ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 9. સંસાધન | std-8 [social-science] 9. sansadhan

ધોરણ-8 [સામાજિક વિજ્ઞાન] 9. સંસાધન [std 8 social science chapter 9. sansadhan] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે અગત્યના મુદ્દાઓ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 samajik vigyan path 9. sansadhan] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-8-social-science-9-sansadhan-eclassguru

std 8 social science chapter 9. sansadhan imp notes, std 8 social science ekam 9. sansadhan ni samjuti, std 8 social science ch 9. sansadhan swadhyay na javabo (solutions), std 8 social science path 9. sansadhan swadhyay pothi na javabo (solutions), std 8 social science unit 9. sansadhan ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 8 social science chapter 9. sansadhan imp notes

✦ અગત્યના મુદ્દાઓ ✦

  • આજુબાજુ નિરીક્ષણ કરતાં કુદરતમાં પડેલા અનેક તત્વો નજરે પડે પણ તેને સંસાધન ન કહેવાય. આ તત્વોને માનવી આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે સંસાધન કહેવાય. સંસાધન એ કોઈપણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે ઉપયોગીતા એ સંસાધનનો ગુણધર્મ છે.
  • સંસાધનોના નિર્માણને આધારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે : (1) કુદરતી સંસાધનો (Natural Resources) (2) માનવસર્જિત સંસાધનો (Man Made Resources).
  • કુદરતી સંસાધનો (Natural Resources) : કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે. ઉ.દા. હવા, પાણી, જમીન, ખનીજો અને ઊર્જા-સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે.
  • ખનીજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી તે ક્યારેક ખૂટી પડવાનું છે.
  • જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે તેમાંથી આશરે 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઈડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો આશરે 90% થી વધુ નાઈટ્રસ ઓક્સાઈડ પેદા કરે છે.
  • Compressed Natural Gas (C.N.G) વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે.
  • યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઈટ ખનીજ એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે.
  • માનવસર્જિત સંસાધનો (Man Made Resources) : કોઈપણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવસર્જિત કે માનવનિર્મિત સંસાધન કહેવામાં આવે છે. ઉ.દા. જુનો, ચિરોડી, વિદ્યુત, મકાનો, સડક, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે માનવસર્જિત સંસાધનો છે.
  • પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ 3/4 ભાગ પર પાણી અને માત્ર લગભગ ¼ ભાગ પર ભૂમિ છે.
  • મીઠા પાણીનો જથ્થો માત્ર 2.7% જેવો નજીવો છે.


std 8 social science chapter 9. sansadhan swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં લખો :
(1) કુદરતી વનસ્પતિ કોને કહેવાય ?
જવાબ - 1 : જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાની જાતે જ ઊગી નીકળે છે તેને કુદરતી વનસ્પતિ કહેવાય છે.

(2) વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે ?
જવાબ - 2 : વન્યજીવોમાં પ્રાણીઓ, પશુ-પક્ષીઓ અને કીટકો (જીવજંતુઓ)નો સમાવેશ થાય છે.

(3) વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે ?
જવાબ - 3 : વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને તેની આબોહવાની વિવિધતાને આધારે થાય છે.

(4) તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ-ક્ષમતા વધારવા શું કરવું જોઈએ ?
જવાબ - 4 : તળાવ અને સરોવરની પાણી સંગ્રહ-ક્ષમતા વધારવા માટે તેમાં જમા થયેલ કાપ અને કાદવ-કચરાને દૂર કરવા જોઈએ.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(1) પ્રાપ્તિસ્થાનોના આધારે સંસાધનોના પ્રકારો ટૂંકમાં વર્ણવો.
જવાબ - 1 : પ્રાપ્તિસ્થાનોના આધારે સંસાધનોના પ્રકારો નીચે પ્રમાણે છે.
સર્વ સુલભ સંસાધન : આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ - વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ જેવા કે ઓક્સિજન અને નાઈટ્રોજન.
સામાન્ય સુલભ સંસાધનો : સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ - જળ, ગોચર ભૂમિ.
વિરલ સંસાધન : આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. ઉદાહરણ - કોલસો, વિવિધ ધાતુઓ, ખનીજતેલ, કુદરતી વાયુ, યુરેનિયમ.
એકલ સંસાધન : સમગ્ર વિશ્વમાં જવલેજ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનીજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. ઉદાહરણ - યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઈટ ખનીજ.

