std 7 science chapter 1. vanaspatima poshan imp notes, std 7 science ekam 1. vanaspatima poshan ni samjuti, std 7 science ch 1. vanaspatima poshan swadhyay na javabo (solutions), std 7 science path 1. vanaspatima poshan swadhyay pothi na javabo (solutions), std 7 science unit 1. vanaspatima poshan ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.
std 7 science chapter 1. vanaspatima poshan imp notes
✦ અગત્યના મુદ્દાઓ ✦
- પોષકતત્વો : (1) કાર્બોદિત (2) પ્રોટીન (3) ચરબી (4) વિટામિન (5) ખનિજતત્વો.
- પોષણ : સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે.
- સ્વાવલંબી પોષણ : સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવાય છે.
- પરાવલંબી પોષણ : પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે તેને પરાવલંબી પોષણ કહેવાય છે.
- વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે. જેમને પર્ણરંધ્ર કહેવાય છે.
- પર્ણોમાં લીલું રંજકદ્રવ્ય આવેલું હોય છે, જેને હરિતદ્રવ્ય કહે છે.
- વનસ્પતિમાં સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે.
- સૂર્ય એ બધા સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે.
- વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો : (1) પરોપજીવી પોષણ - ઉદા. અમરવેલ (2) કીટાહારી પોષણ - ઉદા. કળશપર્ણ (3) મૃતોપજીવી પોષણ - ઉદા. ફૂગ
- સહજીવન : કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષકતત્વો એમ બંને માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને તો સહજીવન કહેવાય છે.
std 7 science chapter 1. vanaspatima poshan swadhyay
✦ સ્વાધ્યાય ✦
1. સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે ?જવાબ - 1 : શરીરને કાર્ય કરવા માટે શક્તિની જરૂર હોય છે, જે ખોરાકમાંથી મળે છે. ખોરાકથી શરીરની વૃદ્ધિ અને વિકાસ થાય છે. ખોરાક શરીરને મજબૂત બનાવે છે જે રોગો સામે લડવા ઉપયોગી થાય છે.
2. પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો.
જવાબ - 2 :
પરોપજીવી | મૃતોપજીવી |
---|---|
1. તે યજમાન વનસ્પતિ પાસેથી પોષણ મેળવે છે. | 1. તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. |
2. તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે. | 2. તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે. |
3. તે યજમાન વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે. | 3. તે સડતા પદાર્થો પર પાચકરસોનો સ્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષકતત્વો શોષે છે. |
3. પર્ણમાં સ્ટાર્ચની હાજરી તમે કેવી રીતે ચકાસશો ?
જવાબ - 3 : સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો. હવે આ પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5-6 મિનિટ માટે ઉકાળો. પછી પર્ણને આલ્કોહોલ વડે સાફ કરો અને તેનો લીલો રંગ દૂર કરો. આ પર્ણ પર બે ટીપાં આયોડિન દ્રાવણના નાખી તેનો રંગ તપાસો. પર્ણનો રંગ ભૂરો-કાળો થશે જે સ્ટાર્ચની હાજરી સૂચવે છે.
4. લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો.
જવાબ - 4 : લીલી વનસ્પતિના પર્ણોમાં લીલા રંગનું રંજકદ્રવ્ય આવેલું હોય છે. જેને હરિતદ્રવ્ય (ક્લોરોફીલ) કહે છે. પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્ય-પ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આથી આ ક્રિયાને પ્રકાશસંશ્લેષણની ક્રિયા કહેવાય છે. આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય છે.
કાર્બન ડાયોક્સાઈડ + પાણી → કાર્બોદિત પદાર્થ + ઓક્સિજન
5. રેખાચિત્ર દ્વારા દર્શાવો કે, 'વનસ્પતિ ખોરાક માટેનો મુખ્ય સોત છે.'
જવાબ - 5 :
6. ખાલી જગ્યા પૂરો :
જવાબ - 6 :
(a) લીલીવનસ્પતિ સ્વાવલંબી કહેવાય છે, કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે.
(b) વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે.
(c) પ્રકાશસંશ્લેષણમાં હરિતદ્રવ્ય (ક્લોરોફીલ) નામના રંજકદ્રવ્ય દ્વારા સૂર્યઊર્જા શોષણ પામે છે.
(d) પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઈડ વાયુ લે છે અને ઑક્સીજન વાયુ મુક્ત કરે છે.
7. નીચેનાનાં નામ આપો :
(i) પીળી, પાતળી દોરી જેવું શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ.
જવાબ - (i) : અમરવેલ
(ii) આંશિક સ્વયંપોષી વનસ્પતિ.
