GSEB Std 7 Sanskrut Chapter 4 Hasyayogah Swadhyay Solution & Translation: અહીં ધોરણ 7 સંસ્કૃત વિષયના પ્રકરણ 4 "हास्ययोगः" (Hasyayogah - હાસ્યયોગ) નું સંપૂર્ણ ગુજરાતી અનુવાદ (Translation), એકમની સરળ સમજૂતી, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો-જવાબો, વ્યાકરણ આધારિત પ્રવૃત્તિઓ તેમજ સ્વ-અધ્યયનપોથીના ઉપયોગી જવાબો સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
✦ અનુવાદ : પાઠનું સરળ ગુજરાતી ભાષાંતર (Std 7 Sanskrut Ch 4 Hasyayogah Anuvad) ✦
[દુકાનદાર : (ગ્રાહક પ્રત્યે) આ યંત્ર ખરીદો, ખરીદવા લાયક છે.]
ग्राहकः : तस्य का विशेषता अस्ति ?
[ગ્રાહક : તેની શી વિશેષતા છે?]
आपणिकः : एतत् यन्त्रं भवतः पञ्चाशत् प्रतिशतं कार्यभारम् अल्पं करिष्यति ।
[દુકાનદાર : આ યંત્ર તમારો પચાસ ટકા કામનો ભાર ઓછો કરશે.]
ग्राहकः : तर्हि कृपया द्वे यन्त्रे ददातु ।
[ગ્રાહક : તો કૃપા કરીને બે યંત્રો આપો.]
[શિક્ષક : (વિદ્યાર્થીનું ગૃહકાર્ય જોઈને) તમારા ગૃહકાર્યમાં ઘણી ભૂલો છે! તે બધી ભૂલો તમે એકલા જ કરો છો?]
छात्रः : महोदय ! एते सर्वे दोषाः अहम् एकः एव न करोमि । गृहपाठलेखने मम पिता अपि सहायतां करोति ।
[વિદ્યાર્થી : સાહેબ! આ બધી ભૂલો હું એકલો જ કરતો નથી. ગૃહકાર્ય લખવામાં મારા પિતાજી પણ સહાયતા કરે છે.]
[ઘરમાલિક : (મહેમાન પ્રત્યે) આપ પધારો. કૂતરાનો ભય અનુભવશો નહીં (ડરશો નહીં).]
अतिथिः : किं सः न दंशति ?
[મહેમાન : શું તે કરડતો નથી?]
गृहस्वामी : तस्य दंशनस्वभावः अस्ति वा न वा इति अहम् अपि न जानामि । यतः एतस्य स्वभावस्य परीक्षणम् अधुना भविष्यति ।
[ઘરમાલિક : તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં તે હું પણ જાણતો નથી; કેમ કે એના સ્વભાવની પરીક્ષા અત્યારે થશે.]
[એકવાર બે ચોરો બૅન્કમાં લૂંટ કરે છે. ઘણાં રૂપિયા મેળવે છે. ઘરે આવીને વાતચીત કરે છે.]
प्रथमः चोरः : कियत् धनं प्राप्तं तस्य ज्ञानार्थं धनगणनां करोमि ।
[પ્રથમ ચોર : કેટલું ધન પ્રાપ્ત થયું છે તેની જાણ માટે રૂપિયાની ગણતરી કરું છું.]
द्वितीयः चोरः : व्यर्थश्रमं मा करोतु । श्वः वर्तमानपत्रे वार्ताम् आगमिष्यति एव । ततः गणनाज्ञानं भविष्यति ।
[બીજો ચોર : નકામી મહેનત કરશો નહીં. આવતીકાલે વર્તમાનપત્રમાં (સમાચારપત્રમાં) સમાચાર આવશે જ. ત્યાંથી ગણતરીની જાણ થઈ જશે.]
[વૃદ્ધ શંભુનાથ : મારી પત્ની મારા ભોજન પછી જ ભોજન કરે છે.]
रमानाथः : भवतः भार्या सह भोजनं न करोति वा ?
[રમાનાથ : શું આપની પત્ની સાથે ભોજન કરતી નથી?]
शम्भुनाथः : तथा किमपि नास्ति । मम भोजनस्य पश्चात् सा भोजनं करोति - तस्य कारणम् अस्ति यतः आवयोः एका एव कृत्रिमदन्तावलिः अस्ति ।
[શંભુનાથ : એવું કાંઈ નથી. મારા ભોજન પછી તે ભોજન કરે છે - તેનું કારણ એ છે કે અમારા બંનેનું એક જ બનાવટી દાંતનું ચોકઠું છે.]