(2) તફાવત આપો : નવીનીકરણીય સંસાધનો અને બિનનવીનીકરણીય સંસાધનો
જવાબ - 2 :
નવીનીકરણીય સંસાધનોબિનનવીનીકરણીય સંસાધનો
1. તે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે છે, એટલે કે તે અખૂટ હોય છે.1. તે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય છે.
2. ઉદાહરણ - જંગલો, પ્રાણીઓ, પશુઓ-પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન.2. ઉદાહરણ - ખનીજ કોલસો, ખનીજતેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનીજો.

(3) માનવ-સંસાધન વિશે ટૂંક નોંધ લખો.
જવાબ - 3 : માનવે જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. તેથી માનવી પોતે જ એક શક્તિશાળી સંસાધન છે. જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે. તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બન્ને છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્યો, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ-સંસાધન વિકાસ કહેવાય છે.

(4) જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયાં-કયાં છે ?
જવાબ - 4 : આપણી પાસે માત્ર 1% જેવો મીઠા પાણીનો જથ્થો છે. વરસાદનું પાણી ભૂમિગત જળ, નદી, સરોવરો કે ઝરણાંરૂપે સંગ્રહ થાય છે. જેનો આપણે વપરાશ કરીએ છીએ. ઘણા વિસ્તારોમાં અનિયમિત કે અનિશ્ચિત વરસાદ થાય છે. જેના કારણે તે વિસ્તારોમાં જળતંગી સર્જાય છે. જળતંગી માટે વસ્તીવિસ્ફોટ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો, નિર્વનીકરણ જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે.

(5) પરિસરતંત્ર કોને કહેવાય ? સવિસ્તર સમજાવો.
જવાબ - 5 : જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. આપણે તેને પરિસરતંત્ર તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે. ઉપરાંત તે પ્રાણીસૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું સંતુલન, ઇમારતી અને બળતણનું લાકડું, જમીન ધોવાણનો અટકાવ, ભૂગર્ભજળની જાળવણી, વિવિધ ફળો, ઔષધીઓ, ગુંદર, ઉદ્યોગો માટેનો કાચો માલ જેવી અનેક આપણી વિવિધ જરૂરિયાતો જંગલો સંતોષે છે. વિવિધ પશુ-પંખીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવનમાં થાય છે. જેમાંથી આપણને માંસ, ચામડાં, રૂવાટીવાળી ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે. મધમાખી જેવાં કીટકો આપણને મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે. પરિસરતંત્રમાં દરેક નાના-મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે.

(6) જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. - વિધાન સમજાવો.
જવાબ - 6 : જંગલો વાતાવરણને શુદ્ધ રાખે છે. તે હવામાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું સંતુલન જાળવે છે. જંગલો ઈમારત બનાવવા તેમજ બળતણ માટે લાકડા આપે છે. જંગલો આપણને વિવિધ ફળો, ઔષધીઓ, ગુંદર અને કાગળ, દિવાસળી જેવા ઉદ્યોગો માટેનો કાચો માલ આપે છે. જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. તે આબોહવાને વિષમ બનતી અટકાવે છે. તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. તે નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા મદદ કરે છે. જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે. તે વન્ય જીવસૃષ્ટિને કુદરતી રહેઠાણ અને ખોરાક પૂરા પાડે છે. આમ, જંગલો આપણને ખૂબ ઉપયોગી છે.

(7) સંસાધનોનાં સંરક્ષણના ઉપાયો જણાવો.
જવાબ - 7 : સંસાધનોના સંરક્ષણના ઉપાયો આ પ્રમાણે છે.
(1) જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું.
(2) રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબાગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે. તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી છાણીયા ખાતરને વાપરવું.
(3) વધુપડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન-શક્તિ ઘટે છે. તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો.
(4) જંતુનાશકો જમીન અને જળસ્ત્રોતો પ્રદૂષિત કરે છે. તેના વિકલ્પે જૈવજંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું.
(5) વન્યજીવ પરીતંત્રની સમતુલા માટે અગત્યના છે, તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ.
(6) જંગલ-વિસ્તારોમાં પશુચરાણ અને વૃક્ષછેદનને અટકાવવા ખાસ પગલાં લેવા જોઈએ.
(7) ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળસંચય કરી સુકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય છે.
(8) તળાવ કે સરોવરોમાં જમા થયેલ કાંપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે.
(9) વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે.
(10) વપરાયેલ પાણીને પુન: ઉપયોગમાં લાવવું.
(11) ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચનગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘરખર્ચમાં બચત કરી શકાય છે.
(12) ઊર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેના વિકલ્પો સૂર્યઊર્જા, પવનઊર્જા, ભરતીશક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યાથી વિચારવા પડશે.
(13) જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિનનવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો શોધવા જોઈએ.