જવાબ - (ii) : કળશપર્ણ
(iii) પર્ણમાં વાતવિનિમય જે છિદ્ર દ્રારા થાય છે તે.
જવાબ - (iii) : પર્ણરંધ્રો
8. સાચો વિકલ્પ પસંદ કરો :
(a) અમરવેલ એ ________ નું ઉદાહરણ છે.
(i) સ્વયંપોષી (ii) પરપોષી (iii) મૃતોપજીવી (iv) યજમાન
જવાબ - (a) : (ii) પરપોષ
(b) આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે :
(i) અમરવેલ (ii) જાસૂદ (iii) કળશપર્ણ (iv) ગુલાબ
જવાબ - (b) : (iii) કળશપર્ણ
9. કૉલમ-I અને કૉલમ-IIના જોડકાં જોડો :
જવાબ - 9 :
કૉલમ-I | કૉલમ-II |
---|---|
હરિતદ્રવ્ય | પર્ણ |
નાઇટ્રોજન | રાઈઝોબિયમ |
અમરવેલ | પરોપજીવી |
પ્રાણીઓ | પરપોષી |
કીટકો | કળશપર્ણ |
10. સાચા વિધાન સામે 'T' અને ખોટાં વિધાન સામે 'F' પર નિશાની કરો.
જવાબ - 10 :
(i) પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. - F
(ii) જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેને મૃતોપજીવી કહે છે. - F
(iii) પ્રોટીન એ પ્રકાશસંશ્લેષણની પેદાશ નથી. - T
(iv) પ્રકાશસંશ્લેષણ દરમિયાન સૂર્યઊર્જા એ રાસાયણિક ઊર્જામાં રૂપાંતરિત થાય છે. - T
11. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
પ્રકાશસંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે ?
(i) મૂળરોમ (ii) પર્ણરંધ્ર (iii) પર્ણશિરા (iv) વજ્રપત્ર
જવાબ - 11 : (ii) પર્ણરંધ્ર
12. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ________ દ્વારા લે છે.
(i) મૂળ (ii) પ્રકાંડ (iii) પુષ્પો (iv) પર્ણો
જવાબ - 12 : (iv) પર્ણો
13. ખેડૂતો વિશાળ ગ્રીનહાઉસમાં ઘણાં ફળો અને શાકભાજી શા માટે ઊગાડે છે ? તેનાથી ખેડૂતોને શા ફાયદા થાય ?
જવાબ - 13 : ફળો અને શાકભાજી ઉગાડવા માટે સ્થળ અને ઋતુ તેને અનુકૂળ હોવા જોઈએ. નહિતર તેનો વિકાસ થતો નથી. પરંતુ ગ્રીનહાઉસમાં :
(1) કોઈપણ પ્રકારના છોડ કોઈ પણ સ્થળે ઉગાડી શકાય છે.
(2) વર્ષ દરમ્યાન ગમે ત્યારે છોડ ઉછેરી શકાય છે. (ઓફ સીઝન)
(3) તંદુરસ્ત સારી ગુણવત્તાવાળા, નિકાસ કરવા લાયક છોડ પેદા કરી શકાય છે.
(4) રોગ-જીવાત સામે રક્ષણ આપવું સહેલું બને છે.
(5) છોડ ઉછેર સરળ બને છે. નર્સરી સરળતાથી થઈ શકે છે. (ઈન્ડોર પ્લાન્ટસ)
(6) ગ્રીનહાઉસ શરૂઆતમાં ખર્ચાળ છે. પરંતુ લાંબાગાળે સારો ફાયદો આપે છે.
(7) ઓછી જમીનમાં વિશેષ આવક મેળવી શકાય છે.
(8) બિન પરંપરાગત (ઇંગ્લિશ) શાકભાજી ઉગાડી શકાય છે.
(9) મકાનના ટેરેસ ઉપર ગ્રીનહાઉસ તૈયાર કરી કિચન ગાર્ડનિંગ કરી દૈનિક શાકભાજીની જરૂરિયાત મેળવી શકાય છે.
