ધોરણ-8 [ગુજરાતી] 21. કમાડે ચીતર્યા મેં... | std-8 [gujarati] 21. kamade chitarya me

ધોરણ-8 [ગુજરાતી] 21. કમાડે ચીતર્યા મેં... એકમના અભ્યાસ માટેનું બધુ સાહિત્ય અહીં એકત્ર કરવામાં આવેલું છે. જેમ કે સારાંશ, એકમની સમજૂતી, સ્વાધ્યાયના પ્રશ્નો-જવાબો, સ્વ-અધ્યયનપોથીના ઉકેલો, વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન પેપર. દરેક એકમના Videos, Quiz તેમજ Notes તમને eclassguru.blogspot.com પર મળી જશે.
  • સારાંશ
  • એકમની સમજૂતી
  • સ્વાધ્યાય
  • સ્વ-અધ્યયનપોથી
  • પ્રશ્ન પેપર
std-8-gujarati-21-kamade-chitarya-me-eclassguru


✦ અભ્યાસ ✦

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો :
(1) લાભ શુભ અને શ્રીસવા કવિએ ક્યાં ચીતર્યા છે ?
(ક) કમાડ ઉપર (ખ) પુસ્તક ઉપર (ગ) પાણિયારે (ઘ) બારણા આગળ
(2) સ્નેહના સાથિયા કયાં અંજાયા છે ?
(ક) આભમાં (ખ) પ્રિયતમાના પ્રેમમાં (ગ) આંખોમાં (ઘ) ભીંત ઉપર
(3) 'કમાડે ચીતર્યા મેં' કાવ્યના કવિનું નામ જણાવો.
(ક) તુષાર શુક્લ (ખ) ચીનુ મોદી (ગ) રમેશ પારેખ (ઘ) સ્નેહરશ્મિ
2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
(1) કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી ?
(2) કવિએ તરભાણામાં શું લીધું છે ?
(3) કવિ કોને 'મરજાદી' કહે છે ?
(4) આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો.
3. નીચેના પ્રશ્રોના ઉત્તર આપો :
(1) કવિએ કમાડે શું-શું ચીતર્યું છે ? શા માટે ?
(2) 'અવસરતનાં તોરણિયાં' દ્વારા કવિ શું કહે છે ?
(3) ઉંબરાને કેવો કહ્યો છે ? શા માટે ?
4. 'સુખ આવશે અમારે સરનામે' માટે તમે કવિની જેમ બીજું શું-શું કરી શકો, તે કહો.

✦ સ્વાધ્યાય ✦

1. સૂચના મુજબ કરો :
(1) કાવ્યમાં તમને સૌથી વધુ ગમતા હોય એવા બે શબ્દ લખો અને એ શબ્દો વાપરીને બે વાક્યો બનાવો.
(2) નીચે આપવામાં આવેલા ઉદાહરણ મુજબ બીજા પાંચ શબ્દો અંતાક્ષરીની રીતે લખો :
ઉદાહરણ : અવસર-રમત-તડકો-કોયલ-લખોટી
(3) નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો :
તરભાણું, અવસર, આયખું, સરનામું, સાથિયા, ઉંબરો
2. ઉદાહરણ મુજબ કરો :
લાભ-લાભાલાભ, લાભદાયી, લાભકારી, લાભપ્રદ
શુભ -
3. નીચેની ખાલી જગ્યાઓ ઉદાહરણ મુજબ પૂર્ણ કરો :
ગુડીપડવો, ..........બીજ, ..........ચોથ, ..........પાંચમ,
..........છઠ્ઠ, ..........સાતમ, ..........આઠમ, ..........નવમી
..........દસમ, ..........અગિયારશ, ..........બારસ,
..........તેરસ, ..........ચૌદશ, ..........પૂનમ.
4. 'સુખ આવશે અમારે સરનામે'
ઉપરની પંક્તિમાં શબ્દોનો વારાફરતી ક્રમ બદલી પાંચ વાક્યો ફરીથી લખો :

✦ પ્રવૃતિ ✦

(1) નીચે આપેલ શબ્દોની ચિઠ્ઠીઓ બનાવી વિદ્યાર્થીઓ શુભ-મંગળ ભાવ પ્રગટ કરતા શબ્દોને અલગ તારવશે :
મોરપિચ્છ, અરીસો, તપેલી, ઉકરડો,
કળશ, દૂધી, તુલસી, લાભ,
તોરણ, નાળિયેર, ઉંબરો, શુભ
  • મંગળ ભાવ સૂચવતા શબ્દોની ચિત્ર-આકૃતિ બનાવવી.
  • વિવિધ ધર્મોનાં શુભ પ્રતીકો-શબ્દોની યાદી બનાવો.
(2) શુભકામનાઓ માટે આપણે શું-શું કરીએ છીએ, તેની યાદી કરો.
(3) શાળાની પ્રાર્થનાસભામાં કઈ-કઈ શુભ-મંગલકારી વસ્તુઓ મૂકો છો ?
(4) ગામની જાણકાર વ્યક્તિ પાસેથી શુભકામનાઓને લગતા શ્લોકો સાંભળો.
(5) દ્વિગુસમાસનાં ઉદાહરણો શોધી યાદી બનાવો.

✦ નીચે ગુજરાતી પ્રથમ સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

1. બજારમાં | 2. એક જ દે ચિનગારી | 3. જુમો ભિસ્તી | 4. તને ઓળખું છું, મા | 5. એક મુલાકાત | 6. ધૂળિયે મારગ | 7. દેશભકત જગડુશા | 8. આજ આનંદ | 9. દીકરાનો મારનાર | 10. અઢી આના

✦ નીચે ગુજરાતી બીજા સત્રના બધા પાઠોની Link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

11. વળાવી બા આવી | 12. નવા વર્ષના સંકલ્પો | 13. શરૂઆત કરીએ | 14. સાકરનો શોધનારો | 15. અખંડ ભારતના શિલ્પી | 16. સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે ! | 17. સંસ્કારની શ્રીમંતાઈ | 18. દુહા-મુકતક-હાઈકુ | 19. સાંઢ નાથ્યો | 20. બહેનનો પત્ર | 21. કમાડે ચીતર્યા મેં... | 22. કિસ્સા-ટુચકા

✦ નીચે ધોરણ - 8 ના બધા વિષયોની link આપેલી છે. તેની મુલાકાત લેવી. ✦

ગુજરાતી/button/#B33771 હિન્દી/button/#5758BB સંસ્કૃત/button/#EAB543 અંગ્રેજી/button/#D6A2E8 ગણિત/button/#1B9CFC વિજ્ઞાન/button/#F97F51 સામાજિક વિજ્ઞાન/button/#55E6C1

Post a Comment

Previous Post Next Post