ધોરણ-7 [સંસ્કૃત] 7. विश्वासो नैव कर्तव्यः | std-7 [sanskrut] 7. vishwaso naiva kartavyah

ધોરણ-7 [સંસ્કૃત] 7. विश्वासो नैव कर्तव्यः [std 7 sanskrut chapter 7. vishwaso naiva kartavyah] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અનુવાદ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 7 sanskrut path 7. vishwaso naiva kartavyah] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-7-sanskrut-7-vishwaso-naiva-kartavyah-eclassguru

std 7 sanskrut chapter 7. vishwaso naiva kartavyah bhashantar, std 7 sanskrut ekam 7. vishwaso naiva kartavyah ni samjuti, std 7 sanskrut ch 7. vishwaso naiva kartavyah swadhyay na javabo (solutions), std 7 sanskrut path 7. vishwaso naiva kartavyah swadhyay pothi na javabo (solutions), std 7 sanskrut unit 7. vishwaso naiva kartavyah ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 7 sanskrut chapter 7. vishwaso naiva kartavyah anuvad

✦ અનુવાદ ✦

एकं वनम् अस्ति । वने एका अजा अस्ति । [એક જંગલ છે. જંગલમાં એક બકરી છે.]
सा स्वस्य पुत्रं वदति, “पुत्र, अहं बहिः गच्छामि । [તે પોતાના બચ્ચાને (પુત્રને) કહે છે, “બેટા, હું બહાર જાઉં છું.]
अहं शीघ्रम् आगच्छामि । अत्र एव तिष्ठतु ।” [હું ઝડપથી (તરત જ) પાછી આવું છું. અહીં જ રહેજે.”]
अजा वनं गच्छति । [બકરી જંગલમાં જાય છે.]

शिशुः अपि अनुसरणं करोति । [બચ્ચું પણ પાછળ પાછળ જાય છે (અનુસરે છે).]
शिशुः मार्गं विस्मरति । अतः सः रोदिति । [બચ્ચું રસ્તો ભૂલી જાય છે. આથી તે રડે છે.]
शृगालः शिशुं पश्यति । [શિયાળ બચ્ચાને જુએ છે.]
सः सुकोमलं मांसं खादितुम् इच्छति । [તે (બચ્ચાનું) કુમળું માંસ ખાવા ઈચ્છે છે.]

शृगालः वदति, “भवान् कः ? किमर्थं रोदिति ?” [શિયાળ કહે છે, “આપ કોણ છો ? શા માટે રડો છો ?”]
समस्यां ज्ञात्वा अति करुणतया सः वदति, [સમસ્યા જાણીને અત્યંત દયાપૂર્વક તે કહે છે,]
“चिन्ता मास्तु, अहं मातुः समीपं नेष्यामि । [“ચિંતા કરશો નહીં, હું માતાની પાસે લઈ જઈશ.]
मया सह चलतु । सा मम परिचिता अस्ति ।” [મારી સાથે ચાલો. તે મારી ઓળખીતી છે.”]

अजाशिशुः वदति, “अहं भवन्तं न जानामि । [બકરીનું બચ્ચું કહે છે, “હું તમને ઓળખતો નથી.]
मम माता वदति यत् अपरिचितेन सह कुत्रापि न गमनीयम् इति ।” [મારી માતા કહે છે કે અજાણ્યા સાથે ક્યાંય પણ ન જવું જોઈએ.”]
वञ्चकः शृगालः वदति, “मम विषये मा चिन्तयतु । [લુચ્ચું શિયાળ કહે છે, “મારી બાબતમાં ચિંતા ન કરો.]
पश्यतु तत्र एकः पिप्पलवृक्षः अस्ति । [જુઓ ત્યાં એક પીપળાનું ઝાડ છે.]
तत्र भवतः माता अन्विष्यति ।” [ત્યાં તમારી માતા તમને શોધે છે.”]