(10) ગ્રીનહાઉસના પાકોની ઉત્પાદન શક્તિ સારી હોય છે.
std 7 science chapter 1. vanaspatima poshan pravruti
✦ વિસ્તૃત અભ્યાસ માટેની પ્રવૃત્તિઓ અને પ્રૉજેક્ટ ✦
1. એક કૂંડામાં પહોળા પર્ણોવાળો છોડ લો. બે કાળી પટ્ટી લો. તેના મધ્યમાંથી ચોરસ ખાનું કાપો. આ પટ્ટીઓથી બંને પર્ણોને ઢાંકો. તેમને કાગળ ક્લિપની મદદથી યોગ્ય રીતે જોડો (આકૃતિ 1.9). છોડને 2-5 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો. પર્ણના આવરિત અને અનઆવરિત ભાગોમાં જોવા મળતા રંગોના તફાવતનું નિરીક્ષણ કરો. આ પર્ણનું આયોડિનથી પરીક્ષણ કરો. આ બંને ભાગોમાં અલગ પરિણામ જોવા મળે છે ? હવે બીજું પર્ણ લો. તેના આકૃતિ 1.9 પ્રકાશસંશ્લેષણની હાજરી પરની પટ્ટી કાઢી નાખો અને આવરિત ભાગને ખુલ્લો દર્શાવતો પ્રયોગ કરી 2-3 દિવસ માટે સૂર્યપ્રકાશમાં રાખો. ફરીથી આયોડિનની મદદથી તેનું પરીક્ષણ કરો. તમારા અવલોકનનું વર્ણન કરો.જવાબ - 1 :
પર્ણના આવરિત ભાગનો રંગ આછો લીલો થઈ ગયો છે અને અનઆવરિત ભાગનો રંગ લીલો છે. પર્ણના આવરિત ભાગ પર આયોડિનથી પરીક્ષણ કરતા તેના રંગમાં કોઈ ફેરફાર થતો નથી કેમ કે ઢંકાયેલા ભાગના હરિતદ્રવ્યો બીજા ભાગ પર સ્થાનાંતરીત થાય છે, જ્યારે પર્ણના અનઆવરિત ભાગ પર આયોડિનથી પરીક્ષણ કરતા તેનો રંગ ભૂરો અથવા કાળો થઇ જાય છે. જે સ્ટાર્ચની હાજરી બતાવે છે.
હવે બીજા પર્ણ પરની પટ્ટી કાઢી નાખી અને આવરિત ભાગને ખુલ્લો કરી બે ત્રણ દિવસ માટે સૂર્યપ્રકાશમાં રાખી તેના પર આયોડીનની મદદથી પરીક્ષણ કરતા, તેનો રંગ ભૂરો અથવા કાળો મળે છે. જે સ્ટાર્ચની હાજરી સૂચવે છે. આ પરથી કહી શકાય કે પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશ ખૂબ જ જરૂરી છે.
2. તમારા વિસ્તારની નજીકમાં જો ગ્રીનહાઉસ હોય તો તેની મુલાકાત લો. તેઓ વનસ્પતિ કે છોડને કેવી રીતે ઉછેરે છે તે જુઓ. તેઓ વનસ્પતિની વૃદ્ધિ માટે પ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કેવી રીતે કરે છે તે શોધી કાઢો.જવાબ - 2 : ગ્રીનહાઉસ માં જુદા જુદા હવામાનના પરિબળોનું વ્યવસ્થાપન:
સૌરશક્તિ અને ગ્રીન હાઉસ વ્યવસ્થાપન : ગ્રીનહાઉસ પર આવરિત ગ્લાસ કે પ્લાસ્ટિક પૂરે પૂરી સૂર્યશક્તિ ગ્રીન્હૌસ માં જવાદેતા નથી. આમાંથી અમુક શક્તિ પરાવર્તિત અને અમુક શોષણ પામે છે, આ પરાવર્તન અને શોષણનો આધાર ગ્રીનહાઉસના આવરણના રાસાયણિક બંધારણ તથા તેની જાડાઈ પર આધાર રાખે છે. આ ગ્લાસ અથવા પ્લાસ્ટિક અમુક તરંગ લંબાઈવાળા સૂર્યકિરણોને જ પસાર થવા દે છે. ખાસ કરીને કાચ 320 એન .એમ. અને 2800 એન.એમ. સુધીના વિકિરણોને પસાર થવા દે છે. જુદા જુદા પ્રકારના ગ્લાસ જુદી જુદી માત્રામાં લાંબી તરંગ લંબાઈવાળા વિકિરણોને પસાર થવા દે છે.
કૃત્રિમ પ્રકાશ : શિયાળાની ઋતુમાં ગ્રીનહાઉસમાં પ્રકાશની અછત જોવા મળે છે. આ સંજોગોમાં જયારે કૃત્રિમ પ્રકાશ આપવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રકાશની તીવ્રતા તથા તેની તરંગ લંબાઈનો ખ્યાલ રાખવો અત્યંત આવશ્યક છે. સાદો વીજળીનો બલ્બઆનો સચોટ ઉપાય છે. કારણ કે આમા સૂર્ય માંથી મળતા બધા જ પ્રકારના વિકિરણો પ્રાપ્ત થાય છે. ફક્ત તીવ્રતામાં થોડો ફેરફાર જોવા મળે છે. ખાસ કરીને છોડની ફેરરોપણી વખતે કૃત્રિમ પ્રકાશ આપવાથી બાગાયતદારોને વધુ ફાયદો થાય છે.
