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ (fermentation) કહે છે.
  • લૂઈ પાશ્ચરે આથવણની શોધ 1857માં કરી. લૂઈ પાશ્ચરે પેશ્ચ્યૂરાઈઝેશનની પણ શોધ કરી હતી.
  • બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે અથવા તેમની વૃદ્ધિ અટકાવે તે પ્રકારના ઔષધોને એન્ટિબાયોટિક્સ કહે છે.
  • એન્ટિબાયોટિક્સ :- સ્ટ્રેપ્ટોમાઈસીન, ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઈસીન.
  • એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી.
  • એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાતા રોગોને ચેપી રોગો કહે છે.
  • કેટલાક કિટકો તથા પ્રાણીઓમાં એવા પણ છે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે.
  • માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાના પરોપજીવી(પ્લાઝમોડિયમ)નું વાહક છે.
  • માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાઇરસનું વાહક છે.
  • રોબર્ટ કોશે 1876માં બેસીલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી જે એન્થ્રેક્સ રોગનો વાહક છે.
  • સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્યતેલ વપરાય છે જેને જાળવણીકારક પદાર્થો (preservative) કહે છે.
  • સોડિયમ બેંઝાએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઈટ જાણીતા પ્રિઝર્વેટિવ્સ (preservative) છે.
  • વાતાવરણમાં 78% નાઈટ્રોજન વાયુ છે.

std 8 Science chapter 2. sukshmajivo : mitra ane shatru swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. ખાલી જગ્યા પૂર્ણ કરો :
(a) સૂક્ષ્મજીવો ______ ની મદદથી જોઈ શકાય છે.
(b) નીલહરિત લીલ વાતાવરણમાંથી ______ નું સ્થાપન સીધે સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે.
(c) આલ્કોહોલનું ઉત્પાદન ______ ની મદદથી કરવામાં આવે છે.
(d) કૉલેરા ______ દ્રારા થાય છે.

2 સાચા ઉત્તરોને પસંદ કરો :
(a) યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે ?
(i) શર્કરા (ii) આલ્કોહોલ (iii) હાઇડ્રોક્લોરિક એસિડ (iv) ઓક્સિજન
(b) નીચેનામાંથી કયું એન્ટિબાયોટિક્સ છે ?
(i) સોડિયમ બાયકાર્બોનેટ (ii) સ્ટ્રેપ્ટોમાઈસીન (iii) આલ્કોહોલ (iv) યીસ્ટ
(c) મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ______ છે.
(i) માદા એનોફિલિસ મચ્છર (ii) વંદો (iii) માખી (iv) પતંગિયું
(d) ચેપીરોગોનું મુખ્ય વાહક ______ છે.
(i) કીડી (ii) માખી (iii) ડ્રેગનમાખી (iv) કરોળિયો
(e) બ્રેડ અથવા ઈડલીની કણક ફૂલવાનું કારણ .....
(i) ગરમી (ii) પીસવું (iii) યીસ્ટ કોષોની વૃદ્ધિ (iv) મસળવું

3. કૉલમ-Aમાં આપેલાં સજીવોને કૉલમ-Bમાં આપેલાં તેમનાં કાર્યો સાથે જોડો :
કૉલમ- Aકૉલમ -B
(i) બેક્ટેરિયા(a) નાઇટ્રોજન સ્થાપન
(ii) રાઈઝોબિયમ(b) દહીં જમાવવું
(iii) લેક્ટોબેસિલસ(c) બ્રેડનું બેકિંગ
(iv) યીસ્ટ(d) મેલેરિયા કારક
(v) પ્રજીવ(e) કૉલેરા કારક
(vi) વાઇરસ(f) AIDS કારક
(g) એન્ટિબોડીનું ઉત્પાદન

4. શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે ? જો ના, તો તે કેવી રીતે જોવામાં આવે છે ?

5. સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે ?

6. વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતાં સૂક્ષ્મજીવોનું નામ જણાવો.

7. આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો.

8. સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો.

9. એન્ટિબાયોટિક્સ એટલે શું ? એન્ટિબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ ?

std 8 Science chapter 2. sukshmajivo : mitra ane shatru pravruti

✦ વિસ્તૃત અભ્યાસ માટેની પ્રવૃતિઓ અને પ્રોજેક્ટસ ✦

1. ખેતરમાંથી ચણા અથવા કઠોળનો છોડ મૂળ સાથે ઉખાડો તેના મૂળનું અવલોકન કરો. તમને મૂળ ઉપર કેટલાક સ્થાને ગોળ રચના જોવા મળશે જેને મૂળગંડિકા કહે છે. મૂળની આકૃતિ દોરી તેમાં મૂળગંડિકા દર્શાવો.
2. જામ અને જેલીની બોટલો પરથી લેબલ એકત્રિત કરો. તેની ઉપર છાપેલી સામગ્રીના નામની યાદી બનાવો.
3. ડોક્ટરની મુલાકાત લો. તપાસ કરો કે એન્ટિબાયોટિક્સનો વધારે ઉપયોગ કેમ ન કરવો જોઈએ. તેનો સંક્ષિપ્તમાં અહેવાલ તૈયાર કરો.

4. પ્રોજેક્ટ: જરૂરિયાત-2 ક્સનળી, માર્કર પેન, શર્કરા, યીસ્ટ પાઉડર, 2 ફુગ્ગા અને ચૂનાનું પાણી. બે કસનળી લો. તેના પર A અને B નામતિર્દેશ કરો. કસનળી એક સ્ટેન્ડમાં રાખો તથા તેમાં ઉપરથી થોડી ખાલી રહે તેમ તેમાં પાણી ભરી લો. પ્રત્યેક કસનળીમાં 2 ચમચી શર્કરા નાંખો. ક્સનળી Bમાં એક ચમચી યીસ્ટ પાઉડર નાંખો. બે ફુગ્ગાને અપૂર્ણ ફુલાવીને પ્રત્યેક કસનળીના મુખ પર બાંધી દો. તેને હૂંફાળા સ્થાન પર મૂકો તથા સૂર્યપ્રકાશથી દૂર રાખો. ત્રણ-ચાર દિવસ સુધી દરરોજ તેનું અવલોકન કરો. તમારા અવલોકનને નોંધો અને તેની સમજૂતી માટે વિચારો.

હવે એક અન્ય કસનળી લો. તેમાં 1/4 ભાગ ચૂનાનું પાણી ભરો. કસનળી B પરથી ફુગ્ગો એવી રીતે કાઢો કે ફુગ્ગામાંથી વાયુ બહાર ન નીકળી જાય. હવે તેને ચૂનાના પાણીથી ભરેલ કસનળીના મુખ પર લગાવી દો અને કસનળીને બરાબર હલાવો અને અવલોકન કરો તથા સમજૂતી આપો.

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post