अजाशिशुः शृगालेन सह गच्छति । [બકરીનું બચ્ચું શિયાળ સાથે જાય છે.]
तस्मिन् क्षणे अजा आगच्छति । [તે જ સમયે બકરી આવે છે.]
स्वपुत्रेण सह वञ्चकं शृगालं दृष्ट्वा वदति, [પોતાના પુત્ર સાથે લુચ્ચા શિયાળને જોઈને તે કહે છે,]
“पुत्र, भवान् एतेन सह कुत्र गच्छति ? [“બેટા, તું આની સાથે ક્યાં જાય છે ?]
अस्य विश्वासः न कर्तव्यः ।” [આનો વિશ્વાસ ન કરવો જોઈએ.”]

शिशुः मातुः समीपं धावति । [બચ્ચું માતા પાસે દોડી જાય છે.]
शिशुमुखात् घटनां श्रुत्वा अजा क्रुध्यति । [બચ્ચાના મુખેથી સમગ્ર ઘટના સાંભળીને બકરી ક્રોધે ભરાય છે.]
अजा शृगालं प्रहरति । शृगालः पलायते । [બકરી શિયાળ પર પ્રહાર કરે છે (હુમલો કરે છે). શિયાળ ભાગી જાય છે.]

अजा शिशुं वदति, [બકરી બચ્ચાને કહે છે,]
“पुत्र, अपरिचितस्य उपरि कदापि विश्वासः नैव कर्तव्यः । [“બેટા, અજાણ્યા ઉપર ક્યારેય પણ વિશ્વાસ ન જ કરવો જોઈએ.]
न मैत्री कर्तव्या न कुत्रापि गमनीयम् ।” [ન તો મિત્રતા કરવી જોઈએ અને ન ક્યાંય જવું જોઈએ.”]

std 7 sanskrut chapter 7. vishwaso naiva kartavyah swadhyay

✦ स्वाध्याय: ✦

1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો:
स्वस्य, शीघ्रम्, तिष्ठतु, विस्मरति, खादितुम्, करुणतया, नेष्यामि, वञ्चकः, पिप्पलवृक्षः, अन्विष्यति, शृगालेन, क्रुध्यति ।

2. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો અને લખો:
(१) अजा कुत्र गच्छति ?
उत्तरम्: अजा वनं गच्छति ।
(२) कः रोदिति ?
उत्तरम्: अजाशिशुः (शिशुः) रोदिति ।
(३) शृगालः अजाशिशुं दृष्ट्वा किम् इच्छति ?
उत्तरम्: शृगालः अजाशिशुं दृष्ट्वा तस्य सुकोमलं मांसं खादितुम् इच्छति ।
(४) कः वञ्चकः अस्ति ?
उत्तरम्: शृगालः वञ्चकः अस्ति ।
(५) शिशुमुखात् घटनां श्रुत्वा अजा किं करोति ?
उत्तरम्: शिशुमुखात् घटनां श्रुत्वा अजा क्रुध्यति शृगालं च प्रहरति ।
(६) अजा शिशुं किं वदति ?
उत्तरम्: अजा शिशुं वदति, “पुत्र, अपरिचितस्य उपरि कदापि विश्वासः नैव कर्तव्यः, न मैत्री कर्तव्या न कुत्रापि गमनीयम् ।” इति ।
(७) वार्तायाः शीर्षकं किम् ?
उत्तरम्: वार्तायाः शीर्षकं “विश्वासो नैव कर्तव्यः” अस्ति ।

3. નીચેના શબ્દોને સંસ્કૃત ભાષામાં લખો:
(૧) લુચ્ચુંवञ्चकः
(૨) પીપળાનું ઝાડपिप्पलवृक्षः
(૩) બકરીअजा
(૪) તરતशीघ्रम्
(૫) અજાણ્યોअपरिचितः
(૬) દોડે છેधावति
(૭) મારવુંप्रहर्तुम् (प्रहरति)
(૮) ભાગી જાય છેपलायते

4. નીચેનાં વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો:
(૧) “पुत्र, अपरिचितस्य उपरि कदापि विश्वासः नैव कर्तव्यः ।”
(૨) अजाशिशुः शृगालेन सह गच्छति ।
(૩) “पुत्र, अहं बहिः गच्छामि ।”
(૪) शृगालः शिशुं पश्यति ।
(૫) “चिन्ता मास्तु, अहं मातुः समीपं नेष्यामि ।”
(૬) शिशुमुखात् घटनां श्रुत्वा अजा क्रुध्यति ।