ગ્રીનહાઉસનું હીટ બેલન્સ : ગ્રીનહાઉસ સૂર્ય શક્તિમાંથી ઉર્જા મેળવે છે. ગ્લાસ દ્વારા શોષયેલા સૂર્યશક્તિ જમીન અને છોડને ગરમ કરે છે અને લાંબી તરંગ લંબાઈવાળી ઉર્જા છોડે છે. જે ગ્લાસને લીધે ગ્રીનહાઉસમાં જ રહે છે. આમાં થોડી ઉર્જા ઉષ્ણતમાન દ્વારા ગ્રીનહાઉસની દીવાલો દ્વારા ગ્રીનહાઉસની હવામાં ભળે છે. શિયાળાની ઋતુમાં ઓછી ગરમી હોઈ કૃત્રિમ ગરમી આપવામાં આવે છે.
ગ્રીનહાઉસ તાપમાન નિયંત્રિત : ગ્રીનહાઉસને આવરિત કરવું. હવાની અવરજવર વધારવી. બાષ્પીભવન વધારવાથી તથા દીવાલો ભીની કરવાથી તાપમાન નિયંત્રિત કરી શકાય છે.
ભેજ : બહારના વાતાવરણ કરતા ગ્રીનહાઉસમાં ભેજની વિવિધતા આ કારણોને આધીન જોવા મળે છે. ગ્રીનહાઉસની જમીનમાં ઉપલા થરમાં પાણીનું વધુ પ્રમાણ હોઈ ભેજની માત્રા વધુ જોવા મળે છે. હવાનું તાપમાન વધારવાથી તથા વેન્ટીલેશન વધારવાથી સૂકી હવા ગ્રીનહાઉસમાં વધારી શકાય છે. જયારે ભીની હવા મેળવવા માટે તાપમાન ઘટાડી બાષ્પીભવન વધારવાથી મળી શકે છે.
પાણી : ઉગાડવામાં આવેલ પાક, હવામાનની સ્થિતિ, પાકની વૃદ્ધિ, છોડનો પ્રકાર જેવી વિવિધ બાબતોને ધ્યાનમાં રાખી પાણીની વ્યવસ્થા કરવાની રહે છે. ગ્રીનહાઉસમાં પાણીના જથ્થાનો અંદાજ કરવો મુશ્કેલ છે. ગ્રીનહાઉસમાં પાકની સિંચાઈ સિવાયની અન્ય (ઓપરેશનલ) આવશ્યકતાઓ માટે પણ પાણીની જરુર હોય છે. ઉનાળામાં બાષ્પીભવન વધુ થતાં, ઠંડક માટે અન્ય દિવસો કરતાં વધારે પાણીની જરૂરિયાત પડે છે. પાણી મેળવવા જુદા-જુદા ગ્રીનહાઉસમાં અલગ-અલગ વ્યવસ્થા હોય છે. જેમ કે ભૂગર્ભજળ, સિંચાઈ દ્વારા મળતું પાણી, નદી, તળાવ, વરસાદના પાણીનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે.
CO2 : છોડને કાર્બન ડાયોક્સાઈડ વિવિધ રીતે આપવામાં આવે છે. છોડને પાણી સાથે શુદ્ધ પ્રવાહી સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઈડ આપી શકાય. એર હીટર સાથે અશ્મિભૂત બળતણનું દહન કરતાં નિકળતો કાર્બન ડાયોક્સાઈડ છોડને મળે છે. બીજી પણ ઘણી રીતે CO2 આપી શકાય છે.
3. પાણીની અંદર શક્કરિયાંને ઉગાડવાનો પ્રયત્ન કરો. તમારા પ્રયોગ અને અવલોકનનું વર્ણન કરો.
જવાબ - 3 : પાણી ભરેલા પાત્રમાં શક્કરિયાંને એ રીતે ગોઠવો કે, તેનો અડધો ભાગ પાણીની અંદર અને અડધો ભાગ પાણીની બહાર રહે. થોડા દિવસો પછી તેના કોટા ફૂટી બહાર આવશે. અને ઘણી ડાંડલીઓ સાથેનો વેલો ફળગવા લાગશે. તેની ડાંડલીઓ નબળી હોય છે. તેને લાકડીના કટકા સાથે બાંધીને ટેકો આપવો. ત્યારબાદ વેલામાંથી ઉગેલી ડાળીને કાપી તેને માટી ભરેલા કુંડા કે જમીનમાં વાવી શકો છો.
إرسال تعليق