ધોરણ-8 [ગુજરાતી] 11. વળાવી બા આવ | std-8 [gujarati] 11. valavi ba aav

ધોરણ-8 [ગુજરાતી] 11. વળાવી બા આવ એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-gujarati-11-valavi-ba-aav-eclassguru

✦ સારાંશ ✦

કાવ્ય 'વળાવી બા આવી' ના કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા છે. તેમનું ઉપનામ 'ઉશનસ્' છે. તેઓ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે. વાત્સલ્યભાવ નિરૂપતા કુટુંબચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. અહીં કવિએ વિદાયનું હૃદયસ્પર્શી વર્ણન કરેલ છે. કામ-ધંધે દૂર વસતા બાળકો જ્યારે દિવાળીની રજા પડે છે ત્યારે પોતાના વતન ઘરડા માતા-પિતા પાસે પાછા આવે છે. અહીં તે પોતાના માતા-પિતા તથા ઘરડા ગંગાસ્વરૂપ ફોઈ સાથે દિવાળીની રજાઓના દિવસો વિતાવે છે. રજાઓમાં બધા સંતાનો તેમના બાળકો, પત્નીઓ અને માતા-પિતા સૌ મળીને ખૂબ જ આનંદ લે છે. ઘર બાળકોના આનંદ કિલ્લોલથી હર્યુભર્યું થઈ જાય છે. ઘરડા મા-બાપ તથા ફોઈના આ દિવસો બાળકો સાથે રહેવાથી આનંદમાં પસાર થઈ જાય છે. પરંતુ દિવાળી ની રજા પૂરી થઈ જતા બધા સંતાનો એક પછી એક પોતાની પત્નીઓ તથા બાળકોને લઈને પોતાના કામ-ધંધે પાછા જતાં રહેવાના છે. બીજે દિવસે બધાને જવાનું હોવાથી આગલી રાતે બધા સંતાનો અને માતા-પિતા ભેગા થયા ત્યારે ઘરડા માતા-પિતા અને ફોઈને આવતીકાલે જુદા પડવાનો અને વિરહનું આભાસ થાય છે, તેમ છતાં સૌ વૃદ્ધજનો વાતો કરતાં-કરતાં સૂઈ જાય છે. બીજે દિવસે સવારે સૌથી મોટા ભાઈ ભાભી પોતાના પરિવાર સાથે જવા ઊપડે છે, આમ ઘરની અડધી વસતિ ઓછી થઈ જાય છે. આનંદ કિલ્લોલથી ગુંજતું આખું ઘર સૂનું થઈ જાય છે. બપોર પડતાં બીજા બે ભાઈઓ પણ પોતપોતાની પત્નીઓને લઈને જવા નીકળે છે. પોતાના સંતાનોને એક પછી એક વળાવીને બા જ્યારે ઘરે આવે છે ત્યારે ઘરમાં કોઈ જાતનો આનંદ કે કિલ્લોલ રહેતું નથી. માતાને ઘર વિરાન લાગે છે. આ જોઈને ઘરડી માં દુઃખી થઈને ઘરના પગથીયે જ બેસી જાય છે. અહીં આપણે એક માતાના હૃદયની મુંગી વેદનાને સમજી શકીએ છીએ.






✦ અભ્યાસ ✦

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના બોક્સમાં દર્શાવો :
(1) ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે...
(ક) દિવાળીની રજાઓ પૂરી થઈ છે. (ખ) લગ્નપ્રસંગ પૂરો થઈ ગયો છે. (ગ) બધાંને પ્રવાસે સાથે જવાનું છે. (ઘ) ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી.
(2) ભાભીનું ભર્યું ઘર... એટલે શું ?
(ક) સુખી-સમૃદ્ધ ઘર (ખ) પરિવાર સાથેનું ઘર (ગ) સામાનથી ખીચોખીચ ભરેલું ઘર (ઘ) ભાભીએ વસાવેલું ઘર
(3) સંતાનો દૂર દૂર કેમ વસેલાં છે ?
(ક) ધંધાર્થે (ખ) ઝઘડાના ડરથી (ગ) પોતપોતાના વિકાસ માટે (ઘ) અભ્યાસ માટે
(4) સંતાનોને કોણ વળાવવા ગયું ?
(ક) પાડોશી (ખ) સગાંસંબંધી (ગ) બા (ઘ) મિત્રો
(5) કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો.
(ક) દર્શક (ખ) સ્નેહરશ્મિ (ગ) સુંદરમ્‌ (ઘ) ઉશનસ્‌
2. નીચેના દરેક પ્રશ્રનો એક એક વાક્યમાં ઉત્તર લખો :
(1) સંતાનો પાછાં વિદાય કેમ થાય છે ?
(2) દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી ?
(3) ઘર શાંત કેમ થઈ ગયું ?
(4) ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું ?
(5) બા પગથિયાં પાસે કેમ બેસી ગયાં ?

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્રોના ઉત્તર લખો :
(1) વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે ?
(2) વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે ?
2. બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે ? વિચારીને ચર્ચા કરો.
3. નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો :
  • સવારે ભાભીનું .............................................. પ્રિયવચનમંદસ્મિતવતી.
4. નીચેની કાવ્યપંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો :
  • વળાવીબા આવી .............................................. પડી બેસી પગથિયે.
5. નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો :
જનની :
રજની :
ભાર્યા :
જરઠ :
નવોઢા :
6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
નિયત ×
મિલન ×
મંદ ×
સ્મિત ×
7. નીચેનાં વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્યપંક્તિ સ્વરૂપે લખો :
  • સઘળું, શાંત થઈ ગયું ઘર વસ્તી અર્ધી ગઈ.
  • કાલે તો જવાનાં ઘર તણાં જનક્જનની ને
  • આવી બા સકલ નિજ સંતાન ક્રમશ: વળાવી
  • નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે નિજ જગા બેઠો.
  • ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઊપડ્યા.

✦ પ્રવૃતિ ✦

(1) મણિલાલ દેસાઈનું 'બાને' કાવ્ય (સોનેટ) મેળવી શાળામાં રજૂ કરો.
(2) કરસનદાસ માણેકનું 'જ્યોતિધામ' કાવ્ય મેળવી અભ્યાસ કરો.
(3) માતૃપ્રેમ પ્રગટ કરતી નવલકથા, લોકકથાનું સાહિત્ય વાંચો તથા સીડી, કૅસેટ મેળવીને ઉપયોગ કરો.
(4) 'વાત્સલ્યમૂર્તિ મા' વિષય પર ચર્ચાસભા કરો.

✦ નીચે ગુજરાતી પ્રથમ સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. બજારમાં | 2. એક જ દે ચિનગારી | 3. જુમો ભિસ્તી | 4. તને ઓળખું છું, મા | 5. એક મુલાકાત | 6. ધૂળિયે મારગ | 7. દેશભકત જગડુશા | 8. આજ આનંદ | 9. દીકરાનો મારનાર | 10. અઢી આના

✦ નીચે ગુજરાતી બીજા સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

11. વળાવી બા આવી | 12. નવા વર્ષના સંકલ્પો | 13. શરૂઆત કરીએ | 14. સાકરનો શોધનારો | 15. અખંડ ભારતના શિલ્પી | 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! | 17. સંસ્કારની શ્રીમંતાઈ | 18. દુહા-મુકતક-હાઈકુ | 19. સાંઢ નાથ્યો | 20. બહેનનો પત્ર | 21. કમાડે ચીતર્યા મેં... | 22. કિસ્સા-ટુચકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

أحدث أقدم