ધોરણ-8 [ગુજરાતી] 2. એક જ દે ચિનગારી | std-8 [gujarati] 2. ek j de chingari

ધોરણ-8 [ગુજરાતી] 2. એક જ દે ચિનગારી [std 8 gujarati chapter 2. ek j de chingari] એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે. [dhoran 8 gujarati path 2. ek j de chingari] એકમને લગતા તમારા પ્રશ્નો અમને નીચે comment માં જણાવજો. અમે જવાબ આપવા પ્રયત્ન કરીશું.
std-8-gujarati-2-ek-j-de-chingari-eclassguru

std 8 gujarati chapter 2. ek j de chingari saransh, std 8 gujarati ekam 2. ek j de chingari ni samjuti, std 8 gujarati ch 2. ek j de chingari swadhyay na javabo (solutions), std 8 gujarati path 2. ek j de chingari swadhyay pothi na javabo (solutions), std 8 gujarati unit 2. ek j de chingari ni ekam kasoti. aa badhu sahitya ahin ekatrit karvama aavelu chhe.

std 8 gujarati chapter 2. ek j de chingari saransh

✦ સારાંશ ✦

હે મહાનલ ! હે પરમેશ્વર ! હું તમારી પાસે ફક્ત એક જ જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ માંગુ છું. મેં જિંદગીનાં નાના-મોટા કાર્યો કરતા કરતા આખી જિંદગી ખર્ચી નાખી છે. છતાંય જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહિ. એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. હે પરમાત્મા ! હું તમારી પાસે ફક્ત એક જ જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ માંગુ છું.

ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી ઝળહળી ઊઠી, પણ એક મારા જીવનમાં પ્રકાશ થયો નહિ. મારા માટે આ બહુ જ દુઃખદાયક છે. હે પરમાત્મા ! હું તમારી પાસે ફક્ત એક જ જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ માંગુ છું.

અનેક પ્રકારના સમસ્યા મને પરેશાન કરે છે. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. હે વિશ્વાનલ ! હું તમારી પાસે વધારે કશું માંગતો નથી. હે પરમાત્મા ! હું તમારી પાસે ફક્ત એક જ જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ માંગુ છું.

std 8 gujarati chapter 2. ek j de chingari abhyas

✦ અભ્યાસ ✦

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [ ]માં લખો :
(1) કવિ ઈશ્વર પાસે શું માગે છે ? [_]
(ક) જિંદગી (ખ) આભઅટારી (ગ) ધનસંપત્તિ (ઘ) ચિનગારી

જવાબ - 1 : (ઘ) ચિનગારી

(2) તણખો ક્યાં ન પડ્યો ? [_]
(ક) ચિનગારીમાં (ખ) જામગરીમાં (ગ) સગડીમાં (ઘ) વિપતમાં

જવાબ - 2 : (ખ) જામગરીમ

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :
(1) કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે ?
જવાબ - 1 : કવિએ પોતાનું જીવન અનેક એવા અર્થહીન કામો કરવામાં વેડફી નાખ્યું, પરંતુ એમને જીવનમાં જ્ઞાનરૂપી સફળતા મળી નહીં. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે.

(2) કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે ?
જવાબ - 2 : પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા પ્રકાશી ઉઠ્યા, પરંતુ કવિની જીવનરૂપી સગડી જ ક્યારેય સળગી નહીં. તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે.

std 8 gujarati chapter 2. ek j de chingari swadhyay

✦ સ્વાધ્યાય ✦

1. નીચેના પ્રશ્નોના તમારા શબ્દોમાં ઉત્તર લખો :
(1) કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે ?
જવાબ - 1 : કવિ ઈશ્વર પાસેથી માત્ર એક જ ચિનગારી માંગે છે કારણ કે એ જ્ઞાનરૂપી એક જ ચિનગારીથી કવિનું સમગ્ર જીવન પ્રકાશિત થઈ જશે.

(2) 'જીવન ખરચી નાખવું' એટલે શું કરવું ?
જવાબ - 2 : જીવન ખરચી નાખવું એટલે અનેક નાના-મોટા નિરર્થક કાર્ય કરવામાં જીવન વેડફી નાખવું.

(3) 'મહેનત ફળવી' એટલે શું ?
જવાબ - 3 : 'મહેનત ફળવી' એટલે જીવનમાં સારા કામો કરવા માટે જે કાંઈ મહેનત કરી હોય એમાં સફળતા મળવી.

(4) 'જામગરી' શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે ?
જવાબ - 4 : 'જામગરી' શબ્દ અહીં 'જીવન'ના અર્થમાં વપરાયો છે.

