- સારાંશ
- એકમની સમજૂતી
- સ્વાધ્યાય
- સ્વ-અધ્યયનપોથી
- પ્રશ્ન પેપર
✦ સારાંશ ✦
આ એકમના લેખક બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા. અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા 'સચરાચરમાં' અને 'દ્રોણાચાર્યનું સિંહાસન' એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. વર્તમાનપત્રોમાં આવતા રોજબરોજના બનાવોની સ્પર્શથી એમની હાસ્ય કટાક્ષ લોકપ્રિય બની હતી. આ એકમમા લેખક કહે છે કે, લોકો શરૂઆતમાં બહુ ઉત્સાહિત હોય છે. નવું વર્ષ બેસે કે લોકોને નવા નવા સંકલ્પો કરવાનો ઉત્સાહ જાગે છે. જેવા કે હવે પછીથી રોજ વહેલા ઉઠવું, નિયમિત નોંધપોથી લખવી, વ્યસન છોડી દેવું, ગુસ્સા ઉપર કાબૂ મેળવવો, ચા મૂકી દેવી, રોજ વ્યાયામ કરવું. માણસને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થઈ જવું હોય છે.
સંકલ્પ લેવાનો આવો જ એક વિચાર લેખકને આવે છે. લેખકને થાય છે કે વહેલા ઉઠવાનો ઠરાવીને જો હું રોજ સાતને બદલે પાંચ વાગ્યે ઊઠું તો વરસે મારા 72 કલાક બચે, ને પચાસ વર્ષ ઉઠવાનું બચે અને 50 વર્ષની જીંદગીમાં 36000 કલાક બચે એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય. આ વિચારથી ભોળવાઈને લેખક સંકલ્પ કરી નાખે છે કે, કોઈ દિવસ સવારના પાંચથી મોડા ઊઠવું નહીં. બેસતા વર્ષના દિવસે લેખક પાંચ વાગે ઊઠે છે. પણ એ દિવસના થાકને લીધે બીજા દિવસે 7:30 વાગ્યે ઉઠ્યા. પછી પાંચમ સુધી તો દિવાળી હોય તેથી મોડા ઉઠવા માં કાંઈ વાંધો નહીં એમ વિચારી મોડા ઉઠતા. છઠને દિવસે પાંચ વાગ્યે જ ઉઠવું હતું પણ બીજે દિવસે વહેલા ઉઠવાનું છે એવું વિચારીને રાત્રે ઉંઘ ન આવી અને બીજે દિવસે મોડા ઉઠ્યા. સાતમને દિવસે તો એલાર્મજ ખોટુ ગોઠવ્યું અને મોડુ ઉઠાણુ. પછીના દિવસે એલાર્મ બગડી ગયું અને વહેલા ન ઉઠાયુ. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું, પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગ્યે ઘડીયાળ જ બંધ પડી ગયું. આમ અનેક મુશ્કેલીઓ વટાવતાં અંતે લેખકને થાય છે કે હે જીવ ! આ બધી ઉપાધિ કેમ ? ચાર વર્ષ વધુ જીવવા માટે ? જીવનનો એવો મોહ ? સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે ત્યારે હું તો વહેલો ઊઠીને એ માયા વધારી રહ્યો છું. આમ લેખકની આત્મસુધારણા તો ફિલસૂફીને પણ ચડી ગઈ. એટલે વહેલો ઉઠવાનું સંકલ્પ પણ પાછળ રહી ગયો.
આવી જ રીતે બીજા એક જણે દિવાળીની રાતથી ચા છોડી દીધેલી. તેમનો સંકલ્પ પણ રહ્યો. ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભાગીનીના આંસુ, પત્નીની ધમકી, મિત્રોને મશ્કરી, જાહેરખબરો કોઈ એમને લલચાવી ન શક્યું. પરંતુ થોડા અઠવાડિયા પછી એ ભાઈ માંદા પડે છે અને માંદગીમાં એમને થોડા ઉપવાસ કરવા પડ્યા. કોઈએ એમને સલાહ આપી કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે એટલે એમણે ચા પીવા માંડી. બે-ચાર મહિને માંદગી ગઈ પણ ચા તો રહી ગઈ. જ્યાં સૂરજ જેવો સુરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે, અને ફરી પાછો અમુક મહિના પછી રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે, ત્યાં નિયમિત થવાની ઇચ્છા રાખનાર માનવી તે કોણ ? હા ઘણા મહાપુરુષો નિયમિત બન્યા છે, પણ તે લોકો નિયમિત છે, એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ હતા, એટલે નિયમિત થઈ શક્યા.
લેખકના એક સંબંધીએ નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો બેસતા વરસના બીજે દિવસે સવારે સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એ પત્નીને બોલાવે છે અને કહે છે કે, 'ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી કરાવીશ નહીં, હોય દુનિયા છે, કહીને હસી નાખવુ'. પત્ની ઠીક કહી જતી રહી. ત્યારે પતિએ કહ્યું કે,'તને મારો સંકલ્પ નો ગમ્યો?' તો પત્નીએ કહ્યું કે,'સંકલ્પ ગમ્યો પણ પાળો ત્યારે ખરા'. ત્યારે પતિ ગુસ્સામાં આવી જાય છે અને "શું કહ્યું ? શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી ? તું તારા મનને સમજે છે શું ?" આવા શબ્દો સાથે અહીં જ આ ભાઈનો સંકલ્પ ભાગી જાય છે.