સાચો ઘટનાક્રમ :
૧. (३) “पुत्र, अहं बहिः गच्छामि ।”
૨. (४) शृगालः शिशुं पश्यति ।
૩. (५) “चिन्ता मास्तु, अहं मातुः समीपं नेष्यामि ।”
૪. (२) अजाशिशुः शृगालेन सह गच्छति ।
૫. (६) शिशुमुखात् घटनां श्रुत्वा अजा क्रुध्यति ।
૬. (१) “पुत्र, अपरिचितस्य उपरि कदापि विश्वासः नैव कर्तव्यः ।”

5. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અન્ય શબ્દોની રચના કરો:
ઉદાહરણ : दर्शन ➔ दर्शनीय (દર્શન કરવા યોગ્ય)
(१) गम्गमनीय (જવા યોગ્ય)
(२) पठ्पठनीय (પઠન કરવા યોગ્ય / વાંચવા યોગ્ય)
(३) वन्द्वन्दनीय (વંદન કરવા યોગ્ય)
(४) पूज्पूजनीय (પૂજા કરવા યોગ્ય)

6. ઉદાહરણ મુજબ કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી વાક્યરચના કરો:
ઉદાહરણ : बालः ________ इच्छति । (रोटिका, खाद्)
• बालः रोटिकां खादितुम् इच्छति ।

(१) छात्रा ________ इच्छति । (पाठ, पठ्)
उत्तरम्: छात्रा पाठं पठितुम् इच्छति ।
(२) शिक्षकः ________ इच्छति । (कथा, कथय)
उत्तरम्: शिक्षकः कथां कथयितुम् इच्छति ।
(३) सरला ________ इच्छति । (क्रीडा, क्रीड्)
उत्तरम्: सरला क्रीडां क्रीडितुम् इच्छति ।
(४) प्रणवः ________ इच्छति । (चित्र, रचय)
उत्तरम्: प्रणवः चित्रं रचयितुम् इच्छति ।

7. કૌંસમાં આપેલાં પદોને આધારે ખાલી જગ્યા પૂરો: (एकः, एका, एकम्)
(१) ________ अश्वः धावति ।
उत्तरम्: एकः अश्वः धावति । (અશ્વઃ પુલ્લિંગ હોવાથી 'एकः' આવે.)
(२) ________ बालकः क्रीडति ।
उत्तरम्: एकः बालकः क्रीडति । (બાલકઃ પુલ્લિંગ હોવાથી 'एकः' આવે.)
(३) ________ बाला पठति ।
उत्तरम्: एका बाला पठति । (બાલા સ્ત્રીલિંગ હોવાથી 'एका' આવે.)
(४) ________ मन्दिरम् अस्ति ।
उत्तरम्: एकम् मन्दिरम् अस्ति । (મન્દિરમ્ નપુંસકલિંગ હોવાથી 'एकम्' આવે.)
(૫) ________ शाला अस्ति ।
उत्तरम्: एका शाला अस्ति । (શાલા સ્ત્રીલિંગ હોવાથી 'एका' આવે.)
(૬) ________ चित्रं पश्यामि ।
उत्तरम्: एकम् चित्रं पश्यामि । (ચિત્રમ્ નપુંસકલિંગ હોવાથી 'एकम्' આવે.)

std 7 sanskrut chapter 7. vishwaso naiva kartavyah pravruti

✦ પ્રવૃત્તિ ✦

(૧) તમારા શિક્ષક આ પાઠના જે શબ્દો બોલે તેનું શ્રુતલેખન કરો.
(૨) જૂથમાં બેસી આ પાઠનું આદર્શ પઠન કરો.
(૩) આ પાઠની રજૂઆત મહોરાં પહેરી અભિનય સાથે કરો.
(૪) પાઠની વાર્તા તમારા મિત્રોને સંભળાવો.

✦ નીચે ધોરણ - 7 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post