2. (અ) નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો :
જવાબ - 2 (અ) :
(1) અનલ - અગ્નિ, આગ
(2) વિપત - મુશ્કેલી, આફત
(3) ચાંદો - ચંદ્ર, શશી
(4) સૂરજ - સૂર્ય, રવિ
(5) કાયા - દેહ, શરીર
(6) લોઢું - લોખંડ, લોહ

2. (બ) નીચેના શબ્દોનો ઉપયોગ કરી દસથી બાર લીટીમાં એક ફકરો લખો :
મંદિર, બંદગી, કુરાન, દેરાસર, અગિયારી, કલ્પસૂત્ર, બાઇબલ, ગુરુદ્વારા, ગ્રંથસાહેબ, ત્રિપિટક, પેગોડા, ભગવદ્‌ગીતા.
જવાબ – 2 (બ) : મંદિર હિન્દુઓનું ધર્મસ્થાન છે. ભગવદ્‌ગીતા હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. તેમાં શ્રીકૃષ્ણ સૌને ભક્તિ, જ્ઞાન અને કર્મની સાચી દિશા બતાવી છે. મસ્જિદ મુસ્લિમોનું ધર્મસ્થાન છે. કુરાન મુસ્લિમ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. તેમાં અલ્લાની બંદગી કરવાનું કહ્યું છે. ચર્ચ ખ્રિસ્તીઓનું ધર્મસ્થાન છે. બાઇબલ ખ્રિસ્તીઓનો ધાર્મિક ગ્રંથ છે. દેરાસર જૈનોનું ધર્મસ્થાન છે. જૈન લોકો ત્યાં પોતાના ઇષ્ટદેવનાં દર્શન કરવા જાય છે. કલ્પસૂત્ર જૈન સાધુઓના આચાર વર્ણવતો ગ્રંથ છે. અગિયારી પારસીઓનું ધર્મસ્થાન છે. ત્યાં આતશ-અગ્નિ સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે. ગુરુદ્વારા શીખોનું ધર્મસ્થાન છે. ગ્રંથસાહેબ શીખ ધર્મનો ધર્મગ્રંથ છે. ભગવાન બુદ્ધના વિશેષ પ્રકારના મંદિરને પેગોડા કહે છે. ત્રિપિટક ત્રણ પ્રકારના બૌદ્ધ ધર્મગ્રંથોનો સમૂહ છે.

3. નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો :
(1) સગડી અને આભઅટારી
જવાબ - 1 : સગડી - સગડીને જીવનનું પ્રતીક કહ્યું છે.
આભઅટારી - આભની અટારી એ તારાનું પ્રતીક છે.
→ આકાશમાં રહેલા તારાઓને પણ પ્રકાશ મળ્યો, પરંતુ મારા જીવનમાં હજી સુધી અંધકાર છે.

(2) કાયા અને માયા
જવાબ - 2 : કાયા - શરીર
માયા - મોહમમતા
→ અહીં કાયા માનવ શરીર છે અને સંસારની મોહમમતા માણસના મન સાથે જોડાયેલી છે.

(3) થથરે અને ફફડે
જવાબ - 3 : થથરે - ઠંડીથી શરીર થથરે છે.
ફફડે - બીકથી માણસ ફફડે છે.
→ ઠંડીથી શરીરમાં કંપન થાય છે, જયારે બીકથી ફફડાટ થાય છે.

std 8 gujarati chapter 2. ek j de chingari pravruti

✦ પ્રવૃતિ ✦

● પ્રાર્થના ગીતો મેળવો અને ગાઓ.
(1) જીવન અંજલિ થાજો ! મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !

(2) મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે ... મંદિર તારું
નહિ પૂજારી નહિં કો દેવા, નહિ મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે ... મંદિર તારું
વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિંગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાવ અધીરા રે ... મંદિર તારું

(3) મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્ચનું એવી ભાવના નિત્ય રહે ... મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અધ્યૅ રહે ... મૈત્રીભાવનું
દીન કુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે ... મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું ... મૈત્રીભાવનું
ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે ... મૈત્રીભાવનું

(4) ૐ તત્સત્‌ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું ...
ૐ તત્સત્‌ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક સવિતા પાવક તું,

✦ નીચે ગુજરાતી પ્રથમ સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. બજારમાં | 2. એક જ દે ચિનગારી | 3. જુમો ભિસ્તી | 4. તને ઓળખું છું, મા | 5. એક મુલાકાત | 6. ધૂળિયે મારગ | 7. દેશભકત જગડુશા | 8. આજ આનંદ | 9. દીકરાનો મારનાર | 10. અઢી આના

✦ નીચે ગુજરાતી બીજા સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

11. વળાવી બા આવી | 12. નવા વર્ષના સંકલ્પો | 13. શરૂઆત કરીએ | 14. સાકરનો શોધનારો | 15. અખંડ ભારતના શિલ્પી | 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! | 17. સંસ્કારની શ્રીમંતાઈ | 18. દુહા-મુકતક-હાઈકુ | 19. સાંઢ નાથ્યો | 20. બહેનનો પત્ર | 21. કમાડે ચીતર્યા મેં... | 22. કિસ્સા-ટુચકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post