સંકલ્પ કરવો એ સહેલો છે, પણ પાડવું એ ખૂબ અઘરું છે. લોકો જ્યારે અહીં સંકલ્પ પાડી શકતા નથી ત્યારે પોતાના મનને એક અથવા તો બીજા બહાને મનાવીને એ સંકલ્પને ભૂલી જાય છે. અને સમય જતાં એ સંકલ્પો ટકી રહેતા નથી. વળી મનુષ્ય સંકલ્પો ન પાડી શકતા વધુ એક સંકલ્પ લે છે કે હવેથી સંકલ્પ કરવો નહીં પરંતુ આ સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ અડગ રહેતો નથી અને ફરી નવું વર્ષ બેસતા લોકો નવા નવા સંકલ્પો કરી બેસે છે. લેખકે આ હાસ્ય નિબંધમાં મનુષ્ય અને તેમની નબળી ઇચ્છાઓ ઉપર ગણિત માંડીને, ફિલોસોફી લગાવીને, તરંગ અને તુક્કા ચગાવીને તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને હાસ્ય પાઠ રચાવ્યું છે.
✦ અભ્યાસ ✦
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા બોક્સમાં દર્શાવો :(1) લેખકે વહેલા ઊઠવાનો સંકલ્પ કર્યો કારણ કે...
(ક) લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો. (ખ) લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય. (ગ) વહેલા ઊઠીને ધ્યાન-યોગાસન કરવા માટે. (ઘ) વહેલા ઊઠીને કસરત કરવા માટે.
(2) ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો, કારણ કે...
(ક) એમના સંકલ્પથી ઇન્દ્રનું આસન ડોલી ઊઠ્યું. (ખ) ચાની જાહેરખબરે એમને ચળાવી દીધા. (ગ) માતા-પિતા, પત્ની-બહેન અને મિત્રોના પ્રેમને કારણે. (ઘ) માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી.
(3) નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે ?
(ક) સાંજે નક્કી થાય અને સવારમાં તૂટી જાય છે. (ખ) ઝાકળની જેમ અલ્પજીવી હોય છે. (ગ) સંકલ્પો વિચારીને લેવાતા નથી. (ઘ) સંકલ્પો દર બેસતાવર્ષે લેવામાં આવે છે.
(4) લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે...
(ક) તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે. (ખ) સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે. (ગ) દેખાદેખીના કારણે લેવાયેલા હોય છે. (ઘ) સંકલ્પો માત્ર લેવાના હોય છે.
2. નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(1) લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે ?
(2) વહેલા ઊઠવાથી લેખક કેટલાં વર્ષ બચાવવા માગે છે ?
(3) એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું ?
(4) ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો ?
(5) માંદગીના બહાને ચા શરૂ કરનારના સંકલ્પનું શું થયું ?
✦ સ્વાધ્યાય ✦
1. નીચેના પ્રશ્રોના ઉત્તર લખો :(1) નવા વર્ષે લેખક કયા-કયા સંકલ્પ કરે છે ?
(2) બેસતાવર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે ?
(3) નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા ? શા માટે ?
(4) આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો.
2. પાઠના આધારે નીચેનાં વિધાનો સમજાવો :
(1) નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ.
(2) વા વાતાં ચિડાવું ને પાન ખરતાં પીડાવું.
3. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો :
(1) આત્મસુધારણા
(2) અઠવાડિયું
(3) ઝળઝળિયાં
(4) ઉચ્ચારણ
4. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
(1) રસ વગરનું
(2) પોતાની જાતને સુધારવી તે
(3) ઈન્દ્રનું આસન
(4) ફરીથી જન્મ લેવો તે
(5) દ્રઢનિશ્ચયવાળું
5. નીચેનામાંથી દ્વંદ્વસમાસ ઓળખો અને નીચે લીટી દોરો :
(1) મિત્રતા તો કૃષ્ણ-સુદામાની જ !
(2) ઘરમાં અહીં-તહીં સામાન પડ્યો હતો.
(3) ઝાડ પર દસ-બાર પંખી બેઠાં હતાં.
✦ પ્રવૃતિ ✦
(1) આપણે કેવા સંકલ્પો કરી શકીએ ? - યાદી બનાવો.(2) કોઈ પણ બે સારા સંકલ્પો પાળવાના ફાયદા જણાવો.
(3) ઉદગાર, પ્રશ્રાર્થ વાક્યોની યાદી બનાવી વર્ગખંડમાં તેનું વાચન કરો.
(4) પાઠના નીચેના ફકરા પરથી પ્રશ્નો બનાવો.
(5) તમારા જીવનમાં બનેલ કોઈ રમૂજી પ્રસંગ રજૂ કરો.
Post a Comment