(8) સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. - વિધાન સમજાવો.
જવાબ - 8 : સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે. તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ છે. માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં ટકી શકવા અસમર્થ છે. આજે ભવિષ્યની સ્થિતિ અંગે ચિંતા કરી આપણા સૌની ફરજ છે સંસાધનોનું રક્ષણ કરવું. સંસાધનોનો આયોજનપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ.

3. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો :
(1) રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબાગાળે...
(A) જમીનની ગુણવત્તા ઘટાડે છે. (B) જમીનની ભેજ સંગ્રહણશક્તિ વધારે છે. (C) જમીનની ગુણવત્તા વધારે છે. (D) જમીન પોચી બનાવે છે.

જવાબ - 1 : (A) જમીનની ગુણવત્તા ઘટાડે છે.

(2) નીચેનામાંથી કયું સંસાધન બિનનવીનીકરણીય છે.
(A) જંગલો (B) ખનિજ કોલસો (C) પવન (D) સૂર્યપ્રકાશ

જવાબ - 2 : (B) ખનિજ કોલસો

(3) નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે.
(A) જળ (B) ખનિજ તેલ (C) ઓક્સિજન (D) ક્રાયોલાઇટ

જવાબ - 3 : (B) ખનિજ તેલ

● વિચારીને ઉત્તર લખો
(1) દરેક વર્ષે ઉનાળામાં ગરમી વધતી જતી હોય તેવી ફરિયાદ સંભળાય છે. આ સમસ્યાનાં કારણો તમારી દૃષ્ટિએ લખો.
→ ઔદ્યોગીકરણ અને વાહનોના કારણે પ્રદૂષણ દર વર્ષે વધતું જાય છે. તેમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઈડ જેવા વાયુઓ વાતાવરણમાં નીચેના સ્તરે રહે છે. જેના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે.
→ વધારે પ્રદૂષણના કારણે વાતાવરણમાં જે ઓઝોનનું સ્તર આવેલું છે, તેમાં ગાબડા પડે છે. ઓઝોનના સ્તરમાં ગાબડા પડવાથી સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સીધા પૃથ્વી સુધી પહોંચી જાય છે. જે પૃથ્વીના તાપમાનમાં વધારો કરે છે આમ તે ગરમીનું પ્રમાણ વધારે છે.

(2) તમે સૌરઊર્જાના ઉપયોગથી કયાં-કયાં કામ કરી શકો તેમ છો તે જણાવો.
→ સૌરઉર્જાનો ઉપયોગ કરીને આપણે આજના સમયમાં વાહનો પણ ચલાવી શકીએ છીએ.
→ સૌરઊર્જાથી ચાલતા ઘણા સાધનોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે, સોલર વોટર હીટર, સૂર્યકૂકર, સોલર લાઈટ, સોલર પેનલ વગેરે વગરે …
→ સૌરઊર્જાના ઉપયોગથી જ આપણે કપડા અને અનાજની સુકવણી કરી શકીએ છીએ.

✦ નીચે સામાજિક વિજ્ઞાનના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના | 2. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) | 3. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ | 4. અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો | 5. અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા | 6. સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) | 7. આધુનિક ભારતમાં ક્લા | 8. સ્વતંત્રતા પછીનું ભારત | 9. સંસાધન | 10. ખનિજ અને ઊર્જા-સંસાધન | 11. ખેતી | 12. ઉદ્યોગ | 13. માનવ-સંસાધન | 14. આપત્તિ-વ્યવસ્થાપન | 15. ભારતીય બંધારણ | 16. સંસદ અને કાયદો | 17. ન્યાયતંત્ર | 18. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા | 19. સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post