✦ સ્વાધ્યાય સોલ્યુશન (Std 7 Sanskrut Chapter 4 Swadhyay Solution) ✦
1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો:
आपणिकः, क्रीणातु, पञ्चाशत्, दृष्ट्वा, गृहपाठलेखनम्, श्वानभयम्, दंशनस्वभावः, परीक्षणम्, चौरद्वयम्, लुण्ठनम्, रुप्यकाणि, आगत्य, व्यर्थश्रमम्, कृत्रिमदन्तावलिः।
2. નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દો શોધો:
(१) ખરીદી (२) બૅન્ક (૩) લૂંટ (૪) ટકા (૫) દુકાનદાર
उत्तरम्:- (૧) ખરીદી ➔ क्रयणम्
- (૨) બૅન્ક ➔ वित्तकोषः
- (૩) લૂંટ ➔ लुण्ठनम्
- (૪) ટકા ➔ प्रतिशतम्
- (૫) દુકાનદાર ➔ आपणिकः
3. નીચેનાં વાક્યો કોણ બોલે છે તે કહો:
(१) तर्हि कृपया द्वे यन्त्रे ददातु ।
उत्तरम् : ग्राहकः
(२) भवतः गृहकार्ये बहवः दोषाः ।
उत्तरम् : शिक्षकः
(३) श्वानभयं न अनुभवतु ।
उत्तरम् : गृहस्वामी
(४) व्यर्थश्रमं मा करोतु ।
उत्तरम् : द्वितीयः चोरः
4. રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્યો બનાવો:
(१) एतत् यन्त्रं क्रीणातु । (फेनकम्, पुस्तकम्, फलम्)
उत्तरम् :
- एतत् फेनकं क्रीणातु ।
- एतत् पुस्तकं क्रीणातु ।
- एतत् फलं क्रीणातु ।
(२) सा भोजनं करोति । (दुग्धपानम्, दानम्, प्रार्थनाम्)
उत्तरम् :
- सा दुग्धपानं करोति ।
- सा दानं करोति ।
- सा प्रार्थनां करोति ।
(३) व्यर्थश्रमं मा करोतु । (व्यर्थव्यवहारम्, दुर्व्यवहारम्, व्यर्थव्ययम्)
उत्तरम् :
- व्यर्थव्यवहारं मा करोतु ।
- दुर्व्यवहारं मा करोतु ।
- व्यर्थव्ययं मा करोतु ।
(४) श्वानभयं न अनुभवतु । (चोरभयम्, सिंहभयम्, अन्धकारभयम्)
उत्तरम् :
- चोरभयं न अनुभवतु ।
- सिंहभयं न अनुभवतु ।
- अन्धकारभयं न अनुभवतु ।
5. ઉદાહરણ મુજબ વાક્યરચના કરો:
ઉદાહરણ : एतत् ________ अस्ति । (यन्त्रम्, क्रयणम्) ➔ एतत् यन्त्रं क्रयणयोग्यम् अस्ति ।
(१) एतत् ________ अस्ति । (पुस्तकम्, पठनम्) ➔ एतत् पुस्तकं पठनयोग्यम् अस्ति ।
(२) एतत् ________ अस्ति । (स्थानम्, भ्रमणम्) ➔ एतत् स्थानं भ्रमणयोग्यम् अस्ति ।
(३) एतत् ________ अस्ति । (चलचित्रम्, दर्शनम्) ➔ एतत् चलચિત્રં दर्शनयोग्यम् अस्ति ।
(४) एतत् ________ अस्ति । (जलम्, स्नानम्) ➔ एतत् जलं स्नानयोग्यम् अस्ति ।
6. ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો:
| મૂળ ક્રિયાપદ | અન્ય પુરુષ એકવચન | ઉત્તમ પુરુષ એકવચન |
|---|---|---|
| • भवति (ઉદાહરણ) | भविष्यति | भविष्यामि |
| • वदति | वदिष्यति | वदिष्यामि |
| • करोति | करिष्यति | करिष्यामि |
| • तरति | तरिष्यति | तरिष्यामि |
7. આવી બીજી હાસ્યકણિકાઓ શોધો.
(વિદ્યાર્થીઓએ સ્વપ્રયત્ને અન્ય હાસ્યકણિકાઓ શોધીને એકત્રિત કરવી.)
✦ પ્રવૃત્તિઓ (Activities & Projects) ✦
(વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં હાસ્યકણિકાઓના સંવાદોનું અભિનય સાથે પાત્રાભિનય કરવું.)
إرسال تعليق